ગલતફેમી - 7 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલતફેમી - 7

ગલતફેમી - 7

"જા વનિતા, રિચા એ પણ ખાધું નહિ. એણે ખવડાવી દે તો." પાર્સલ વનિતા ને આપતાં પાર્થે હળવેકથી કહેલું.

પાર્થનો અવાજ સાંભળીને આંસુઓ લૂછીને રિચા તુરંત જ ત્યાં આવી ગઈ હતી. ખુદ એને પણ ક્યાં ભાન હતું કે કેટલા સમયથી એ આમ જ બસ ગાંડાની જેમ રડ્યાં કરતી હતી. દિલ જ્યારે ગમો ને યાદ કરે છે તો સમય નું વિસ્મરણ થઈ જાય છે!

પાર્થે એની તરફ જોયું, એ આખીય વાત સમજી ગયો. પાર્થને ખબર હતી કે પહેલાંની વાતો યાદ આવશે તો રિચા ખુદને રોકી નહિ શકે! આખરે બંને હતાં તો કલોઝ જ ને, એને ખબર હતી.

"ચાલને યાર હવે તો ખાઈ લે!" વનિતા એ પાર્થને હાથથી પકડી ડાયનિંગ ટેબલ સુધી લઈ જવો જ પડ્યો.

"હું પણ હવે જ જમીશ..." પાર્થે સાવ ધીમું કહ્યું અને રિચા ની સામે જોઈ ખાવા લાગ્યો! એ એક જ વાક્ય માં જાણે કે એને બધું જ ઠાલવી દીધું હતું. હા, એવી જ રીતે જેમ મોરસનાં અમુક દાણા જ મોં ને મીઠું મીઠું કરી નાંખે!

ખાતા ખાતા જ અચાનક જ વનિતા ને શું ખ્યાલ આવ્યો કે એણે પાર્થનાં માથે કિસ કરી દીધી! આ દૃશ્યથી રિચા બહુ જ વિચલિત થઈ ગઈ! એણે એવો વિચાર આવી ગયો કે જે હાથમાં આવે એને પહેલાં જ એ વનિતા ને જઈ મારે! એ ત્યાંથી જવા માટે ઊભી થઈ ગઈ. પણ પાર્થે એનાં હાથને પકડી રાખ્યો.

"જો તું નહિ જમે તો, હું પણ નહિ જમું!" પાર્થે એની આંખોમાં આંખો પરોવી કહ્યું તો એણે મજબૂરીમાં પણ ખાવું તો પડ્યું જ! એની પાસે બીજો કોઈ ઉપાય પણ નહોતો! ખરેખર તો જ્યારે પાર્થે એનો હાથ પકડ્યો તો એને એક કંપારી આવી ગઈ, ગુસ્સો વિસરાઈ ગયો અને એણે થોડા સમય માટે એવું લાગવા લાગ્યું કે બધું જ પહેલાની જેમ ઠીક છે!

"મને કોઈએ કિસ નહિ કરી, હું તો મજાક કરતો હતો!" પાર્થે કહેલા શબ્દો હજી પણ રીચાને બરાબર યાદ હતા! એણે ગળામાં કઈક ફસાતું હોય એવું લાગ્યું. રિચા એ જોરજોરથી ખાંસી ખાવાનું શુરૂ કરી દીધું!

પાર્થ હચમચી ગયો! એણે ફટાફટ રિચા ને પાણી આપ્યું... એનાં બરડે હાથ ફેરવવા લાગ્યો. વનિતા બેખબર હતી કે પાર્થ રિચા ને ક્યારનો નોટિસ કરતો હતો!

"અરે કેટલી વાર કહ્યું છે, ધ્યાનથી જમવાનું!" પાર્થે કહ્યું અને એનાં હાથથી રીચાને ખવડાવવા લાગ્યો! બંને જાણે કે ભૂલી જ ગયા હતા કે બંનેએ દૂર રહેવાનું હતું! પાર્થ પણ જાણે કે વનિતા એ એણે કિસ કરી એનાથી જે દુઃખ રિચા ને થયું એની ભરપાઈ જ ના કરી રહ્યો હોય! કરે પણ કેમ નહિ, એક પ્રેમી જ તો બીજા પ્રેમીનું દુઃખ જાણી શકે છે ને!

છેલ્લા કોળીયે તો રિચા ના આંસુઓ નીકળી જ ગયા, એક પળ માટે તો એણે એવું જ લાગવા લાગ્યું કે બધું જ પહેલાં જેવું થઈ ગયું છે! પણ શું બધું જ પહેલાં જેવું હોવું શક્ય હતું?!

"કાલે તો હું જાઉં છું, તારા સાગરને કહેજે; તને આવી જ રીતે ખવડાવે!" પાર્થે કહ્યું તો જાણે કે કોઈ મધુર સ્વપ્ન માંથી રિચા જાગી.

"બસ યાર, તેં ખવડાવી દીધું ને... હવે આ શરીરને ખાવા માટે કઈ નહિ જોઈતું! બસ તું તારી લાઇફમાં ખુશ રહેજે!" રિચા બોલી તો એનાં આંસુઓ પણ નીકળી ગયા, જાણે કે કોઈ મહત્વનાં શબ્દો નીચે અંડર લાઈન ના કરતાં હોય!

વધુ આવતા અંકે...