મનમેળ Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનમેળ

આપણા રીત રિવાજ અને સમાજ જોડે આપણા જીવન કેવા વણાયેલા હોય છે. એક જાતિમાં પણ અલગ અલગ રહેણીકહેણી ... બોલીથી લઈ બધુ જ થોડા અંશે અલગ પડતું હોય.. આપણા ગુજરાતમાં પણ કાઠિયાવાડ,ચરોત્તર,ઉત્તર ગુજરાત ,વઢીયાળ...થી લઈ કચ્છ બધાની ઓળખ આવકારો અલગ.. અલગ..
વઢીયાળને કચ્છની શરૂઆતમાં આવતા ગામડા હજીએ ઘણાં પછાત છે. એમના રીતરીવાજથી લઈ બધુ જ એક જુના જમાનાના ગુજરાતની યાદ અપાવી દે.. ભરત ભરેલા કપડા ચણીયા ચોળી હાલ પણ એ લોકો પહેરે છે.. એટલા સુંદર મનમોહિલે એવા કપડા.. પુરુષો પણ કમરે ચાંદીનો કંદોરો ને શર્ટમાં બટન જગ્યાએ ચાંદીની આખી શેર પહેરે હાથમાં ચાંદીના કડા...સાથે મરૂન ચુંદડી જેવો દુપટ્ટો.. જે ઠંડી ગરમીમાં કામલાગે.. અથવા કાળી ભરેલીસાલ.. હાથમાં મસ્ત લાકડી.. મુજપુરના ચપ્પા પણ શોખથી જોડે રાખે... નાના બાળકો પણ ગુટકાને શસ્ત્રના શોખીન છે.. હજી ઘણો ખરો સ્ત્રી વર્ગ પણ તમાકુ વિમલ ગુટકા...સહજ આરોગે છે.. પણ જ્યારે એમને તમે જુઓ ત્યાંરે બે ઘડી તમારી નજર હટે જ નઈ.. ગુજરાતની એક ઝલક જ દેખાય...
એવા વઢીયાળના અંતરીયાળ ગામમાં..લગ્નની તૈયારીઓ ચાલતી હતી. એક સાથે પાંચ જાનો આવાની હતી..એમાય શિયાળામાં વઢીયાળની ગુલાબી ઠંડી માજાં મૂકે..આમ તો જાનૈયા રોકાય નહીં પણ એક સાથે પાંચ લગ્ન એમાય રાતના એટલે જાનૈયાઓ રાત રોકાવાના હતાં...ઘરથી લઈ આંગણાં પણ શણગાર્યા હતાં બધુ જ ભરત કામથી સજાવેલું તોરણ ખાટલા ,.. કપડા ભરવાના ટંક.. વાસણોની અદભૂત સજાવટ... એક બાજુ કન્યાઓની પીઠી ચોળાતી હતી.. કન્યાઓની ભાભીઓને બહેનો ફટાણા ગાતા ગાતા તેને છેડતી હતી..
એમાં ઘરના મોટા એવા અમથીમાં આવી બેઠા..
" અલી .. છોડિયુ.. હટ કરો... હમણેક મેમોન આવશે... પાસુ બધીયુ તૈયાર થાવામ ટેમ કાઢશે.."
"બાલી... આ બધી કાલતો પઈણીન જાઉરી.. તઈ બેહવા દે.." આંખો નચાવતી તુલસી બોલી.
" આ ગોમ ફઈ... તુંએ તૈયાર થા છોકરુ ગમાડી લઈએ તારાને ભીમા ઓલે.." અમથી બા છિંકણી સુઘતા બોલ્યા..
" મારા પાછડ કાં પડ્યા માં... મારા ભાઈનું થાય પછી વિચાર શું.." તુલસી એક મસ્ત સ્મિત આપતા બોલી..
હજીએ મજાક મસ્તી ને ફટાણા ચાલુ જ હતાં
" અલી.. હેડ.. હજી ચા પીવોસે... બધીઉ સો બેઠી... તું હાલ.. "નમુ એ તુલસીને બધા વચ્ચેથી હાથ પકડી બહાર લઈ જતા કિધું..પછી બન્ને ઘર પાછળ ગયા..
"તારી આદત મન ખબર વિમલ ખાવી હશે.. બધા વચ્ચે ના ખવાય.. કાં . એટલે ઓય લાઈ..😕"તુલસીએ મોં બગાડતા કિધું..
"હા..લી.. મૂંગી મરને.."વિમલ તોડી મોંમા નાખતા નમુ બોલી
" ભણેલી સે..તોય... આવું ખાસ શરમ નઈ આવતી..."
" લે શરમ શેની... આખુ ગામ ખાય.. કોક હામે કોક પાછળખાય.. પણ... ખાય ....ખરાં.."
"હમ્મ..."😑 હવે જઈએ..
" હા... સુધરેલા માજી.."નમુ એને ખીજવતા બોલી..
તુલસીએ એના સામે જોયું ને બન્ને હસી પડ્યા... પછી.. બન્ને ઘરે તૈયાર થવા ગયા.
* * * * *

તુલસી આજે ખુબ જ મસ્ત લાગતી હતી. સત્તર વર્ષની ઉમંરને ઉભરાતું જોબન લાલ ચટક આખો ભરત ભરેલો ચણીઓ બલાઉઝ પાછળથી આખો ખુલ્લો.. ખાલી ઉપર નીચે દોરી.. અને મરૂન આભલા વાળો દુપટ્ટો.. મસ્ત ચિપી ચિપીને ઓળાવેલો કમ્મર સુધીનો ચોટલો.. ખાલી મેશ આંજી .. એ તૈયાર થઈ હતી.. છતાં પણ ખુબ જ સુંદર ગોરીને ઘાટીલી દેખાતી હતી....
તૈયાર થઈ એ પાછી નમુને બોલાવા ગઈ..નમુ ઘરે એકલી જ હતી આમે બધા જ જ્યાં લગન હતાં એમના જ ઘરે બેઠા હતાં
" નમુ... નમુ...દરવાજો ખોલ.."
" હું નાવા બેઢી છું થોડીવાર બારે બેસ.. પછી ખોલું.. પોચ જ મિનિટ.. બસ.. "
" એ...હા.. જલ્દિ કરજે.. મહેમોન આવા ચાલુ થઈ જ્યાં.. મારી બોને.. (મમ્મી)કિધું.."
" હો... "
તુલસી નમુની રાહ જોઈ.. ઘરના બહારતડકામાં ઉભી રહી.. જેથી થોડી ઠંડી ઉડી જાય આમે.. ઠંડી રાતે વધુ ને દિવસે ઠિક ઠાક જ હોય છે.. એટલે એ ઉભા ઉભા ગીતો ગણ ગણતી હતી..."સાયબા રૂડા ઘોડલિએ ચડી આવો રે.. મારી હાથ મહંદિ રૂડી મેલાવું ...રે.. "(મનમાં..)
ત્યાં એની નજર એની સામે થી જતા છોકરાઓના ટોળા પર પડી એમાં એક છોકરો બધા કરતા અલગ એને લાગ્યો... છોકરો આશરે..અઢાર ઓગણીસ વર્ષનો હશે..ગોરો ઉચ્ચો.. સ્ટાઇલિશ વાળ ફોરમલ વાઈટ શર્ટને નેરો બ્લેક પેન્ટ .. એક બાંધણીનો નાનો દુપટ્ટો ગળે.. હાથમાં ચાદીનું કડું... બધા મહેમાન લાગતા હતાં.. મજાક મસ્તી કરતુ એ ટોળુ એની સામેથી પસાર થયું.. તુલસીએ એક નજર પેલા છોકરા પર નાખી ઉન્ધી ઉભી રહી ગઈ.. જાણે ધબકારા વધી ગયા હોય એમ એનો શ્વાસ લેવાની ગતીમાં વધારો થયો.... "હું એ... શું.. આ લોકોથી શરમાઈ ગઈ.. બિચારા એમની ધૂનમાં જતાતા.."મનમાં બોલી રહી..
ત્યાં જતાં જતાં એ નવજુવાનની નજર તુલસીની પીઠ પર પડી... સાદી રીતે ઓળેલો ચોટલોને પતળી કમ્મર..પણ એ મોંઢુ ન જોઈ શક્યો.. એને મનમાં થઈ આવ્યુ.. કેટલી સુંદર સાદગી છે..ત્યાંથી બધા પસાર થઈ ગયા..
" નમુ... જલ્દિ..કર.. "તુલસીએ બૂમ મારી ત્યાં.. નમુએ દરવાજો ખોલ્યો...
"જલ્દિ કર જાનો આવા માંડિ ખાવા જાવાનો ટેમ થયો." તુલસીએ ઘાટો પાડ્યો..
"કરછથી જાનો આવા મન્ડી એ.. વેલી.. વેલી.."
"તો... તારા વાળોએ આવશે..કાં.. "
" આયા.. એમનો ફોન આયો તો.. કે પોચવા આયા..ખાઈને આવશે... ચા પીવા.. ત્યાં હુદિ બાર રેશૈ .. "
નમુની સગાઇ થઈ હતી . એ છોકરોપણ આવ્યો હતાો.એના ગામમાંથી જ જાન આવી હતી થનાર જમાઈનો એ ખાસ મિત્ર હતો.. એટલે..
" મારી બોને તો કિધુ જમાઇ તુલસીના ઘેર રોકાશે..ભીમા હાટે છોટી જોવાની...સે .. ઈનો ભાઈએ.. એમના હારે આયોસે.. એટલે ઘરબધુ જોઈલે.. "નમુ માથુ ઓળતા ઓળતા બોલી..
" મારા બાપા કેતા તા છોડીનો ભઈ કંઈક હારૂ ભણેશે એટલે એના મા બાપે પેલા એને જોવા કિધું.."તુલસી.. બોલી.
" એના ભઈને ગમે તો તારુ ઈની હારે કરવાનું સે... એના બાપા મહિના અગઉ તને ભીમાને જોઈ જયા તા..ઓલા.... કાનજીના છોકરાની બાબરીમ.."નમુ આંખ મટકારતા બોલી..
" તન કૂને કિધુ..😐 મને તો ખાલી મારી બોને ભીમાની વાત ચલાવાનીસે એમજ કિધુ.."
" અમથી માં વાતો કરતા તા ... અમણે મારા ઘેર આઈ ..મારી બોન જોડે .. કે તારા બાપા પર ફોન આયો તો.. હામે વાળાનો ,એમને તો તમે બે જોઈને જ ગમ્યા તા પણ એમનો છોકરો ભણે સે .. તે એને તું ગમી જાય તો હાટુ કરવાનું.."નમુ ખુશ થતા બોલી..
" મને તો કિધુએના કોઈએ.. છોકરો ઓળખવોએ .. કાઠુ..😞"તુલસી ચિંતા કરતી ઉદાસ થઈ ગઈ..
" તું એ.. ગોડીસે... મને કોઈએ કિધુતુંં..કે જોવા આવાના સે.. તે તને કે.... ગમે તો પસી તમને બેને મલવા દેસે વાતુ કરવા . ગમે તો હા નઈ તો ના.. "
" હારુ... જટ કર ભૂખ લાગી સે.. "
" તૈયાર જ સુ.. તાળુ માર દઉ... તું બારે ઉભી..રે.."
" હમ્મ.. "
બન્ને તાળુ મારી ઉતારો હતો ત્યાં ગયા .. બધા સામ સામે ફટાણા ગાતાતા... એક બાજુ જમણવાર ચાલુ હતો.. તુલસી જઈને એની મમ્મી પાસે બેસી ગઈ.. નમુએ એની જોડે બેઢી.. બધા જોડે એ બન્ને પણ ગાવા લાગ્યા.. થોડીવાર પછી બધા બેઠાને એક બીજા જોડે ઓળખાણો કરાવવા લાગ્યા .. નમુને તુલસીને ભૂખ લાગી હોવાથી બન્ને જમણવાર ચાલતો હતો ત્યાં ગયા એમની જોડે બીજી..વાસની છોકરીઓ પણ ગઈ..
બધા પોતાની ડિશ લઈ લાઈનમાં ઉભા રહ્યા..છેલ્લે તુલસી ઉભી હતી.. ભીડ વધારેે હોવાથી જયાં જગ્યા મલે ત્યાં બધા લાઈન કરી ઉભા હતાં.. તુલસીની પાછળ એક બેન બાળક લઈ ઉભા હતાં... તુલસીની નજર પડતા એણે એમને પોતાની આગળ ઉભા રહેવા ઈશારો કર્યો.. પોતે પાછળ આવી ગઈ... પોતે છેલ્લી ઉભી રહી ટીસ્યુ પેપરથી ડિશ સાફ કરી રહી હતી.. એની પાછળ કોઈ આવીને ઉભુ રહ્યુ એવુ એને લાગ્યુ.. એટલે એને પાછળ નજર કરી.. પેલો સવાર વાળો છોકરો હતો... બન્નૈની નજર અચાનક જ એક થઈ... તુલસી આગળ ફરી ગઈ..
" હૈ.. ભગવાન..😁 આ શું થઈ ગયું..મેં એની આંખોમાં જોયું..શું વિચારસે આ છોકરો.. ,આમે આજનો દિ નઈ હારો... કોઈ જોવા આવાનો સે કોણ સે ઈ..એ નઈ ખબર..😕"તુલસી ભણેલીને વિચારોથી સુધરેલી હતી... ઘરના સીવાય બહાર એ શુધ્ધ ગુજરાતી જ બોલતી..આગળ ભણવું હતું પણ.. લગન પછી હા પાડે તો... સામે વાળા, ... પણ આખા સમાજમાં ભાગ્યે જ કોઈ એટલું ભણતું.. નઈતો ઘણાંને પંદર વર્ષના હોઈને લગન કરાવી દે..
પાછળ ઉભેલા મેધરાજની નજર હજી તુલસીના ચોટલાની આસપાસ પડી રહી હતી.."કેવી છે... આ લગનમાં પણ તેલ નાખી માથુ ઓળ્યુ છે...પણ એના આછા ભૂરા વાળ અને એ મસ્ત લાગે છે...😑મારે મારા માટે છોકરી જોવાની છે... હું એ... શું વિચારે ચડી ગયો..😐"
આગળ જગ્યા થઈને તુલસી જમવાનું લઈ નમુ બેઠીતી ત્યાં જઈ બેસી ગઈ.. બધી જમવામાં લાગી મજાક મસ્તી ચાલુ હતી ત્યાં એમાંથી એક જમનાની નજર સામે આવતા બે છોકરા પર પડી..." અલી... નમુ...કુમાર આ બાજુ આવેર્યા.. હાથે છોકરો સે ઈ એ... મસ્ત સે... જો.."
બધાની નજર એ બાજુ ગઈ... ઉમંગને મેધરાજ બન્ને જોડે ડિશ લઈ આ બાજુ આવતા હતાં..
નમુએ ઉમંગ સામે સ્માઈલ આપી .. ઈશારાથી સાઈડમાં ઉભા રહી જમવાનું કિધુ...જેથી કોઈ જુએ તો ખરાબના લાગે..ને પોતે એક બીજાને જોઈ શકે.. આમે થોડા દૂર હતાં ભીડ વધારે.. એટલે કોઈની નજર પડે એવી ન્હોતી..બન્ને ઈશારા કરી કરી મલકાતા હતાં.. ત્યાં... નમુની મમ્મી આવી...
" અલી... તુલી... આ જમાઈ આયાસે ઈમને મોહનથાળ ખવડાઈ આવો... પેલી વાર આયાસે...જમનાડી તૂઈ જા... હારે.. "
" હા... કાચી... " કહી બન્ને ઉભી થઈ મોહનથાળ પોતાની ડિશમાં એક વાટકીમાં લઈ.. ઉમંગને મેઘરાજ હતાં એ બાજુ ચાલી..
" હાળીયુ ...તો જમાઈઓને ચિડવે .. બોલાવે આજ કાલની સોડિયુંને તો હામેથી કેવુ... પડે ... જમાઈસે ઈની આગતા સ્વાગતા કરો.." નમુની મમ્મી કાળી બેન બધી છોકરીઓ સામે જોઈ બોલતા બોલતા જતા રહ્યા..
તુલસી ને જમના બન્ને સામે જઈ ઉભી રહી...ને હસતા હસતાં... બોલી વારા ફરથી..
" ચમ.. મજામ... હારુ સે..ને..?ઘેર બધા... મજામ.. "
ઉમંગે જવાબમાં હસીની ડોકુ હલાવ્યું..
" મૂંગા..સો... કુમાર.. " પાછળથી એક ઉંમર લાયક વૃધ્ધનો અવાજ આયો...
" ભા... તમેય..😅 " કહી તુલસીને જમના હસી પડ્યા..
" હાળીયુ થઈ ઉભીસો... ખવરાવો.. જમઈને.. ભૂખા નો રે... "વૃધ્ધ હસતા હસતાં જતા રહ્યાં..
તુલસીએ એક મીઠાઈનો ટુકડો ઉમંગની થાળીમાં મૂક્યો.. ને જમનાએ ત્રણ મૂક્યા..." કુમાર મુઢુ મેઠુ કરો.. 😆કહી બન્ને હસવા લાગ્યા..
ઉમંગ તો શરમાતો ના... ના કરવા લાગ્યો... પાછળથી તુલસી સામે જોઈને બોલ્યો..
" કુમારના ભાઈયુને નઈ ખવડાવો... એવા રીવાજ નઈ તમાર "
" તુલસી કંઈ બોલે એ પહેલા જમના બોલી... " ના... હો... આ સગવડ જમાઈ હોય ઈ ને મળે..સગવડ લેવી હોઈ તો જમાઈ થાવુ પડે..."
" જમાઈ તો થાવા જ આયા સીએ... કોઈ ગમવી જોવે... કાં.. ઉમંગ.. "😅
બન્ને હસવા લાગ્યા...
" બીજા ગામની છોડીયુ નઈ ગમતી તે આજે જ પાંચ છોડિયુ લઈ જાવીસે... અન પાસુ બીજીએ ઓયથી જ લઈ જાવીસે.."તુલસી ઉમંગ સામે જોઈ બોલી પણ કિધુ મેઘરાજને..
"ટકકરના સો હો... એમ પાછળથી આવી સિધ્ધરાજે કિધું...( ઉમંગનો મિત્ર...)
બધા હસી મજાક કરી રહ્યા...પણ તુલસી પછી કંઈ એટલું બધુ બોલતી નઈ સામે જોઈ વાત કરવા જાય તો મેઘરાજ સામે નજર અનાયાસે જતી જ રે.. એટલે વધુ ઉભુ રેવું ન્હોતું ..
" કાંઈ કામ હોય તો કે જો કુમાર. શાંતિથી જમીલો... અમે જાઈ હવે.. એમ ઉમંગને કહી જમનાનો હાથ પકડી ત્યાંથી ચાલી... જમના પણ ઉમંગને બધાને રજા લેતા સ્માઈલ આપતી તુલસીને અનુસરી..
લગનની એક પછી એક વિધિઓ પુરી થતી હતી એટલે બધા ત્યાં બેસી તેમાં સહભાગી થતા હતાં.. એમાં નમુની મમ્મી જમાઇને ઘર બતાવાનું ચાનું પૂછવાનું ભૂલી ગયા.. એટલે પાછા ઉભા થઈ નમુને તુલસી બેઠા હતાં ત્યાં ગયા.. નમુ કોઈ જોડે વાતે વળગી તી...એટલે કાળીબેને તુલસીને બોલાવી..
" તુલી...આયા આવરી... "
તુલસી એમનો અવાજ સાંભળી એમની જોડે ગઈ..
" હ્મમમ.. કાકી.. "
" નમુને લઈ ઘેર જા ને , કે ચા મેલે... હું જમાઈને કેવડાવુ કે ચા... પીવા આવે.. એટલે એ બેને એકલા થોડી વાતુ થાય... મલીલે.. પસી.. એમને તારા ઘેર લઈ જા બધાને એટલે તઈ આરામ કર " ( ધીમેથી કોઈ સાંભળેના એ રીતે..)
" હો... કાકી..."
"ભીમાન કેવડાવું કે ઈમનો સામાન બધુ લઈ તારા ઘેર જ આવે ઈમને તો જ રોકાવાનું સે..હો.. જા બટી."
" હો... "
કહી તુલસી નમુ જોડે ગઈ.. "
"એ.. નમુ... હાલ મારે થોડુ કામ સે... મારી હાર.. "એમ કહી એને ખેંચી ઉભી કરીને પોતાની સાથે લઈ ગઈ..
" હે કામ સે તાર.. અતારમાં..😕"
" તું હાલ ને....પણ.."
નમુના ઘર બાજુ જતા..
" મારા ઘેર હૂં કામ સે..તુલી.."
" મારી મા ઘર ખોલી ચા મેલ... જમાઈ ચા પિવા આવે સે.. ફોનમ વાતુ કરેસે... પણ રૂબરૂ કરી નઈ એટલે કાકીએ કિધુ તમન વાતુ કરાઈ દઉં.."
" ઓ... બાપ..રે.. તુલી... મારા તો જો ધબકારા વધી જયાં.." તુલસીનો હાથ પોતાની છાતીએ અડાડી
" હાવ ગાંડીસૈ તું બે મહિનામ તારુએ લગન લખાસે હજી ધબકારા ગણાવેશે... આમ તો ઘડી ઘડી ફોનમ ...કલાક ગપ્પા મારતી હોય..નવરી.. જટ ઘર ખોલ.."
" તને નઈ હમજાય આપડા મન ન ગમતુ કોઈ મલે તઈ ધક ધક થાય... નજર મલે તઈ.. ધાક પડે હૈયે.."
" ઈતો જોયુ બપોર ઈશારા કરતી તી એ.."
" તન કોઈ મલશે એટલે જોજે ધક ધક થાય... અજીબ લાગ.. પણ બઉ મસ્ત લાગ.."
તુલસીને સવારની ઘટના યાદ આવી.. પણ કઈ બોલી નઈ વિચારવા લાગી.. નમુ ચા બનાવવામાં પરોવાઈ એટલામાં ઉમંગ ને મેઘરાજ બન્ને આવતા દેખાયા જોડે વાસનો એક દસ વર્ષનો છોકરો ઘર બતાવા આયો તો..એ ઘર બતાવી જતો રહ્યો.. તુલસીએ ખાટલોનૈ ગોદડુ પાથરી રાખ્યુ હતું. એમાં બેસવા આવકાર્યા.. બન્ને આવી હાથ જોડી સત્કાર કરી ખાટલા પર બેઠા.. તુલસીએ પણ હાથ જોડી સત્કાર જુલ્યો..
ઘરમાં જઈ પાણી લઈ આવી બન્ને ને આપ્યુ .
" કુમાર પહેલીવાર આવ્યા છો તો ઘર જોઈ આવો.. અને મારી બેન કેવી ચા બનાવે ઈએ જોતા આવો..😊"
તુલસીની વાત ઉમંગ સમજી ગયો એટલે એક સ્માઈલ આપી... એ અંદર ઘરમાં ગયો..
બહાર ઓશરીમાં મેઘરાજને તુલસી બન્ને જ હતાં.. તુલસી ઉભા ઉભા દુપટ્ટાને આંગણીમાં ભરાવી... રમતી હતી.. મેઘરાજ આડુ અવળુ જોઈ તુલસી પર નજર નાખી લેતો..બન્ને વચ્ચૈ કોઈ સંવાદ ન્હોતો તુલસી એની સામે જુએ અને નજર મળી જાય તો.. એટલે ડરતી હતી.. સારા ઘરની છોકરી થોડી કોઈની આંખોમાં જુએ.. મને પણ જોવા આવાના હતાં.. ? નઈ આયા હોય..😕 આયા હશે તોય કોઈ કેશે જ નઈ😞
ઉમંગ અંદર ગયો ત્યાં સાઈડમાં જ એક નાની ઓરડી જેવું અલગ રસોડુ હતું.. એટલે એ ત્યાં ગયો.. નમુએ ચા ગળી તૈયાર કરેલી એમાંથી એક કપ ચા ઉમંગને ધરી..
"તમે કેમ સો..?"ઉમંગે ચાનો કપ લેતા કહ્યુ..
" હારુ સે.. તમે કેમ સો..ને ઘરના બધા કેમસે.. ?"
"બધા હારાસે... મને તોહળીમ ચા પીવી ફાવસ... "
" તઈ રેવા દો લાવો તોહળીમ દઉં.." નમુએ ચાનો કપ લઈ તોહળીમાં ચા કાઢી આપી..
" નમુ.. ચા તારા જેવી.. હારી સે.. " ઉમંગે ચા પીતા પીતા કહ્યું..
નમુ શરમથી નીચુ જોઈ ગઈ.." તમી મારાથીએ ઘણા હારાસોવ.. "
ઉમંગે તોહળી નીચે મુકી નમુ જોડે નીચે જ બેસી ગયો..
" બે મહિના ચેડી મું એ જોન લઈ આયે..એટલું કેતા એને નમુનો હાથ પકડ્યો..નમુ તો બીજી બાજુ જોઈ ગઈ..
" મું રાહ જોએ તમ આવો એની.. "નમુ નીચુ જોઈને જ બોલી રહી..
ઉમંગે હજી હાથ પકડી રાખ્યો..." તારા હાટુ.. આ પગમ પેરવા સડા લાયો તો... તું કેતો..
નમુએ ધીમે રહી એક હાથે પગથી ચોળી ઉચી કરી.. જેથી સડા ઉમંગ પહેરાવી શકે... ઉમંગે હાથ છોડી પગે સડા પહેરાવ્યા.. નમુ હજી નીચુ જ જોઈ રહી હતી..
"તન ગમ્યા સડા.. "ઉમંગે એની સામે જોઈ કિધું..
" હા.. મસ્ત સે... " નમુએ સામે જોઈ જવાબ આપ્યો..
" તાર જેટલા નઈ..
કોઈનો આવાનો અવાજ સાંભળી ઉમંગ થોડો દૂર જઈ ઉભો રહ્યો.
તુલસી આવીને મેઘરાજ માટે ચા લઈ ગઈ અને ઉમંગને કેતી ગઈ કે..થોડીવાર વાત કરીલો પછી મારા ઘેર તમારો ઉતારો છે ત્યાં આરામ કરજો..😊
મેઘરાજ તેના ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો.. ત્યાં તુલસી ચા લઈ આવી એની સામે ધરી..
" આ ચા પીલ્યો.." કહી ચા નો કપ રકાબી મેઘરાજને આપ્યા ત્યાં મેઘરાજનો હાથ તેના હાથે સ્પર્શી ગયો.. તુલસીને તો જાણે હ્રદયમાં જોરથી ડંખ વાગ્યો હોય એમ જાટકો વાગ્યો.. પણ ચૂપચાપ ઉભી રહી..મેઘરાજને પણ જે થયુ એ અલગ લાગ્યુ એ તુલસી સામે જોઈ રહ્યો પણ તેની નજર બીજે હતી..
" તમારી સગાઈ થઈ ગઈ...? " અચાનક મેઘરાજે પ્રશ્ન પુછ્યો.. એટલે તુલસી એ એની સામે જોઈ... બોલી..
" ના.."
" તમે ભણો સો... "
" બાર પુરુ થયુ.. આગળ... લગન થાય પસી ભણાવે તઈ ભણીસ નઈ..તો.. " બોલી બીજે જોઈ ગઈ..
" કેટલા %હતા બારમામ.. "
" 84%"
મેઘરાજને નવાઇ લાગી.. ટ્યુશન વગર આવા ગામમાં રહીને પણ 84% બહુ જ સરસ કેવાય..પણ આને આગળ ભણવા નઈ મળે.. એ વિચારી રહ્યો..
" આ કપ... " મેઘરાજે ખાલી કપ આપતા કહ્યુ..
" હમ્મ... " તુલસી ખાલી કપ લઈ અંદર આવી..
કપ નમુને આપી... ઉમંગ સામે જોઈદે બોલી..
" કુમાર હાલો... મારી ઘેર 😊"
" તમે જાવ હું હાલ આવુંર્યો.."ઉમંગ નમુ સામે જોઈ બોલ્યો..
તુલસી બહાર જઈ ઉભી રહી ઉમંગ બહાર આવે
એની રાહ જોવા લાગી..
નમુ ઉભી થઈ ઉમંગ સામે નીચા મોઢે ઉભી રહી.. ઉમંગ એની એકદમ નજીક ગયો.. નમુના તો ધબકારા સાચે જાણે એને બહાર સંભળાવા લાગ્યા.. ઉમંગ એના કાન પાસે નમ્યોને એની કમ્મર પર હાથ વિંટાળ્યા... નમુના શરીરમાંતો જાણે વીજળી દોડવા લાગી... ઉમંગ.. એના કાન જોડે જઈ બોલ્યો.. " ફોન મજ બકબક કરતી હોય ...સે..નમુડી..😆"
થોડો દૂર ખસી હસતો હસતો બહાર જવા લાગ્યો..
" તમારી રાહ જોઈ.. એટલું બોલતા તો નમુની આખો ભરાઈ ગઈ... એક જ વાર જોઈને સગાઈ નક્કી થઈ હતી એ પછી ક્યારેય મળ્યા ન્હોતા સગાઈ પછી બે વર્ષે આ પહલીવાર રૂબરુ મળી વાત કરી એટલે એ રડી પડી.. ઉમંગની આંખોમાં પણ પાણી તરવર્યું પણ એ નમુ સામે જોઈ બહાર નીકળી ગયો..
તુલસી બહાર રાહ જોઈ બેઠી હતી ઉમંગને જોઈ બોલી..
" હાલો.. કુમાર મારી ઘેર આરામ કરવા..ઉમંગે ડોકુ હલાવ્યુ..ને પાછળ ઉભેલી નમુ સામે જોઈ તુલસી પાછળ ચાલયો.. મેઘરાજ પણ નમુને આવજો કહી એની પાછળ ચાલ્યો.. બધા તુલસીના ઘેર ગયા ત્યાં મહેમાનોની ઘણા આવી બેઠેલા હતાં તેની મમ્મી ભાઇ બધાને ચા પાણી કરાવતા હતા.. બધાનો અહીં ઉતારો હતો.. ઉમંગનને એની મમ્મી ભાઈને મળાવી ઉપર મેઢા પર આરામ કરવા લઈ ગઈ.. મોટા ભાગના મહેમાન રાત્રે વાડીમાં સૂવાના હતાં અને પાંચ છ જેવા ઘરના મહેમાનો લાગતા વળગતા જ ઘરે રોકાવાના હતાં ઘર મોટુ હતું એટલે તકલીફ પડે એવું ન્હોતું..
બધાને મળી ઉમંગને મેઘરાજ ઉપરના માળે જઈ બેઠા ત્યાં તુલસી.. રૂવેલના ગોદડાને ઓઢવા રજાઈઓ લઈ આવી.. ભીમો લાવ્યો તો એ ઉમંગનો થેલો એ પણ એમની જોડે લાઇ મૂક્યો..
આઈ ઉપર કોઈ નઈ આવે મારો ભાઈ રાતે ઉંઘવા આવશે ખાલી.. મું એ બાજુના ઓરડામાં જ હોઈશ કામ હોય તો કેજો. રાતનું જમવાનું ના થાય ત્યાં લગી આરામ કરો..પાછી અટકી બોલી ... બીડી... તમાકુ જોવે તો લાવુ.. મેઘરાજે આદત નથી એમ કહ્યુ.. ઉમંગે.. વિમલ હશે તો ચાલશે એમ કહ્યુ... તુલસી હસીને કબાટમાંથી વિમલ લાવી ઉમંગને આપી..
" કુમાર તમારી મારી બેનની જોડી જામશે.. હો.."😅તુલસી હસી રહી..
" તમારુ નામ જ તુલી...? " ઉમંગએ પ્રશ્ન થતાં પૂછ્યુ..
" હું જ તુલસી બધા તુલી કે.. પણ હવારનો ટેમ જ નઈ મલ્યો નામ કેવાનો.. "
ઉમંગ મનમાં હસ્યો..ને બોલ્યો.. " તમ પાણી પીવાનું થોડુ આપી જાજો પસી કાંઈ જોવે તો કે..શું.."
" હા આપી જાવ કહી તુલસી નીચે ગઈ.. મેઘરાજ ફોનમાં જ લાગેલો હતો..એનો ફોન હાથમાંથી લઈ ઉમંગ બોલ્યો.. આખો દિ' આમાં ડોળા રાખસ થોડા બાર રાખ.. "
" કેમ ?"
" શેરની શુધરેલી.. તું જે છોડી જોવા આયો ઈ આજ સે..તુલસી.."
" તને કૈમ ખબર.. "
" નમુએ તુલી તુલી કરતી તી આનુ નામ અત્યારે ખબર પડી.. હવારે તારા બાપા કેતા તા એ છોકરાનું નામ ભીમો.. આનો ભાઇ..આ લોકોનેઈમ આપણને ખબર સે એટલે જ અહીં ઉતારો આપ્યો જેથી એકબીજા વિશે જાણી એકો..😐"
" મને તો એમ કે એ લોકો આ ગામના છે એટલે છોકરી જોવા ફોન કરી બોલાવશે કિધેલું છે એટલે... નામતો ધ્યાનમાં જ ના આયુ યાર ..."
"રે.. હું નમુન પૂછી જોવું.. "ઉમંગે નમને ફોન કરી પુછ્યુ... કે તુલસીને આજે કોઈ જોવા આવાનું હતું.. નમુએ હા કહ્યું...ઉમંગે હસતા હસતા કહ્યુ કે ... " મારી હારે જે છોકરો હતો ઈ... જ જોવા આયોસે..😆"
" પણ... તુલીને ખબર નઈ હોય કે આ ઈજ સે... ઘરના મોટાઓએ ઈને કિધુ જ નતુ કે ઈને જોવા આવાનાસે... મે જ કિધું સે ખોનગીમ ક કોઈ આવાનુંસે..."
" હા... ઈ તો એવુ જ હોઈ.. .."
" હોવે... પણ નશીબ હજી બધાને ગમે તઈ વાત રઈ.. "
" પસી વાતુ કરશુ આયા હારુ નો લાગે હાલ ફોન મેકુ..રો.. "
મેઘરાજ ઉમંગ જોડેથી ફોન લઈ. વચ્ચે જ બોલ્યો... " ભાભી.. ઈને ના કેતા કે જોવા આયો ઈ હું જ શું.... તમને મારા ભાઈના હમ.."
" અરરર... પણ ."
" હાર.. જય માતાજી "મેઘરાજ
" જય માતાજી.." નમુ...
" લે... ત આવા હમ કાં દિધાં... " ઉમંગે મેઘરાજ સામે જોઈ કિધું .
" ભઈ... અતાર હૂદિ જેટલી છોડિયુ જોઈ એ બધી રૂપ.. જોઈ... પૈસા જોઈ મન હા પાડતી... મારતો મારા મન નોમેળ પડતો હોય વિચારો મલતા હોઈ એવી છોડી જોવે સે..મું.. જોણી લઉં હમજી લઉ પસી જ આગળ વાત.."
" જોણવા હમજવા મલવુ પડ... વાતુ કરવી પડ... પેલી ન જ ખબર નઈ કૂણ જોવા આયુ.. ? તો હા.. કેમની પાડશે..."
" પાડશે... મેં વિચારી લીધુ બધુ.."
" હારુ... " ઉમંગે ખાટલામાં લંબાવ્યું..
મેઘરાજ ખાટલામાં આડો પડ્યોને એની સેટ કરાવેલી દાઢી મૂછ પર હાથ ફેરવવા લાગ્યો..પછી આંખો બંધ કરી... સવારથી અત્યાર સુધી જેટલીવાર તુલસીને જોઈ... એ બધુ યાદ કરવા લાગ્યો.. સવારે... પહેલા એની કમ્મર જોઈતી.. સાદગીથી ઓળેલો ચોટલો યાદ આયો... જ્યારે જમવા ગયા ત્યારે એ અચાનક પાછળ ફરે... પછી આંખો મળી... એ કેટલી નજીક હતી... મારા... એને નાખેલા તેલની સ્મેલ એ અનુભવી રહ્યો... ચાનો કપ પકડતા હાથ અડી ગ્યો તો... આ બધુ યાદ કરી એ તુલસીને યાદ કરતા કરતા સુઈ ગયો... આશરે ડોઢ કલાક પછી એની ઉંઘ ખુલ્લી.. એના ફોનની રીંગ વાગતી હતી.. ફોન એના પપ્પા.. નો હતો. એ પી.એસ.આઈ હતાં.. ને સુધરેલા વિચારોના એટલે મેઘરાજને એની બેન મોહિની જોડે એ મિત્ર તરીકે જ વર્તન કરતા..
મેઘરાજે ફોન જોયોને બૈઠો થયો.. આંખો ચોળતા ચોળતા ફોન ઉપાડ્યો..
" હા... બાપુ.. બોલો.. "
" ઘર બાર કેવુ લાગ્યુ બેટા... ને છોકરી.. ?"
" બધુ જ સારુ છે... પણ અમે અહીંથી નીકળીએ પછી જ તમે હા... પાડવા.. એમને ફોન કરજો..મારે હજુટાઈમ જોઈએ છે.. "
" સવારે નીકળો તઈ ફોન કરજે... બેટા.. "
" હા... બાપુ.."
હજુ ફોન મૂકે એ પહેલા તુલસી રૂમમાં આવી..
" આ.. કુમારને જગાડો..ને જમવા જાવાનુંસે... બધા ક્યારના ગ્યા... મારો ભાઈ આવે હારે.. "
તુલસી ગઈ.. થોડીવાર માં ભીમો આવ્યો.. દેખાવે તુલસી જેવો.. અને કદ કાઢીમાં જોતા જ મરદ લાગે એવો.. પણ સ્વભાવે શાંત..કયાગરો હતો..
ભીમો આવ્યો એ પેલા બન્ને ઉઠી રુમ માં રહેલ બાથરૂમમાં હાથમોં ધોઈ .. ફ્રેશ થઈ ગયા..
" જય માતાજી કુમાર.. જય માતાજી.. મેઘરાજ સામે જોઈ બોલ્યો.. "
" જય માતાજી ભાઈ... જય માતાજી.. " બન્ને વારા ફરથી બોલ્યિા..
" મેમોન એટલા સે કોમ સે... તઈ મલાયુ જ નઈ.. હાલો.. જમવા...જાતા જાતા વાત કરીએ.. ભીમો આગળ ચાલ્યો.. બન્ને તેને અનુસર્યા...રસ્તામાં ઘણી વાતો કરી.. ત્રણે... વાતો પરથી મેઘરાજને ભીમો સરળને ભોળો લાગ્યો.. એમાય એ આગળ ભણવા માંગે છે.. એ જાણી એને ગમ્યુ..
* * * * * * *
તુલસી નમુ.. જમના બધા ત્યાં જમણવારમાં જ હતાં... આડી અવળી વાતો કરતા જમી રહયાં હતાં.. ત્યાં તુલસીએ બે વાર જોયુ કે મેઘરાજ એને વારે વારે જોઈ રહ્યો છે.. હજી એ તુલસીને મેઘરાજનું નામ પણ ન્હોતી ખબર..
તુલસી જમના સામે જોઈ બબડુ... " આ નમુના હહરીયાના છોકરાવ નઈ હારાં... કુમાર જ એકલા હારાને સીધા લાગે... "
નમુ સાંભળી હસવા લાગી મનમાં..
" નમુ મન જોવા કૂણ આયુ એ જોણી લાઈ તું... "તુલસીએ સીધો જ પ્રશ્ન પૂછી લીધો.
" ના.. પણ એ છોકરાનો ફોન નંબર... હવારે તન મલી જાસે.. તું ઈન ગમી સે એટલુ જોણવા મલ્યુ.. અન ભીમા માટે હાટાની હા પડી જઈસે.. ઈન ગમી તી એ જ છોડીનો ભઈ તન જોવા આયો.. "
" ઈને જોઈ લીધી મન..મને તો હજી ખબર નઈ, સે કૂણ.."
"( તુલસીની મમ્મીએ નમુને કિધુ હતું.. કે તુલસીને છોકરો બતાવે પણ ઉમંગને મેઘરાજે.. ના પાડી.. ને ફોન નંબર સવારે જ આપવા કહ્યુ..એટલે એ વધારે બોલી નઈ..) "
તુલસી વિચારી રહી કે ભીમાને ગમ્યુ સે તો હારુ જ હશે... ઘર ,છોકરો... પણ મન છોકરો દેખાડયો... નઈ... 😕 પણ વાતચીત કરાયા વગર થોડી હા પડશે.. વાતચીત કરીન હું હા... પાડે... વિચારતા વિચારતા પાછી એની નજર મેઘરાજ પર પડી.. એ એની જ સામે જોઈ રહ્યો.. હતો... તુલસી મનમાં બબડી.. મેમોન ના હોત આ તો સીધો કરી નાખત આને... હરોમી..😕 જમીને ડિશ મૂકવા ગઈ ત્યાં એ મેઘરાજ એની પાછળ ગયો.. પાણી પીવા ગઈ.. ત્યારે પણ એ.. પાછળ ગયો.... તુલસી એટલી ગુસ્સે થઈ કે પગ પછાડતી એની સામે જોયા વગર જ... જતી રહી ..
લગન રાતે દસ વાગ્યાના હતાં એટલે જમી બધા તૈયાર થવામાં લાગી ગયા..અમુક ગામમાં ઓળખીતાને ત્યાં મલવામાં લાગ્યા.. તુલસી ઘરે જઈ થોડીવાર એક રૂમ ખાલી હતો ત્યાં જઈ સૂઈ ગઈ.. મેઘરાજને ઉમંગ રોકાયાતા એની બાજુનો જ રુમ હતો બાકિ બધે મહેમાન જ્યાં ત્યાં ગોદડાને ખાટલા પાથરી બેઢા હતાં... તુલસી સવારની કામમાં થાકી ગઈ હતી એટલ કલાક જેવુ સૂઈ ગઈ.. ઉઠી ત્યારે નવ વાગ્યા હતાં.. ઘરમાં ખાસ ચહલ પહલ ન્હોતી મોટા ભાગે બધા લગન હતાં ત્યાં જઈ બેઢા હતાં.. એણે તરત નમુને ફોન કર્યો..
" તું ક્યાસે.. "
" મારા ઘેર મેમાનસે તઈ ચા પાણી ચાલેર્યા.."
" મું તૈયાર થઈ આવું .. "
" હો.."
ફોન મૂકિ તુલસી તૈયાર થવા લાગી.. બ્લેક ભરેલી ચણીયા ચોળી..ને કાળુ ઓઢણુ... વાળ છૂટ્ટા રાખી.. એક સાઈડ કર્યા .. પાછળથી બેજ દોરી વાળો બ્લાઉઝ... મેશ આઈલાઈનર...ને લાલ લિપસ્ટીક કરી... એ એટલી ગોરી હતીકે... કાળી ચણીયા ચોળીમાં એ કંઈ ન લગાવે છતાં સુદર લાગતી.. દિવસે તો કામ હોય લગન રાતના હતાં એટલે જ એણે રાત્રે બની ઠની તૈયાર થવાનું વિચારેલું..ગળામાં બે સોનાના હાર.. હાથે સોનાના ચૂડા... પગે ખમ.. ખમ કરતી ઝાંઝર..પહેરી એ કાચમાં જોતી હતી... પાછળ ફરીને પણ જોયુ.. વાહ.... નવું કાપડુ ઝોર લાગેસે.. મનમાં બબડી.. કપડા બદલી રૂમનો દરવાજો એણે ખુલ્લો રાખ્યો હતો... પછી એ જુના કપડા સરખા વાળી મૂકવા લાગી... ત્યાં મેઘરાજ એના રૂમમાં જોઈ ત્યાં આવ્યો...
તુલસી એને જોઈ ખાટલામાંથી ઉભી થઈ ગઈ..મેઘરાજ એની એક દમ નજીક આવી બોલ્યો..
" ચાર્જર હોય તો આપો.. ફોન ચાર્જ કરવો તો.."
" ક્યુસે... બતાઓ.. "
મેઘરાજે ફોન બતાવ્યો..
" મારા ભાઈને તમારા જેવો જ ફોનસે.. રો.. નીચેથી લાવી દઉ... "
તુલસી રૂમની બહાર આવી..મેઘરાજ પણ તેની પાછળ પાછળ બહાર આવ્યો..તુલસી દાદર ઉતરવા જતી હતીને પગ લપસ્યો... પાછળથી મેઘરાજે આવી એને કમ્મર થી પકડી લીધી... ને પોતાની તરફ ખેંચી.. આ બધુ પલવારમાં બની ગયુ.. તુલસીનું તો ગળુ સુકાઈ ગયુ શ્વાસ લેવાની ગતી વધી ગઈ.. પરસેવો છૂટી ગયો... મેઘરાજે એના હાથ હટાવી લીધા.. તુલસી ગભરાઈ ગઈ વિચારીને કે સીડી માંથી પડી હોત સીધ્ધી તો સીધુ માંથુ જ ફૂટી જાત.. થોડી સ્વસ્થ થઈ.. મેઘરાજ સામે જોઈ બોલી...
" થેક્સ્.."
મેઘરાજને નવાઈ લાગી કે તુલસી અંગ્રેજી પણ રોજબરોજની ભાષામાં વાપરે છે..કેમકે પોતાના સમાજમાં ભાગ્યે જ કોઈ શુધ્ધ ગુજરાતી બોલતું અંગ્રેજીનો તો વારો જ ન આવે..
" હમ્મ..."કહી મેઘરાજે માથુ હલાવ્યુ.. તુલસી નીચે જઈ ચાર્જર લાવી મેઘરાજને આપ્યુ..ને પછી પોતે સાલ ઓઢી નમુના ઘરે ગઈ...
આવતા જતા બધાની નજર તુલસી પર બે ઘડી અટકી જતી.. એ વાત તુલસીએ પણ વિચારી.. પછી કમ્મર પર થયેલો મેઘરાજનો સ્પર્શ યાદ આવ્યો.. પેટમાં એક ઝણઝણાટી થઈ.... પાછી વિચારી રહી કે એ મારા નજીક આવા મને બચાઇ હશે... સવારનો તાકી રર્યો તો..😕 હું એ છે ત્યાં સુધી એનાથી દૂર જ રહીશ... મને જોવા આવેલો છોકરો મને એના જોડે ઉભેલી જોઈ જશે.. તો સારુ ન લાગે.. વિચારતા વિચારતા એ નમુના ઘેર પહોંચી ગઈ..ને બહારથી જ બૂમો પાડવા લાગી..
" નમુ.. હાલને..જાઉં..નઈ.."
" રે.. હું તૈયાર જ સું "નમુએ અવાજ સાંભળી જવાબ આપ્યો..
એ દુપટ્ટો આગળથી સરખો કરતી કરતી બહાર આવી...
બન્ને એક બીજાને જોઈ.. હસવા લાગી..
" લે તૂએ કાળી પેરી માર જીમ.." નમુ બોલી રહી..
" ના તે પેરી મારા જીમ..😅"
" બઉં ડા.ઈ..હાલ.."બન્ને રસ્તામાં જ હતાને નમુનો ફોન વાગ્યો.. ફોન ઉમંગનો હતો.. એણે નમુને ખાનગી મલવા આવા કહ્યુ . નમુએ તુલસીને જોડે આવવા કહ્યુ.. પણ તુલસીને પકડાઈ જવાની બીક થી આના કાની કરતી હતી..નમુ તુલસીને મનાવા લાગી..
" તુલી મોની જા..પસી છેક બે મહિને એ મને જોવા મળસે.. મારી બોન.. નઈ મોની જા.."
" હારુ.. ઈમનૈ કે.. મારા ઘર ધાબે આવે.. તું બાજુ.. હિરામાના ધાબે જાજે.. એટલે મલી લેજો.. પણ મુ દૂર ઉભી રઈશ.. અંધારા મ કંઈ દેખાશે.. નઈ.. કોઈ સે કે નઈ.. "
લગનની વિધિ ચાલુ થઈ ગઈ હતી.. એટલે મોટા ભાગે બધા ત્યાં જ હતાં.. તુલસીને નમુ બન્ને ત્યાં હાજર રહી બધાને થોડી થોડી વાર મલ્યા.. પછી.. નમુએ ઉમંગને ફોન કરી તુલસીના ઘરના ધાબે જવા કિધુ.. પોતે બાજુવાળા ઘરના ધાબે આવી તુલસીના ધાબે આવી જશે..એમ સમજાવી દિધુ.
કોઈની નજર ન પડે એમ બે અલગ અલગ રીતે નીકળ્યા.. નમુ હિરામાં ના ઘરે ગઈ એ માં એકલા જ રહેતા હતાં.. ઘરને ફક્ત હળો જ મારતા આજે તો એમના ઘરે પણ મહેમાન હતાં.. પણ અત્યારે કોઈ ન્હોતું.. એટલે નમુ ઘરનો હળો ખોલી અંદર જઈ દરવાજો આડો કરી ધાબે જતી રહી..તુલસી પણ પોતાના ઘરે જઈ ધાબા પર ગઈ.. ધાબાના કેબિનમાં ઉમંગને મેઘરાજ ઉભા હતાં.. તુલસીને આવેલી જોઈ.. ઉમંગ બાજુ ના ધાબા પર ગયો.. સાચે ખૂબ જ અંધારુ હતું..ને ઠંડી જામી હતી.. એટલામાં નમુ આવી ..ફોન ની લાઈટ કરી જેથી ઉમંગને જોઈ શકે પછી એની જોડે જઈ લાઈટ બંધ કરી દિધી.. બન્ને એક બીજાને જોઈ રહ્યા.. ઉમંગે પણ કેડિયુ પહેર્યુ હતું.. માથે ફાડિયુ..,કાનમાં મોટી કડિયો.. મસ્ત લાગતો હતો..
તુલસી ને મેઘરાજ કેબિનમાં જ ઉભા રહ્યા હતાં.અંધારામાં.. શ્વાસનો અવાજ આવતો હતો બાકી નીરવ શાંતી હતી.. નમુને ઉમંગ વાતો કરતા હતાં એ થોડુ સંભળાતું હતું.. એટલે તુલસીને શરમ આવતી હતી.. પણ કરે શું.. એટલે બોલ્યા વિના ઉભી રહી..ત્યાં મેઘરાજ બોલ્યો..
" તમાર ભઈ ન તો આજ જોવા આવાના હતાં .. નઈ..મેં વાત હોભળી.."
" હા...નક્કી જેવુ જ સે.. 😊 હાટુ કરવાનું સે.. છોડિના ભઈ ન મું ગમુ એટલે હા પડી જાસે... નમુ વાત લાઈસ.. છોકરા એ મન જોઈ હા.. પાડી પણ મી અજી છોકરો જોયો જ નઈ.. ... પણ મારા મા..બાપ..ભાઈ એ ઈન જોયોસે તો હારો જ હશે.. "
" અતાર ના છોકરોનું નક્કી નઈ.. રખડેલા હોય.. જોઈ વિચારીન હા પાડજો.."
" તમાર ગામના જ સે.. એટલે કુમારને પસી મારા બાપા પૂસી લે સે.. હજી ખાલી જોવા જ આયાસે.."
થોડી આડી અવળી વાતો કરી..
થોડીવાર પછી.. નમુને તુલસી બન્ને.. બાજુના ધાબેથી.. નીચે જઈ.. લગન ચાલતા હતાં ત્યાં ગયા.. ઉમંગને મેઘરાજ પણ.. એ ભીડમાં આવી ગયા ...
આમ તેમ ફરી બધા જોડે વાતે વળગ્યા..
* * *
હજીપણ થોડી થોડી વારે મેઘરાજ તુલસી સામે જોઈ લે.. તો.. તુલસીને અંદરથી ગમતું પણ એ બીજા કોક સાથે જોડાવાની છે એટલે એના મન ને આજે જ થતી ફિંલિગ્સ સાથે લડવુ પડતું હતું.. ભૂલથી નજર મળી જતી તોય એનામાં વિજળી દોડી જતી... આજે ઘણી વાર એને આવી લાગણી ન ચાહતા હોવા છતાં.. એને થઈ રહી હતી..
" તુ...લી..ઓ..તુલી.. "અવાજ સંભળાતા તુલસીએ અવાજ આયો એ બાજુ જોયુ..એની મમ્મી એને બોલાવતી હતી..એટલે ઉભી થઈ એ એની મમ્મી જોડે ગઈ..
" હા,, બોન.."
" હોભળ... ઘરના બધા હારાસ. છોકરો ભણસ.. ઈના બાપા પુલિસમ સ.. આવુ હગુ નઈ મલ એટલે હા પાડવાનો જ વિચાર સે.. તારા બાપાનો.. તન ગમ તો આપણે જોઈ આઈશુ.. ઈનુ ઘર..હો.. બટી.. "
" હો.. બુન.. મન વોધો નઈ પણ આપણ જોઈન કરશું.. હો.."
" હ..ઓ.. તું ચિંતા નો કર.. ટેમ લઈ પસી કરશું.. "
" બોન મું અવ ઘેર જઈ હૂઈ જવ બઉં ઉંઘ ચડીસે.. એક વાગ્યો..સે..નમુ..જમનાડી ચારની જઈ હૂઈ જઈ.."
" હો.. જા, અન જમઈ આપણા ઘેર સે ઈમન કોઈ જુએ તો પૂસી જોજે.. ઓઢવાનું વધાર નોખજે.. હમણે જ જતાં ભાળ્યા ઘર બાજુ.. એટલ તું જઈશ તઈ એ જાગતા જ હઈશે.."
" હો.. " કહી.. એ ઘરે જવા નીકળી.. ઘરે જઈ જોયું તો બધા પથારીને ખાટલામાં સૂતા હતાં એટલા નશકોરાના વિવિધ અવાજ સંભળાતા હતાં.. તુલસી ઉપરના રૂમમાં જઈ કપડા બદલી ફ્રેશ થઈ સાલ ઓઢી ... બાજુના રૂમમાં ગઈ.. ઉમંગ બાથરૂમ હતો.. મેઘરાજ કપડા બદલી ઓઢી સૂઈ ગયો હતો..મોંઢા પર ન્હોતું ઓઢ્યુ એટલે એના ફેસ પર એક મિનિટ માટે.. તુલસીની નજર અટકી ગઈ.. પછી કબાટ ખોલી બે રજાઈ કાઢી.. એક ઉમંગના ખાટલામાં મૂકિ.. એક મેઘરાજના ઓઢેલા પર શાંતીથી રજાઈ ઓઢાળી.. ભીમો હજી આવ્યો ન હતો.. એટલે એનો ખાટલો.. ઉમંગની બાજુમાં પાથરી ...,એમાં પણ ગોદડુ ને ઓઢવાનું નાખી પોતાના રૂમમાં જઈ સૂઈ ગઈ.. એટલી થાકિતી કે પડતાની સાથે જ સૂઈ ગઈ.. સવારે ઉઠી ત્યારે નવ વાગી ગયા હતાં . તરત એને યાદ આવ્યુ.. કે જાન તો જતી રહી હશે.. એ ઉઠી બાજુના રૂમમાં જોવા ગઈ.. રૂમમાં કોઈ ન્હોતું.. નીચે આવી.. તો ઘરે કોઇ ન્હોતું.. એણે નમુને ફોન કર્યો..
" હલો.. જાનૈયા જાતા રર્યા..?"
" લે .. હાલ જ વળાવ્યા.. હજી ગોદરે જ સીએ.. "
" મન કોઈએ ઉઢાડીએ નઈ.. તું કેવીસે.. ફોન ના કરાય.. "
" મું તો આઈ તી તન બોલાબા.. કાકીએ કિધુ.. તું બઉ મોડા ઉંઘી તી એટલે તન ના જગાડુ.. "
" હમ્મ્ .... "
" હોભળ.. તારા થનાર હાહરા નો.. તારા બાપા પર ફોન આયો.. તો.. તારા હાહરાએ કિધુ ક ભીમો ઈમન ગમી જ્યોસ...અન.. છોકરો તન જોવા આયો તો એ.. તારા જોડ ફોન મ વાત કરી ઓળખવા માંગસ.. મન બેહસે પસી જ હા.. પાડશે..ઈમ કિધુ.."
" મારા બાપુએ હુ કિધુ..?"
" કાકી વાતુ કરતા તા કે તારા બાપુએ કિધુસે કે ભણેલો છોકરોસે..એટલે જોવે તો ખરો.. અતાર ઓમે જોઈન જ બધા હા પાડ તઈ ભલે વાતુ કરી.. ઓળખીલે.. જમોના પરમોણે બદલાઉ પડ.. એવું કે તા તા "
" તું કેતી તી હવાર હા પડશે તો જ નંબર આલશે..?"
" ઉમંગન તારો ફોન નંબર આલ્યોસૈ.. તારા મ જ ફોન આવશે. હાચુ કવ.. મોટાઓએ તો નક્કી કરી જ લીધુસે.. ખાલી ઈમજ .. અતાર બાર નઈ પાડતા.. "
" હમ્મ્ .. હાલ... તઈ મું નઈ લઉ.... " ફોન મેકું.
" છોકરાનું નોમ મેઘરાજ સે.."
" હારુ.. મારી માં... ક્યો છોકરોસે એતો.. કિધુ ના..ને.જોણીએ ના લાઈ નોમનું શાક કરુ મું.. "
" લે તારે તો હગાઈ પેલા વાત કરવા મલી સે તઈ જાણી લે પસી મલી લેજે.. "
" હારૂ મેલું... માર કૌમ સે.. નવરી..😜"તુલસી નમુને હેરાન કરતા બોલીને ફોન મૂકી દિધો..
નમુ ફોન મુકી બબડી જબરીસે.. હાહુ.. ફોન કરેસે... ન પાસી મન નવરી કેસે.. 😆
તુલસીએ ઘરના કામમાં લાગી પણ મન જ ન્હોતું લાગતું..ઘડી ઘડી ફોન ચેક કરતી પણ ના ફોન આયો ના મેસેજ.. આખો દિવસ એણે ખાલી મન મનાવા.. ખાલી પસાર કર્યો...હું નઈ ગમી હોવ... આતો મોટાના માન રાખવા ખાલી કિધુ હશે.. નઈ તો ફોન કરત... એટલે વાત કરવાનું બોનું કાઢ્યુ હશે.. 😞 મું નઈ ગમુ એને તો ? ભીમાનું એ નઈ થાય... એવા આડા અવળા વિચાર એ કરવા લાગી.. થોડીવાર નમુના ઘેર જઈ આવી... પાછી જમના જોડે જઈ બેઢી એટલામાં સાંજ થઈ ગઈ.. એટલે ઘેર જઈ રસોઈ કરી બધા સાથે બેસી જમી... કામ પતાઈને પોતાના રૂમમાં ઉપર જઈ આડી પડી... ફોન જોયો .... પણ કોઈનો ફોન ન્હોતો આવેલો.. નેટ ચાલુ કરી.. વોટ્સપ માં સ્ટેટસ્ જોવા લાગી...કંટાડી પછી ઈન્સ્ટ્રા પર રીલ જોવા લાગી... ત્યાં વોટસપ પર મેસેજ આયાનું નોટીફિકેશન આયુ... એટલે એણે વોટસપ ઓપન કર્યું.. નવા નંબર પર થી
" hi " લખેલું આયુ..હતું.. તુલસી ખુશ થઈ ગઈ..એણે તરત સામે મેસેજ કર્યો..
" hi"
" હું મેઘરાજ... ગુજરાતીમાં લખુ... કે અંગ્રેજીમાં ફાવશે તમને..? "
" Gujarati English alfabet ma lakhso to favse "
મેઘરાજને તુલસી ઘણી હોશિયાર લાગી... પોતાના સમાજમાં આવી છોકરી મળવી.. એ કાઠુ કામ છે... એવુ એને લાગ્યુ.. "
" Tamaru nam Tulsi sachu ne "
" ha.... , namu a kidhu tu tame number lidho se Atle hu Sawar ni rah joti ti " ન્હોતું લખવાનું... દિધું...😁
"hu Humana J Gare ayo.. Taya thi Awta 8 kalak thay.. Haji ai khai ado J padyo shu "
" Thaki gaya haso nAi "
"have to thak ni adat padvi padse.. Awa javanu rese... "
" tame Mane kal joi hati..? "
"ha... Buj mast lagta hata.. 👌"
" pan me to tamne Joya J nai 😞"
" lagan ma to awu re... Amay apade samaj ma badha Vache vat na karay... Atle..."
" ha ...... Hu Sui jav have.. Tame pan thakya haso... Aram karo.. By. Good night sweet dream..... "
" by.. G. N.. S. D.. "
મેઘરાજ સાથે વાત થઈ તોય તુલસીનું મન ન્હોતું લાગતું .. એને વારે વારે ઉમંગ જોડે આયેલો. છોકરો જ યાદ આવતો હતો... એને મને પડતા બચાવી.. લીધી.. એ મારી હામે જોઈ રહતો વારે વારે..આમ તો બઉ હારો.. હતો... , મું એ આ... હું વિચારવા લાગી.. મુ એ ગોડી થઈ જઈ શું.. હે... ભગવોન..