કવિતા ની ગાડી અચાનક કોઈજ કારણ વગર રસ્તા પર બંધ પડી ગઈ.. રાત નો સમય હતો ને ભાઈજીપુર જેવા નાના સેન્ટર માં મિકેનિક મળવો મુશ્કેલ નહીં.. પણ લગભગ અશક્ય હતો..
કવિતા એક પ્રતિષ્ઠિત બેંક માં મેનેજર હતી.. હમણાં જ હજી દોઢેક મહિના પેલા જ જામનગર થી ટ્રાન્સફર થઈ ને આવી હતી.. એ પહેલાં મુંબઇ હતી...
અહીંયા ભાડે મકાન મળી ગયું હતું પણ બ્રાન્ચ થી 8/10 કી.મી. દુર હતું...ઘરે જઈ ને.. કોઈ કામ ના હોય એટલે એ રોજ બ્રાન્ચ પર વધુ સમય રોકાતી... એ બહાને કામ થાય અને સમય પણ જાય.. આજે સવારે થી એને કઈક અજુગતું થવાના એંધાણ મળી રહ્યા હતા.. સવારે ઘર માં તીવ્ર બદબુ ફેલાઇ ગઈ હતી... તપાસ કરતા માલુમ પડ્યું ઉંદર મરેલું પડ્યું હતું પલંગ નીચે...પણ એને ક્યારેય ઘર માં ઉંદર છે એવું લાગ્યું નહતું..
કવિતા પરિણીત હતી.. પરંતુ એના પતિ વિશાલ કે એક ની એક બેટી ત્રિશલા અહી એની સાથે આવ્યા ન હતા.. કારણ વિશાલ ડૉક્ટર હતો.. અને એનું ક્લિનિક ઘણું સરસ સેટ થઈ ગયું હતું.. અને ત્રિશલા હજી 5 માં ધોરણ માં અભ્યાસ કરતી હતી...
જામનગર માં એટલું બધું ફાવી ગયું હતું કે એમને એક સરસ મજાનું ઘર પણ લઇ લીધું હતું.. આમ તો વિશાલ અને કવિતા ને મનમેળ સારો જ હતો.. પણ એક કારણ હતું મનદુઃખ નું અને એ કરણ.. કવિતા નો સ્કૂલ ફ્રેન્ડ, કૉલેજ ફ્રેન્ડ, એક માત્ર કલોઝ ફ્રેન્ડ...
એને વિશાલ ને લગ્ન પહેલા કીધું જ હતું...એના વિશે... પણ લગ્ન થયા બાદ પણ એનું ઇનવોલ્વમેન્ટ ખૂબ હતું.. દરેક બાબત માં.. કવિતા ની નાની મોટી દરેક પસંદ એને ખબર રહેતી..
બસ આજ વાત વિશાલ ને ખટકતી.. અને હવે તો કવિતા પણ આ વાત થી સહમત હતી. લગભગ કરણ જોડે એમને સંબંધ તોડવાના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા હતા.. અને કવિતા ની આ ટ્રાન્સફર પણ એનો જ એક ભાગ હતો.. કરણ ની હજી હમણાં જ સગાઈ થઈ હતી.. કાજલ નામની એક સુંદર અને સુશીલ પરંતુ મોર્ડન વિચારધારા વાળી છોકરી સાથે...
કરણ ને અચાનક કવિતા નું આવું વર્તન ખટક્યું તો હતું પણ એ કઈ કરી શકે એમ પણ ન હતો..કવિતાએ તો એને મો પર ના પાડી હતી કે હવે એની સાથે કોઈ પણ પ્રકાર નો રિલેશન રાખવા માંગતી નથી.. એટલે હવે ફોન, મેસેજ, ઇમેઇલ, વૉટસપ્પ, ફેસબૂક.. કોઈ પણ પ્રકારે સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરે...
કરણ સતત અપસેટ રહેતો હતો...કાજલ થી એની આવી હાલત જોવાતી નહોતી.. પણ શુ કરે એ સૂઝતું નહોતું.. કાજલે મનોમન આ વાત નો ફેંસલો લાવાનું નક્કી કરી નાખ્યું...
અને એક દિવસ એ એકલી જ વિશાલ ની ક્લિનિક પર પહોંચી ગઈ..પણ એનો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો... વિશાલે એને કોઈ જ પ્રતિભાવ આપ્યા વગર પછી આ બાબતે વાત કરીશુ કહી...ને એને ત્યાંથી રવાના કરી...
કવિતા હજી મૂંઝવણ માં હતી કે શુ કરવું... એ એના ગાડી ના ડેશ બોર્ડ પર લગાડેલા માતાજી ના ફોટા સામે જોઈ રહી હતી...ને મન માં વિચારી રહી હતી..કે ગાડી તો હમણાં જ સર્વિસ કરાવી છે તો કેમ આવું થયું હશે.. કોઈ દેખાય તો મદદ માંગવાનું વિચારી ને ગાડી માંથી બહાર આવી... આમતો એની ગાડી કાઈ બહુ જૂની નહોતી... અને સવાર સુધી સરસ ચાલતી હતી..અચાનક કેમ આવું થયું કાઈ ખબર ના પડી...
એટલા માં એક સાઇકલ સવાર ત્યાંથી નીકળ્યો...
કવિતા એ એને ઉભો રાખી મદદ માંગી.. સાઇકલ સવાર ભલો માણસ હશે તે ધક્કો મારી ગાડી સાઈડ માં કરી આપી.. પછી.. એને કહ્યું હું અહીંયા ઉભો છુ જ્યાં સુધી બીજી કોઈ વ્યવસ્થા ના થાય.. કવિતા એ કિધુ આટલી ઘણી મદદ કરી.. હું ચાલતી મેઈન હાઈવે સુધી જતી રહીશ..ત્યાં થી કોઈક સાધન મલી જ જશે... એને ઘડિયાળ પર નજર કરી.. 9:45 થવા આયા હતા.. ત્યાંજ સાઇકલ વાળા કાકા બોલ્યા બોન હાલો તમનું મુ જ્યાં જવું હોય ત્યાં મુચી જવ..આ કોઈ હારી જગા નહીં બોન..અવાવરું રસ્તો સે.. હાલો મુ ભેગો આવું સુ..
બંને જણ ચાલવા લાગ્યા હાઈવે તરફ..કવિતા પાસે બીજો કોઈ ઓપ્શન નહતો..ને કાકો ભલો માણસ લાગતો હતો..
ચાલતા ચાલતા કાકા એ પૂછ્યું બોન તમારે એક બેબી સને...
કવિતા સ્તબ્ધ થઈ ગઈ... એને પૂછ્યું તમને કોને કીધું...
મારી મેલડી એ.. અન એ ય કીધું ક તારી મોટર એની મેળે બંધ નહિ થઈ...કોકે કરી સ...
પણ તું ઝપજે...મુ ભેળો સુ ન તારી...
સેટ તારા ઘર કને મેલી જયે તન...બોન..
કવિતા તો આ બધું સાંભળી ને આશ્ચર્ય મિશ્રિત લાગણી સાથે હસી પડી... કારણ કે ભણેલી ગણેલી બેંક મેનેજર થોડી એમ માને...
કવિતા એ નજર કરી જોઈ લીધું... કાકા ની ઉંમર અંદાજે 50 આસપાસ હશે... તળપદી ભાષા પરથી લોકલ હોવો જોઈએ... એવું લાગ્યું..ગળા માં કેટકેટલા તાવીજ ને દોરા ને માળા ઓ લટકતી હતી.. હાથ ઉપર કેટલાય દોરા અલગ અલગ કલર ના બાંધેલા હતા... ઓવર ઓલ પેન્ટ શર્ટ ના પહેર્યા હોત તો કોઈ બાવો જ સમજી લે...
કવિતા ને કઈ ખાસ ગભરાવા જેવું ના લાગ્યું... અને એમ પણ કોઈ જોડે હોય તો... ઘર સુધી તો સારું...એવું એના મન માં પણ હતું જ... હજુ થોડું માંડ ચાલ્યા હશે ત્યાં તો... કાકા ફરી બોલ્યા તે હે બોન દાગતર સાહેબ ચમ નહીં આયા..
હવે કવિતા ને ફાળ પડી...આને કેવી રીતે ખબર વિશાલ વિશે...કઈ બોલે એ પેલા ફરી કાકા બોલ્યા.. તે તું અહીં આયી તે..કોઈ ને નારાજ કરી ન આયી સુ...કવિતા નું મગજ ચકરાવા માંડયુ
એને કાકા ને પૂછ્યું કોણ છો તમે.. આ બધું તમને કેવી રીતે ખબર.. સાચું બોલો... કાકા..
કાકા એ ટૂંક માં પતાવ્યું ભુવો સુ.., મેલડી નો... મુ..મસાણે જ્યો તો... પાસો જતો તો ને બુન મેં તન ભાળી...
કવિતા એકદમ ચૂપ જ થઈ ગઈ...ચૂપચાપ ચાલવા લાગી...થોડો રસ્તો આમ બંને જણ ચૂપચાપ ચાલ્યા હશે ને વળી કાકા બોલ્યા તે હે બુન પેલી છોડી સ તારી... એ તારા માણહ (પતિ) ને નહીં ગમતી ?
કવિતા બોલી... કાકા આ બધી લપ ના કરો...તમારે શુ લેવા દેવા આ બધા થી... તમે જાવ હવે મારે તમારી મદદ નથી જોઈતી...
કવિતા હવે ફાસ્ટ ચાલવા લાગી...ને કાકા એ પણ એને હાઇવે આઈ ગયો હતો એટલે જય માં ડી.. કહી આશીર્વાદ મુદ્રા માં એક હાથ ઊંચો કરી છુટા પાડવાનો ઈશારો કર્યો...
કવિતા જેમતેમ કરી ઘરે તો પહોંચી ગઈ...પણ આખી રાત સુઈ ના શકી...કારણકે આજે એની જિંદગી નું સૌથી મોટું રહસ્ય જે કોઈ નથી જાણતું.. એનો ઉલ્લેખ આ કાકા એ કર્યો...કાકા થી દુર રહેવા માં સમજદારી છે...એવું એને લાગ્યું... જ્યાં ત્યાં એની રાત વીતી સવારે એ બેંક પર તો મકાનમાલિક ના પત્ની ની જોડે એકટીવા પર પહોચી ગઈ... રસ્તા માં નજર કરી લીધી...ગાડી તો ઠીક ઠાક છે ને... એમ...
બેંક પર પહોંચી...નરેશ ને એને કેબિન માં બોલાવ્યો...નરેશ ત્યાં પટાવાળો હતો...
કવિતા એ એને સૂચના આપી કે કોઈ સારા ગેરેજ વાળા ને લઇ જઇને ગાડી ચાલુ કરાવી બેંક પર લઇ આવે...
કવિતા રૂટિન કામ માં લાગી ગઈ.. થોડી વાર થઈ ને નરેશ આયો... આઈ ને ચાવી કવિતા ના હાથ માં આપી.. કવિતા એ પૂછ્યું કેટલા પૈસા થયા.. નરેશે કીધું 10 રૂપિયા...
કવિતા બોલી હે શું કીધું ?
નરેશ બોલ્યો મેડમ 10 રૂપિયા થયા 2 અડધી ચાના...બસ...
કેમ કઈ ખબર ના પડી કવિતા કીધું...
નરેશ બોલ્યો મેડમ ગાડી તો ચાલુ જ હતી...અમે જઈ ને ચાલુ કરી તો 1 જ સેલ માં ચાલુ થઈ ગઈ... એમ છતાં મિકેનિક એ બધું ચેક કર્યું...કોઈ પ્રોબ્લેમ નથી ગાડી માં...એટલે એને ચા પીવડાઈ ને રવાના કર્યો...કવિતા ફરી મૂંઝાઈ ગઈ...પણ ખૂબ કામ પેન્ડિંગ પડ્યું હતું..એટલે એ ફરી કામ માં લાગી ગઈ... એ રોજ સાંજે બ્રાન્ચ પર જ કંઈક મંગાઈ ને ખાઇ લેતી.. એને ઘરે જઈને એકલા માટે બનવાનો બઉ કંટાળો આવતો..
બપોર નું જમવાનું એનું થોડે દુર એક ભોજનશાળા હતી ત્યાંથી ટિફિન આવી જતું...એટલે બઉ કડાકૂટ માં એ પડતી નહીં.. અને ઘણો સમય પણ મળી જતો...
બપોરે લંચ ટાઈમ માં એ અચૂક ત્રિશલા અને વિશાલ જોડે વાત કરતી...
પણ આજે નહોતી કરી...એટલે એને થયું લાવ થોડી ફ્રી છું તો અત્યારે વાત કરી લઉ..એને ઘર નો નંબર ડાયલ કર્યો... ત્રિશલા એ ફોન ઉપાડ્યો પણ સરખી વાત ના કરી... અને ફોન મૂકી દીધો...કવિતા ને લાગ્યું કંઈક રમતી હશે એટલે ઉતાવળ માં ફોન મૂકી દીધો...
પછી એને વિશાલ ને ફોન જોડ્યો...ફોન ત્રિશલા એ ઉપાડ્યો... કવિતા ને નવાઈ લાગી... એને પૂછયુ ત્રિશલા ને કેમ ડેડુ ક્લિનિક પર નથી ગયા... ત્રિશલા એ કીધું ના ડેડુ અને હું તો ક્લિનિક પર જ છીએ મમ્મા... ડેડુ એક પેશન્ટ જોડે બીઝી છે...એટલે મેં ફોન ઉપાડ્યો... પછી થોડી આડી અવળી વાત કરી એને કીધું ડેડુ ફ્રી થાય એટલે ફોન કરાવજે...
બાય બેટુ, ટેક કેર...લવ યુ... મિસ યુ... કહી ફોન મુક્યો...
કવિતા ને તમ્મર આઈ ગયા... ત્રિશલા એક સાથે બે જગ્યા એ કેવી રીતે હોઈ શકે.. ? એને ફરી ઘર નો નંબર ડાયલ કર્યો પણ આ વખતે ફોન ઉપડ્યો નઈ...
આ બધું શુ ચાલે છે...એને કઇ ખબર નહોતી પડતી...એને નરેશ ને બુમ પાડી...નરેશ ચા પીવડાય...નરેશ 5/7 મિનિટ માં ચા સાથે હાજર થઈ ગયો... કવિતા લમણે હાથ રાખી બેઠી હતી..
નરેશે કુતૂહલતાવશ પૂછી લીધું... મેડમ શુ થયું...તબિયત સારી નથી...? કોઈ દવા લાવી આપું?
હજી તો 6:45 જ થઈ હતી... આમતો રોજ નરેશ અને કવિતા સૌથી છેલ્લે જતા... 2 ચોકીદાર પણ મેડમ નું ખાસ ધ્યાન રાખતા... નરેશ કોઈ જવાબ ન મળતા કેબિન ની બહાર નીકળી ગયો...કવિતા કોઈ ની જોડે કશું શેયર નહોતી કરવા માંગતી... હવે એ કાગડોળે વિશાલ ના ફોન ની રાહ જોવા લાગી...
લગભગ 7:25 આસપાસ વિશાલ નો ફોન આવ્યો..
કવિતા એ એકદમ નોર્મલ રીતે જ વાત કરી...વાત વાત માં વિશાલ ને પૂછ્યું ત્રિશલા શું કરે છે?
વિશાલે કીધું એ તો બા દાદા સાથે ગાર્ડન માં ગઈ હશે...
ગઈ હશે એટલે ? કવિતા એ પૂછ્યું..
હા મને ક્યાંથી ખબર હોય...હું તો ક્લિનિક પર છુ...
અને એ લોકો તો 5 વાગ્યા થી નીકળી ગયા હતા...
હું હમણાં જસ્ટ 6:30 એ જ ઘરે થીઆવ્યો...3/4 પેશન્ટ હતા એમને જોઈ ને તને કોલ કર્યો... આજે આખો દિવસ વાત નહોતી થઈ એટલે થયું લાવ તારી સાથે વાત કરી લઉં..
કવિતા એ 2/3 મિનિટ આડી અવળી વાતો કરી..ફોન મુક્યો...હવે એને ખરેખર ચક્કર આવા લાગ્યા...એના થી ગભરામણ માં ચીસ પડાઈ ગઈ..
બન્ને ચોકીદાર ને નરેશ દોડતા કેબીન માં આઈ ગયા...
કવિતા ની હાલત ખરેખર ખરાબ હતી..નરેશે તરત ડૉક્ટર ને બોલાવી લીધા... બાજુ માં જ કોમ્પ્લેક્સ માં નીચે એક ડૉક્ટર નું ક્લિનિક હતું...ડૉક્ટર તરત આવ્યા ને કવિતા ને તપાસવા લાગ્યા... એમને કાઈ ખાસ તકલીફ જેવું લાગ્યું નહી... પણ આંખો થોડી ભારે લાગતી હતી...એટલે એમને વાયરલ ઇન્ફેકશન હોઈ શકે એવું અનુમાન લગાવ્યું...અને કવિતા કામ ના ભારણ થી થાકેલી હોઈ શકે એટલે વિકનેસ જેવું લાગતું હતું... એવું ડૉક્ટરે અનુમાન લગાવ્યું...
