એમ કહી ને તે તેમની તરફ આવવા લાગે છે તપન અને નેહા ડરી ને પાછળ ખસે છે, તપન પેલા ગાર્ડ ને પગ થી પકડી ને ખેંચતો હોય છે તેવામાં નીયા દોટ મૂકી ને તે ગાર્ડ ની છાતી પર બેસી જાય છે અને ગળા ના ભાગ માં બચકા ભરવાનું ચાલુ કરી દે છે. શિકારી જાનવર તેના શિકાર ને ફાડી ખાય તેમ તે ગાર્ડ ના ગળા પાસે બચકા ભરી તેનું માંસ ખાવા લાગે છે. તપન અને નેહા પોતાનો જીવ બચાવવા ભાગે છે અને લાઇબ્રેરી છોડી ને રૂમ માં જઈ બારણું બંધ કરી દે છે. બંને ની હાલત ખરાબ થઇ ગઇ હોય છે બંને પરસેવે રેબઝેબ થઇ ગયા હોય છે. તેમની આંખ સામે થી તે ભયંકર દૃશ્ય દૂર જ નથી થઈ રહ્યું હોતું.
એવામાં અચાનક બારણું ખખડવાનો આવાજ આવે છે. બંને એકબીજાની સામે જુએ છે પરંતુ ખોલવાની હિંમત બંને માં થી એકેય માં નથી હોતી.
એટલા માં બહાર થી અવાજ આવે છે ‘ નેહા, દરવાજો ખોલ હું ખુશી છું.’
બીક ના માર્યા તપન અને નેહા દરવાજો ખોલતા નથી. ખુશી ફરી થી દરવાજો ખટખટાવે છે. આમ બે કે ત્રણ વાર ખટખટાવ્યા બાદ તપન થોડી હિંમત ભેગી કરી ને દરવાજો ખોલવા જાય છે.
તપન દરવાજો ખોલે છે સામે સાચે જ ખુશી ને જોઈ ને બંને ના શ્વાસ માં શ્વાસ આવે છે. ફટાફટ ખુશી ને અંદર લઇ ને ફરી થી તપન દરવાજો બંધ કરી દે છે. નેહા લાઇબ્રેરી માં બનેલી ઘટના ને ખુશી ને કહે છે.
ખુશી બીક ના કારણે ધ્રુજવા લાગે છે અચાનક તેની શરીર ની ધ્રુજારી બંધ થઈ જાય છે અને તેની આંખો નીયા ની હતી તેવી લાલઘૂમ થઈ જાય છે. અને બદલાયેલા આવાજ માં ખુશી બોલે છે,
‘તમે બંને તો ખૂબ સરસ કામ કરી રહ્યા છો.'
આવા બદલવા ખુશી માં જોઈ ને તપન અને નેહા બહાર તરફ ભાગવાનો પ્રયત્ન કરે છે પણ દરવાજો ખૂલતો નથી. નેહા નો રૂમ ખુશી ના ભયંકર હાસ્ય થી ભરાઈ જાય છે. નેહા અને તપન ની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે જાણે હમણાં જ હૃદય ધબકવાનું જ છોડી દે.. અને જો કદાચ ધબકે તો છાતી ચીરી ને બહાર આવી જાય.
ખુશી નેહા ની એકદમ નજીક આવી જાય છે, તેનો હાથ કાંડા થી પકડી છે ખુશી ના હાથ નું જોર એટલું હોય છે કે તે નેહા નું રક્તપરિભ્રમણ અટકાવી દે અને એકદમ મોઢા ની નજીક મોઢું લાવી ને ખુશી બોલે છે
‘તમે બંને એ તો મારું કામ એકદમ સરળ કરી નાખ્યું મારી વાત તમે જેને કહો છો તે જો મારા થી ડરી ગયું તો હું તેના શરીર ને સરળતા થી કાબૂ માં કરી શકું છું’
‘મને તો એમ લાગતું હતું કે મારે તમારા જેવા ભણેલા લોકો ને ડરાવવા વધારે મહેનત કરવી પડશે પણ નહિ, તમે જ લોકો મારું કામ કરી રહ્યા છો. આમ જ આખી હોસ્ટેલ ને ડરાવી નાખો હું તમને બંને ને જીવતા છોડી દઈશ. મારે રોજ એક શિકાર મારા સ્થાન પર એટલે કે લાઇબ્રેરી માં જોઈએ. પણ હા, ધ્યાન રહે કે વ્યક્તિ નો ડર ચરમસીમા પર પહોંચશે તેના પર જ હું કાબૂ મેળવી શકીશ. જો તમે ઈચ્છતા હોયકે તમારા મિત્રો ઓછી યાતના સાથે મારા શિકાર બને તો તેમને ખુબ ડરાવી મૂકો જેથી હું તેમનું શરીર મેળવી ને તેમનો શિકાર કરી શકું. બાકી મરવાનું તો બધાને છે જ હું કોઈ ને મૂકીશ નહિ.’
એક ઝાટકા સાથે ખુશી નીચે ઢળી પડે છે. નેહા ના કાંડા માં આંગળી ના નિશાન પડી ગયા હોય છે. તપન ખુશી પર પાણી છાંટી ને તેને હોશ માં લાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે ભાન માં આવતી નથી માટે તેને ઉચકી ને બેડ પર સુવડાવી દે છે.
ક્રમશઃ