મૃત્યુ દસ્તક - 6 Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ દસ્તક - 6

તપન અને નેહા નીચે એકદમ થાકેલા અને હારેલા બેસી ગયા હોય છે બંને એકબીજા સાથે કઈ જ વાત કર્યા વગર લાંબા સમય સુધી બેઠા રહે છે. આ ભયંકર કાળી રાત બાદ સૂર્યોદય થાય છે. લાઇબ્રેરી માં બનેલી ઘટના ની માત્ર તપન નેહા અને ખુશી ને જ ખબર હોય છે. ગાર્ડ નું શું થયું તે નેહા અને તપન ને પણ ખબર નથી હોતી હવે ચિંતા નો વિષય એ હતો કે સવાર પડી અને કોઈ લાઇબ્રેરી ખોલે અથવા તો ગાર્ડ ની શિફ્ટ બદલાય તો ગાર્ડ ગયો ક્યાં તે સવાલ ઉભા થાય અને બધા ને ખબર હતી કે તપન નેહા અને ગાર્ડ નીયા ની પાછળ દોડ્યા હતા.

નેહા ગાર્ડ ને લઇ ને ચિંતા વ્યક્ત કરે છે અને તપન ને કહે છે કે હવે શું થશે. તપન નેહા ને કહે છે કે,

‘ આપણે રાત્રે બનેલી તમામ ઘટના ને કોલેજ મેનેજમન્ટ ને જણાવવી જોઈએ.’

‘તને શું લાગે છે તે લોકો આપણો વિશ્વાસ કરશે?’ નેહા પૂછે છે

તપન જવાબ આપતા કહે છે,

‘હા, શા માટે ન કરે અને આપણે પ્રયાસ તો કરવો જ પડશે કારણકે આપણે હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ નો જીવ જોખમ માં ન મુકી શકીએ.’

‘ અત્યારે સાત વાગ્યા છે હું ફટાફટ રૂમ પર જાઉં છું અને ફ્રેશ થઈ ને તરત જ પાછો આવું છું. ત્યાં સુધી તું ખુશી નું ધ્યાન રાખજે ‘

‘ તારા ગયા પછી જો ખુશી માં ફરી પેલી આત્મા આવી કે પછી નીયા આવી તો? હું એકલી કેવીરીતે પરિસ્થતિ નો સામનો કરીશ?’


‘ તું ખૂબ નીડર છે, તું જરા પણ ચિંતા ન કર એવું કશું જ નહિ થાય એમ પણ મે સાંભળ્યું જ છે કે આત્માઓ ની શક્તિ મધ્યરાત્રિ ના સમય માં જ ચરમસીમા પર હોય છે.’

‘ આઇ હોપ કે તું જે કે છે તે સાચું હોય. પણ તું જલ્દી આવજે પ્લીઝ ‘

‘ ઓકે તું ચિંતા ન કર હું જેટલો બને તેટલો જલ્દી આવુ છુ.’

તપન ફ્રેશ થવા માટે જતો રહે છે, નેહા પણ પોતાની દૈનિક ક્રિયાઓ પતાવવા લાગે છે પરંતુ તેની આંખ સામે રાત્રે બનેલી ઘટનાઓ એક પછી એક આવી રહી હોય છે. પરંતુ જેમ તેમ કરી ને તે પોતાની જાત ને સાચવી લે છે. સ્નાન કરી ને બહાર આવે છે તો અચાનક તે ખુશી ને બેડ પર બેઠેલી જુએ છે. પહેલા તો ડર નું લખલખું તેના શરીર માં પ્રસરી જાય છે. પરંતુ ખુશી જ્યારે વાત કરે છે ત્યારે તે થોડી રાહત અનુભવે છે. ખુશી તેના રૂમ માં કેવીરીતે આવી અને નીયા ક્યાં ગઈ તેવા સવાલો પૂછતી હોય છે. નેહા તેને વળતા જવાબ માં માત્ર એટલું કહી ને વાત ટાળી દે છે કે,

‘ નીયા તો જય ના રૂમ પર ગઈ લાગે છે અને તને યાદ નથી તું જ કાલે રાત્રે નીયા ન હતી તો સુવા માટે આવી હતી.’

