એ માણસ અમને જોઈજ રહ્યો. એકદમ, જાણે, યુ નો, એને ભૂત જોઈ લીધા હોય. અને ક્રિયા ફરી અંદર ભાગી. અમે એને જોતાંજ રહ્યા. અને ચોથી સેકેન્ડે તો પેલો માણસ ભાગી રહ્યો હતો. ક્યા? ખબર નહીં. હું ક્રિયા પાછળ ડોળી. વૉટ ઇસ હેપનિંગ?
એ થર્ડ ફ્લોરના એક રૂમમાં ઊભી હતી. કપબોર્ડ ખુલ્લુ હતું. એમા કપડાં હતા. જૂના, પણ સારા. અને ક્રિયા ફરી ક્યાંક દોડી. આ વખતે, મે એને પકડી. તે મને જોતીજ રહી.
'તને નથી સંભળાતું?'
'શું?'
'પેલી છોકરી.'
'શું બોલે છે?'
અને એ મને જોઈજ રહે છે. નિષ્કા અમારી પાછળ ઊભી હતી.
'તને નથી સંભળાતું?' એ મને પૂછે છે.
'પણ શું?'
'અ ગર્લ.'
તનીષા એ બીજો રૂમ ખોલ્યો.
'અહીં પણ નથી. ક્યાં છે એ?' એ બોલી.
શું ગોતે છે આ લોકો?
'એક મિનિટ. શું ગોતો છો તમે લોકો! કોણ છોકરી?'
'અરે એકદમ ધીમું ધીમું હસે છે. જાણે ફોન પર વાત કરતી હોય.' ક્રિયા બોલી.
તો મને કેમ નથી સંભળાતું? શું છે આ? પછી એ લોકો એકદમ શાંત થઈ ગયા. મે સાંભળવા ટ્રાઇ કર્યો, બટ નથિંગ.
'નથી સંભળાતું.'
'ધીમે થી. આ છોકરી ફોન પર પૂછી રહી છે. કેમ નહીં? પછી એ ફરી થી હસે છે.' નિષ્કા બોલી.
શું ચાલે છે આ? ગોડ જસ્ટ ડોન'ટ મેક મી ડેફ.
'ફોન પર વાત કરે છે, એવું લાગે છે બરાબર?'
તનીષા માથું હલાવે છે.
હું લૌજં પાસે ગઈ. ત્યાં લેન્ડલાઇન હતું.
ક્રિયા હસવા લાગી. 'અલી મજાક કરીએ છે. કઇ નહીં અહિયાં.'
તનિષ્ક પણ હસવા લાગ્યા.
પણ લેન્ડલાઇન પર કોઈ હતું.
આઈ સ્વેર મે કોઈકને સિયા બોલતા સાંભળ્યું. સિયા. સિયા.
પણ પછી 'હેલ્લો' સંભળાયું.
મે પણ હેલો કહ્યું.
'શું તમે મિસ શ્રુતિ વાત કરી રહ્યા છો?'
'ડેડ. આવાં મજાક કરવા જરૂરી છે?'
'લે એમા શું મજાક? હવે મને એ કો તમે લોકો પહોંચી ગયા ને?'
'હા.'
'મે પાણીના ટેન્કર માટે વાત કરી રાખી છે. અને સાથે એ લોકો તમને પાવર પણ સપ્લાય કરશે.'
'હું અમારા સ્પોન્સરને બિલ ફોરવર્ડ કરી દઇશ. એ લોકો અમારા બધ્ધાજ ખર્ચા ઊઠાવાના છે.'
'ઓકે. તમારા પેજ પર અત્યારે તો કામ કરો, આપણે પછી વાત કરીએ -'
'ના. ટેલ મી ફર્સ્ટ, તમે કોઈ માણસને ઘરે મોકલ્યો હતો?'
'ના. કોઈ આવ્યું હતું?'
'હા. અમારા એજનો કોઈ માણસ.'
'ઈન્ડિયાનો હેલ્પલાઇન નંબર યાદ છે ને. અહીં ૯૧૧ ડાયલ કરવા ના બેસી જતી.'
'હા. ૧૦૧.'
'ગુડ. ફરી આવે તો મને કેહજે.'
'હા.'
હું એ લોકો સામે જોવા લાગી. 'પત્યું?'
'હું લાગેસ?' ક્રિયા.
'કે પતી ગયું સે. હવે જઈસુ?'
'લે તું તો મારી જેમ બોલવા લાગી. આ બધૂ તને ફાવે?'
'હોવ. હવે ચાલો.'
આ વખતે ઝાંપેથી પાછા ના ફર્યા. આગળ વધ્યા.
પણ અમને ભાવ - તાલ કરાવતા ના ફાવે. ગ્રોસરીસમાં તો કઇ ખબરજ ના પડે. એક્સેપ્ટ ક્રિયાને.
અમે તો તાડતાજ રહ્યા. ધેટ કરિયાણાવાળો, એવી રીતે વાત કરેને જાણે અહીં તે વર્ષોથી રહે છે.
યુ.એસ માં અમને બેકગ્રાઉન્ડ ચેકની જરૂર પડે. અહીં તો એની કોઈ જરૂરજ નથી.
પછી, પાછા વળતાં દરવાજા સામે પેલા ટેન્કર વાળા ઊભા હતા.
ચાર વાગ્યા સુધી તો ગેસ, પાવર, અને પાણીના કનેક્શનનુંજ ચાલ્યું. પછી આમે નાહ્યા.
આંઠ વાગ્યા હતા, ત્યારે મેગી બનાવીને ખાઈ લીધી.
તનીષા સિવાય આમારા માંથી કોઈકને જમવાનું બનાવતા ના આવડે. અને એ જમવાનું બનાવવાના 'મૂડ' માં ન હતી.
અગીયાર વાગે, પેલા મહાભારત જેટલા મોટટા બેડ રૂમ માં અલગ - અલગ ક્રીડા કરતાં કરતાં અમે ઊંઘી ગયા.
ખબરજ નહીં કઇ રીતે.
સવારે, બેલ વાગ્યો.