તુલસી થોડી બદલાઈ હતી એ રોજ મેઘના ફોન ની રાહ જોતી... બે ત્રણ દિવસે કંઈક બાનુ કાઢી વાત કરી લેતી.. મેઘ પણ એના પર કોઈ હક્ક જતાવ્યા વિના વાત કરતો.. એ ક્યારેય તુલસીને કહેતો નઈ કે તું આમ કર... તું આમ કેમ નઈ કરતી... તુલસી આઝાદ હતી.. એને ફોન કરવો હોય તો કરે... મેઘને પણ ઘણી ઈચ્છા થતી તુલસી જોડે વાતો કરવાની કોઈવાર તુલસીનો ફોન ન આવે તો તુલસીની ચિંતા પણ થતી.. એ નમુને ફોન કરી તુલસીના સમાચાર વાતો વાતોમાં ભાભી ભાભી કરી લઈ લેતો..
ત્રીસ દિવસ પુરા થયાને ધામધૂમથી ચારેના લગન લેવાયા.. પેલા ભીમાના લગન થયા.. જાન લઈ બધા કાનપર ગયા... જાનની મસ્ત આગતા સ્વાગતા થઈ તુલસી તો જાણે મોની ની ભાભી જ લગન પેલા બની ગઈ.. હોંશે હોંશે મેઘના મમ્મીની મદદ કરવા લાગી. વારે વારે એની નજર મેઘ તરફ જતી.. પાઘડી .. ભરત ભરેલું કેડિયું... મેઘ એક દમ સોહામણો નવ જુવાન લાગતો હતો. તુલસી પણ કોઈ અડે તોય ડાઘ પડે એવી લાગતી હતી... તુલસીને મેઘના લગન હતાં એ જ દિવસે એક સાથે ત્રણ જાન કાનપરથી તુલસીના ગામ જતી હતી... એટલે લગન નો માહોલ ચાર પાંચ દિવસનો જામશે... એટલે બધા ખુશ હતાં...
ભીમોને મોહિની ના લગન ના ફેરા પૂરા થયા બધા સાથે.. પગે લાગી બધી વિધિઓ પૂરી કરી વર વધુને જમવા લઈ ગયા... ત્યાં તુલસી ને મેઘ પણ જમવાનું બાકી હોવાથી.. એમની સાથે ગયા...તુલસી પોતાના ભાઈ ભાભી માટે... એક થાળી પિરસી લઈ આવી.. ને બન્ને ને ભેગા જમવા બેસાડ્યા... કોઈ મોટા હતા નઈ એટલે બધાએ મજાક મસ્તી ચાલુ કરી... જમી ભીમાને મોહિનીને દર્શન કરાવવા બધા મંદિરે લઈ ગયા.. બીજા બધા થાકી આરામ કરતા હતા.. જાન રાત રોકાવાની હતી .. એક જ દિવસ માં સાત આઠ કલાક મુસાફરી કરવી અઘરી હતી રાતના જાગેલા બધા સૂઈ ગયા.. ભીમાને મોહિની માટે આજે રૂમ સજાડવા બધા ચાર પાંચ કામે લાગ્યા હતાં એમાં તુલસી મેઘ હતાં... કેમકે ઘરના મોટાઓને આવુ બધુ પૂછાય કે કેવાય નઈ એટલે બધી ગોઠવણ પોતે કરી રહ્યા હતાં.. મેઘ ભીમાને સગા ભાઈ જેવુ માનતો... પોતાની બેન એની સાથે ખુશ રહેશે એનાથી વધુ એકભાઈ ને શું જોવે આમ પણ એ ભીમાનો સાળો હતો એટલે એ પણ બધાની મદદ કરી રહ્યો હતો..એમાં એક જણ એ મસ્કરી કરતા કહ્યુ... મેઘ... આ રૂમ તો તારો જ છે... તો આ ડેકોરેશન કાઢતો જ નઈ તારા લગન રાતના છે સવારે બધા થાકિને અહીં આવશે... પાછી રુમ સજાવવાની મહેનત કોણ કરશે..... મેઘ એ ગુસ્સાથી બોલનારની સામે જોયુ.. તુલસી શરમાઈ બહાર નીકળી ગઈ.. મેઘ પણ કંઈ બોલી ના શક્યો... એટલામાં એના ફોનમાં મેસેજ આવ્યો.... "
"રાતે ઉમંગ કુમારના ઘરે આવજો... મારે કામ છે.. "તુલસી..
મેઘ પાછો કામમાં લાગ્યો...એમાં સાંજની રાત પડી ગઈ ખાધુ ન ખાધુ કરી એ ઉમંગના ઘેર ગયો... ઘરને તાળુ હતું... એણે તુલસીને ફોન કર્યો...
" તે મેસેજ કર્યો. તો.. . ઉમંગના ઘરે તાળુ છે... "
" બાજુમાં બીજા માળની સીડી થી ઉપર આવી જાઓ.."
" હા.."
તુલસી મેઘની રાહ જોતી આમતેમ આટા મારવા લાગી.. આછુ અજવાળુ ત્રીજા માળે આવતું હતું.. એણે આકૃતિ દેખાઈ એ પરથી એણે મેઘને ઓળખ્યો.. મેઘનો હાથ પકડી એ કોઈ જોઈ ન જાય એ રીતે ધાબાની છેડે લઈ ગઈ..
" તુલસી.. તું શું કરે છે.. કોઈ જોઈ જાશે.. તો.. "
" મને બીક નથી... "
" તું પાગલ થઈ છે.. "
" હા.... મારે લગન પેલા તને ઓળખવો.. છે... , મળેલો સમય પણ મેં તને દુ:ખી કરી ખોઈ દિધૌ.... આજ નઈ મેઘ.."