ખુશી માથા પર હાથ મૂકી ને,

‘ ખબર નહિ મને કશું જ યાદ નથી અને મારું માથું પણ ફાટે છે. હું ફ્રેશ થઈ જાઉં ત્યારબાદ હું તને કાલે રાતે આવેલા ભયાનક સપના વિશે વાત કરીશ.’ આટલું બોલી ને તે પોતાના રૂમ તરફ જવા લાગે છે.

નેહા સમજી જાય છે કે નીયા જે સપના ની વાત કરી રહી છે તે ગઈ કાલે રાતે ઘટેલી ઘટનાઓ જ હશે. પણ તે બિચારી આ વાત થી અજાણ બધી ઘટના ને સપના માં બની તેવું માને છે.

નેહા ને કઈ જ સમજાતું હોતું નથી, હવે શું થશે? હવે શું કરવું? નીયા ક્યાં છે? વગેરે પ્રશ્નો ના વમળ તેના મગજ માં ઉત્પન્ન થઈ રહ્યા હતા. આ બધા ટેન્શન માં તે માનસિક રીતે અસ્વસ્થ અનુભવી રહી હોવાથી બેડ પર આડી પડે છે. ઉજાગરા ને લીધે તેની આંખ લાગી જાય છે. લગભગ બે કલાક પછી તેના દરવાજા પર પડતા ટકોરા ના અવાજ તેની નિંદ્રા માં વિક્ષેપ કરે છે. હવે તો ધોળા દિવસે પણ નેહા ને દરવાજો ખોલવા માં ભય અનુભવાઈ રહ્યો હોય છે. છતાં હિંમત કરી ને દરવાજો ખોલે છે, દરવાજો ખોલતા જ તપન બોલી ઊઠે છે.

‘ચાલો મેડમ આપણે કોલેજ મેનેજમેન્ટ પાસે જવાનું છે..ભૂલી ગયા કે શું?’

‘ ના.. ના… યાદ છે પણ થાક ને લીધે આંખ લાગી ગઈ.’

‘ઓકે , હું બહાર રાહ જોઉં છું તું ફ્રેશ થઈ જા ૯:૧૫ થઈ ગયા છે કોલેજ પણ ચાલુ થઈ ગઈ છે.’

અચાનક નેહા ને યાદ આવે છે કે તેણે આજે પ્રેઝન્ટેશન આપવાનું હોય છે, જે તેની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી હોય છે. માટે તે તપન ને જણાવે છે કે તે બંને કોલેજ મેનેજમેન્ટ ને તેના પ્રેઝન્ટેશન બાદ મળવા જાય તો સારું રહેશે. તપન ને પણ ખબર હોય છે કે તેનું પ્રેઝન્ટેશન કેટલું મહત્વ નું હોય છે માટે તે પણ નેહા ની વાત સાથે સહમત થઈ જાય છે.

‘તારું પ્રેઝન્ટેશન પૂરું થઈ જાય તો મને ફોન કરજે હું આવી જઈશ અને આપણે કોલેજ મેનેજમેન્ટ ને મળવા જઈશું. હું અત્યારે જાઉં છું જય પાસે તેની તબિયત માં સુધારો છે પણ હજુ તેને સંપૂર્ણ સાજો થવામાં સમય લાગશે. કદાચ તેને મારી કઈ જરૂર હોય.’ આટલું કહી તપન ત્યાંથી જતો રહે છે.


૧૧ વાગ્યે નેહા નું પ્રેઝન્ટેશન ચાલુ થવાનું હોવાથી તે તૈયારી માં લાગી જાય છે.

ક્રમશઃ