ગલતફેમી - 8 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલતફેમી - 8


"શીશ! આવું ના બોલ!" પાર્થે એનાં હોઠ પર આંગળી મૂકતા કહેલું.

🔵🔵🔵🔵🔵

બાકીના દિવસોમાં તો ઘણું બધું બદલાય ગયું. એ ત્રણ દિવસથી વનિતા, પાર્થ સૌ પોતપોતાના ઘરે હતા. પોતપોતાની લાઇફમાં બીઝી હતા.

પાર્થ અને રિચા ની લાઇફમાં એક વસ્તુ કોમન હતી. બંને રાત થાય એટલે રડતાં હતાં! એકમેક સાથે રહેલ એક એક સેકંડ એ લોકો બહુ જ યાદ કરી રહ્યાં હતાં.

એક દિવસે પાર્થ પર કોલ આવ્યો તો કોલ પર રિચાનાં મમ્મી હતા! એ બહુ જ ચિંતામાં હતા! અવાજ પરથી લાગતું હતું કે કઈક ગંભીર વાત હતી.

"લે, લે! આ રિચા તારી સાથે વાત કરવા માગે છે! બીમાર થઈ ગઈ છે!" રિચા નાં મમ્મી એ કહ્યું તો પાર્થ પણ ટેન્શનમાં આવી ગયો!

"પાર્થ, છેલ્લી વાર મળવા આવી જા ને યાર, પ્લીઝ!" રિચા નો અવાજ બહુ જ બદલાય ગયો હતો! હંમેશા ખુશીથી ચહેક્તા એનાં અવાજમાં આજે દુનિયાભરનો ગમ હતો! શું કોઈ પ્યાર માટે આટલું બધું તરસી જાય છે?! શું પ્યાર વગર વ્યક્તિ એ થોડું પણ જીવવુ આસાન નહિ હોય?!

"ઓ જો, તેં મને પ્રોમિસ કરેલું ને કે તું બરાબર જમીશ, તો કેમ નહિ જમતી!" પાર્થ ગમે એટલો સ્વસ્થ થવાની કોશિશ કરી લે, પણ એનાં પણ આંસુઓ વહેવા જ લાગેલા! શબ્દો પણ આમ તેમ સરકી જતાં હતાં.

"આઈ મિસ યુ સો મચ, યાર!" રિચા રડતાં રડતાં કહી રહી હતી!

"આઈ મિસ યુ, ટુ!" પાર્થે પણ રડતાં રડતાં જ કહી જ દીધું! ખરેખર તો રિચા ને પાર્થ પાસેથી આવા શબ્દોની આશા તો બિલકુલ નહોતી! એના માટે આ પળે ખુશ થવું કે દુઃખી એ જ નહોતી ખબર પડી રહી.

અમુકવાર કહેવાય એટલું હોતું નહિ અને હા, અમુકવાર જે નહિ કહેવાતું એ અંદરોઅંદર બહુ જ દુઃખ આપતું હોય છે!

રિચા બીમાર હતી અને એને પાર્થ બહુ જ યાદ આવી રહ્યો હતો, બીમારીને લીધે જ નેગેટિવ વિચારો વધારે આવે છે કે નેગેટિવ વિચારોને લીધે જ આપને વધારે બીમાર થઈએ છીએ?! એ જે હોય એ, પણ હમણાં તો રિચા ને એવું લાગતું હતું કે જો એને પાર્થ નહિ મળે તો ખુદને ક્યારેય પણ માફ નહિ કરી શકે! જ્યારે બધું જ ફિકુ ફીકું લાગે અને કઈ જ ના ગમે, લાગે કે જીવનમાં કઈ જ રસ રહ્યો જ નહિ, એનું કારણ બસ એક જ હોઈ શકે છે અને અને એ છે કે આપની ગમતી વ્યક્તિ આપનાથી દૂર છે. દુનિયાની બધી જ ખુશી પણ કેમ ના સામે હોય, તો પણ જો આપની ગમતી વ્યક્તિ જ પાસે ના હોય તો એ શું કામની?! ખુશીઓનું શું કરીશું, જો એ ખુશી વહેંચવા માટે જ કોઈ નહિ હોય!

વધુ આવતા અંકે...

એપિસોડ 5માં જોશો: "ઓ જો હજી વોર્ન કરું છું! જો હું ત્યાં હોત ને તો હોટેલમાં જેમ બાહોમાં લઈને કિસ કરેલી કેમ જ તારા માથે કિસ કરી લેત!" પાર્થે કહ્યું તો જાણે કે માહોલ બહુ જ શાંત અને સુખદ થઈ ગયો!

"આવી જા ને તો! પ્લીઝ, કાલે આવી જા તું!" રિચા બોલી.

"જો હું કાલે આવું છું, પણ ત્યાં સુધી તું જમી લે અને દવા પણ લેજે, ઓકે!" પાર્થે કહ્યું તો રિચા એ "હમમ" કહેવું જ પડેલું! કેટલું બધું ઠીક થઈ જતું હોય છે, જ્યારે ખાસ વ્યક્તિ આપણી પરવા કરે છે!

કોલ કટ થયો તો રિચા તો કાલનાં ઇંતેઝાર માં ખોવાઈ ગઈ! એણે ઠીક એવું જ કર્યું જેમ એણે ફોન પર પાર્થે કહેલું. એણે ખાધું અને દવા પણ લીધી. ઘણા લાંબા સમય પછી આજે એણે સારી ઊંઘ આવવાની હતી.