ગલતફેમી - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગલતફેમી - 5

"આવો મજાક કરાતો હશે?! તને ખબર પડે છે કઈ?! હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી!" સ્વસ્થ થતાં રિચા એ ફરિયાદ કરી.

"હા, પણ મારે તો જોવું હતું ને કે કોઈ મને કિસ કરે તો તને કેવું ફિલ થાય છે!" પાર્થે કહ્યું અને હસી પડ્યો. અમુકવાર જેમ કોઈ ગોતાખોર ડૂબકી મારે એ પહેલાં જેમ પાણી નો તાગ લેવા માગતો હોય છે, આપને પણ ગમતી વ્યક્તિ આપણને કેટલો લવ કરે છે, એ જાણવા મથતા હોઈએ છીએ.

"જો તને કહી દઉં છું, આવો મજાક આ પછી ક્યારેય ના કરતો!" રિચા એ કહ્યું તો પાર્થે પણ "ઓકે!" કહી હાથને કાનની બુટીએ પકડીને માફી માંગી લીધી.

"જો હું તને નહિ ખોઈ શકતી... કોઈ પણ કિમત પર નહિ!" રિચા એ મક્કમતાથી કહ્યું.

"હમમ... ઓકે! સોરી હવે આવો મજાક નહિ કરું!" પાર્થે પણ માફી માંગી લીધી.

થોડીવાર માં જમીને, વાતો કરતા કરતા એ લોકો ઘરે પણ આવી ગયા.

કેટલું મસ્ત હતું બધું જ, જ્યારે સુખનાં દિવસો પૂરા થાય છે અને દુઃખનાં દિવસો આવે છે ત્યારે જ આપણને સુખનાં દિવસો વધારે યાદ આવતાં હોય છે! જ્યાં સુધી બધું જ ઠીક ચાલતું હોય છે, આપણને અહેસાસ જ નહિ થતો કે ખરેખર આપને જે પળ જીવી ગયાં એ તો બહુ જ ખાસ સમય હતો અને આપને પાછળથી એ જ બધાં પળને યાદ કરીને વધારે દુઃખી થઈ જઈએ છીએ!

 

"વનિતા... જા ને પાર્થને સમજાવ ને, હજી સુધી એણે ખાધું જ નહિ!" બધા હતા, તો પણ કોઈ શું વિચારશે એની પરવા કર્યા વિના જ રિચા એ તો વનિતા ને કહી જ દીધું! કહેવું જ પડે, એ કોઈ પણ હાલતમાં બસ પાર્થ ને આમ ભૂખ્યો તો નહિ જ દેખી શકતી!

"પાર્થ, પ્લીઝ હવે તું પણ જમી લે. બધા એ ખાઈ લીધું છે. પ્લીઝ!" વનિતા એ પાર્થ ને એક બાજુ બોલાવી કહ્યું. ખુદ વનીતાને પણ ખબર હતી કે ખુદની વાતનું એના પર કેટલો પ્રભાવ પડવાનો હતો, તેમ છત્તા, એને ખુદની ફરજ સમજીને કહેવું શુરૂ રાખ્યું.

હા, એક હકીકત એ પણ છે કે જ્યારે પ્યાર એની દરેક હદ વટાવી લે છે તો આપણને પ્યારની નજીક રહેવાનાં કોઈ પણ બહાનાં બસ બહુ જ યોગ્ય લાગવા લાગે છે, લાગે પણ કેમ નહિ, ગમતી વ્યક્તિ માટે જ તો આપને ઘણું બધું સહન કરતાં હોઈએ છીએ ને!

"ના, મને ભૂખ નહિ!" ફટાફટ પાર્થે કહ્યું અને બાકી બધા સાથે ફરી મહેમાન ને મૂકવા ચાલ્યો ગયો. હા, હજી એની પાસે ઓપ્શન હતો કે ખુદની જગ્યાએ એ પરાગને મોકલી શકતો હતો, પણ એને જ અહીં નહોતું રહેવું! એનો દમ ઘૂંટાતો હતો અને એક અલગ જ બેચેની એને મહેસૂસ થતી હતી!

"પ્લીઝ ખાઈ લે ને યાર..." એક ટેક્સ્ટ મેસેજ કે જે રિચા એ મોકલ્યો હતો એ પાર્થ વાંચી રહ્યો હતો.

"તારા સાગરે તો ખાઈ લીધું ને... મારી પરવા કરવાનાં જૂઠા નાટક ના કર તો જ સારું છે." પાર્થે સામે ટેક્સ્ટ મેસેજ મોકલી લીધો. મોકલતાં સમયે ખુદ એનો હાથ પણ થથરી રહ્યો હતો! ગમતી વ્યક્તિ ગમે એટલું ખરાબ વર્તન પણ કેમ ન કરી લે, આપનો પ્યાર એના માટે ક્યારેય ઓછો થતો જ નહિ. થોડો ગુસ્સો આવી પણ જાય, તો પણ આપણને દિલમાં એક ડર પણ રહેતો હોય છે કે એને વધારે નારાજ નહિ કરવું!

વધુ આવતા અંકે...