ગલતફેમી - 10 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલતફેમી - 10


"જો ગમે તે થાય, પણ તારી ખુશીમાં જ મારી ખુશી છે... જો તું સાગરને પ્યાર કરતી હોય તો હું તને મારી સાથે જબરદસ્તીથી નહિ રાખવા માંગતો!" પાર્થે રિચા ના હાથને છુડાવી, બારીમાં બહાર જોતાં કહ્યું. દૂર બારીમાં તાર પર અમુક પક્ષીઓ બેઠા હતાં. પાર્થ એમને જ જોઈ રહ્યો હતો. પણ મનમાં વિચારો અલગ જ ચાલતાં હતાં. એ પક્ષીઓ જેમ આઝાદ હતાં, પાર્થે પણ તો રિચા ને એવી જ રીતે આઝાદ રાખવી હતી ને?! ખુદનાં પ્યારને એ એના પર બોજ નહોતો બનવા દેવા માગતો!

"અરે, હું તો તને લવ કરું છું! હું કોઈ સાગરને નહિ પ્યાર કરતી! કોણ સાગર?!" રિચા એ અકળાઈ જતાં કહ્યું. જો ખરેખર કોઈ સાગર હોત તો બસ અકારણ જ એણે તો એને મારી પણ લેવાની ઈચ્છા થઈ આવી! હા તો કેમ એ બંનેની વચ્ચે આમ આવતો હશે! રિચા એ એનું શું બગાડ્યું હતું?!

"જો, પ્લીઝ! સચ્ચાઈ શું છે, વનિતા એ મને બધું કહ્યું જ છે!" પાર્થે બારીમાં જ નજર રાખતા કહ્યું. અમુક પક્ષીઓ બાકી હતાં, અમુક ઉડી ગયાં હતાં, જેવી રીતે અમુક વાત ખુલી ગઈ હતી તો અમુક વાત હજી પણ ખુલવાની બાકી હતી!

"જો હું તો કોઈ સાગરને પ્યાર નહિ કરતી; પણ તું વનિતા ને પ્યાર કરે છે, એ તો મને ખબર છે!" રિચા એ ઊભા થઈ પાર્થને પાછળથી હગ કર્યું. પાર્થને એક ધ્રુજારી આવી ગઈ.

"મેં મારી લાઇફમાં બસ એક જ વ્યક્તિને પ્યાર કર્યો છે, અને એ તું જ છું! હું વનીતાને પ્યાર નહિ કરતો!" પાર્થે મક્કમતાથી કહ્યું.

"પ્યાર મને જ કરતો હતો તો કેમ આટલો દૂર રહ્યો મારાથી જ? કેમ મને ખુદથી આટલી દૂર કરી તો?! કેમ મને આમ એકલી બેસહારા મરવા માટે છોડી દીધી?!" રિચાએ સવાલોનો વરસાદ કર્યો.

"જો મને વનિતા એ એવું કહેલું કે તું પોતે સાગર નામના કોઈ છોકરાને પ્યાર કરે છે... જો તારા અને મારા લગ્ન થશે તો તું ખુશ નહિ રહી શકું! એટલે જ તો હું તારાથી આટલો દૂર થઈ ગયો! મારા માટે આપનું સાથે હોવું નહિ, પણ તારું ખુશ રહેવું વધારે જરૂરી હતું! એટલે જ તો તારી ખુશી માટે, તું સાગર સાથે ખુશ રહે એટલે જ તો હું તારાથી આટલો દૂર રહ્યો." પાર્થ ફરી ગયો તો રિચા એણે ભેટીને રડવા લાગી. એણે હવે બધું જ સાફ સાફ સમજાવી ગયું હતું.

"મતલબ... મતલબ... આ બધું જ વનિતા એ કર્યું છે! હું એણે ક્યારેય માફ નહિ કરું! એણે એના પ્યારને માટે તારી અને મારી બંનેની લાઈફ સાથે ખેલ કર્યો!" રિચા રડતાં રડતાં જ બોલી. એણે બહુ જ અફસોસ થઈ રહ્યો હતો કે કેમ એ આટલો સમય પાર્થથી જુદા રહી?! કેમ એને જલ્દી મળી ના લીધું! કેમ એને આમ ગલત સમજતી રહી! એણે બહુ જ અફસોસ થઈ રહ્યો હતો.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 6(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "જો હવે ક્યારેય પણ કોઈની પણ વાતનું યકીન કરતો નહિ!" રિચા એ તાકીદ કરી.

"હા, બસ અફસોસ તો ખાલી એ જ વાતનો છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ વનિતા એ જ મારી સાથે આવું કર્યું!" પાર્થની આંખોમાં પણ આંસુઓ આવી ગયાં હતાં!

"હું પણ એ જ વિચારતી હતી કે વનિતા તારી આટલી નજીક છે તો ક્યારેય એણે તારી સાથે લવ નહિ થયો હોય; પણ, હવે મને જવાબ મળી ગયો! તું છું જ એટલો મસ્ત કે કોઈ પણ તને પ્યાર કરી જ લે!" રિચા એ પાર્થને માથે એક કિસ કરી લીધી.

"બધું જ બરાબર, પણ એણે એવું હશે કે જો આ રિચા ના દિલમાં પાર્થ વિશે નફરત ભરી દઉં એટલે પાર્થ તો ઓલરેડી મારો જ છે એમ!" પાર્થે કહ્યું.