Ways of Vaishakh - In the time of Koro books and stories free download online pdf in Gujarati

વૈશાખના વાયરા - કોરોના કાળમાં

"એકલતાના ચટકા ખાઈ,
ચડે અંગે અંગ ચીડ.
જાતને સધિયારો આપે એ,
માણસની અડાબીડ ભીડ."

સી.ડી.કરમશીયાણી
************************

વૈશાખ મહિનો એટલે લગ્નની મોસમ પુર બહારમાં ખીલતી મોસમ. બે મહિના અગાઉ બજારો માં દર દાગીના..કપડાં -લતા ને નવી ફેશન પ્રમાણે પાનેતર પસંદ કરવા ગામડેથી શહેર માં આવેલા સ્વસુર પક્ષના સભ્યો સાથે સાદા વસ્ત્રો માં આવેલ લાડીઓ ના ઘેરા..ટોળા એક દુકાનેથી બીજી દુકાનમાં સતત ધસારો કરતા દ્રશ્યો જોવા એ એક લ્હાવો હતો...ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો આવા અવસરોમાં પણ છુપાયેલા છે જે સામાજિક મૂલ્યો ને ઊંચે લઈ જાય છે..અખાત્રીજ ના વગર જોયે મુહરત માં થતા
સમૂહ લગ્નોની સુંદર રંગીન તસ્વીરોથી નવોઢા જેવાજ છાપાઓ લચોલચ હોય..!
તો વળી ગામના નાકે નાળિયેર ગામના વાળદ ભાઈ રાત્રે જ આંબા ના તોરણ વચ્ચે નાળિયેર ટીંગાડી દે..
વહેલી સવારે હજી આંખ ઉગડે ના ઉગડે ને ગામના ઝાંપે ફટાકડો ફૂટે.ને ગામ આખા ની શેરીઓમાં માણસો ..ખાસ કરીને બહેનો થી ઉભરાઈ જાય લાડા નું રૂપ જોવા..તો વળી પીઢ બાઇયું જાન માં કેવા ખમતીધર માણસો છે તેના પરથી ખોરડું કેવું હશે તેનો અંદાજ કાઢે..!
કન્યા પક્ષ તરફથી વાજતે ગાજતે સામૈયું થાય..લાડાને વેવાઈ પિત્તળના કળસીયાથી કોગળા કરે ને ઓવારણાં લેવાય .લાડો તલવારની ધારને લટકતા નાળિયેર નો સ્પર્શ કરાવે ત્યારે કેમેરાને વિડિઓ વાળા ઓટલા દીવાલ પર સર્કસ ના ખેલની જેમ એક પગે ઉભા રહી આ યાદગાર વર્તમાન ક્ષણ ને ભવ્ય ભૂતકાળ બનાવવા તસ્વીર ઝીલતા હોય...સામ સામે ગીતો ગવાતા જાન ને ઉતારા દેવાય..ને જરાવાર માં ગામની મુખ્ય બજાર તો અતર સ્પ્રે ની ખુશ્બૂ થી ફોર ફોર થઈ જાય.....!!!.
ને શેરીઓનો પ્રેક્ષક સમુદાય વિખરાય.ક્યારેક એક દિવસ માં ચાર ચાર જાનો આવે ગામની સમાજવાડી ની તરીખો ખાલી ના હોય ત્યારે ખાલી પ્લોટમાં આયોજન થાય.....!!

શુ આ બધું ભૂતકાળ થઈ જશે?

કોરોના એ આ બધુંબજ છીનવી લીધું..માણસ માણસ વચ્ચે ઝેરીલું વાતાવરણ સોસીયલ ડિસ્ટન્સ ના નામે ઉભું થઈ ગયું.

લગ્ન તો લગ્ન....મોત નો મલાજો આમાં કેમ જાળવવો એ મોટો યક્ષ પ્રશ્ન બની ગયો. ઠાઠડી માં એકાદ વસ્તુ ઓછી હોય તો ગામ ના ગેઢેરા તરત દુકાને દોડાવે ને એક એક વસ્તુ પુરી કરી મરનાર ના મરણ ને સુગંધી બનાવે...!
એની જગ્યાએ બાળવા માટે જગ્યા મળે તો ઘણું... ને કાગળનું કફન મળ્યું એય ઘણું.. એમ સમજી મન મનાવવું પડે છે.

જેને એકલતાનો અનુભવ ભાગમાં નથી આવ્યો કે એકલા એટલે શુ જેને ખબર નથી એ તો આ લોકડાઉન માં જીવતે મર્યા જેવું અનુભવે.

પણ આ લોકડાઉન.. સોસીયલ ડિસ્ટન્સ ..માસ્ક..સેનેટરાઈઝ...જેવા શબ્દો એ ...ભાઈબંધ... ભેરુ...દોસ્ત...સખી..બહેનપણી..ઝેડલ જેવા શબ્દો ને જાણે ભરખી ગયો.

સમાજવાડીઓ ખાલીખમ ભાસે છે..ગામના વથાણોમાં નવી નક્કોર ગાડીયું નથી દેખાતી. ગામના વથાણ સુના ભાસે છે એ જાન વગર..ગામના નાકાઓ એમ્બ્યુલન્સની અવરજવર ના જ માત્ર જાણે સાક્ષી બની ગયા હોય...એ ઝખે છે આંબા ના તોરણ..લટકતું નાળિયેર. એમ્બ્યુલન્સ ના સાયરન નહીં ..જાનૈયાના ગીત આ પ્રવેશદ્વાર ને સાંભળવા છે..ગામની શેરીઓની ધૂળ આ વૈશાખે જાનૈયાના ઢસડાતા સાડલામાં.. સેલામાં..કુરતીમાં ચોટવા આતુર છે.
ઢોલ શરણાઈયું તેના કોરોના સંક્રમિત વગાડનારા ની જેમ જ માળિયે પડ્યા પડ્યા ઓક્સિજન જંખે છે..!

વૈશાખ ની લગ્નની મોસમ પછી જેઠ મહિનો ક્યારેક આગોતરો વરસાદ લઈને આવે ને સાથેજ અનેક ઉત્સવો ..મેળા મલાખડા નો વરસાદ કરાવે..!

હવે જાણે બધું જ ભૂતકાળ...
2020 ના લોક ડાઉન માં લાગ્યું કે આવતા વર્ષે બધું સમુ સુતરું પાર પડી જશે..પણ 2021 તો એનાથીયે ગયો ગુજર્યો સાબિત થયો..ફટટ રે મુવા ભૂંડા કોરોના....

માણસ સામાજિક પ્રાણી છે..એ ભીડ નો જીવ છે.કોઈ ને કોઈ બહાને તે ભીડ તરફ ખેંચાય છે...જો બધાજ ગુફા માં સંકોરાઈ જાય તો આ સંસારની ભીડ નું શુ થાય?
અધ્યાત્મ જગત માટે ઓશો એ આ બાબતે એક સચોટ વાત કહેલી કે " ભીડ મેં એકાંત ઓર એકાંત મેં ભીડ ખડી કરનેકી કલા શીખ લો"

પણ સંસાર આખો આ માર્ગે નથી ચાલવાનો.. ભીડ એ માણસ નું એક અભિન્ન અંગ હોય એમ લોકડાઉન માં સમજાયું...ગમે તેટલા કડક નિયમો હોય છતાં માણસ ઘર ની બહાર નીકળી ને કોક ને મળવા વગર કારણે પોહચી જાય.. આ એજ સૂચવે છે કે માણસ અદ્વૈત રહી ન શકે ..દ્વૈત એના સ્વભાવ માં છે..
લોકડાઉન એ આખરી ઉપાય નથી.. માણસ ને ઘરમાં જબરન ઘરમાં પુરવો એ ઉકેલ નથી..એટલા માટે વાતમાં તથ્ય છે કે આટલા નિયમો પડ્યા. ઘરમાં ભરાયા ..માસ્ક નું ગૂંગળામણ સ્વીકાર્યું...છતાં કોરોના એ ક્યાં પાછી પાની કરી......
જેઓ રૂપિયા ને પણ સેનેરાઈઝ કરીને પછી અડતા એને કાળમુખો કરોના ભરખી ગયો છે...
કહેવાનો આશય એ નથી કે નિયમો ના પાડવા......પણ કંઈક એવું સમજાય છે કે ઉકેલનો આખરી પડાવ આ નથી..એને સહુએ સહિયારા પ્રયત્નો થી શોધવો રહ્યો.......!!

જવાદો આ બધું

બસ હવે તો એ દિવસો ની રાહ જોઈએ કે કોરોના ભૂતકાળ બને છે કે આપણા સામાજિક પરંપરા સમાં...સામાજિક ધરોહર સમાં ઉત્સવો......!

આપણે ઇચ્છીએ કે કોરોના જ કાયમી ધોરણે ભૂતકાળ બની જાય. ..અને આપણે પાછા આપણા ભેરુઓની.. ભયબધોની ભીડમાં અલોપ થઈ જઈએ જ્યાં આ કાળમુખો કોરોના ના દોજખ સમાં સ્મરણો જ ન રહે....!!!
સી. ડી. કરમશીયાણી
****************************************
તસ્વીર:સી.ડી.કરમશીયાણી
લોકેશન :કાશી

( *આજે આ વાત એટલે અહીં મુકવી પડી કે અલઝાઇમર નો શિકાર થયેલી મારી મા એ મને પૂછ્યું મેં હમણાં ભલા જાનું કેમ નથી આવતી..કોઈ પેણતુ નથી?(પરણતું નથી?)મારુ ઘર ગામના નાકા પર જ છે એટલે લગભગ જાન જોવા મા ને શેરીમાં લઈ જવું
પણ બે વર્ષ થી આ કોઈ માહોલ ના જણાતાં મા એ આ સવાલ કર્યો.એટલે વિચાર થયો જ્યાં મારી મા ને કોરોના ની જ ખબર નથી ત્યાં એને આ પ્રસંગો ઉત્સવો ની ક્યાંક ઉણપ વર્તાય છે એના અચેતન મન માં.તો જેવો સ્વસ્થ છે એની શુ હાલત હશે..એ વિચારે આજે અહીં પોસ્ટ મૂકી
એક કથાનું સંચાલન કરવા કાશી જવાનું થયેલું.ત્યાંની ભરચક બજારની તસ્વીર મોબાઈલ થી લીધી.એ આ પોસ્ટ સાથે શેર કરી
સી.ડી.)

સી.ડી.કારમશીયાણી*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED