મનમેળ - 6 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનમેળ - 6

તુલસી મેઘને ચિડાવતી શરમાતી નીચે ચાલી ગઈ... મેઘ પણ એને પ્રેમથી જતી જોઈ રહ્યો.સંબંધો પણ એક બીજામાં ગહેરાઈથી વણાઈ ગયા.. ભીમાના લગન પછી તુલસીના ને મેઘના લગન ધામધૂમથી લેવાયા.. તુલસીને મેઘના લગન સાથે એક જ ગામની બીજી ત્રણ ચાર જોડીઓ લગન નાં બંધનમાં બંધાઇ.. ગામમાં જાણે મોટો ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો હતો.. એક જ ગામના જાનૈયા એટલે બે દિવસ જાન રોકાઈ પણ મહેમાનની આગતા સ્વાગતા બધાની જવાબ દારી આખા ગામે ઉપાડી લીધી.. ધામધૂમથી બધો પ્રસંગ પાર પડ્યો.. બધા જાનૈયા એ વિદાય લીધી.. દિકરીઓની રોકકળ થી વિદાયનું વાતાવરણ વધુ કરુણ બન્યુ..
તુલસી વિદાય પછી પણ ગાડીમાં બેસી આંશુ વહાવી રહી.. ને ગામથી દૂર જતા આજુબાજુના રસ્તાપર ના ઝાડ ખેતરો જોઈ રહી જાણે બધા એના પોતાના હતા.. આજે એ પોતે એમનાથી પરાઈ થઈ ગઈ.. મેઘે એને સાત્વના આપતા કોઈ જુએ નઈ એમ તુલસીનો હાથ પકડી રાખ્યો હતો. થોડીવાર પછી તુલસી રડતી બંધ થઈ એટલે મેધે એને પાણીની બોટલ આપી.. તુલસી એ બે ઘૂટ પાણી પી થોડી શાંત થઈ.. બાજુમાં મોહિની પણ બેઠી હતી.. તુલસીને શાંત જોઈ એણે પણ આડી આવડી વાતો કરવાની ચાલુ કરી જેથી તુલસીને એકલુ ન લાગે..
સાંજે બધા ઘરે પહોંચ્યા.. ઘરની સ્ત્રીઓ રસોઈ કરવામાં લાગી ગઈ..બીજા બધા નવા જોડાને રમતો રમાડવામાં મજાક મસ્તીમાં લાગી ગયા..રાતે અગિયાર વાગતા બધા થાકી સૂવા ગયા.. આ બાજુ મેઘને તુલસીને પણ એમના રૂમમાં એકલા પડ્યિા.. લગન ના અને મુસાફરીના થાકથી થાકી તુલસીએ બધા ઘરેણા ઉતારી નાજુક બુટ્ટીને મંગળ સૂત્ર જ પહેર્યા.. નાહી ને ફ્રેશ થઈ સાદી ચણીયા ચોળી પહેરી.. તુલસી પહેલા મેઘ ફ્રેશ થઈ હળવા કપડા પેરી તુલસી ની રાહ જોતો હતો.. રૂમ ખૂબ જ સરસ રીતે ગુલાબના ફૂલોથી સજાવેલો હતો ધીમીધીમી સરસ સુગંધ આવી રહી હતી..તુલસી માંથાના વાળ સરખા કરતી કરતી મેઘ પાસે આવીને બેઠી..મેઘ સૂતાસૂતા તુલસીની સામે જોઈ રહ્યો.. તુલસી વાળ સરખા કરતા કરતા મેઘ સામે નજર કરી હળવુ સ્મિત આપ્યુ..મેઘે હળવેથી પોતાના બે હાથ તુલસીની કમ્મર પર વિટાળ્યાને એને પોતાની તરફ ખેંચી.. અચાનક આમ સ્પર્શ થતા તુલસીના આંખા શરીરમાં એક હળવો મીઠો કરન્ટ પસાર થઈ ગયો.. મેઘ નજીક આવી બોલ્યો.. " તુ ખાતી નથી કંઈ સૂક લકડી.. 😆" તુલસી એની સામે ગુસ્સાથી જોઈ રઈ..😠.... " હવે તારા ઘેર આવી છુ... જોઉ... તું કેટલુ ખવડાવી જાડી કરે છે તે.. 😒..