એમને કાગળ પર દવાઓ લખી ને નરેશ ને પકડાઈ દીધું... અને નીકળી ગયા... એમને કવિતા ને તપાસવા ના પૈસા પણ ના લીધા.. કારણકે એમનું આજ બેંક માં ખાતું હતું...ક્યારેક કઈક કામ કઢાવુ હોય તો હાથ અધ્ધર રહે એવું મન માં વિચારી...ચાલતી પકડી...નરેશ જઇ ને દવા લઈ આવ્યો...એને ડૉક્ટર ના સમજાવ્યા મુજબ દવા કવિતા ને આપી... એને લીધી, પણ જાણતી હતી કે આ દવા કોઈ કામ ની નથી...
લગભગ 8 વાગ્યા આસપાસ એને થોડું રિલેક્સ ફિલ થયું... એટલે એને ઘરે જવાનું વિચાર્યું...
એને નરેશ ને ગાડી માં ઘરે મૂકી જવાનું કહ્યું... અને પછી ગાડી લઈ ને ઘરે જતો રહેજે..અને સવારે લેવા આવી જજે...એવી સૂચના આપી દીધી...
એ લોકો ગાડી લઈ ને નીકળ્યા... ગઈ કાલે જે જગ્યા એ ગાડી બંધ થઈ હતી એ જગ્યા એ થી પસાર થતા હતા...ત્યાં એજ ગઈ કાલ વાળા કાકા નજરે ચડ્યા.. એને નરેશને ગાડી ઉભી રાખવાનું કહ્યું...એ બહાર નીકળી, કાકાની તરફ હાથ ઊંચો કર્યો..જય માડી કાકા...કાકા એ એને દૂર થી જ જોઈ લીધી હતી..એ ગાડી દૂર થી ઓળખી ગયા હતા...એટલે સાઇકલ ધીમી કરી લીધી હતી..એ કવિતા ની પાસે આવી ને ઉભા રહ્યા.. જય માડી બુન... કેમ થયું...કવિતા એ કીધું...કાકા ગઈ કાલે તમે મારી મદદ કરી એ માટે તમારો આભાર... કાકા બોલ્યા બુન જે મન માં હોય તો પુસી લે...મારી મેલડી તો હંધુય જાણે સે...
કવિતા એ નરેશ સામે નજર કરી.. એનું ધ્યાન આ તરફ જ હતું...એટલે એને કઈ પૂછવાનું ટાળ્યું...ને કાકા ને કઈ નઇ એતો ખાલી તમને થેન્ક યુ કેવું હતું બસ.. અને જય માડી કહી એ ગાડી માં બેસી ગઈ...
એને નરેશ ને ગાડી ચાલવા નો ઈશારો કર્યો...નરેશે...ગાડી દોડાવી...ને થોડી વાર માં તો કવિતા નું ઘર આવી ગયું...ઘરે જઈ ને એને ફ્રેશ થઈ ને પલંગ પર લંબાવ્યું...એના મન માં થી આ વાત ખસતી નહોતી...કે ત્રિશલા એક સાથે 3 જગ્યા એ કેવી રીતે હોઈ શકે... ?? એનું મગજ ચકરાવે ચઢી ગયું હતું..પેલા કાકા મારુ રહસ્ય કેવી રીતે જાણે છે...?? ગાડી કેમ બંધ થઈ ગઈ હશે ??
આ બધા સવાલો ના જવાબ એને જોઈતા હતા..
એ વિચારતા વિચારતા ક્યારે સુઈ ગઈ એને ખબર જ ન રહી... ડૉક્ટર ની આપેલી દવા માના ઘેન ની અસર હતી...
સવારે 6 વાગ્યા નો એલાર્મ રણકી ઉઠ્યો...
એના થી માંડ માંડ 6:30 એ ઉઠાયુ..
એને આજે પણ કઈક મારી ગયું હોય એવી તીવ્ર વાસ ની અનુભૂતિ થઇ...
એને પલંગમાં થી ઉઠી સોફા નીચે નજર કરી...એજ જગ્યાએ એજ આકાર નો ઉંદર એવી જ હાલત માં મરેલો પડ્યો હતો...એને નવાઈ લાગી...બધા બારી દરવાજા બંધ હોવા છતાં... આ ઉંદર આવ્યું ક્યાંથી...?
કવિતા નો તો નવાઈ નો પાર નહોતો... આવું કઈ રીતે થઈ શકે...
ગઈ કાલે જે જગ્યા એ ઉંદર મરેલું પડ્યું હતું... એ જ જગ્યા એ એવીજ હાલત માં ફરી બીજું ઉંદર કરી રીતે મરી શકે...??
એને જેમતેમ કરી ઉંદર ને ઉઠાઈ ને ઘર થી દુર ઝાડી ઓ માં ફેંક્યું...
બહું જ ગંદી વાસ આવતી હતી એટલે બધા બારી બારણા ખોલી ને એ નહાવા ગઈ...પરવારી ને એને સૌથી પહેલા અગરબત્તી કરી ઘણી બધી...અને ઘર ના બધા ખૂણાં માં એક એક મૂકી દીધી...જેથી બદબૂ દૂર થાય...
હવે એ રસોડા તરફ વળી...ફ્રિજમાંથી દૂધ કાઢી ને ચા મૂકી... ચા નાસ્તો કરી ને ઘડિયાળ તરફ નજર કરી તો 8 વાગવા ની તૈયારી જ હતી...
એ ફટાફટ તૈયાર થઈ...ઓફિસ જવા નીકળી...
રસ્તા માં જ્યાં ગાડી બંધ પડી હતી એ જગ્યા એ આવી ને પાછા મગજ માં વિચારો શરુ થઇ ગયા...એના મન માં હવે ફફડાટ હતો...આજનો દિવસ કેવો જશે...??
બેંક પર પહોંચતા એને 9:20 જેવું થઈ ગયું..હજી તો સ્ટાફ માં કોઈ આવ્યું નહોતું..એને એની કેબીન નો દરવાજો ખોલ્યો... નરેશ અંદર સાફસફાઈ કરી રહ્યો હતો...
એને કવિતા ના હાથ માં કવર મૂક્યું..મેડમ આ ટેબલ નીચે થી મળ્યું...કઈક કામનું હશે...
કવિતા એ કવર ખોલ્યું..જોયું તો અંદર કાળો,લાલ,પીળો એવો દોરો હતો...અને એક નાનું તાવીજ જેવું હતું...
કવિતા એ નરેશ ને કીધુ..આ મારું નથી...
ઓકે કહી નરેશે કવર ડસ્ટબીન માં નાખી દીધું...
સાફસફાઈ કરી નરેશ એની અને મેડમ ની ચા લઈ આવ્યો..
મેડમ કેમ કઇ ચિંતા માં લાગો છો... કાલ નું હજી તમને સારું નથી લાગતું...દવા લીધી કે ભૂલી ગયા છો...
કવિતા ખરેખર ભૂલી જ ગઈ હતી..પણ નરેશ ને કહી દીધું કે એ દવા લઈ ને આવી છે...
એને અચાનક યાદ આવ્યું ત્રિશલા સ્કૂલ જતી રહી હશે...ઘરે મમ્મી (સાસુ) જોડે વાત કરી લઉં...
એને ઘરે ફોન જોડ્યો...ફોન સાસુ એજ ઉપાડ્યો...
જય શ્રી કૃષ્ણ કહી વાત શરૂ કરી..પપ્પા અને વિશાલ વિશે પૂછી... એને ત્રિશલા ની વાત કાઢી...
સાસુ થી બોલાઈ જવાયું...ત્રિશલા તને બહુ યાદ કરે છે... કાલે ગાર્ડન માં આવનું કીધું તો પણ ના પાડી...એકલી ઘરે રહી બોલ...બેઠા બેઠા એકીટશે ટીવી જોયા કરે છે...એક ની એક જગ્યાએ બેસી રહેશે...ખાવા પીવાનું ભણવાનું બધું અચાનક એનું બદલાઈ ગયું છે...સ્કૂલ ની બેગ ને અડતી નથી...
લેસન કરવાનું કહીયે તો કહે એ તો થઈ જશે..
વિશાલ પણ બહુ પ્રયત્ન કરે એને કલીનીક પર લઈ જવાનો તો ત્યાં પણ નથી જતી...
કવિતા એ પોતે શનિવારે ઘરે આવશે એવું કહી ફોન પતાવ્યો...
હવે એક વાત નક્કી થઈ ગઈ કે જે ફોન સૌથી પહેલા કર્યો ઘરે એજ ત્રિશલા હતી.. ત્રિશલા તો બા દાદા જોડે બગીચા માં ગઈ નહોતી... તો વિશાલે કેમ એવું કીધું કે એ લોકો 5 વાગ્યા ના નીકળી ગયા છે..અને વિશાલ નો ફોન જેને ઉપાડ્યો એ કોણ હતું..? એટલે હવે આ શુ ચાલી રહ્યુ છે...એ કવિતા ને થોડુ થોડુ સમજ માં આવા લાગ્યું...
વિશાલ ચોક્કસ જુઠું બોલતો હોવો જોઈએ...
પણ ત્રિશલા વિશાલ નો ફોન કઈ રીતે ઉપાડી શકે જો એ ક્લિનિક પર ગઈ જ નહોતી તો...અને વિશાલ શુ કામ જુઠું બોલે...
એટલા માં ફોન ની રિંગ વાગી...કોઈ ક્લાઈન્ટ કવિતા ને મળવા માંગતા હતા...એટલે કવિતા એ આ બધા વિચારો ને અટકાવી.. કામ માં ધ્યાન પરોવ્યું...કામ માં ને કામ માં બપોર પડી ગઈ..જમવાનો ટાઈમ થવા આવ્યો..એનું ટિફિન પણ આવી જ ગયું હતું... રોજ ની જેમ જમતા જમતા એને ત્રિશલા ને ફોન જોડ્યો.. ફોન ત્રિશલા એજ ઉપાડ્યો..રોજ પ્રમાણે..હાઇ હેલ્લો કરી કવિતા એ ત્રિશલા ને સ્કૂલ અને ભણવાના વિશે પૂછ્યું..ત્રિશલા એ બધી વિગતે વાત કરી...કવિતા ને કઈ અજુગતું ના લાગ્યું...નહી તો એક માં ને એના બાળક ની જોડે ની વાતચીત પરથી ખબર પડી જ જાય કે બાળક ખોટું બોલે છે...એને ફોન પતાવ્યો...
વિશાલ ને જોડ્યો...
વિશાલ અત્યારે ક્લિનિક પર જ હોય...એ 2:45 વાગે ઘરે આવતો..અને સાંજે..6/6:30 આસપાસ પાછો ક્લિનિક પર આવતો..
વિશાલે ફોન ઉપાડ્યો...રૂટિન પ્રમાણે બધી વાતો થઈ..ત્રિશલા વિશે પૂછ્યું તો વિશાલ બોલ્યો... એની તબિયત સારી નથી લાગતી.. હું એને ઘરે જઈ ને જોઈ લઉ છુ.. મમ્મી કહેતી હતી...સ્કૂલ થી આઈ છે ત્યારની.. સુનમુન છે...કવિતા એ વિશાલ ને કીધું નહોતું કે એને હજી હમણાં 5 મિનિટ પેહલા જ ત્રિશલા જોડે વાત કરી...એને વિશાલ જોડે બીજ કોઈ નવા જૂની સમાચાર હોય તો પુછયુ...
વિશાલે કાજલ આવી હતી એમ જણાવ્યું...
પછી થોડી વાતો કરી...કવિતા એ ફોન મુકયો..
કાજલ કેમ આવી હશે એ એને ખબર જ હતી...
કાજલ ની વાત પર થી તરત એને કરણ યાદ આવ્યો...
ગમે તેમ તોય એ લોકો ની મિત્રતા 25 વરસ જૂની..
લગભગ..1 ધોરણ થી કોલેજ સુધી ની... અને એ પછી પણ કવિતા ના લગ્ન લેવાય ગયા ત્યાં સુધી...
કરણ એનું બહું ધ્યાન રાખતો... એની દરેક ટેવ, પસંદ-નાપસંદ, સારી ખરાબ આદતો, બધુજ..
કરણ માટે તો કવિતા જ એની દિનચર્યા હતી...
કરણ ના પિતા ખાસ્સા પૈસા વાળા પણ હતા ને સમાજ માં નામ પણ સારું...
બસ થોડા અભિમાની ખરા...
અત્યારે તો કવિતા જમવાનું પતાવી...પાછી સ્ટાફ જોડે થોડા ગપ્પા મારી કેબીન માં ગોઠવાઈ ગઈ...
લન્ચ ટાઇમ પૂરો થઈ ગયો હતો...હવે...થોડી થોડી ગ્રાહકો ની અવરજવર હતી...ગામડામાં બેન્કોમાં એટલી બધી અવરજવર આમ પણ ના હોય...
કવિતા ફરી વિચારે ચડી...
ત્રિશલા ને શુ થઈ રહ્યું છે... મારી જોડે આ બધું શુ થાય છે...એવું બધું...ત્યાં એની નજર..ટેબલ પર પડેલા કવર પર પડી... એને ખોલી ને જોયું...એ જ સવાર વાળું કવર..હતું...એને બેલ વગાડી નરેશને બોલાયો...આ કવર અહીંયા કેમ છે હજી...મારુ નથી તને કીધું તું ને...
નરેશ બોલ્યો... મેડમ મે તો ડસ્ટબીન માં નાખી દીધું હતું...મને નથી ખબર અહીં કોને મૂક્યું...
કવિતા નવાઈ માં પડી ગઈ...
આ વખતે એને કવર ઉપાડી ડસ્ટબીન માં નાખી દીધું...
સાંજ પડી ગઇ હતી... બેન્કિંગ નો સમય પણ પતિ ગયો હતો...
ધીરે ધીરે બધો સ્ટાફ ઘરે જવા લાગ્યો... નરેશ ને કવિતા રહી ગયા છેલ્લે...કવિતા એ એના અને નરેશ માટે ચા મંગાવી..અને પોતાના માટે કંઈક નાસ્તો...
એને ત્રિશલા ને ફોન જોડ્યો...ફોન સાસુ એ ઉપાડ્યો...સાસુ એ કીધુ એતો એના દાદા જોડે...બહાર રમે છે...ત્રિશલા ને કેવું છે હવે...એ વિશે પૂછતાં સાસુ બોલ્યા...આજે ખબર નહિ પણ એ જાણે એના અસલ મિજાજ માં છે... તો આજે તો મને એમ થયું...કે મારી રિયલ ત્રિશલા આ જ છે..તો આટલા દિવસ થી પેલી બદલાયેલી ત્રિશલા મારી હતી જ નઇ... મારુ મન માનતું નહોતુ કે મારી ત્રિશલા અચાનક આટલી બદલાઈ કેમ ગઈ...અને આજે તો મને એટલું સારું લાગે છે કે ના મારી અસલ ત્રિશલા પાછી આઈ ગઈ...કવિતા એ એમને થોડી બીજી વાત કરી...ને ફોન મુક્યો...
હવે વિશાલ ને જોડ્યો...
વિશાલ રોજ મુજબ પેશન્ટ માં બીઝી હતો...
ચા નાસ્તો પતાવી... થોડું કામકાજ આટોપી એને એમ થયું આજે થોડી વહેલી ઘરે જઉં..
એ 8 વાગતા તો નીકળી ગઈ..નરેશ ને પણ રાહત મળી...રોજ કવિતા ના લીધે...એને પણ 9/9:30 સુધી બેસી રહેવું પડતું...
કવિતા ગાડી લઈ ને નીકળી... રોજ મુજબ જ્યાં ગાડી બંધ પડી હતી ત્યાં સહેજ ગાડી ધીમી કરી.. એને સતત એવું લાગતું કે અહીંયા કઈક છે જે મારી સાથે કોઈક રીતે જોડાયેલું છે...બસ આ વિચાર માં જ હતી ને ત્યાં સામે થી પેલા ભુવા કાકા સાઇકલ પર આવતા દેખાયા... હવે આને યોગાનુયોગ સમજવો કે બીજું કઈક...કવિતા કઇ નક્કી કરે એટલી વાર માં તો...કાકા સાવ જોડે આઈ ને ઉભા રહ્યા...
જય માડી બુન.. કવિતા ગાડી માંથી બહાર આવી કાકા સામે ઉભી રહી ગયી...જય માડી કાકા..તમે અહીંયા... અત્યારે..કઈ બોલે એ પહેલાં કાકા એ કીધું..મારો તો રોજ નો ટેમ સે.. કવિતાને એમ થયું પૂછી જ લઉ આજે કાકા ને..કે એ મારા વિશે શુ શુ જાણે છે...એ કઈ પૂછે એ પેલા જ કાકા એ કહી દીધું...બુન તમાર જેવા ભણેલા ગણેલા લોકો અમાર જેવા માણહ નો ભરોહો નો કરે જલ્દી...પણ બુન માતાજી ન તો માન હ ને..
હા કાકા...કવિતા બોલી..
તો તું હેડ માર ભેળી..કાકા એ કીધું...
ક્યાં...જવાનું છે...કાકા ?.
માર માતા ધુણે..ઇ... આ રોડ પૂરો થાય ઇ પાહે..ઇન મંદીર સે...
થોડું અંતર જ હતું...એને થયુ ચાલવું જ સારું રહેશે..કાકા આમ તો અજાણ્યા છે..ગાડી માં બેસાડવા યોગ્ય નઇ...
એ બન્ને જણ ચાલવા લાગ્યા...રોડ થી અંદર..એક નાની કેડી જેવું હતું...એના પર લગભગ...5/7 મિનિટ ચાલ્યા હશે ત્યાં એક નાનું દેરી જેવું મંદીર આવ્યું...
કાકા ચપ્પલ ઉતારી..માથે ખેસ નાખી ને બેઠા..ને કવિતા ને પણ એવું જ કરવા નો ઈશારો કર્યો...
કવિતા આમતો પ્રથા જાણતી હતી...એને 11 રૂપિયા મૂકી માતાજી ને વધાવ્યા...કાકા ધૂણવા લાગ્યા.. શરૂઆત માં થોડું અટપટું લોક સાહિત્ય ને દોહા ને એવું બધું બોલી ને શાંત થયા..
પછી કવિતા ને પૂછયુ...બોલ છોડી...
તારા ઘર માં 5 માણહ સે...??
હા
તારા ઘર માં પીળો કલર સે..??
હા.
તારો માણહ દાગતર સે...??
હા..
તારું લગન કરવામાં તારી મા ને તાર બાપ રાજી નતા..ઈ ને તારું બીજે નક્કી કર્યું તું...ને તી જાતે કર્યું...બોલ હાચુ?? કે ખોટું...
સાચું કાકા..
આ સોડી એ તાર માણસ ની નહીં...હાચુ ?
સાચું ?
તાર માણહ ને આ વાત ની ખબર નહિ..એવું તને લાગસ...પણ ઇ બધું જાણી ચુક્યો સ...
કોઈ બીજી સોડી ઈને બધું મદદ કરસ આ કામ માં..
તારું મેલું કરેલું સે...છોડી...
પેલા દોરા.. પેરિલે સોડી...
ક્યાં દોરા કાકા... એ જે તન સવાર મલ્યા તા ઇ...
તું ય પેર ને તારી સોડી ને ય પેરાય... નહીતો...
તન મેલસે સે નહિ...જીવ લેશે તારો ન તારી સોડી નો...
તને 2 જનાવર મલ્યા મરેલા??
કવિતા વિચાર માં પડી...2 જનાવર તો કોઈ નઇ મળ્યા...કાકા સુ બોલે છે...કઈ સમજાતું નથી..
પછી એને અચાનક યાદ આવ્યું...
હા કાકા ઉંદર મરેલા મળ્યા..2 દિવસ રોજ સવારે..એક જ જગ્યા એ...એક સરખી હાલત માં...જાણે કોઈ એ એમનું શરીર ચીરી નાખ્યું હોય...
સાંભલ સોડી...ઇ તન મારવા આયેલી...પણ તું બચી ગઈ... તાર માં સે ને..હજાર હાથ વાળી...જગત જનની..જગદંબા.. ઇનો હાથ સે તારી પર...પણ તારી સોડી...એ કમનસીબ સે...ઈને બચાવી હોય તો... તારે..પેલો દોરો..એને બાંધવો પડશે...
પણ કાકા એતો મેં ફેંકી દીધા કચરા માં..
કાકા અટ્ટ હાસ્ય વેર્યું...
તન સુ લાગ સ...મુ એમનેમ અહીં બેઠી સુ...
તારું..પાકીટ ખોલ...
હમણાં 11 રૂપિયા લેવા કવિતા એ પાકીટ ખોલ્યું ત્યારે અંદર એ સફેદ કવર નહોતું....
હવે કાકા એ જેવું કીધું..ને એને જોયું તો કવર ત્યાં થી મળ્યું...એમને એમ...
કવિતા કાકા ના પગ માં પડી ગઈ...
કગરી..પડી...હે માં મારી ત્રિશલા ને બચાઈ લે..એ નિર્દોષ છે...આમાં એનો શુ વાંક...ભૂલ તો મારા થી થઈ હતી...એની સજા મારી ફૂલ જેવી છોકરી ને કેમ...
કાકા મારી ત્રિશલા ને બચાઇ લો...
કાકા...પ્લીઝ...કાકા પ્લીઝ...તમે કહેશો એ કરીશ... તમે કહશો એટલા રૂપિયા આપીશ... પ્લીઝ કાકા પ્લીઝ..મારી ત્રિશલા ને બચાઈ લો...
સોડી...તું કાલ સવાર સુધી માં આ દોરો તાર સોડી ને બાંધી દે..બાકી મુ મેલડી...બેઠી સુ...જા... મારો દોરો સે..ત્યાં હુધી...હું તાર ભેગી...સુ..
કવિતા હાફળી ફાફળી... થઈ ગઈ હતું...એનું બ્લડ પ્રેશર હાઇ લો થતું હતું...
કાકા પરીસ્થિતિ જાણી ગયા હતા..એમને કવિતા ને માતાજીની મૂર્તિ ને ધરાવેલું પતાસું ખાવા આપ્યું...
કવિતા...ખાઈ ગઈ... એ અચાનક...જાણે કઈ થયું જ નથી..એવી સ્વસ્થ થઈ ગઈ...
ઉભી થઇ.
કાકાને અને માં ને પગે લાગી...એ ચાલવા લાગી...
એ જાણે યંત્રવત બની ગઈ...
ગાડી પાસે ગઈ...
નરેશ ને કોલ જોડ્યો...નરેશ..અત્યારે અડધો કલાક માં મારા ઘરે આવ...આપણે... જામનગર જવાનું છે..સવાર પડતા પાછા આવીસુ...તું ઘરે કઇ ને આવજે...
કવિતા ગાડી ચાલુ કરી...ઘર તરફ નીકળી...
કવિતા...બસ હવે જલ્દી થી જલ્દી ત્રિશલા જોડે પહોંચવા માંગતી હતી...એણે નરેશ ને બોલાવી તો લીધો...પણ આમ અડધી રાત્રે 2/3 વાગે ઘરે અચાનક કેમ આવી એવું વિશાલ પૂછશે તો શુ જવાબ આપશે..?? એ હજી એના મગજ માં ચાલતું હતું...
એ હજી બહાનું વિચારતી હતી...ત્યાંતો ઘર આવી ગયું...
નરેશ હજી આવ્યો નહોતો...ખરી મૂંઝવણ હતી...
ત્રિશલા જોડે કઈક અજુગતું થાય એ પહેલાં કવિતા નું પહોંચવું જરૂરી હતું..
અને એ પણ આ આખી ગેમ નો માસ્ટરમાઈન્ડ વિશાલ છે એ કવિતા જાણી ગઈ હોવા છતાં એને ગંધ ના આવે એ રીતે... કામ કરવાનું છે..
બીજી કોઈ છોકરી વિશાલ ને મદદ કરી રહી છે એવું કાકા વાતવાતમાં બોલ્યા હતા...એ કોણ હશે...
વિશાલ એ કીધું હતું કાજલ આવી હતી...મળવા...
કદાચ એ હોઈ શકે કે અન્ય કોઈ...
કવિતા ને ભૂખ તરસ બધું જતું રહ્યું હતું..
ઘણા પ્રશ્નો કાકા એ ભુતકાળ માંથી...ઉખેડયા છે..જેનો જવાબ મેળવવો જરૂરી હતો..
કવિતા એ લગ્ન પહેલા જ વિશાલ ને કરણ વિશે બધું જ કહ્યું હતું...
પણ ત્રિશલા એ વિશાલ ની નહિ પણ કરણનું સંતાન છે એ વાત માત્ર ને માત્ર કવિતા જ જાણતી હતી...
વિશાલ ને આ વાત ની ચોક્કસ ખબર પડી ગઈ હોવી જોઈએ...એટલે જ એ કદાચ ત્રિશલા ને અને મને પરેશાન કરાવી રહ્યો છે...
પણ એને આ વાત ખબર પડી કઈ રીતે...
9 વાગવા આયા હજી નરેશ આયો નહોતો...
કવિતા ને ખૂબ અકળામણ થતી હતી..
એને થયું લાવ નરેશ આવે ત્યાં સુધી માં ફ્રેશ થઈ જાઉં...
એ નહાવા ગઈ... નહાઈ ને એને અગરબત્તી પ્રકટાવી... માતાજી ને આજીજી કરી...ત્યાં તો નરેશ આવ્યો...
નરેશ કવિતા માટે સેન્ડવીચ પેક કરાવી લાયો...હતો..
એ જાણતો હતો મેડમ હમણાંથી ટેન્શન માં છે... અને સાંજે નાસ્તો મંગાવ્યો નહોતો...એટલે ભૂખ લાગી જ હશે... અને અત્યારે અચાનક જામનગર જવાનું નકકી કર્યું...એટલે અગત્યનું જ કામ હશે...
કવિતા... ખરેખર નરેશ ને આભારવશ નજર થઈ જોઈ રહી..
એને ખુબ ભૂખ લાગી હતી...પણ ટેન્શન ખૂબ હતું...એટલે એને ગણકાર્યું નહોતું...
એને ફટાફટ ઘર લોક કર્યું ને નરેશ ને ચાવી પકડાવી... ફરી એક વાર પર્સ માં જોઈ લીધું...સફેદ કવર..
નરેશ ગાડી ચાલુ કરી...ને કવિતા... આમતો પાછળ ની સીટ ઉપર કાયમ બેસતી..પણ આજે આગળ બેસી ગઈ.. નરેશ ને પણ અજુગતું લાગ્યું...
કવિતા... ચાલુ ગાડી માં સેન્ડવીચ ખાવા લાગી...ગાડી...મુખ્ય હાઈવે પર આવી ગઈ હતી..
લગભગ... 9:30 થઈ હતી... અને હજી તો અંદાજે...180/90 કિલોમીટર દૂર હતું જામનગર...
એટલા માં એના ફોન પર રિંગ વાગી...એને જોયું તો ફોન વિશાલ નો જ હતો...
કવિતા એ આજે સાંજે ફોન કર્યો નહોતો... એને લાગ્યું એટલે કદાચ ફોન આવ્યો હશે...
પણ વાત જુદી જ નીકળી...
ત્રિશલા અચાનક જ ખૂબ બીમાર થઈ ગઈ...સાંજ ની એને સતત ઉલટી ઓ થવા લાગી હતી...
વિશાલ એને ક્લિનિક પર લઈ આવ્યો હતો..ને ગ્લુકોઝ ની બોટલ ચડાવી રહ્યો છે... એવુ કહ્યું...
મમ્મી પપ્પા પણ અહીજ છે...
કવિતા ની આંખો માં પાણી આવી ગયું...
માં જગદંબા ને યાદ કરી..કારણકે એને બહાનું જોઈતું હતું એ મળી ગયું હતું...
વાસ્તવ માં વિશાલ પણ એવું જ ઇચ્છતો હતો...કે કવિતા અહીં આવે...એનો પ્લાન કઈક જુદો હતો... એને ત્રિશલા ને ઉલટીઓ થાય એવી દવા આપી હતી...
કવિતા એ હું આવું છું ત્યારે જ એમ કહી ફોન મુક્યો...
નરેશ આ બધું સાંભળી જ રહ્યો હતો. એને એવું અનુમાન લગાવ્યું કે કદાચ ત્રિશલા ની તબિયત સારી નથી...એટલે જ એ લોકો જામનગર જઇ રહ્યા છે...
કવિતા એ એને થોડી સ્પીડ વધારવા કહ્યું...
કવિતા...કરણ...કાજલ...સાસુ સસરા...
વિશાલ, ત્રિશલા, એના મમ્મી પપ્પા આ બધા ના વિચારો માં હતી...અચાનક નરેશે ગાડી એક હોટેલ પર ઉભી રાખી...એને ઊંઘ આવા લાગી હતી...લગભગ 12:30 થઈ હતી... એને કવિતા ને ચા પીવા વિશે પૂછ્યું...કવિતા ને પણ ફ્રેશ થવું હતું...એ હા પાડી ને વોશરૂમ તરફ ગઈ...
નરેશ ટેબલ પર બેઠો હતો... એને ચા અને બિસ્કિટ મંગાવ્યા...
આખા રસ્તે કવિતા કંઈજ બોલી નહોતી...એટલે નરેશ પણ એજ વિચારતો હતો...કે કંઈક ગરબડ લાગે છે... બાકી...મેડમ ગમે તેવા વર્કલોડ માં પણ હસી મજાક કરતા હોય...
કવિતા આવી ને ગુમસુમ ચા ને બિસ્કિટ ખાવા લાગી...નરેશે પૂછ્યું...મેડમ કેમ ટેન્સન માં છો... શુ થયું છે...
કવિતા ની આંખ માં પાણી આવી ગયું...
પણ એ કઈ બોલી નહિ...
નરેશ સમજી ગયો કે મારા જેવા નાના માણસ જોડે થોડા મોટા લોકો...પર્સનલ વાત શેર કરે....
એ પણ ચૂપચાપ ચા બિસ્કિટ ખાવા લાગ્યો...
હજી...લગભગ 70/75 કિલોમીટર જેવું...અંતર બાકી હતું...
નરેશ એ થોડી પીપરમિન્ટ જોડે લઈ લીધી... કદાચ ફરી ઊંઘ આવે તો...કામ લાગે...
ફરી ગાડી માં ગોઠવાયા...ગાડી ઉપડી...એને કવિતા ને પીપરમિન્ટ ઓફર કરી...કવિતા એ એક ગોળી મોઢા માં મૂકી.. એને નરેશ ને થેન્ક યુ કીધું...ગોળી માટે નઇ... પણ આવા સમયે...સાથ આપવા માટે...
એને ત્રિશલા બીમાર છે...એવું નરેશ ને કીધું...
નરેશે એને ભુવા કાકા વિશે અનાયાસે પૂછ્યું...કે પેલા કાકા અત્યારે મળ્યા હતા...તમારા ઘરે આવતા રસ્તા માં..
કવિતા એ એની સામે જોયું...
નરેશે કહ્યું...એ મારા સગ્ગા કાકા છે...પણ એ મંતર તંતર કરતા હતા...એટલે મારા ભઈ(પપ્પા)એ એમને ઘર માંથી કાઢી મુક્યાં હતા...
કવિતા એ પૂછ્યું તો પેલા દિવસે તે કેમ વાત ન કરી એમની સાથે...અને મને પણ કેમ ના કીધું...
નરેશે કહ્યું એ કોઈ મોટી હસ્તી થોડા છે કે એમની ઓળખાણ કરાવવી પડે...
ઠીક છે નાનુમોટુ કોઈ નું વાળી શકે છે...બીજું કઈ ખાસ નથી...
પેલા દોરા એમને આપ્યા છે...તમને...
તમારી ગાડી બંધ થઈ હતી ને જે જગ્યા એ ત્યાંથી...આગળ જ અમારું મઝિયારું ખેતર છે..ત્યાં...મેલડીમા નું મંદિર બનાવ્યું છે...ત્યાંજ રહે છે... ઓટલે સુઈ જાય છે..અને રોજ કોઈક ને કોઈક એમને ખાવાનું આપી જાય...એ મફત માં લોકો ને નજર બાંધી આપે અને મેલું કાઢી આપે..
દોરા કરી આપે...આવું બધું કર્યા કરતા હોય...
મંદિરમાં કોઈ શ્રદ્ધાળુ....5/25 મૂકે એમાથી એમની ખિસ્સાખર્ચી નીકળ્યા કરે...
કવિતાએ હા કહી..દોરા ભુવા કાકા એ જ આપ્યા છે...
નરેશ બોલ્યો શુ મેડમ તમે પણ ભણેલા ગણેલા થઈ આવી બધી વાતો માં વિશ્વાસ કરો છો...
કવિતા ઝીણું મલકી....એ જાણતી હતી...કે કાકા ની માતા સાચી છે...નરેશ ને ખબર નહિ...કે એ રહસ્ય જે કવિતા સિવાય કોઈ ને ખબર નથી...એ પણ કાકા ની માંએ જાણી લીધું...છે...
અને આમ પણ...ઘર કી મુરઘી દાલ બરાબર...એ જગત નો નિયમ છે...
રસ્તો કપાઈ રહ્યો હતો...લગભગ..30 કિલો મીટર જેવું બાકી હતું... લગભગ...1:30 વાગવા આવ્યો...
કવિતા એ વિશાલ ને ફોન જોડ્યો...
વિશાલ નો ફોન કોલ વેઇટિંગ આવ્યો...
એને થયું આટલી મોડી રાત્રે કોની જોડે વાત કરતો હશે...
લગભગ 5/7 મિનિટ પછી એનો ફોન આવ્યો...
એ લોકો ક્લિનિક પર જ હતા...
એને સામે થી જ કહી દીધુ કે મમ્મી જોડે વાત કરતો હતો...એ લોકો ને રીક્ષા માં ઘરે મોકલી દીધા છે...પહોચી ગયા છે...એવું કહેવા ફોન હતો...
હમ્મ ઓકે...હું 15/20 મિનિટમાં પહોંચી જઈશ... કહી કવિતા એ ફોન મુક્યો...
થોડી વાર માં કવિતા ક્લિનિક પર પહોંચી ગઈ...એને નરેશ ને કહી દીધું...ગાડી માં અથવા ક્લિનિક માં ઉપર ના માળે સુઈ જવાનું...
નરેશ ઉપર ના માળે સુવા જાય છે...
કવિતા...ત્રિશલા ને જોઈ ને...ઘેલી ઘેલી થઈ જાય છે...વિશાલ કવિતા ને જોઈ ને ફિક્કું હસ્યો...ના તો એને કવિતા ને આલિંગન કર્યું...ના તો એની બોડી લેન્ગવેજ ચેન્જ થઈ...
કવિતા એ પણ આ નોટિસ કર્યું...પણ એ તો ત્રિશલા ને આવી હાલત માં જોઈ ને સખત અપસેટ થઈ ગઈ...હતી.. ખુશ હતી...કારણકે ત્રિશલા સલામત હતી...દુઃખી થઈ કારણકે માં છે...છોકરું આવી હાલત માં જોઈ કઇ માં ખુશ થાય...
એને વિશાલ ને પાણી લાવવા નું કીધું..વિશાલ પાણી લેવા ગયો...એટલી વાર માં કવિતા એ સ્ફૂર્તિ થી....ત્રિશલા ના હાથ પર દોરો બાંધી દીધો...અને પછી..જે થયું એ અવિશ્વસનીય હતું...
વિશાલ ના આવતા જ...ત્રિશલા...બેડ માં બેઠી થઈ ગઈ...અને...એને જોઈ ને વળગી પડી...પપ્પા...પપ્પા....કરી ને વિશાલ ને ભેટી પડી...
વિશાલ અવાચક રહી ગયો...
આના ગ્લુકોઝ માં ઘેન ની દવા નાખી હતી...આ જાગી કેવી રીતે શકે...
વિશાલે કવિતા સામે જોયું...એને એમ થયું...
કવિતા ના આવવા માત્ર થી ત્રિશલા માં ગજબ નું પરિવર્તન આવ્યું...
એને એનો પ્લાન નિષ્ફળ થતો હોય એવું લાગ્યું...
આખરે શુ હતો એનો પ્લાન??
ત્રિશલા નું આવું વર્તન જોઈ કવિતા ને સહેજ નવાઈ તો લાગી...પણ હમણાં થી એ વિશાલ જોડે જ રહે છે એટલે પણ આવું હોય...
જોકે એને પછી...કવિતા ને પણ ખૂબ વ્હાલ કર્યું...
વિશાલ હજી...અવઢવ માં હતો...ત્રિશલા...જાગી કેવી રીતે...એને કમસે કમ 12 કલાક ભાન ના આવે એટલી ઉંઘ ની દવા આપી હતી...
કવિતા ખૂબ સાવધાન હતી... જોકે વિશાલ ત્રિશલાને અથવા એને કોઈ હાનિ પહોંચાડી શકે એવું કવિતા હજીએ માનવા તૈયાર નહોતી...
એને વિશાલ જોડે વાતચીત શરૂ કરી...એ તાગ મેળવી રહી હતી...
વિશાલ થોડી વાર તો આડી અવળી વાતો કરતો રહ્યો... પછી એને કવિતા ને એની નોકરી વિશે પૂછવા માંડ્યું...કવિતા પણ સામે જવાબ આપતી જ હતી... એને વિશાલ ને સાચેસાચુ કહી દીધું...ભુવાકાકા વિશે...અને એ બધુંજ જે ભુવાકાકા એ કહ્યું હતું...
વિશાલ સડક થઈ ગયો...
એને કવિતા ને ખુલાસો કરતા કહ્યું...કે તને ક્યારેય એવું લાગ્યું છે...કે મેં તારા ભૂતકાળ ના લીધે...તારી જોડે ખરાબ વર્તન કર્યું છે...કવિતા ને એવું લાગતું હતું...કે કદાચ વિશાલ હજી પણ...ત્રિશલા ને એનું જ સંતાન સમજે છે....એ ખુલાસો કર્યા વગર જ..હજી વાત ને ઊંડાણ માં લઇ જઇ રહી હતી..
થોડી વાતચીત પરથી...એને 100% ખાતરી થઈ ગઈ...કે હજી...વિશાલ આ વિશે કશું જાણતો જ નથી...
તો પછી...આ બધી ઘટના ઓ...??
કવિતા સોફા પર બેઠી બેઠી વિચારતી હતી...ક્યારે આંખ બંધ થઈ ને ભૂતકાળ માં સરી પડી...ખબર જ ન રહી...વિશાલ ને પણ એને ઉઠાડવાનું મુનાસીબ ના લાગ્યું...એ પણ સામે ના સોફા માં પગ લાંબા કરી ને બેઠો...ત્રિશલા...ને ગ્લુકોઝ નો બાટલો..ચાલુ હતો...હજી સવારે 6 વાગ્યા સુધી અંદાજે ચાલશે...એટલું ગ્લુકોઝ બાકી હતું હજી...
એ પણ ક્યારે સુઈ ગયો ખબર ના રહી...
કવિતા હજી સૂતી નહોતી... પણ બસ...એને એમ થઈ ગયું કે વિશાલ નિર્દોષ છે...એને અચાનક સુ સૂઝ્યું...કે ઝડપ થી ઉભી થઇ ને પાકીટ માંથી...વધેલો એક દોરો જે એના પોતાના માટે રાખ્યો હતો...એ એને વિશાલ ના કાંડા પર બાંધી દીધો...વિશાલ ઘસઘસાટ સૂતો હતો..એને ખાસ કંઈ ખબર ના પડી...કવિતા એ કેમ આવું કર્યું...એતો એને પણ ખબર નહોતી...
ફરી પાછી...એ સોફા પર જઈ ને બેઠી...પગ લાંબા કર્યા...ને પાછી ભૂતકાળ વાગોળવા માંડી...
કરણ અને એ ખૂબ નજીક આવી ગયા હતા..કરણ વારે વારે..કોઈક ને કોઈક બહાને.. કવિતા ને સ્પર્શ કર્યા કરતો... ક્યારેક કવિતા ચિડાઈ જતી...
વાસ્તવ માં આ એક તરફી પ્રેમ હતો...
કવિતા માટે કરણ બેસ્ટ ફ્રેન્ડ...હતો...જયારે કરણ માટે કવિતા સર્વસ્વ બની ગઈ હતી...
બન્ને ઘર માં બધા એમની મજાક મસ્તી ને ખૂબ હળવાશ થી લેતા...કારણકે..એ લોકો...આવી રીતે જ મોટા થયા હતા...એક બીજા નું જુટઠું પાણી પીવું...ખાવું...આ બધું એમના માટે ગૌણ હતું...
કરણ કેટલી વાર કવિતા ના ઘરે જ રહી જતો...અને કવિતા પણ...કરણ નું ઘર જાણે એનું જ ઘર હોય એવું વર્તન કરતી...
ઘર ના બધા એ એવું મનથી સ્વીકારી જ લીધું હતું...કે કવિતા અને કરણ લગ્ન કરી જ લેશે..
પણ...કોલેજ માં આવ્યા પછી...બધું બદલાવા લાગ્યું...કવિતા ને કરણ નું વળગણ ઓછું થઈ ગયું...પણ કરણ તો હજી એવો જ હતો...કોલેજ માં કવિતા ને ટક્કર મારે એવી એક થી એક દેખાવડી છોકરી ઓ હતી...પણ... કરણ તો...કરણ હતો...
કોલેજ ના 3 વર્ષ ક્યાં પતિ ગયા ખબર જ ન પડી.. પછી...બધા મિત્રો...બેબાકળા બની ગયા...અચાનક જિંદગી માં આવેલો બદલાવ...અસહ્ય હતો... બધા એ ભેગા થઈ...ટુર ગોઠવી... 5 દિવસ ની...શિમલા..ની..
એ લોકો નું 14 જણ નું ગ્રુપ હતું... બધા લગભગ કમિટેડ હતા..એ લોકો એ 3 દિવસ ખૂબ મજા કરી... પણ અચાનક...થયેલી હિમવર્ષા એ બધુ ખોરવી નાખ્યું...
જે હોટેલ માં રોકાયા હતા...એમને...ગેરલાભ લેવાનું શરૂ કર્યું... 20 રૂપિયા ની વસ્તુ ના...100 રૂપિયા લેવા લાગ્યા...2000 રૂપિયા ની રૂમ ના 10000 માંગવા લાગ્યા...આવી પરિસ્થિતિ માં એ લોકો એ ત્યાંના લોકલ વ્યક્તિ ની મદદ થી..એક જૂનો બંધ પડેલો પણ સચવાયેલો બંગલો રહેવા રાખ્યો હતો... ત્યાં રૂમ તો ઘણા હતા પણ...ઓઢવાના અને ગાદલા-ગોદડા નહોતા...બધા એ એક ગાદલા માં 2 જણ સુવાનું નક્કી કર્યું...2 જણ વચ્ચે એક રજાઈ મળે એમ હતું...કવિતા કરણ જોડે નહોતી રહેવા ઇચ્છતી..પણ.. એની સાથે આવેલી...દરેક છોકરીઓ એ એમના બોયફ્રેન્ડ જોડે રહેવાની ઈચ્છા દર્શાવી... હવે કવિતા પાસે બીજા કોઈ છોકરા જોડે શેર કરવું પડે..અથવા કરણ જોડે...બીજો કોઈ ઓપ્શન ન હોઈ...છેવટે...કરણ જોડે...શેર કરવા મન મનાવ્યું...બર્ફીલિ ઠન્ડી..એ બધાની હાલત ખરાબ કરી હતી... એવામાં...કવિતા ની તબિયત થોડી લથડી હતી...અને કરણ એની કેર કરી રહ્યો હતો...બાકી બધા...પોત પોતાનામાં મશગુલ હતા...આવા નાજુક સમયે...કવિતા લપસી પડી....લાગણી માં...અને બંને વચ્ચે...લાગણીનો પ્રવાહ... એમને તાણી ગયો... કરણ એની ઉંમર પ્રમાણે મેચ્યોર ન હતો...એ આ બધા નો મતલબ કઈક અલગ જ સમજતો હતો...પણ કવિતા... આઘાત માં હતી...કે આ શુ થઈ ગયું...
શિમલા થી પાછા આવ્યા પછી... કવિતા એ કરણ જોડે તમામ પ્રકાર ના સંબંધ કાપવા મંડ્યા...એના મતે આ દુર્ઘટના માટે માત્ર કરણ જવાબદાર હતો...
એનું અચાનક આવું બદલાયેલું વર્તન...બધા માટે આઘાતજનક હતું... કરણ એને કેમે કરી ને મનાવી ના શક્યો...
અને એવામાં કવિતા ના દૂર ના ફોઈ કવિતા માટે વિશાલ નું માંગુ લઈ ને આવ્યા...છોકરો ડોક્ટર હતો...કવિતા એ સાદાઈ થી કોર્ટ મેરેજ કરવાની શરતે...મંજૂરી ની મહોર મારી દીધી...અને..15 જ દિવસ માં..કોર્ટ માં લગ્ન કરી લીધા...
વાસ્તવ માં કવિતા એ કરણ જોડે મેરેજ નહોતા કરવા એટલે વિશાલ ને હા પાડી દીધી...પણ...વિશાલ ના વિચિત્ર સ્વભાવ ની એને ખબર જ નહોતી...
વિશાલ ના મમ્મી-પપ્પા ઘણા સમજુ...અને આધુનિક વિચારો ના હતા...લગ્ન ના બરાબર...9 માં મહિને જ ત્રિશલા નો જન્મ થયો હતો...
ઘર માં બધા...એમજ સમજ્યા હતા કે...આ વિશાલ નું સંતાન છે... ઘણા સમય સુધી...કવિતા પણ એવું જ સમજતી...રહી...પણ ત્રિશલા માં એને કરણ ની છાંટ દેખાવા લાગી હતી...એ સમજી ગઈ હતી...પણ મૌન રહેવું જ મુનાસીબ લાગ્યું...
વિશાલ નો સ્વભાવ બહુ અતડો હતો... જલ્દી મિક્સ ના થાય...પણ થઈ જાય તો પાછું...ચાલે એવું...લિમિટેડ...મિત્ર વર્તુળ..જ્યારે કવિતા સંપૂર્ણ વિરુદ્ધ સ્વભાવની...કરણ કવિતા ના લગ્ન પછી...રીતસર...તડપી રહ્યો હતો...એના ઘરના એ એનું મન વાળવા કાજલ જોડે સગાઈ કરાવી દીધી...કાજલ કવિતા થી ચાર ચાસણી ચડે એવી ચંચળ...હતી... રૂપ...પણ ખરું...
કાજલ ને સગાઈ પછી...ધીરે ધીરે બધું ખબર પડવા લાગી હતી...
એને કરણ અને કવિતા વચ્ચે સુલેહ ના પ્રયત્ન શરૂ કર્યા...અને મહદ અંશે સફળ થઈ...પરંતુ આ બધું કવિતા ની ટ્રાન્સફર થી ફરી ખોરવાઈ ગયુ..
લગભગ સવાર ના 5 વાગવા આવ્યા...કવિતા... ની આંખ ખુલી ગઈ...હતી... એને વિશાલ ને જગાડ્યો...અને... ફ્રેશ થવા ગઈ...વિશાલે જાગી ને..ત્રિશલા ની બોટલ...બંધ કરી...ત્રિશલા હજી સૂતી જ હતી...
કવિતા ને ફ્રેશ થઈ ને આવી...વિશાલ એને એકીટશે જોઈ રહ્યો હતો... જાણે પહેલી વાર જોતો હોય...કવિતા ને થોડું અજીબ લાગ્યું...પણ એ પણ વિશાલ ને સ્માઇલ આપી રહી હતી...
પછી બન્ને જણ એકબીજા ને ભેટી પડ્યા.. બન્ને જણ એકબીજા માં એકાકાર થવા લાગ્યા... અને...કવિતા જાણે નવા વિશાલ ને મળી રહી હોય...વિશાલ પણ જાણે...વર્ષો થી...કવિતા માટે તરસ્યો હોય એમ એને વ્હાલ કરી રહ્યો હતો...
બંને જણ ખૂબ ખુશ હતા...આ કમાલ ચોક્કસ કાકા ના દોરા નો છે...એવું કવિતાને લાગી રહ્યું હતું...
6:30 વાગ્યા હતા...કવિતા ઘણી ખુશ હતી... એને નરેશ ને બુમ પાડી જગાડ્યો...અને પોતે ઘરે જવા નીકળી...મમ્મી..પપ્પા (સાસુ સસરા) ને મળવા....
લગભગ 8 વાગતા એ પાછી આવી ગઈ...વિશાલ પાછો સુઈ ગયો હતો...એને જગાડ્યો...અને ત્રિશલા ને વ્હાલ કર્યું... અને નરેશ ને નીચે બોલાવ્યો...અને...વિશાલ ને મસ્ત આલિંગન આપ્યું અને...બાય કહી...ભાઈજીપૂર જવા નીકળ્યા...
કવિતા ના અંગ અંગ માં નવી સ્ફૂર્તિ અને ઉમંગ હતો... જાણે...કઈક ખોવાયેલું પાછું મળ્યું...હોય...
નરેશ પણ મેડમ ને જોઈ જ રહ્યો હતો...એને પણ કવિતાની નવી ઉર્જા મહેસુસ કરી...
બધું થાળે પડી ગયું હતું...
બસ હવે...આ આખી રમત નો માસ્ટર માઇન્ડ શોધવાનો હતો...કવિતા જાણતી હતી...આનો જવાબ ક્યાં મળશે...
લગભગ 12 વાગતા સુધી એ લોકો બ્રાન્ચ પર પહોંચી ગયા.. આવતા મોડું થયું એટલે કવિતા એ નરેશ ને સીધા બેંક ઉપર જ જવાનું જ કહ્યું હતું..
રસ્તા માં નરેશે કવિતા નો બદલાયેલો મૂડ પારખી લીધો હતો... કદાચ દીકરી અને હસબન્ડ ને મળ્યા ની ખુશી માં..
કામ માં અને કામ માં ક્યારે 8 વાગી ગયા ખબર જ ના રહી...રાબેતા મુજબ... નરેશ કવિતા માટે ચા નાસ્તા ની સગવડ કરવા નીકળ્યો...બ્રાન્ચ નો સ્ટાફ ધીરે ધીરે ઘરે જવા નીકળી રહ્યો હતો...
કવિતા પણ..ફટાફટ ચા નાસ્તો પતાવી... ગાડી લઈ ને નીકળી પડી.. એ ભુવા કાકા ને મળવા ની જ રાહ જોતી હતી...આ બધું એમના લીધે તો સમુ સુતરું પાર પડ્યું હતું..
એણે મંદીર વાળા નરેશ ના ખેતર પાસે આવી ને ગાડી ઉભી કરી... અને...મોબાઇલ માં ટોર્ચ ચાલુ કરી...ખેતર માં જવા લાગી...ભુવા કાકા આંખો બંધ કરી બેઠા હતા... કવિતા એ એમને હાક મારી જગાડ્યા..
ભુવા કાકા તરત બોલ્યા...ચમ બુન.. મારી મા નો ચમત્કાર જોયો ન ? એ હન્ધુય હારુ કરશે... હવ તો તન ભરોહો સ ન...
હા કાકા નજરે જોયું...અનુભવ્યુ... હવે ખોટું કેવી રીતે બોલું...તમેય સાચા ને તમારી માં પણ સાચી...
હું તમારી માફી માંગુ છું...
હશે બુન..મારી મા તારા રખોપા કરે...
લે આ દોરો તારા હાથ પર બાંધી લે...છોડી..
કવિતા થી રહેવાયું નહિ...એને પૂછી જ લીધું...
કાકા મારે એ જાણવું છે કે આ બધું કર્યું કોને.?? ભુવાકાકા ખોંખારો ખાઈ ને બોલ્યા...
જો બુન.. ઈમાં એવું સ ક...કોઈ 50/55ની આસપાસ નો માણહ મી ભાર્યો તો... અન એની ભેળે એક સોડી સ...લગભગ..તારી જેવડી...
એ તારી થી રિહયા સે..એટલે આવું કરહ.. હ..
તારું લગન પેલા બીજે ઠેકાણે નક્કી થયું તું...ન..તે ના પાડી તી... આ ઇની ગાંઠયો સે...બધી...તું.. ધેમે ધેમે જોજે...યાદ આઈ જસ..તન બધું...
પણ કાકા એવું કેવી રીતે ખબર પડશે...નામ બામ કઈક તો કો.?
અલી બુન આટલું તો મારી મા એ ભાળ્યું...હજી ય તન એક નિસાની મેલું...ઇ રહયો ન...ઇના મુઢા પર..મોટો કાળો મસો સે...અન પેલી સોડી સ ન ઇના જમણા હાથે..લાખુ સે...જા હવે...જાતે..ખોળી લેજે....
કવિતા પગે લાગી ને દોરો લઈ ને ઉભી થઇ...
ગાડી લઈ ઘરે પહોંચી... અને ફ્રેશ થઈ... વિશાલ ને ફોન જોડ્યો...
તાજા પરણેલા પતિ પત્ની...વાતો કરે એવી રીતે બંને વાતો કરવા લાગ્યા...ત્રિશલા જોડે વાત કરી વળી પાછો ફોન વિશાલે પકડ્યો... અને...લગભગ 1 કલાક સુધી બન્ને વાતો કરતા જ રહ્યા..
પછી કવિતા ની આંખો ઘેરાવા લાગી હતી..એને વિશાલ ને...સમજાવી ને ફોન મુક્યો...
મનોમન માં જગદંબા નો આભાર માન્યો...અને ભુવાકાકા અને મેલડી માંનો પણ આભાર માન્યો... અને સુઈ ગઈ...
સવાર પડતા પડતા તો...જાણે આખી દુનિયા બદલાઈ ગઈ...
જે જિંદગી...કંટાળાજનક હતી...એ જ હવે મજાની લાગવા લાગી...
આજે શુક્રવાર હતો અને..કાલે શનિવાર ની રજા હતી... કવિતા આજે અજબ ની સ્ફૂર્તિ થી કામ કરી રહી હતી... એને વિશાલ અને ત્રિશલા ને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું... દિવસ ક્યાં પતિ ગયો ખબર જ ન રહી...
7 વાગતા તો બ્રાન્ચ પરથી... નીકળી ગઈ.... ઘરે જઈ... ફ્રેશ થઈ...ગાડી લઈ એકલી જામનગર જવા નીકળી... 3 કલાક નો હાઈવે નો રસ્તો... પહોંચતા સહેજે..12 વાગી જવાના... પણ ખબર નહી...કાકા ના દોરા માં શુ જાદુ હતું... ખાધપીધાં વગર નોનસ્ટોપ ગાડી ચલાવી...11:30 થતા તો ઘરે પહોંચી ગઈ...
એને ડોરબેલ વગાડ્યો... સાસુ કોણ આયુ હશે અત્યારે વળી...બબડતા બબડતા ઉઠ્યા દરવાજો ખોલવા... વિશાલ હજી... ઉપરના માળે જાગતો જ હતો... T.V. જોતો હતો... ત્રિશલા હમણાં જ સુઈ ગઈ...હતી... કવિતા એ વિશાલ ને કહ્યું જ નહોતું કે એ આવી રહી છે...
કવિતા ને જોઈ ને સાસુ ના ખુશી નો પાર ન રહ્યો... બંને એકબીજાને ભેટી પડ્યા... સાસુ એ પૂછ્યું તું અત્યારે... અહીંયા...કેવી રીતે આઈ...કવિતા એ કહ્યું ગાડી લઈ ને...
સાસુ એ મીઠો છણકો કર્યો... પાગલ થઈ ગઈ...છું... આટલી રાત્રે... એકલી...આવી રીતે અવાય....કવિતા એ કીધું...ત્રિશલા ને અને તમને બધા ને મળવાની બહુજ ઇચ્છા હતી...એટલે આઈ ગઈ...
એ ચૂપચાપ... ઉપર ના માળે ગઈ.. વિશાલ ના રૂમ નો દરવાજો ખુલ્લો જ હતો...પાછળ થી...જઇ..વિશાલ ને ભેટી પડી... વિશાલ એને જોઈ ને રાજી નો રેડ થઈ...ગયો... બન્ને જણા એ એક બીજાને આલિંગન આપ્યું... અને...ચુંબન નો વરસાદ વરસાવી દીધો... જાણે...બન્ને એકબીજા માટે વર્ષો થી તરસ્યા હતા...
પછી...ત્રિશલા ને...ખુબ વ્હાલ કર્યું...
બન્ને નીચે આવ્યા... અને.. મમ્મીને ત્રિશલા સૂતી છે...કહી ને એકટીવા લઈ ને ફરવા ઉપડી ગયા... લગભગ...12:15 જેવું થયું હશે... જામનગર માં બહુંજ ફેમસ... જગ્યા ની સેન્ડવીચ ખાવા ગયા... કવિતા ને ખૂબ ભૂખ લાગી હતી...
ત્યાં તો એમનો કરણ અને કાજલ જોડે ભેટો થઈ ગયો... કરણ કવિતા ને એકીટશે જોઈ રહ્યો... કાજલ અને વિશાલ એકબીજા જોડે વાત કરતા હતા..કવિતા એ કરણ ને ટોક્યો... એ લલ્લુ... કઈ દુનિયા માં છુ....?
કરણ બોલ્યો... હું તો અહીં જ છુ... તું ખોવાઈ ગઈ...ફોન, મેસેજ, કશું નહિ...કાજલ વચ્ચે કુદી પડી... હું એક વાર બીમાર હતી...તો વિશાલને બતાવા ગઈ હતી...ત્યારે ખબર પડી...કે...તારી ટ્રાન્સફર થઈ ગઈ..છે...
બધા.. એકબીજા જોડે ખૂબ ગપ્પા માર્યા...
કવિતા એ કાજલ ના જમણા હાથ પર લાખુ હતું એ નોટિસ કર્યું... એને કાજલ ને પૂછી લીધું... એના વિશે..એ એના જન્મથી જ હતું...
બધા 1 વાગે...પોલીસ ની ગાડી આવી ત્યારે માંડ માંડ છુટા પડ્યા...એમને આવતી કાલે સાંજે જોડે ડિનર લઈશું... એવું નક્કી કર્યું હતું...
કવિતા આખા રસ્તે વિચારતી રહી...કદાચ એ સ્ત્રી કાજલ જ હોવી જોઈએ... પણ જે નિખાલસતા થી વાત કરતી હતી...એવું લાગતું નહોતું...એને રહી રહી ને...કરણ ના અભિમાની પપ્પા યાદ આવી રહ્યા હતા... એને બીજા દિવસે...સવારે ત્યાં જવાનું વિચાર્યું...એ વિશાલ ને કહી ને...ત્રિશલા ને લઈ ને નીકળી પડી...પહેલા એના ઘરે... ગઈ... એની મમ્મી એ ત્રિશલા ને...રોકી લીધી...પછી કવિતા જાણી જોઈ ને કરણ ના ઘર વાળા રસ્તા પરથી નીકળી... એને મન માં હતું જ કે કોઈક ને કોઈક તો સામે મળશે જ...
અને થયુ પણ એવું જ...કરણ ની મમ્મી જ રસ્તા માં મળી ગઈ...એ કવિતાને...ફોર્સ કરી ને ઘરે લઈ ગઈ...
હજી તો...12 જ વાગ્યા હતા...કરણ અને એના પપ્પા હજી તો ઘરે જ હતા...
ઘર માં પેસતાની સાથે જ...કવિતા એ ધમાચકડી મચાઈ દીધી... એક છોકરી એના પિયર માં જેવું વર્તન કરે...એવું જ એનું અદ્દલ વર્તન હતું...
કરણ એને જોઈ ને રાજી થઈ ગયો... પણ એના પપ્પા નું સહેજ મો બગડી ગયું હતું... કવિતા એ આ નોટિસ કરી લીધું... એમના મો પર મસ્સો હતો જ...
એને મન માં ધારી લીધું કે આપણ હોઈ શકે...
એને બધા જોડે એકદમ વ્યવહારિક વર્તન કર્યું...જાણે કે...ક્યારેય કોઈ મનદુઃખ જ નહોતું...
જતા જતા એ કરણ ના પપ્પાને અને મમ્મીને પગે લાગી ને ગઈ...અને જતા જતા..કરણ ને ચિડાવતી ગઈ... ઓયે લેટ લતીફ સાંજે...ટાઈમ પર આઈ જજે... કરણ એના ટહુકા થી પાણી પાણી થઈ ગયો... એ હજી પણ એને એટલો જ પ્રેમ કરતો હતો...પણ આ એક તરફી જ હતો...અને અધુરો...
કાજલ સાંજે આવી ત્યારે... કવિતા આવી હતી...સાંભળીને...એને નવાઈ તો લાગી...પણ હશે... સમજી ને જતું કર્યું... આ બાજુ કવિતા એ ઘરે જઈ ને વિશાલ ને કહી જ દીધું...કે કરણ ની મમ્મી રસ્તા માં મળી હતી...અને એને ફોર્સ કરી ઘરે લઈ ગઈ...વિશાલ ને વાત માં કોઈ અગત્યતા ન લાગતા સાંભળ્યું ન સાંભળ્યુ કર્યું... સાંજે...ડિનર માટે જવાનું હતું એટલે કવિતા કઈક અલગ મૂડ માં હતી...
એને આજે આ વાત પરથી પડદો ઉઠાવી જ લેવો એવું મન માં નક્કી કર્યું હતું...
અને જો કાજલ આ ષડયંત્ર માં સામેલ હશે તો એની...બરાબર ની હાલત ખરાબ કરી નાખવા સુધી ની તૈયારી...કરી લીધી...
નક્કી કર્યા મુજબ.. એ લોકો રેસ્ટોરન્ટ પર પહોંચી ગયા..હતા...સરસ ધીમું સંગીત વાગતું હતું... બધા નો મૂડ પણ સરસ જ હતો...
સવાર ની બાબત ચર્ચા શરૂ થઈ...કવિતા એ પાસા ફેંક્યા... લગ્ન ક્યારે કરો છો હવે...?? કરણ કઈ બોલ્યો જ નઇ...કાજલે કહ્યું...વેરી સૂન...પણ અમે કઈ...તારા જેવું નઈ કરીએ...ધામધૂમ થી કરીશુ...
કવિતા એ પણ રોકડું પરખાવ્યું...મને સિમ્પલીસિટી ગમે છે...અને એતો જેવી જેની ચોઇસ...
હું ને કરણ સરખા જ છે...મારી ત્રિશલા જો... 10 વર્ષ ની થઈ ગઈ...તમે વેળાસર લગ્ન કરો તો...ભવિષ્ય માં તકલીફ ઓછી પડે...કાજલ કહે...હા વાત તો સાચી જ છે...પણ શું કરીએ આ કરણ ને હજી..તમારો રંગ ઉતરતો નથી...
કવિતા એ પણ સામો જવાબ આપ્યો...એ જાતે જ એમાં ફસાયો છે... મારા તરફ થી મેં ક્યારેય... કરણ ને એવી કોઈ હિંટ આપી જ નથી...અને જો મને એના માટે એવી કોઈ ફીલિંગ હોત તો હું વિશાલ સાથે લગ્ન જ શુ કામ કરત... આઈ મીન હું કરણ ને બધા કરતા વધુ સારી રીતે જાણું છું...અમે લગભગ.. 21 વરસ જોડે રહ્યા... હતા... હજી પણ એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે..જ.. પણ હું થોડુ સમજી વિચારી ને જ અંતર રાખી રહી છું... જે વાત તે હમણાં કહી...એ મારા ધ્યાન માં પણ છે...જ... હું ઇચ્છુ છું કે તમે બને એટલા જલ્દી લગ્ન કરી લો અને સુખે થી નવી જિંદગી...જીવો...
તમારી શુભેચ્છા ઓ બદલ આભાર..પણ આ આટલું સહેલું નથી... લગભગ...1 વરસ થવા આયુ અમારી સગાઈ ને...આ હજી...લગ્ન નું નામ લેતો નથી...કોઈકે કઈક કરી નાખ્યું છે કે શું...એને...??
કઈજ ખબર પડતી નથી... બોલતો નથી...કશું પણ એના મન માં તો હજી તમારું જ રાજ છે...
કાજલ કાજલ જો તું આવું ન વિચાર... મને લાગે છે...મારે જ એને સીધો કરવો પડશે...
એને વિશાલ ને સાઈડ માં લઇ જઇ ને કઈક સમજાવ્યું...અને પછી...એ લોકો...ફરી વાતે વળગ્યા...કવિતા એ કરણ પર નિશાન સાધ્યું...
અલ્યા કરણીયા... ક્યારે પરણે છે હવે... ??
હજી..થોડો ટાઇમ જોઈએ છે... અમે બંને એકબીજા ને બરાબર સમજી લઈએ... ઘર ના બધા કાજલ જોડે સેટ થઈ જાય... પછી...કરીશું મેરેજ...અલ્યા એ આમને આમ 32 નો થઈ ગયો... આની સામે તો જો...
આ ઉંમરે 2 છોકરા હોવા જોઈએ... ને તું હજી...બહાના ઓ શોધે છે...
પણ કવિતા... મને કમ્ફર્ટ નથી હજી...
શેનું કમ્ફર્ટ...? કેવું કમ્ફર્ટ...?
દુખે છે...પેટ માં ને ફૂટે છે માથું...
બોલ શુ તકલીફ છે... ચાલ....અત્યારે જ ફેંસલો કરી દઈએ...બોલ...
જવાદે ને આ બધી વાતો... યાર..તું મૂડ ના બગાડ... મસ્ત મોસમ છે...મ્યુઝિક છે... આપણે બધા જોડે છે... એન્જોય કર...
કરણ..જો તું વાત ને ટાળી રહ્યો છું...આમ તો કોઈ સોલ્યુશન નઇ આવે...
કવિતા...કામ ડાઉન...
કાજલ ઉછળી પડી... કરણ વાત સાચી છે કવિતા ની...હું પણ કંટાળી છું...નિવેડો લાવ... તારે લગ્ન કરવા છે...કે નહી... આજે 12 મહિના થવા આવશે આપણી સગાઈ ને...સમાજ માં ઘર માં બધે... ચર્ચા થઈ રહી છે... એ બધું ઠીક... પણ... હું હવે કંટાળી છું...
રિલેક્સ કાજલ....રિલેક્સ...
વાય યુ પીપલ સો એક્સાઇટેડ ટુડે....?
કવિતા કાજલ બન્ને અટકી ગયા...
જમવાનું ઓર્ડર કર્યું... વિશાલ અને કરણ નોર્મલ વાતો કરી રહ્યા હતા... એ લોકો... ઉભા થઇ....ફ્રેશ થવા ગયા... અને વોશરૂમ માંથી બહાર આવી ત્યાં નજીક માં જ ઉભા રહી ને વાતો કરવા લાગ્યા...
વિશાલે કરણ ને સિધુ જ કીધું... જો કરણ કવિતા ને ભૂલી જા..અને આગળ વધ... ક્યાં સુધી...આમ જ રહીશ... હું તને એક મિત્ર તરીકે કહું છું...કાજલ સારી છોકરી છે...એ તને ખુશ રાખશે...
કરણ ફક્ત માથું હલાઈ ને જવાબ આપી રહ્યો હતો...એ પણ અકળાઈ ગયો હતો... ધીરે ધીરે.. પાછા ટેબલ તરફ જઇ રહ્યા હતા...
હવે બધા મૌન હતા...જમવાનું આવે એની જ રાહ જોતા હતા...થોડી વાર માં જમવાનું આવી ગયું...કાજલ અને કવિતા હસી મજાક કરતા હતા...કરણ થોડો તંગ હતો... વિશાલ એના સ્વભાવ પ્રમાણે... ચૂપચાપ...
જમવાનું પતાવી બધા છુટા પડ્યા...વિશાલ અને કવિતા... હજી રસ્તા માં જ હતા અને...પાછળ પાછળ ધસમસતી કાર લઈ ને કરણ આવ્યો...
એમનો રસ્તો રોકી..ગાડી માંથી...બહાર આવ્યો અને... કવિતા ની સામે જોઈ ને વિશાલ ને કહેવા લાગ્યો...
બહુ થયું હવે... કવિતા... તારે જેટલા નખરા કરવાના હતા તે કરી લીધા..હવે ચૂપચાપ આ નંગને ડાઈવોર્સ આપ ને મારી જોડે લગ્ન કરી લે... તને ખબર છે...હું તને કેટલો પ્રેમ કરું છું... તારા માટે મરવા પણ તૈયાર છું ને મારવા પણ....
કાજલે ગાડી માંથી બહાર આવી ને સટાસટ બે તમાચા કરણ ના ગાલ પર જડી દીધા અને પછી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...
કવિતા અને વિશાલ હજી હેબતાયેલી હાલત માં જ હતા... કે આ અચાનક શુ થયું... હજી 10 મિનિટ પહેલા તો છુટા પડ્યા છે... અને કરણ નું એકદમ આવું વર્તન...
વિશાલે શાંત રહેતા કરણ ને જતા રહેવા કહ્યું...પણ કરણ હજી..ગુસ્સા માં જ હતો.. એને કવિતા નો હાથ પકડી લીધો... અને એને લઈ ને ગાડી તરફ ખેંચવા લાગ્યો... કવિતા એ પણ હવે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું...એને પણ કરણ ને એક સણસણતો તમાચો જડી દીધો...
કરણ તારું મગજ ફરી ગયું છે તું આ શુ બકવાસ કરે છે... માફી માંગ વિશાલ ની... અને જતો રહે અહીં થી ચૂપચાપ...નહીતો...જિંદગીભર તારું મો નહિ જોવું...