" બે દિવસ પછી લગન છે... આપડા.. કોઈ જોઈ જશે સમજ.. "
" નીચે ઉમંગ કુમાર બેઠા જ છે વચ્ચેના માળે કોઈ ઉપર નઈ આવે.. તું નીચે નઈ જઈ શકે ..સવારે ચાર વાગે સીડીનો દરવાજો ખુલશે... મેં કીધુ તું કે તમે આવો એટલે એ સીડીને તાળુ મારી દે... ઉમંગ કુમારના ઘરના બધા ઉતારે છે.. થાકી એ પણ ઘરે આવી સૂઈ જશે.. મારી ચિંતા ન કરતા નમુ બધાને સમજાઈ દેશે..."
" મોટુ પ્લાન કર્યું... તે તો.. "
" કેમ આપણે ઉમંગ કુમારની મદદ કરી તી.. યાદ છે... તો એ પણ કરેને મદદ."
મેઘને બોલવા જેવુ જ ન રહ્યું.. તુલસીએ એનો હાથ પકડી એક સોનાની વિંટી મેઘને પહેરાવી...
" આટલું મોંધુ... તુલસી.. "
" બધા પોતાના ઘરવાળાને કંઈક આપે... મને મન નો થાય.. મન થયું... તો આપ્યુ.."
" તો હવે તને મન થાય .. હું પાછો ઘરવાળો... પણ... હજી બે દિ વાર છે પછી ઘરવાળો થઈશ..."
" અતાર તમે ઘરવાળા નથી.. એમ.. સગાઇ અડધા લગન જ કેવાય... સમજ્યા.. "
" હમ્મ્.... મેઘે એક જોડી ચાંદીના પાટલા.. ખિસ્સામાંથી કાઠ્યા.. ને તુલસીના હાથમાં પહેરાવવા લાગ્યો..
" તમે આ ક્યારે લીધા... "
" ક્યારનાએ લીધા તા પણ આપવાની હિંમત નતી થતી.. "
" તને ખબર તારો ફોન નઈ આવતો એ દી મન ગમતુ જ નઈ... પસી હું બાના કાઢી ફોન કરુ.. લગન પસી તો તું જોડે જ રઈશ એટલે.. શાંતિ.."
" તે શું કામ રાહ જોવે મારા ફોન ની.. તને તો હું ફોન કરુ એ નતુ ગમતુ.. " મેઘ એને પજવતા બોલ્યો..
" તું છોકરો થઈ સમજતો નઈ.. સમજી જાને.. હવે.. "
" તું કંઈ કે તો હમજાય..."
" મારા લીધે પેલે દિ તમે રોઈ રૂમ માં જતા રહ્યા તા મને બિલકુલ ન્હોતું ગમ્યુ.. મેં મારા ભાઈ માટે તમને જોયા વિના જ હા ઘરે પાડી તી... પણ તમને હાચુ કંઈ ન શકી... ઓલે દિ... નમુના ઘર આગળ મેં તમને જોયા તા પછી જમણવાર માં.... તમારી આગળ ઉભીતી એ દિ.... મને તમે ખબર નઈ કેમ પણ... મનમાંથી ખસતા જ નતા પણ તમે વારે વારે જોતા મને એટલે મને એમ તમે બીજા જેવા... જ હશો.. પછી તમે મને રાતે પડતા બચાઈ તી... એ દિ થી મારુ મન ગડમથલ કરતુ તું ....તમે ને જે છોકરો મને જોવા આયો એ... પછી ખબર પડી કે ઈ તમે જ સો... તમે જ વિચારો ગુસ્સો... ના આવે... " " હા..... પણ તમે છોકરાઓ પોતાની વાત ફટ કઈ દો... અમને વાર લાગે... હું સામેથી કઉ કે તમે સારા છો... એટલે... "
" એટલે.... " મેઘ તુલસીની બાજુ .. એની નજીક ગયો..
" સમજી જાવ.... " તુલસી નીચુ મોં કરી બોલી.
" તને ખબરસે તારા વગર એક દિ નતો જતો મારો.. પણ ... તે જ મને અડગો કરી મૂક્યો.."
" તુલસીના આંખમાંથી ટપટપ આશું પડવા લાગ્યા... એણે મેઘની છાતીમાં માંથું દબાઇ રડવાનું ચાલું કર્યું.... મેઘે પણ તેને બેહાથ થી ઘેરી લીધી.. જાણે એને દુનિયા ભરની ખુશી મળી ગઈ હોય એમ એ હરખાઈ રહ્યો..
" બે દિ પછી રૌ જે... અતાર બંધ થા.... નઈ તો હું જાઉ..." મેઘ
" હું તને આમ જ પકડી રાખીશ કેમનો જઈશ તું... "
" તો હું એટલો બધો ગમી ગ્યો... કે તું છોડીશ જ નઈ..."
" ના.... તું નઈ મને તો મારો મેઘ જ ગમે.."
" મને શું ગમે કઉં... "
તુલસી નાના બાળકની જેમ મેઘને વળગી રહી...
" હમ્મમ...."
મેઘે ધીમે રહી... કમર પર હાથ ફેરવ્યો... ને કમખા ની દોરી પર હાથ ફેરવ્યો... તુલસી તેનાથી દૂર થઈ... આખી ખસી શરમાઈ ગઈ..
" શરમ નઇ મેઘ તને... "
"ના.. "
" લગન ના દિવસે મલીએ.. હું જાઉ છું.. નીચે..
ક્રમશ: