ગલતફેમી - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલતફેમી - 3

"ઓ પાગલ! કહેવાનો અર્થ એમ છે કે બીજા બધા દોસ્તો સાથે પણ વાત નહિ કરી શકતો એમ!" પાર્થે સમજાવ્યું. ખુદની દરેક વાતનો અર્થ એ નેગેટિવ જ કેમ લઈ રહી હતી, પાર્થ વિચારી રહ્યો, પણ બસ આમ વિચારવાથી જ જવાબ થોડી મળે?! જવાબ તો સમય ખુદ જ આપશે!

"બીજા બધાને છોડ, તને તો વનિતા બહુ ગમે છે ને!" રિચા એ દાંત ભિંસતા કહ્યું. એના શબ્દોમાં ચીડ હતી, ગુસ્સો હતો.

"જો તો આ હોટેલ બરાબર છે ને!" પાર્થે એણે એક હોટેલ બતાવતા પૂછ્યું.

"હોટેલ કાન્હા.." લાલ રંગની લાઈટ અને વ્હાઈટ બેકગ્રાઉન્ડ થી દૂરથી જ એ બોર્ડ વંચાઈ જાય એવું હતું. મોટા અક્ષરથી કાન્હા વાંચીને લાગતું કે ભગવાન કૃષ્ણ નું આ નામ પણ બહુ જ પ્રભાવી છે, કાન્હા કે જેમ માં યશોદા કહેતાં એમ યુવાન કૃષ્ણ ભગવાનની કોઈ ખૂબસૂરત છબી આંખોની સામે આવી જાય.

"ઝેર મળે એવી હોટેલ પર લઈ જા મને! થોડું ઝેર વાળું ખાવા" એ હજી ગુસ્સામાં જ હતી!

"અરે બાબા! એની નજીક નહિ રહું." પાર્થે કહ્યું તો બંને બાઈક પાર્ક કરી હોટેલમાં પ્રવેશ્યા.

દિવસભરના થાકને લીધે પાર્થે માથું ટેબલ પર ઢાળી દીધું, પછી એક ખ્યાલ એણે આવ્યો કે એણે તુરંત જ માથું ઉપર કરી દીધું. માંડ એક ઇંચથી રિચા એ એનો હાથ ઉપર લઇ લીધો. રિચા એનાં માથાને પંપોરવા માંગતી હતી. પણ એને ઉપર માથું કર્યું તો એને પણ હાથ લેવો પડ્યો. હા, રિચાને એ વાતનો અફસોસ તો હતો જ પણ, હવે એ કરી પણ શું શકે?!

પાર્થ માટે શું મંગાવવાનું હતું એ રિચા ને ખબર હતી. એણે એ જ મંગાવી પણ લીધું.

"પાર્થ, યુ આર સો સ્વીટ!" રિચા એ વાત શુરૂ કરી.

"હા, પણ તું મારા કરતાં પણ વધારે સ્વીટ છું!" પાર્થે એક આંગળીથી રિચા ના ગાલને હળવું ટચ કર્યું તો રિચા માટે તો આ બહુ જ સ્પેશિયલ ફિલિંગ હતી. પાર્થ પણ એના હાથ ની આંગળીઓ પર એવી જ ફિલિંગ મહેસૂસ કરી રહ્યો હતો. પાર્થે એક સ્માઈલ પણ આપી દીધી.

ખાવાનું આવ્યું કે જે ઇટાલિયન ચીઝ પિત્ઝા હતાં તો રિચા એ ખુદ પોતાના હાથથી પાર્થને ખવડાવ્યું! ખુદ ખાઈ પણ શકે એવી તાકાત પણ પાર્થ માં હતી નહિ અને મરજી પણ, બસ જો કોઈ હમણાં જ એને સૂઈ જવા કહે તો બસ એને તો બધું જ કામ એક બાજુ મૂકીને શાંતિથી સૂઈ જ જવું હતું!

"વનિતા નાં હાથ જેવો ટેસ્ટ તો નહીં હોય મારા હાથમાં!" રિચા એ વ્યંગ્ય કરતા કહ્યું. તાણો મારવાનો એક પણ મોકો એ છોડવા જ નહોતી માંગતી. જાણે કે ખુદ એને પણ આમાં મજા જ ના આવતી હોય. ગમતી વ્યક્તિ સાથે ઝઘડો કરવાની પણ એક અલગ જ મજા હોતી હોય છે. શું એટલે જ એ પાર્થની રાહ જોતી હતી?!

"તારા હાથમાં એવો જાદુ છે ને કે જે આ દુનિયામાં કોઈના પણ હાથમાં નહિ!" પાર્થે આખરે કહી જ દીધું! એણે એવી આશા પણ હશે કે શાયદ આનાથી રિચા ની નારાજગી થોડી દૂર થાય. પણ પાર્થ ખુદ પણ સમજી જ ગયો હતો કે ખુદ આટલો થાકેલો છે તો પણ જો રિચા એને આ કહી રહી હતી તો ખુદ એને કેટલું બધું ખોટું લાગ્યું હશે. ખુદ માથું નીચે ઢાળી ને પણ તો એ આ બધાથી જ થોડી વાર માટે બ્રેક લઈ લેવા માગતો હતો, અમુકવાર જ્યારે કઈ જ હાથમાં નહિ હોતું, તો આપને સૌથી દૂર જતાં રહેવા માગતાં હોઈએ છીએ, મનુષ્ય ની ફિતરત જ કઈક એવી હોય છે કે એને બસ જ્યારે કઈ જેવું એને ચાહેલું ના થાય તો બસ બધાથી દૂર ચાલ્યાં જવાનું મન થાય છે.

વધુ આવતા અંકે...