કવિતા ના હાથ નો જોરદાર લાફો ખાઈ...કરણ અચાનક ભાન માં આવ્યો હોય એવું વર્તન કરવા લાગ્યો...રડમસ ચેહરે...વિશાલ પાસે જઇ માફી માંગવા લાગ્યો... વિશાલ કવિતા ને લઈ ત્યાંથી નીકળી ગયો...
પણ આ બનાવ કેટલાય નવા સવાલો ને જન્મ આપી ચુક્યો હતો...
વિશાલ અને કવિતા ખૂબ જ અપસેટ થઈ ગયા હતા... કરણ અને કાજલ હજી ત્યાંજ હતા... કાજલ એકબાજુ ઉભી રહી ને રડતી હતી... કરણ બાજુ માં એક ખાલી બાંકડો હતો એના પર... બે હાથ માં મોઢું સંતાડી ને બેઠો હતો...
આ બધું અચાનક શુ થઈ ગયું... આટલા વર્ષો નો ભેગો થયેલો એનો અંદર ને અંદર રિબાઈ રહેલો પ્રેમ...ગુસ્સા નો લાવરસ બની ને ફૂટી નીકળ્યો...જેમાં બધું વહી ગયું... ઇજ્જત... પ્રેમ... મિત્રતા... અને ભરોસો...
આ બનાવ થી કાજલ ભંયકર અપસેટ થઈ ગઈ હતી... એ કરણ મેં કહ્યા વગર જ રીક્ષા પકડી ને નીકળી ગઈ... આ તમાશો જોવા ભેગા થયેલા માણસો... ધીરે... ધીરે... વિખરાવા લાગ્યા... હવે રાત ના અંદાજે 1 વાગે... કરણ બાંકડા પર એકલો બેસી ને સુનમુન આકાશ સામે જોઈ રહ્યો... હતો...
જાણે કે ફરિયાદ કરતો હતો ઈશ્વર ને... કે તે મને કેવી મુસીબત મા નાખ્યો છે... કોઈ ને કહી પણ નથી શકતો... ને રહી પણ નથી શકતો... અંદર ને અંદર... લાવા ની જેમ ઉકળી રહ્યો છું એકલો... એકલો... શુ પ્રેમ કરવો ગુનો છે...?? મેં કવિતા ને આટલો પ્રેમ કર્યો એ મારો ગુનો છે...?? કે હું એને ભૂલી નથી શકતો... એના વગર રહી નથી શકતો એ મારો ગુનો છે...?? કે પછી કાજલ ની જિંદગી હજી બરબાદ નથી કરી એ મારો ગુનો છે...??
ક્યાં ગુના ની સજા મને આપી રહ્યો છે તું...??
હે ભગવાન ક્યાં ગુના ની સજા આપી રહ્યો છે તું...??
આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે તું...??
પછી કરણ ધ્રુસકે ને ધ્રુસકે... પોક મૂકી ને મોટે મોટે થી નાના બાળક ની જેમ રડવા લાગ્યો... પણ અફસોસ એના આ આંસુ જોવા ત્યાં ના તો કવિતા હાજર હતી ના તો કાજલ...
આ બાજુ કવિતા અને વિશાલ ઘરે પહોંચ્યા...અને કાલે સોમવાર છે...મારે રાબેતા મુજબ કામકાજ કરવાનું છે... ઓફિસ માં ઘણું પેન્ડિગ કામ પડ્યું છે... મારે સવારે વહેલા નીકળવું પડશે એમ કહી ને કવિતા ફટાફટ બેડરૂમ માં ચાલી ગઈ... વિશાલ પણ ગુમસુમ હતો... કવિતા જાણતી હતી... વિશાલ નો સ્વભાવ... આ બનાવ ના લીધે કદાચ મહિના ઓ સુધી એ કવિતા જોડે સીધા મોઢે વાત નહિ કરે...
કવિતા ને અત્યારે ભરપૂર પસ્તાવો થઈ રહ્યો હતો... કે માંડ માંડ વિશાલ ની ગાડી પાટા પર આવેલી... અને બધું સીધુ કરવાના ચક્કર માં... ઉલ્ટાનું બધું બગાડ્યું... હવે રામ જાણે વિશાલ શુ રીએક્ટ કરશે...
ત્યાં તો વિશાલ રૂમ માં આવ્યો... અને ચૂપચાપ આવી ને કવિતા ની જોડે સુઈ ગયો... કવિતા એ વિશાલ જોડે વાત કરવા નો પ્રયત્ન કર્યો... વિશાલ સોરી... અત્યારે જે કઈ પણ થયું એના માટે... હું કરણ તરફ થી માફી માંગુ છું... એ ભલે ગમે તે કહે... પણ તું તો જાણે છે ને મેં ક્યારેય એને એવી નજર થી જોયો નથી.. એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે... અને બેસ્ટ ફ્રેન્ડ જ રહેશે... એ થી વધુ એ ક્યારેય કશું હતો નહીં... છે પણ નહીં... અને થશે પણ નહીં... મારા મન માં તું જ છે વિશાલ...તું જ... તારું આ સ્થાન ક્યારેય કોઈ લઈ નહિ શકે...
વિશાલે કવિતા ને આલિંગન આપ્યું અને...રડમસ થઈ ગયેલી કવિતા ને કહ્યું... હું જાણું છું... ડાર્લિંગ... કરણ આવેશ માં આવી ને બધું બોલી ગયો... પણ જે થયું એ સારું થયું... એના મન ની બધી વાતો બહાર આવી ગઈ... હવે એ ઝડપ થી નોર્મલ થઈ જશે... તું જોજે... અને મારા મન માં તારા માટે સહેજ પણ દ્વેષ નથી...ગાંડી... મને તો ગર્વ અનુભવ થાય છે... કે હું કેટલો નસીબદાર છુ કે મને તું મળી ગઈ...
કવિતા ની આંખો માંથી....અશ્રુ ઓ ની ધાર વહી નીકળી... ના વિશાલ એવું નથી... નસીબદાર તો હું જ છું... મેં પાછલા ભવ માં જરૂર કોઈ સારા કામ કર્યા હશે કે મને આટલો મેચ્યોર પતિ મળ્યો...આટલું બોલતા બોલતા બને એકબીજા ને બહુ પાશ માં જકડી રહ્યા હતા...અને એક બીજા પર ભરપૂર વ્હાલ વરસાવી રહ્યા હતા... બન્ને એકબીજા ને નવા પરણેલા પતિ પત્ની ની જેમ ચુંબનો થી વધાવી રહ્યા હતા...અંતે એ બધું જ થયું જે એક પતિ પત્ની વચ્ચે થાય...
કવિતા મનોમન ભુવાકાકા ને યાદ કરી રહી હતી...કે આજે એમની મેલડી અને મારી મા જગદમ્બા એ મહાભારત થતું અટકાવી લીધું...અને ઉલ્ટા નો વિશાલ નો ભરપૂર પ્રેમ મળ્યો...
કરણ હજુ ત્યાંજ બેઠો હતો...લગભગ રાત ના 3 વાગી રહ્યા હતા... એને ફોન લઈ ને કાજલ ને ફોન જોડ્યો... એક જ રિંગ માં કાજલે ફોન ઉપાડ્યો... એ પણ હજી જાગતી જ હતી... ઉદાસ હતી... એને મનોમન આવતી કાલે ઘર માં વાત કરવાનું નક્કી કર્યું હતું... હવે આ વાત નો નિવેડો આવવો જ જોઈએ... બહુ થયું... પણ કરણ ના શબ્દો... મારે તને અત્યારે જ મળવું છે... કરણ ની આ એક વાતે.. એને ઢીલી કરી નાખી... ક્યાં છે તું...? હજી ત્યાંજ બેઠો છું... પાગલ હજી ત્યાં જ છું... શુ કરે છે શું ત્યાં તું...લેવા આય મેં ઘરે જલ્દી ચલ... હું નીચે આવું છું... કરણ માં નવું જોશ આવી ગયું... એ દોડ્યો...ગાડી માં બેસી મેં ફૂલ સ્પીડે ગાડી ચલાવી કાજલ પાસે પહોંચી ગયો... કાજલ રાહ જોતી જ ઉભી હતી... એ જઇ ને સીધો કાજલ ને ભેટી પડ્યો... કાજલ આશ્ચર્ય અને આનંદમિશ્રિત લાગણી સાથે એનો હૂંફાળો પહેલો સ્પર્શ માણી રહી હતી... કરણે આજે પહેલી વાર કાજલ ને આલિંગન આપ્યું હતું... સરેઆમ... રસ્તા વચ્ચે... કોઈ ની શેહ શરમ વિના...
રસ્તા પર થી જઇ રહેલા એકલ દોકલ લોકો આ નજારો જોવા ઉભા રહી ગયા હતા... ઘણી વાર સુધી...આલિંગન માં રહ્યા પછી... બન્ને જણ છુટા પડ્યા... કાજલ આ નવા કરણ ને એકીટશે જોઈ રહી... અને કરણ ના મોઢા માંથી પહેલી વાર આ શબ્દો સરયા... કાજલ આજ થી હું તારો છુ... ફક્ત તારો... મને મારા આ વર્તન માટે માફ કરી દે... હું તારો ગુનેગાર છુ... તને બહુ રોવડાવી છે મેં... મને માફ કરી દે... પ્લીઝ... આજ થી... અત્યાર થી... આ ઘડી... આ મિનિટ... થી તું કહીશ એમ જ થશે... કાજલ તો આટલી બધી ખુશી સહન જ ન કરી શકી અને નાના બાળક ની જેમ રોડ ઉપર જ કુદકા મારવા લાવી હતી... પછી એને ભાન થયું કે બધા એમને જોઈ રહ્યા છે એટલે શરમાઈ ને પછી કરણના બાહુપાશ માં જતી રહી...
ક્યાંય સુધી બન્ને જણ બસ એકબીજા ને જ જોતા રહ્યા... અને કરણ બોલ્યો... હજી એક કામ બાકી છે... વિશાલ અને કવિતા ની માફી માંગવાની છે... મને તો લાગે છે...એ લોકો મને ક્યારેય માફ જ નહીં કરે... કાજલે કહ્યું ના કરણ તું હજી કવિતાને અને વિશાલ ને સમજી જ નથી શક્યો... હોટેલ માં કવિતા એ મારા કહેવાથી જ લગ્ન ની વાત કાઢી હતી... એટલે તમે બધા ભેગા થઈ મારી ખેંચતા હતા...?? ના રે ના બકુ... હું તો કંટાળી હતી... હવે તો ખરેખર... આજે જો આ ના થયુ હોત તો અત્યારે જે થઈ રહ્યું છે એ હજી ના થયું હોત... અને કાલે બીજું જ કંઈક થવાનું હતું...
કાજલ આકાશ સામે જોઈ ને બોલવા લાગી... હે ભગવાન તારો લાખ લાખ વાર આભાર કે તે મારા આ નમૂના ને અક્કલ આપી... કાજલ ને બબડતી જોઈ કરણ હસી પડ્યો... ખડખડાટ... એકદમ નિખાલસતા થી... અને એની આંખ માં આંસુ આવી ગયા... કાજલ પણ તરત જ ઈમોશનલ થઈ ગઈ... કરણ બોલ્યો... કેટલાય વરસો વહી ગયા... યાદ નથી આવું મુક્ત મને હું ક્યારે હસ્યો હતો... આજે જાણે મન હલકું થઈ ગયું... આટલા વર્ષો નો ભાર ઉતરી ગયો... હું જ ખોટો હતો... અને ભૂતકાળ પકડી ને મારુ વર્તમાન ખરાબ કરી રહ્યો છું... કવિતા ને હું પ્રેમ કરું છું એનો મતલબ એવો તો નથી કે એને પણ મને કરવો જ પડે... અને એમ પણ જોડી ઓ ઉપર આકાશ માં બેઠેલો છે...એ બનાવે છે... અને એના નિર્ણયો આપણા નિર્ણયો કરતા હમેશા સારા હોય છે... કાજલ તું અને હું એકબીજા માટે બન્યા છે... એ હવે હું સમજી ગયો છું... અને એટલે જ આજથી મેં મારી જાત ને એક વચન આપ્યું છે... કે...હું...આજથી...મારા માટે નહીં પણ મને જોઈ ને જીવવા વાળા લોકો માટે જીવીશ... અને એ પણ રોતા રોતા નહિ... ખડખડાટ હસતા હસતા... એય મારો સાથ આપીશ ને...? હાસ્તો બકુડા આવું પૂછવાનું હોય... હું પણ તારી સાથે જિંદગી ની એક એક પળ જીવવા માંગુ છું...તારી તકલીફ માં રડવા માંગુ છું... તારી ખુશી માં હસવા માંગુ છુ.. તારા બાળકો ની માં બનવા માંગુ છું... અને મારી જિંદગી ના અંત સુધી તને હસતો જોવા માંગુ છું... સાથ આપીશ ને મારો...
હા... હા... બંને જણ એકબીજા ના હાથ માં હાથ નાખી... વચન આપી રહ્યા હતા... કાજલ અને કરણ ને એવું લાગતું હતું કે આ જ ક્ષણ એમની જિંદગી ની સૌથી કિંમતી ક્ષણ છે...
લગભગ 4:30 થઈ ગઈ હતી...રોડ ઉપર પબ્લિક ની અવર જવર ચાલુ થઈ ગઈ હતી... કરણે કાજલ ને કહ્યું ચલ...ક્યાં..? ચલ કવિતા ના ઘરે... એને મનાવવી જ પડશે... મારે એની માફી માંગવી જ પડશે... એને આ નવા કરણ ને જોવો જ પડશે... ચલ...અત્યારે જ... કરણ ટાઈમ તો જો... આ ટાઈમે કોઈ ના ઘરે જવાતું હશે... અરે તું ચલ ને... એ કોઈ નથી... એ કવિતા છે કવિતા...મારી બેસ્ટ ફ્રેન્ડ... કવિતા... એને મળવા માટે મારે કોઈ ટાઈમ જોવાની જરૂર નથી... તું ચલ ગાડી માં બેસ જલ્દી...
કરણ ની જીદ આગળ કાજલ ને નમવું જ પડ્યું... અને એ 5.15 આસપાસ કવિતા ના ઘર પાસે પહોંચી ગયા... ડોરબેલ વગાડ્યો... વિશાલ અને કવિતા જાગતા જ હતા... વિશાલ નીચે આવ્યો અને દરવાજો ખોલ્યો...જોયું તો બહાર કરણ હતો... વિશાલ સહજતા થઈ જ બોલી ઉઠ્યો... હજી કઈ નાટક બાકી રહી ગયું હતું તારું... ?? અહીં શુ લેવા આવ્યો છુ...??
કરણે દરવાજા ની બહાર ઉભા ઉભા જ બંને હાથ પોહળા કરી ને વિશાલ ને ભેટવાનું આમંત્રણ આપ્યું... અને કહ્યું માફી માંગવા આવ્યો છું...તારી અને કવિતા ની... આપીશ ??
વિશાલ તો ગઈ કાલે રાત્રે જ જાણી ચુક્યો હતો કે હવે આ માણસ બદલાઈ જશે.. અને થયું પણ એમજ... વિશાલે એને જોરદાર ઉષ્મા ભર્યું આલિંગન આપ્યું અને કહ્યું...જા માફ કર્યો... તું પણ યાદ રાખીશ કે કેવો મિત્ર મળ્યો તો...પણ એક શરત છે... તારે કાજલ જોડે લગ્ન કરવા પડશે...
ત્યાં તો કાજલે હસતા હસતા એક ટપલી વિશાલ ના ગાલ પર મારી દીધી...
કવિતા આ બધો અવાજ સાંભળી ને નીચે આવી... શુ ચાલે છે આ બધું... કેમ આયો છું તું અહીંયા... હજી શુ નાટકો રહી ગયા છે તારા...? ત્યાંતો વિશાલે એને ધીમે બોલવાનો ઈશારો કર્યો... અને શાંત કરી...
કરણે બે કાન પકડ્યા અને જૂની સ્ટાઇલ થી માફી માંગી... કવિતા અને કરણ જ્યારે જોડે ભણતા અને ક્યારેક ઝગડી ને રિસાઈ જતા ત્યારે આવી જ રીતે એકબીજા ની માફી માંગી લેતા... કાજલ થી રહેવાયું નહિ... એકદમ ઉછળી ને કરણ ને વળગી... અને જોરદાર રીતે ભેટી પડી... વિશાલ અને કાજલ પણ જોઈ જ રહ્યા... પણ બન્ને જણ સમજુ હતા... સમજતા હતા... કે 2 જુના મિત્રો વર્ષો પછી...એક બીજા ને ખરા મનથી મળી રહ્યા છે...
કવિતાએ પણ એ જ જૂની સ્ટાઇલ માં એની માફી માંગી... કારણકે એને પણ કરણ ને જાહેર માં સરેઆમ જોરદાર નો લાફો માર્યો હતો...
આમતો લાફો ખાવો એ કરણ માટે કઈ નવી વાત નહોતી...નાનપણ થી જ કવિતા કરણ ને મારતી... કરણે જો કોઈ ભૂલ કરી કે એને હેરાન કરી તો પહેલા તો કવિતા એને મારતી...પછી કરણ ની મમ્મી...ફરી કવિતા નું ઉપરાણું લઈ કરણ ને મારતી...બિચારો કરણ નાનપણ થી માર જ ખાતો... જૂની વાતો યાદ આવી જતા... બંને ની આખો માંથી અશ્રુધારા વહી રહી હતી... અને જૂના બધા ગમા અણગમા ઓગળી રહ્યા હતા... ક્યાંય સુધી આમ જ રહ્યા પછી... બન્ને છુટા પડ્યા... અને કવિતા એ કહ્યું... ડોબા કેટલો સ્લો છે તું... બધું લેટ જ સમજે છે... પણ કઈ નહિ ચલ એટલીસ્ટ સમજ્યો તો ખરો... દેર સે આયે લેકિન દુરસ્ત આયે... પણ હવે જો મને હેરાન કરી છે ને તો હું અને કાજલ અને તારી મમ્મી ત્રણેય તારી પર તૂટી પડીશું... યાદ રાખજે...અને બધા છુટ્ટા મોઢે ખડખડાટ હસી પડ્યા...
બધા ના મન શાંત થઈ ગયા હતા... અને દૂર ક્ષિતિજ પર નવો સુરજ ઊગી રહ્યો હતો...પક્ષીઓ નો કલરવ મન ને પ્રફુલ્લિત કરી રહ્યો હતો...
ત્યાં તો કવિતા બોલી ...એનિવે ગાયસ મારે જવું પડશે... હજી ભાઈજીપુ0ર પહોંચતા જ 3 કલાક થશે... અને 6 તો ઓલરેડી વાગી જ ગયા છે...
કરણ બોલ્યો ક્યાં જવું છે તારે... આજે કોઈ એ ક્યાંય નથી જવાનું... આજે આપણે મારી નવી લાઈફ દીલ ખોલી ને સેલિબ્રેટ કરીશું...
નથી પોસિબલ બકા... હું છે ને હવે બ્રાન્ચ મેનેજર છું... રજા રાખવી હોય ને તો મારે H.O. માં મેઈલ કરવો પડે... એમનેમ રજા ના પાડી શકું... નહીતો મારી વાટ લાગી જાય... તું જા અત્યારે... આપણે નેક્સટ વીક ફરી મળીશું... કાજલ આ પાગલ ને લઈ જા અહીંથી...અને તમે બન્ને જણ એન્જોય કરો... હું નેક્સટ વીક આવું ત્યા સુધી માં લગ્ન ની તારીખ નક્કી કરી રાખજો...તો જોરદાર રીતે વિકેન્ડમાં સેલિબ્રેટ કરીશું...અને હા જો... કરણીયા મને એક પણ ફોન કે મેસેજ ના કરતો... અને કાજલ ને હેરાન કરી ને તો... ફરી મારા હાથનો માર ખાઈશ... કાજલ જોરદાર રીતે હસી પડી... સુપર કવિતા... જોરદાર ખખડાવે છે તું તો... બરાબર છે.. આ તારી આગળ જ સીધો રહેશે...જ આજથી આ હક તારો...આજ થી અત્યાર થી જ તું મારી મોટી બહેન છું... અને આજીવન રહીશ...એક કહેતા કાજલ કવિતા ને ભેટી પડી... અને ફરી એકવાર બન્ને ની આંખો ભીની થઇ ગઇ...
વિશાલ ના મમ્મી પપ્પા જાગી ચુક્યા હતા.. અને ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા... શુ ચાલી રહ્યું છે એ તો એમને ખબર નહોતી...પણ જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે એવું ફિલ કરી રહ્યા હતા...
વિશાલ ના મમ્મીએ બધાને અંદર બોલાવ્યા અને ચા નાસ્તો કર્યા સિવાય જવાનું નથી... કોઈએ... એમ કહી રસોડા માં ચાલ્યા...કાજલ એમને મદદ કરવા રસોડા માં ગઈ પાછળ પાછળ.. કવિતા એના રૂમ માં તૈયાર થવા ગઈ... વિશાલ અને કરણ બહાર ના વરડાં ના હીંચકે ગોઠવાયા... કવિતા થોડી વાર માં તૈયાર થઈ ને નીચે આવી ગઈ... ત્યાં તો કાજલ અને કવિતાના સાસુ...પણ ચા નાસ્તો લઈ ને આવી ગયા... બધા ચા નાસ્તો કરી ને છુટા પડ્યા...
ફરી જતા જતા બધા એકબીજા ને ભેટી પડ્યા...અને મનોમન સબંધો ની આ નવી શરૂઆત ને માણી રહ્યા...
કવિતા ગાડી લઈ ને નીકળી ગઈ...આ બાજુ કરણ પણ કાજલ ને લઈ ને નીકળ્યો... અને વિશાલ પણ એના કામ માં લાગી ગયો...
કાજલ મસ્ત મૂડ માં ગીતો સાંભળતા સંભળતા જઇ રહી હતી... અને એને વિચાર આવ્યો કે ભુવાકાકા ને મળી ને જ જઉં... એમનો ઘણો ઉપકાર છે મારા પર...અને આ ગાંડો નરેશ એમને ગાંડા કહે છે...
કાજલ અને કરણ હજીતો એકબીજા ને છોડતા જ નહોતા... પ્રેમનું ઝરણું જે કાજલ ના મન માં વહી રહ્યું હતું...એ કરણ ના પ્રવાહ માં મળી ને ક્યાંય ખોવાઈ ગયુ હતું...અને હવે એને નદી નું સ્વરૂપ ધારણ કરી લીધું હતું... એકબીજા માં એકાકાર થવાની જે તડપ ઉપડી હતી...એ કેમ કરી ને શાંત કરવા મથી રહ્યા હતા...
કરણે ગાડી કાજલ ના ઘર તરફ વાળવાના બદલે એના ઘર તરફ વાળી... કાજલે પણ કોઈ જ સવાલ પૂછવાનું ટાળ્યું...એ તો બને એટલો વધુ સમય કરણ જોડે જ રહેવા માંગતી હતી... બન્ને જણ કરણ ના ઘરે પહોંચ્યા..
કાજલ અને કરણ ને સવાર સવાર માં જોડે જોઈ ને ઘર ના બધા સભ્યો નવાઈ માં પડી ગયા... એની
મમ્મી એ પૂછી જ લીધું... ક્યાં હતા આખી રાત...
કાજલ તારા ઘરે કહી ને નીકળી છુ... બેટા તમે લોકો શુ કરી રહ્યા છો... આ બધું... લગ્ન પહેલા આમ આખી રાત જોડે રહેવાનું... યોગ્ય ના કહેવાય...કરણ તરત જ બોલ્યો... મમ્મી પપ્પા હું તમને એક સરપ્રાઈઝ આપવાનો છુ...
શુ સરપ્રાઈઝ??
હું અને કાજલ આજે કોર્ટ માં લગ્ન કરી રહ્યા છે...
હે શુ કીધું...ફરી બોલ તો... હા મમ્મી હું અને કાજલ આજે કોર્ટ માં લગ્ન કરી રહ્યા છીએ... તમે જેને બોલવા હોય એને બોલાવી લો...
અમે હવે કાજલ ના ઘરે જઈએ છે.. એના મમ્મી પપ્પા ને જાણ કરવા...
ઉભો રે... એક મિનિટ... આ બધું શુ ધાર્યું છે શુ તે.. આમ એકદમ... અચાનક... અમારે સમાજ માં વ્યવહાર જેવું કંઈ હોય કે નહીં... અમારું નાક કપાવીશ કે શું... કરણ ના પપ્પા ગુસ્સે થઈ ગયા હતા... કરણ દોડી ને પપ્પા ને વળગી પડે છે... અને પપ્પા ને કહે છે... પપ્પા છોડો ને હવે... મારે આજે કાજલ જોડે લગ્ન કરી જ લેવા છે.. અને નવી જિંદગી શરૂ કરવી છે... હું એક પણ મિનિટ ગુમાવવા માંગતો નથી... તમે જ શીખવાડ્યું છે ને કે શુભ કામ મેં દેરી નહિ કરની... કલ કરે સો આજ આજ કરે સો અબ... પપ્પા આશીર્વાદ આપો અને ફટાફટ બધાને ફોન કરી ને સાંજે પાર્ટી અરેન્જ કરો... બહુ બધું કામ છે... ચલો જલ્દી જલ્દી...
પપ્પા ના મોઢા પર સ્માઇલ આઇ જાય છે...અને જોર થી કરણ ને ભેટી ને બરડા માં શાબાશી આપે છે... ધેટ્સ માય બોય... યુ ગોટ ન્યૂ એટીટ્યુડ મય સન... કિપ ઇટ હાઈ... સન...
હવે મમ્મી ને પણ એક વાર ભેટી લે એને પણ શાંતિ થઈ જાય... ક્યારની રાહ જુએ છે જો... કરણ ની મમ્મી રડતી આંખો થી એના પુત્ર નો નવો જન્મ જોઈ રહી હતી... એને કાજલ ને પૂછી જ લીધું... એવું તો શુ થયું કાલે રાત્રે કે એક જ રાત માં આ આટલો બધો બદલાઈ ગયો... બધું પછી નિરાંતે કહિશ મમ્મી... આટલું બોલતા બોલતા કાજલ શરમાઈ ગઈ... મમ્મી એ એને અને કરણ ને બન્નેને છાતી સરસા ચાંપી લીધા...અને કાયમ આવા હસતા રહો એવા આશીર્વાદ આપ્યા...
બન્ને જણ મમ્મી પપ્પા ને પગે લાગી કાજલ ના ઘરે જવા નીકળ્યા... રસ્તા માં કાજલ કઈ જ બોલી ના શકી... માત્ર એક ટશ કરણ ને જ જોયા કરતી હતી...
કાજલ ના ઘર માં પણ બૉમ્બ ફૂટ્યો... એના એજ સવાલ અને જવાબ... અહીંયા કાજલે મોરચો સંભાળી લીધો... સામસામા વેવાઈ પક્ષે ફોન ચાલુ થઈ ગયા... અને છેવટે બધા માની જ ગયા...
બપોરે 2 વાગે એકદમ નજીક ના કુટુંબી ઓ ની હાજરી માં કોર્ટ માં કરણ કાજલ ની સેંથી માં સિંદુંર પુરે છે... અને... મંગલસુત્ર પહેરાવે છે... અને બધા હાજરી માં 33 કોટી દેવી દેવતા ઓને સાક્ષી માં રાખી કાજલ ને ધર્મ પત્ની તરીકે સ્વીકારે છે... અને આજીવનના અને જન્મ જન્મ ના 7 વચનો ની આપ લે કરે છે... અને કોર્ટ ના રજીસ્ટર માં સહી કર્યા બાદ બન્ને જણ ને પતિપત્ની નો દરજ્જો આપી દેવાય છે...
બધું જાણે કે એક સ્વપ્ન જેવું લાગતું હતું...ગઈ કાલ રાત ના 2 વાગ્યા થી આજ બપોરના 2 વાગ્યા સુધી માં એટલે કે માત્ર 12 જ કલાક માં આખી દુનિયા બદલાઈ ગઈ... કાજલ ને ખૂબ રડવું હતું... પણ રડી શકે એમ નહોતી... ઇશ્વર ના નિર્ણયો મનુષ્યો ના નિર્ણય કરતા વધુ યોગ્ય હોય છે...એવું એ સમજતી હતી... અને આ ચમત્કાર એ ઈશ્વર નો લીધેલ નિર્ણય જ હતો...
કાજલ મનોમન ભગવાન નો પાડ માની રહી હતી... જે કરણ જોડે એ 1 વર્ષ પહેલા સગાઈ ના બંધન માં બંધાઈ હતી... ત્યારે કેટકેટલા સ્વપ્ન જોયા હતા... મન માં ને મન માં કેટકેટલું જીવવાનું હતું... એ બધા સપના ઓ અને અરમાનો પર કરણ પાણી ફેરવી રહ્યો હતો... આ એજ કરણ હતો જેની પર એટલો ગુસ્સો આવ્યો હતો કે... કાજલે સગાઈ તોડી નાખવાનું મનોમન નક્કી કરી લીધું હતું...
આ એજ કરણ છે...જેને એને 12 કલાક માં અત્યાર સુધી ની સૌથી યાદગાર પલો ભેટ માં આપી હતી... એક છોકરી જિંદગી ભર જે પ્રેમભરી યાદો સાથે જીવવા માંગતી હોય.. એવી અમૂલ્ય યાદો કરણે એને ભેટ કરી હતી...
કાજલ ને આજે એવું લાગતું હતું કે એ આ દુનિયા માં સૌથી ખુશ વ્યક્તિ છે... થેન્ક્સ ટુ કરણ...
બધા હસતા...ખુશખુશાલ...વાતો કરતા કરતા કોર્ટ ના પ્રાંગણ માં ઉભા હોય છે... કાજલ અને કરણ બધા ના આશીર્વાદ લઈ રહ્યા હોય છે... ચારે બાજુ થી નવ દંપતિ ને લોકો વધામણી આપી રહ્યા હોય છે...
ત્યાં અચાનક એક ગાડી ધસમસતી આવી ચડે છે... અને કાજલ ને કચડી નાખે છે... કાજલ નું ધ્યાન જ નથી હોતું... એ વાતો માં મશગુલ હોય છે... ત્યારે ત્યાંથી પસાર થતી એક ગાડી જેની બ્રેકફેલ થઈ જાય છે... અને ડ્રાઈવર કાબુ ગુમાવી દે છે...અને એ ગાડી કાજલ જોડે અથડાઈ જાય છે... ટક્કર વાગવા ના લીધે... કાજલ ને ઘણું વાગે છે... અને એ લોહીલુહાણ થઈ જમીન પર ફસડાઈ પડે છે... ચારે બાજુ ચીસાચીસ થવા લાગી... કરણ કાજલ ને ઊંચકી ને ગાડી તરફ ભાગે છે... નસીબ જોગે બાજુ માં જ હોસ્પિટલ હોય છે...
તાત્કાલિક સારવાર મળવાના લીધે કાજલ બચી તો જાય છે... પરંતુ લોહી ઘણું વહી ગયું હોવાથી... એ કોમા માં જતી રહે છે... ડોક્ટરો ના કહેવા મુજબ એ ગમે તે સમયે ભાન માં આવી શકે... જે તમામ લોકો કોર્ટ માં લગ્ન માટે આવ્યા હતા એ બધા હવે હોસ્પિટલ ની બહાર દુઃખી થઈ ને ઉભા હતા...
આ બાજુ કવિતા આ બનાવ થી બિલકુલ અજાણ હતી... કરણ અને કાજલે એટલું ફાસ્ટ ડીસીસન લીધું હતું કે વિશાલ અને કવિતા ને કહેવાનું યાદ જ ન આવ્યું... પણ વિશાલ ના પિતાજી ત્યાં થી પસાર થતા હતા અને કોલાહલ થતા ત્યાં જોવા ઉભા રહી ગયા હતા અને ખબર પડી આતો કવિતા ના મિત્રો છે જે ગઈ કાલે જ અમારા ઘરે આવ્યા હતા...
એમને તરત જ વિશાલ ને ફોન કરી ને આ સમાચાર આપ્યા હતા...અને વિશાલે કવિતાને... વિશાલ ડોકટર હતો... એટલે એ તરત જ હોસ્પિટલ પહોંચી ગયો...અને કાજલ પાસે જઈ એના રિપોર્ટ્સ ચેક કરવા લાગ્યો... ત્યાં કરણ આવી પહોંચ્યો...એ લોકો કાજલ ને સારી મોટી હોસ્પિટલ માં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા...કરણ વિશાલ ને જોઈ ને થોડો રિલેક્સ થયો... પણ વિશાલે એને બાજુ માં લઇ જઇ ને કહ્યું કે કઈ ખાસ ચિંતા જેવું નથી... શરીર માં લોહી નું લેવલ જેવું સરખું થશે...એ ધીરે ધીરે ભાન માં આવી જશે... એને ઘરે લઈ જાવ તો એને વધુ કમ્ફર્ટેબલ લાગશે... હું એની ટ્રીટમેન્ટ કરીશ...
બધાને આમતો નિર્ણય યોગ્ય જ લાગ્યો... એમને ત્યાં ના ડોકટર જોડે પણ વાત કરી...અને વિશાલે યોગ્ય સૂચન કર્યું છે...જેવું જણાવ્યું... અંતે કાજલ ને એની મમ્મી ના ઘરે જ લઈ જવી એવું નક્કી થયું...
આ બાજુ કવિતા ને બધી ઘટના ઉપર થી કઈક વહેમ પડ્યો...એ રાત્રે ભુવા કાકા ને મળવાનું નક્કી થોડી વહેલી જ ઓફિસે થી નીકળી ગઈ... ભુવા કાકા મંદિરે હાજર જ હતા...
કવિતા જઈ ને એમને અને માં ને પગે લાગી... અને ભુવાકાકા ને બધી ઘટના કહી... એ આંખો બંધ કરી ને બધું જોવા લાગ્યા... એમને 10/15 મિનિટ પછી આંખો ખોલી... અને કવિતા ને સમગ્ર વાત સમજાવી... આજે એમને કવિતા ને બધું જ ખુલ્લેખુલ્લુ કહી દીધું... કવિતા ને આખો મામલો સમજાઈ ગયો...અને આ બધી ઘટના જે એની સાથે છેલ્લા 1 મહિના થી બની રહી હતી એનો તાળો મળી ગયો... ભુવા કાકા એ એને 2 દોરા આપ્યા... આ બે દોરા કોના માટે હતા...??? એ થોડા પૈસા મૂકી ને પગે લાગી ને રવાના થઈ...
એને નરેશ ને ફોન કરી ઘરે આવવાનું કહ્યું...અને જામનગર જવાનું છે... એવું જણાવ્યું... નરેશે ઊંડો નિસાસો નાખ્યો...અને મન માં બબડયો... આ કાકા ના ચક્કર માં મેડમ નું ચસકી ના જાય તો સારું...
