ગલતફેમી - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલતફેમી - 2

બહાર એ બાઈક પર ગયો તો એણે એક હળવો ઝાટકો લાગ્યો!

બાઈક પર રિચા પોતે બાઈકની ચાવી આંગળી પર ફેરવી રહી હતી. લાઈટ પિંક ડ્રેસમાં એ બહુ જ મસ્ત લાગી રહી હતી.

એણે આમ જોઈ પાર્થ પોતાના ખિસ્સામાં હાથ નાખી ચાવી જોવા માંગતો હતો, પણ પછીથી એણે ખ્યાલ આવ્યો કે એની બાઈકની બીજી ચાવી હંમેશાં રિચા પાસે હોય છે.

"ચાલ ડુંગળી લેવા..." રિચા એ બાઈકની ચાવી પાર્થને આપતાં કહ્યું.

"ઓહો, મેડમ તો બધું જ ખબર છે તમને તો એમ ને!" પાર્થે કહ્યું અને બાઈક સ્ટાર્ટ કરી દીધી.

"પહેલાં તો એક મસ્ત હોટેલમાં રોકજે... તેં સવારનું કઈ ખાધું નહિ ને!" રિચા એ કહ્યું.

"ના હો, મારી પાસે જરાય ટાઈમ નહિ! ઘરે ડુંગળી નહિ; મહેમાન ખાશે શું?!" પાર્થે કહ્યું.

"ડુંગળી લેવા માટે તો મેં ભાઈને ક્યારનાં મોકલી દીધા." રિચા બોલી તો જાણે કે આખી દુનિયાનો બાદશાહ ખુદ પાર્થને જ ના બનાવી દેવામાં આવ્યો હોય, એણે એવું લાગી રહ્યું હતું! એણે બહુ જ સૂકુન મહેસૂસ થયું. હા, અમુકવાર મોટી મુસીબતથી બચવાથી પણ જે ખુશી નહિ મળી શકતી, એ આમ નાની મુસીબત ને ટાળવાથી જ મળી જતી હોય છે!

"કેટલું કામ કર્યા કરે છે, થાકી જઈશ યાર!" રિચા એ કહ્યું અને પાછળથી જ પાર્થનાં માથાને દબાવવા લાગી. એણે પાર્થની ચિંતા થતી હતી.

"માથું નહિ દુઃખતું, પાગલ! બસ એક જ વાતનું દુઃખ રહે છે કે હું અમુક લોકોને ટાઈમ નહિ આપી શકતો!" પાર્થે ઉદાસીનતાથી કહ્યું. એની વાતમાં એક ઈશારો હતો.

"અચ્છા, અમુક લોકોને! હું અને વનિતા સિવાય પણ એમ કેટલી ને ખાસ બનાવી રાખી છે!" રિચાનું આ હસતા હસતા કહેલું વાક્ય પાર્થને રડાવા માટે કાફી હતું!

રડવું આવવુ પણ તો સ્વાભાવિક જ હતું ને, નહિ ગમતું આપણને કે કોઈ આપણને ગલત કહે, ગલત સમજે, અને જ્યારે કોઈ આપનું ખાસ આવા શબ્દો વાપરે તો દિલને બહુ જ ઝાટકો લાગતો હોય છે, લાગે પણ કેમ નહિ. વિશ્વાસ જ તો જરૂરી હોય છે ને! જો આપણને થોડું પણ એવું લાગે કે ખાસ વ્યક્તિ થોડી પણ નારાજ છે તો દિલ બેચેન થઇ ઊઠે છે, કઈ જ ગમતું નહિ, રોમ રોમમાં ઉદાસી પ્રવર્તી જાય છે અને આંખો, આંખો બસ આંસુઓ જ આપણને આપ્યે જાય છે. અને જ્યારે આંસુઓ વહેવા શુરૂ થાય છે તો એક પછી એક બધી જ વાતો કે જેનાથી આપને દુઃખી હોઈએ, આપણને યાદ આવવા લાગે છે! યાદ આવે પણ કેમ નહિ, જેમાં આપની કોઈ ભૂલ જ ના હોય, જો એના માટે પણ આપને સહન કરવુ પડે તો દુઃખ તો થાય જ ને!

વધુ આવતા અંકે...
                                     
આવનાર એપિસોડસમાં જોશોદિવસભરના થાકને લીધે પાર્થે માથું ટેબલ પર ઢાળી દીધું, પછી એક ખ્યાલ એણે આવ્યો કે એણે તુરંત જ માથું ઉપર કરી દીધું. માંડ એક ઇંચથી રિચા એ એનો હાથ ઉપર લઇ લીધો. રિચા એનાં માથાને પંપોરવા માંગતી હતી.

પાર્થ માટે શું મંગાવવાનું હતું એ રિચા ને ખબર હતી. એણે એ જ મંગાવી પણ લીધું.

"પાર્થ, યુ આર સો સ્વીટ!" રિચા એ કહ્યું.

"હા, પણ તું મારા કરતાં પણ વધારે સ્વીટ છું!" પાર્થે એક આંગળીથી રિચા ના ગાલને ટચ કર્યું તો રિચા માટે તો આ બહુ જ સ્પેશિયલ ફિલિંગ હતી.

ખાવાનું આવ્યું તો રિચા એ ખુદ પોતાના હાથથી પાર્થને ખવડાવ્યું!