મેઘે એક ડેરી મિલ્ક એની સામે ધરી..તુલસી એ મોં મચકોડી... બોલી.." તું જ ખા... "
હવેથી મારી બધી વસ્તુમાં તારો અડધો ભાગ..લે.. આ તારી..મેઘે ચોકલેટના તુલસીના ખોળામાં મૂકતા કહ્યુ..
મેઘ ચોકલેટમાં નઈ .. એ તો આખી મારી...😜 તારા દુ:ખમાં મારો ભાગ ... તું પ્રોમિસ આપ.. મને તારાથી અલગ કદી નઈ કરે... આપણે બેસ્ટ ફ્રેન્ડની જેમ બધી વાતો એક બીજાને કઈશું..
" પ્રોમિસ... બસ.. " મેઘ
તુલસી ચોકલેટ તોડી ખાવા લાગી.. પછી એણે લાવેલી ચોકલેટ એને મેઘ સામે ધરી...લે... તને મૂકી થોડી ખાવ કાંઈ... તારી હાટુ લાવી તી..😅. મેઘ પણ તુલસીની નાદાની જોઈ રહ્યો.. વાતોના ગપ્પા મારતા બન્ને સૂઈ ગયા.. આખી રાત તુલસી મેઘના હાથ પર માંથુ મૂકી.. એક નાનુ બાળક એના ઢીંગલાને વળગી ઉંધે એમ એ નાના બાળકની જેમ સૂઈ ગઈ..બન્ને વચ્ચે પ્રેમ હતો...મેઘે પણ સમજદારી બતાવી કોઈ જીદ્દ ના કરી.. ને એ તુલસીને વધુ જાણવા મથી રહ્યો..
બે- ત્રણ દિવસમાં પગ ફેરો કરી તુલસી પાછી સાસરે આવી.. ઘરમાં હવે ચાર જણ રહેતા.. મોહિની પણ એના સાસરે હતી.. તુલસી અહીં..તેના સાસુ સસરાને મેઘ.. એક જ અઠવાડિયામાં તો તુલસી બધાની લાડકી બની ગઈ.. ઘરનુ બધુ જ કામ એણે ઉપાડી લીધુ... સાસુમાંને તો જાણે એણે નિવૃત કરી દિધા... ઘર કામ કરતા કરતા સાસુમાં જોડે વાતો કરતી જાય.. ના સમજાય એ પૂછતી જાય.. સવારે ઉઠીને સસરા માટે ટીફીન કરે બપોરે પણ ગરમ ગરમ ઉતરતી ધી થી લતપત રોટલીઓ એની સાસુને મેઘ ને જમાડે .. સાંજે પાછી સાસુમાં એકલાના પડે એટલે ભગવાનની કે કોઈ વાર્તાની ચોપડીઓ વાંચી એમને સંભળાવે... તુલસી સમજતી હતી કે આખી જીંદગી (સાસુ) "માં "એ કામ કર્યુ હવે હું એમને આરામ કરાવીશ.. એમને ગમે એ બધુએ કરીશ.. ડોશીએ આવી ગુણીયલ વહુ જોઈ હરખાતી... એ સાવ બેસી ન રેતી કંઈક બેઠા બેઠા કામ કરતી... કંઈક સાંધવુ.. વીણવુ.. શાક સમારવુ એવા નાના કામ ખાટલે બેસી કરતા.. તુલસીના સસરા પણ તુલસીને દિકરી માનતા જરુરી કાગળીયા... કંઈ કિંમતી વસ્તુ એની જવાબદારી એ તુલસીને આપતા...મેઘ પણ તુલસીની આવી મા બાપ પ્રત્યે લાગણી ને સેવા ભાવથી ખુશ હતો... પણ હજી બન્ને નો સંબંધ એક ડગલુ પણ આગળ વધ્યો ન્હોતો...પણ મેઘ ધીરજ રાખી.. બેઠો હતો..