આત્મ શ્રદ્ધા DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મ શ્રદ્ધા

આત્મશ્રદ્ધા

DIPAK CHITNIS(DMC) dipakchitnis3@gmail.com

સાગર કાંઠે એક માણસ બેઠો હતો. એના હાથમાં એક નાની ડોલ હતી, જેનાથી તે પાણી બહારની બાજુ છલકાવતો હતો. ત્યાં બીજો એક માણસ આવી ચડ્યો એ પેલાં આ વિચિત્ર પ્રક્રિયા કરતાં માણસ ને જોઈ પૂછ્યું ભાઈ ‘‘તમે આ શું કરો છો ?’’

પેલા માણસે કહ્યું કે હું ‘‘આ દરિયો ખાલી કરી રહ્યો છું,’’ પેલા માણસે શાંતિથી જવાબ આપો.

‘‘હે,’’ આશ્ચર્યથી કહ્યું : ‘‘તમે આ રીતે તો દરિયો કેવી રીતે ખાલી કરી શકશો ?’’

‘‘કેમ કેવી રીતે ?’’ પેલા ભાઇએ જવાબ આપ્યો : ‘‘ડોલથી જેટલું પાણી બહાર છંટકાઈ જશે એટલું પાણી દરિયામાંથી ઓછું થશે ને ? એટલું ઓછું થાય છે તો ધીમે ધીમે બધું જ ખલાસ થઇ જશે.’’

‘‘ધીરજ અને આત્મશ્રદ્ધાનું આ એક વરવું આદર્શ ઉદાહરણ છે ! તમે હાથમાં લીધેલું કામ ગમે તેટલું મોટું હોય અને તમારી પાસેનું સાધન ગમે તેટલું નાનું હોય તો પણ તમારી પાસે ધીરજ અને આત્મશ્રદ્ધા હશે તો એ કામ અવશ્ય પાડશે.

જેના સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનતમાં કેટલી મોટી તાકાત હતી? એની સામે માથું ઊંચકવા માટે ગાંધીજી પાસે કયું મોટું સાધન હતું ? એમની પાસે માત્ર ને માત્ર અહિંસાનું એક હથિયાર હતું. છતાં એ નાનકડા માનવીએ ધીરજ અને આત્મશ્રધ્ધાથી એટલી મોી સલ્તનતને હરાવી અને ભારતને આઝાદી અપાવી. ગાંધીજી દૈવી પુરુષ ન હતા : તે આપણા જેવા જ હાડમાંસના બનેલા માનવી હતા. એમનાથી જે કંઈ થઈ શક્યું. તે આપણાથી પણ કેમ ન થઈ શકે ?

સુંદર કરેવત છે કે, ‘‘ધીરજના ફળ હંમેશાં મીઠાં’’ અને ‘‘ઉતાવળે આંબા ના પાકે’’ કહેવતો આખી પ્રજાના અનુભવનો નિચોડ છે. આંબાની કેરી જેવું સાદુ ફળ પ્રાપ્ત કરવું હોય તો ગોટલો વાવ્યા પછી કેટલા વર્ષો સુધી ધીરજ રાખવી પડે છે ? એમ સિદ્ધિ પ્રાપ્ત કરી હોત તો ‘‘રોમ એક દિવસમાં બંધાયેલ ન હતું’’ એ ધ્યાનમાં રાખી સતત મથ્યા કરવું જોઈએ.

ધીરજ સાથે પુરુષાર્થને આત્મશ્રદ્ધા સંકળાયેલા છે. એકલી ધીરજ તો શું ફળ આપી શકે નહીં. આરંભમાં આપેલા દ્રષ્ટાંતનો નાયક ડોલથી સતત પાણી બહાર કાઢી રહ્યો છે, ને બેસી રહ્યો નથી.

તમે કરવા ઘારેલું કામ ઘણું મોટું છે, એ જોઈને જ તમે હારી જાઓ તો કદી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો નહીં. કામ મોટું છે, તો તમારે આત્મશ્રદ્ધા પણ ક્યા નાની છે ? તમારી ધીરજ રાખવાની શક્તિને પણ કેમ મર્યાદા છે ?

નેપોલિયન બોનાપાર્ટ સામે આખું યુરોપ ખડું થઈ ગયું હતું. પણ એની આત્મકથા હિમાલય જેવી અડગ હતી. ‘‘મારા શબ્દકોશમાં અશક્ય જેવો શબ્દ નથીઇ’’ એમ કહી તેણે અપૂર્ણ આત્મશ્રદ્ધાથી અને વિરલ ધીરજથી પોતાની સામેના પડકાર ઝીલી લીધો એનો ઇતિહાસમાં કોઇ જોટો જડે એમ નથી. હિમાલયની ટોચ પર પહોંચવું કેટલું કપરું કામ છે ? હિલેરી અને તેનસીંગે એ કપરું કામ સદેહે પૂરું પાડ્યું. એકે એક ડગલું ભરી ને એવરેસ્ટ પર પહોંચવાનું હતું. મુશ્કેલીઓનો તો પાર નહોતો. પણ આ બંને સાહસવીરો પાસે ધીરજની ઢાળ અને આત્મશ્રદ્ધાની તલવાર હતી તેથી એમણે મુસીબતોને મારી હઠાવી.

આ ધીરજને આત્મશ્રદ્ધા નો કોઈ ગાંધી, નેપોલિયન કે તેનસિંગે ઇજારો નથી રાખ્યો. આ બંને આપણા-તમારી અને સૌની પાસે છેઘ મારી પાસે છે, પણ આપણે એને પારખીને વાપરતા નથી. કે એનો ઉપયોગ કરતા નથી.

ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂરી થતા ૨૦ વર્ષ લાગ્યા હતા. એમણે કેટલી ધીરજથી કામ કર્યું હશે ! જગતની સાત અજાયબીઓમાં સ્થાન પામેલા તાજમહાલ તૈયાર થતાં પણ ૨૦ વર્ષ લાગ્યા હતા. ચીનની દીવાલ શું રાતો રાત થઈ ગઈ હશે ? દરેક મહાન કાર્ય માણસની ધીરજની કસોટી કરનારું હોય છે. કોઈ પણ મહાન કાર્ય ચમત્કારથી થતું નથી. હા, ચાઇમ વાઇઝમેન કહે છે એમ, ‘‘ચમત્કારો પણ ક્યારેક થાય છે ખરા- પણ તેને માટે માણસને મહેનત કરવી પડે છે.’’

ધીરજ માણસની માનસિક સ્વસ્થતાની સંજ્ઞા છે, એની પરિપકવતાની નિશાની છે. ધીરજમાં સહિષ્ણુતા, સ્વસ્થતા અને માનસિક સ્થિરતા છે. એવું પણ અપૂર્વ આત્મશ્રદ્ધા પણ છે. આમ ધીરજ અને સદગુણોની જનેતા છે.

કોલોરાડો પ્રદેશમાં જ્યારે સૌથી પહેલી વખત સોનાની ખાણો નીકળી ત્યારે આખું અમેરિકા ગાંડુ થઈ ત્યાંની જમીન ખરીદવા લાગ્યું. એક કરોડપતિએ પોતાની બધી મુડી રોકીને એક આખો પહાડ ખરીદી ખોદકામ શરૂ કર્યું. ખૂબ ખોદકામ થયું, પણ તેને સોનુ ક્યાંય ના મળ્યું. નિરાશ થયેલા શ્રીમંતે આખો પહાડ સાધનો સાથે વેચવા કાઢ્યો, ઘરના માણસો કહે, તમારા જેવો ગાંડો કોણ હશે તે ખરીદવા આવશે ? પણ બધાની નવાઇ વચ્ચે એક માણસ ખરીદવા આવ્યો, વેચાણ થઈ ગયા પછી આ શ્રીમંતે તે ખરીદવા આવનારને કહ્યું, તમે ખરા માણસ છો, હું બરબાદ થઈ ને વેચવા નીકળ્યો હતો તે શુ તમે જાણતા હોવા છતાં તમે ખરીદવા આવ્યા છો ?‘‘

‘‘શું ખાતરી કે તમે જે ખોદ્યું છે એનાથી હું થોડું વધુ ઊડું ખોદતા સોનું નહીં નીકળે ?’’ ખરીખદનાર વ્યક્તિએ શ્રદ્ધાથી કહ્યું, અને ખરેખર એક ફૂટ ઊંડું ખોદતા સોનું મળ્યું. આ નસીબ હતું ? ના ધીરજ અને આત્મશ્રદ્ધા હતી !