ઓ.કે. મેડમ હમણાં આવું કહી એને ફોન મુક્યો...
ગઈ વખત ની જેમ એને સેન્ડવીચ પેક કરાવી લીધી હતી... લગભગ 8:30 આસપાસ એ લોકો જામનગર જવા નીકળ્યા...
કવિતા એ અત્યાર સુધી તો વિશાલ ને ભુવાકાકા વિશે કહ્યું નહોતું... પણ આજે આ બધું જાણ્યા પછી...કહેવું જ પડે એવી પરિસ્થિતી આવી ગઈ હતી... ગાડી માં રેડિયા માં "તુમ સાથ હો જબ અપને...દુનિયા કો દિખા દેગે...." વાગી રહ્યું હતું... કવિતા સેન્ડવીચ ખાઈ રહી હતી... એની નજર સામે એ ઘટના તાજી થઈ ગઈ... જ્યારે એને અને કરણે કોલેજ ના ફર્સ્ટ યર માં એન્યુલ ડે ના ફન્ક્સન માં આ ગીત ઉપર કપલ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું અને...ખૂબ વાહ વાહ મેળવી હતી...
કવિતા ને કરણ આમતો ખૂબ જ ગમતો હતો... પણ લાઇફ પાર્ટનર માં એને જે મેચ્યોરિટી ની તલાશ હતી... એ લેવલ સુધી કરણ કદી પહોંચી ના શક્યો... અને અંતે એને તાત્કાલિક વિશાલ પર પસંદગી ઉતારી હતી... વિશાલ સાથે મેન્ટલી સેટ થવામાં એને સમય લાગ્યો... કારણકે સ્વભાવથી બન્ને જણ બિલકુલ એકબીજા ના વિપરીત હતા... પણ હવે... કવિતા ને વિશાલ નો આવો અતડો સ્વભાવ જ એની ખાસિયત લાગવા લાગ્યો...હતો...
યાદો વાગોળતા વાગોળતા... 11:30 આસપાસ એ લોકો જામનગર પહોંચી ગયા... ઘરે જતા વેંત... મમ્મી પપ્પા ને મળી ને વિશાલ અને કવિતા એકટીવા લઈ ને કાજલ ને મળવા ઉપડી ગયા... નરેશ ને ગેસ્ટ રૂમ માં સુઈ જવાની સૂચના આપીને...
કાજલ ને એની મમ્મી ના ઘરે શિફ્ટ કરી દેવામાં આવી હતી... અને વિશાલ એના ડોકટર તરીકે એના પર પૂરતું ધ્યાન પણ આપી રહ્યો હતો... એમને 24 જોડે રહે એવી નર્સ ની વ્યવસ્થા કરી હતી... જેથી કાજલ ને તકલીફ ના પડે...
થોડી વાર માં એ લોકો કાજલ ને ઘરે પહોંચી ગયા.. કરણ અને કાજલ ના ઘર ના તમામ સભ્ય ત્યાં હાજર જ હતા... કરણ હજી અપસેટ જ હતો...
કાજલ ને જોતા જ...એના મોઢામાં થી શબ્દો નીકળી પડ્યા... જોયુ તને ના પાડી હતી ને...ના જીઇશ... આવું પડ્યું ને પાછા... કવિતા કરણ ને વળગી પડી અને દિલાસો આપવા લાગી... પછી... એ કાજલ પાસે ગઈ...અને એને જોઈ ને રડવા લાગી... થોડી વાર પછી સ્વસ્થ થઈ ને એને જાહેર માં જ કરણ ને પૂછ્યું... આ માતાજી નો દોરો કાજલ ની રક્ષા માટે લાવી છું... તમને લોકો ને વાંધો ના હોય તો...કાજલ ના હાથ પર બાંધી દઉં...?
તે હજી ગઈ કાલે તો કાજલ ને તારી નાની બહેન બનાવી હતી... તારે કોઈ ને પૂછવાની ક્યાં જરૂરત છે...કરણ બોલ્યો...કવિતા એ...તરત દોરો કાજલ ના હાથ પર બાંધી દીધો... અને આગળ વધી અને કરણ નો હાથ ખેંચ્યો...અને એના હાથ પર પણ બાંધી દીધો... કરણ બોલ્યો...તું જાણે છે ને હું આ બધા માં નથી માનતો... ચૂપ...એક શબ્દ નથી બોલવાનો... કવિતા એ આંખો કાઢી ને કહ્યું... કરણ તરત શિયા વિયા થઈ ગયો... એ જાણતો હતો...કે કવિતા લાગણી માં આવી ને આ બધું કરી રહી છે...
હવે આગળ જે થવાનું હતું એ બધું કવિતા ને થોડો અંદાજ હતો જ... કારણકે...ત્રિશલા નો ચમત્કાર એ જોઈ ચુકી જ હતી...
બધું કવિતા ની ધારણા મુજબ જ થયું... કાજલ થોડીવાર માં ભાન માં આવી ગઈ... બધા ની આંખો માં હર્ષ ના આંસુ આવી ગયા... કરણ કાજલ ને ભેટી પડ્યો... અને એને એના નવા હમસફર ની નવી જિંદગી ને વધાઈ ને વધાવી લીધી... વિશાલ માટે આ મેડિકલ સોલ્યુશન જ હતું.. એ જાણતો હતો... લોહી મગજ માં પહોંચવા લાગશે એટલે કાજલ ધીરે ધીરે ભાનમાં આવી જશે..
કવિતા માટે આ ભુવા કાકા નો અને એમની મેલડી નો ચમત્કાર હતો...
હવે કવિતા કાજલ ને મળી.. અને એને જલ્દી સારું થઈ જાય એ માટે ગુડલક વિશ કર્યું... અને લગ્ન ની વધામણી આપી... અને ફટાફટ હનીમૂન પર જવા માટે ના બેસ્ટ કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા... કરણ બાજુ પર જ ઉભો હતો... બધું સાંભળી જ રહ્યો હતો...
કવિતા ઉભી થઇ... અને કરણ ને હાથ પકડી ને બહાર ના રૂમ માં લઇ આવી... અને એને કહ્યું કે કવિતા એની સાથે થોડી અગત્ય ની વાત કરવા માંગે છે... જે એમના સફળ લગ્ન જીવન માટે ખૂબ જરૂરી છે...
કરણ ને અંદાજ પણ નહોતો કવિતા શેના અનુસંધાન માં વાત કરી રહી છે... એટલે એને એકદમ કેસ્યુઅલ જવાબ આપ્યો... સારું મેડમ બોલો... કવિતા ને લાગ્યું કે કરણ સિરિયસ નથી.. એટલે એને અત્યારે વાત કરવાનું ટાળ્યું...
થોડી વાર રોકાયા પછી કવિતા અને વિશાલ એમના ઘરે આવી ગયા... કવિતા ને સવારે વહેલા નીકળવાનું હતું... એટલે એને વિશાલ ને પણ આ વિશે વાત કરવાનું ટાળ્યું... ત્રિશલા જોડે થોડીવાર રમી ને બધા સુઈ ગયા...અને એ સવારે ઘરના બધા સભ્યો મળી ને ભાઈજીપુર જવા નીકળી ગઈ...
કાજલ ને હવે સારું થવા લાગ્યું હતું... અને લગભગ જાતે હરી ફરી શકે એવી એની તબિયત સુધરી ગઈ હતી... અચાનક કાજલ ને કવિતા જોડે વાત કરવાનું મન થયું... એને કવિતા ને ફોન જોડ્યો... કવિતા હજુ બેંક માં જ હતી... એને કાજલ ને ખબર અંતર પૂછ્યા... અને એને હવે સારું છે એવું લાગતા જ એને મમરો મુક્યો... કે કાજલ તમે હનીમુન પર ક્યારે જાવ છો...? બસ નેક્સટ વીક વિચાર છે... કઈ બાજુ જવાના છો...? લગભગ તો સ્વિત્ઝર્લેન્ડ ની ગણતરી છે... અરે વાહ સરસ... પણ મારી પાર્ટી બાકી છે... મને પેલા પાર્ટી આપો નહી તો હુ પણ હનીમૂન માં જોડે આઈ જઈશ... તમને એન્જોય જ નહી કરવા દઉ... હા..હા...હા... કહી ને બન્ને ખડખડાટ હસી પડ્યા...
કાજલે શ્યોર શનિવારે પાર્ટી આપવાનું પ્રોમિસ કર્યું... એને અને વિશાલ ને મોંઘી રેસ્ટોરેન્ટ માં આવવા ઇનવાઇટ કર્યા... આમ પણ કાજલ ને શનિવારે બેન્ક માં રજા જ હતી... એને પણ તરત હા પાડી દીધી... વાસ્તવ માં કાજલ બધા ને ભુવા કાકા એ કહેલી વાત કહેવા માંગતી હતી... એટલે એ પણ સારી તક શોધતી હતી...
કાજલ શનિવારે સવારે જામનગર આવી પહોંચી હતી... ત્રિશલા માટે આ સરપ્રાઈસ હતી...એને ખબર નહોતી કે એની મમ્મી આવવાની છે... વિશાલ તો જાણતો જ હતો... કવિતા ના આવવાથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું...
શનિવારે રાત્રે એ લોકો એક શાનદાર મોંઘી રેસ્ટરેન્ટ માં પહોંચે છે... જ્યાં કરણ અને કાજલ પહેલે થી જ હાજર હતા... સામ સામે એકબીજાનું અભિવાદન કરી ને એ લોકો એક કોર્નર ના ટેબલ પર ગોઠવાયા...
કવિતા માહોલ જામવા ની રાહ જ જોતી હતી... એના માટે આ બધું વિશાલ, કરણ, કાજલ ને જણાવવું જરૂરી હતું... એને સામે થી જ વાત શરૂ કરી... શુ તમે લોકો કોઈ તંત્ર મન્ત્ર માં માનો છો...
ઓ શટઅપ કવિતા શુ ટોપિક ખોલે છે... યાર... મૂડ ની બજાઇસ નઇ પ્લીઝ... કરણ બોલ્યો... તું ચૂપ રે... હું એક એવી વાત કહેવા જઇ રહી છું કે તમારે બધાએ માનવું જ પડશે... કાજલ બોલી હા હા દીદી બોલ... મારે સાંભળવું છે... બીજો તો કોઈ હોટ ટોપિક હતો નઇ એટલે વિશાલે પણ હા પાડી... એટલે કરણ પણ તૈયાર થઈ ગયો...
કાજલે એની ગાડી બંધ પડી હતી ત્યાં થી શરૂ કર્યું... અને જાણે કે બધા લાઈવ જોઈ રહ્યા હોય એટલી તન્મયતા થી સાંભળતા હતા..
ગાડી વાળો કિસ્સો
મરેલા ઊંદર વાળો કિસ્સો
ત્રિશલા વાળો કિસ્સો
કરણ નો કિસ્સો
અને હવે કાજલ નો કિસ્સો
જમવાનું ઓલરેડી ઓર્ડર કરી દીધું હતું... એ આવી ગયું... જમતા જમતા કવિતા એ એવા તાલ મેલ થી બધી વાતો ના કિસ્સા જોડી ને સંભળાવ્યા કે ક્યારે જમવાનું પતિ ગયું અને બિલ નું પેમેન્ટ આપી ને એ લોકો બહાર બગીચા માં આવી ને બેઠા કોઈ ને ખાસ ખબર જ ના રહી... ઘડિયાળ માં 12:30 થવા આવી હતી... વિશાલ ની મમ્મી નો ફોન આવી ચુક્યો હતો... ત્રિશલા યાદ કરી રહી હતી...વિશાલે એને સમજાવી ને સુવડાવી દેવા કહ્યું...એ પણ આ રહસ્ય જાણવા માંગતો હતો...
કરણ, કાજલ અને વિશાલ ભુવાકાકા અને એમના અનુમાનો સાંભળી ને સડક થઈ ગયા હતા... એમની પાસે આ માન્યા સિવાય છુટકો જ નહોતો કારણકે આ વાત કવિતા કહી રહી હતી... અને તમામ સત્ય હતી... કારણકે... દરેક જણ આ અનુભવો માંથી પસાર થઈ ચૂક્યા હતા...
બધા ને આ માટે જવાબદાર કોણ છે... અને કેમ આવું કર્યું એ જ જાણવા માં રસ હતો...
કવિતા એ સસ્પેન્સ ખોલ્યો...આના માટે કરણ ના પિતાજી ના બિઝનેસ પાર્ટનર હસમુખ કાકા અને એમની દીકરી... માનસી જવાબદાર હતા... કરણ ખુરશી પર હાથ પછાડી ને ઉભો થઇ ગયો... ધીસ ઇસ નોટ પોસીબલ...યુ આર લાયીન્ગ... કવિતા...
ઓ સ્ટોપ ઇટ કરણ... કાજલે કહ્યું... શી હેસ નો મોટિવ વિથ ધીસ થીંગ્સ... જસ્ટ કામ ડાઉન એન લીસન ટૂ હર...
ઓકે ઓકે... કવિતા કીપ ટેલિંગ... કવિતા એ કહ્યું કે હસમુખ કાકા બહુ પહલે થી જ તમારી આ ભાગીદારી ને સબંધો માં ફેરવવા માંગતા હતા... કેમ...? એ તો મને પણ નથી ખબર... પણ મારા અને કરણ ના વર્તન ને જોઈ ને એમને કદાચ આ સ્વપનું રોળાતું લાગતું હશે... એટલે એમને પહેલા મારા અને કરણ વચ્ચે ફૂટ પડાવા તાંત્રિક પાસે વિધિ કરાવી...
પછી કાજલ ના આવવા થી ફરી આ ચક્ર શરૂ થયું પણ એ લોકો હાર સ્વીકારવા તૈયાર નહોતા... આ તો સારૂ થયું વહેલી ખબર પડી ગઈ... નહિ તો કાજલ પછી... તારા પપ્પા નો જ વારો હતો કરણ... પણ ભુવા કાકા અને એમની માં મેલડી ના પ્રતાપે આપણે બધા અત્યારે સાજા સમાં છીએ...
એમણે મને હિંટ આપી જ હતી... કે એમના મોઢા પર મસ્સો છે... અને એમની સાથે એક સ્ત્રી છે જેના જમણા હાથ પર લાખું છે...
આટલું કહી ને કવિતા એ કાજલ નો હાથ ખેંચ્યો અને બધા સમક્ષ રજુ કર્યો... એના જમણા હાથ પર કાંડા પાસે જ લાખું હતું... માનસી ના હાથ ઉપર આવું લાખું હશે તું જોજે... કવિતા એ ચોખવટ કરી... કરણ તારા પપ્પા ના મોઢા પર ડાબા કાન નીચે મોટો મસ્સો છે... છે કે નહિ ?... હા... તો એનો મતલબ શુ મારા પપ્પા એ આ બધું કરાવ્યું હતું એમ... કરણે કહ્યું... મને પણ પહેલા કાજલ અને તારા પપ્પા પર જ શક ગયો હતો... પણ પછી અમુક ઘટના ઓ બાદ એવું લાગ્યું કે ના આ લોકો આવુ ના કરે... નક્કી આ કામ બીજા કોઈક નું જ છે... પણ નજીક ની વ્યક્તિ નું જ... જેને આ બધું કરવાથી ફાયદો મળી શકે એમ હોય... કવિતા બોલી...
થોડી વાર સન્નાટો રહ્યા પછી...
કવિતા એ ખુલાસો કર્યો... કે જો આ બધું હું તમને કહું છું એટલે તમારે કઈ એમની જોડે સબંધ તોડી નાખવાની જરૂર નથી... બસ હવે સમય પસાર થવા દો... બધું ધીરે ધીરે સારું થઈ જશે... એમને પણ એમની ભૂલ અને કરેલા કર્મ નો પસ્તાવો જરૂર થશે... માનસી ને એના યોગ્ય લાઇફ પાર્ટનર મળી જશે... એટલે આ બધું શમી જશે...
કરણ અને કાજલ ને વાત ગળે ઉતરી ગઈ... એમને નક્કી કર્યું કે માનસી ને ધિક્કારવાના બદલે એને સારો લાઈફ પાર્ટનર શોધવામાં મદદ કરશે... અને આ વાત કોઈ ને ક્યારેય ખબર નહિ પડવા દે...
કવિતા એ જ્યાં સુધી બધું શમી ના જાય ત્યાં સુધી એમને ભુવાકાકાએ આપેલો માતાજી નો દોરો પહેરી રાખવાનું સૂચન કર્યું...
બધા એકબીજા ને ભેટી ને છુટા પડ્યા...
કવિતા વિશાલ સાથે...
કાજલ કરણ સાથે ખુશખુશાલ મુદ્રા માં હતા...
સંબંધો માં પડી ગયેલી તિરાડ અને મનદુઃખ પુરા થતા... બધા માં નવો જોશ અને ઉમંગ દેખાઈ રહ્યા હતા...
કવિતા મનોમન ભુવાકાકા અને માં મેલડી નો આભાર પ્રકટ કરી રહી હતી...
જો તમારી ઈશ્વર માં સાચી શ્રદ્ધા હોય તો ક્યારેક જીવન માં જો આપણે માર્ગ ભૂલી જઈએ કે ભટકી જઈએ ત્યારે ઈશ્વર આવા ભોમિયા મોકલી ને આપણને યોગ્ય માર્ગ ઉપર લાવવા માં મદદ કરે છે...
જીવન માં ઘણી વાર આપણે પરિસ્થિતિ અને બનતી ઘટના ઓ થી નિરાશ થઈ જતા હોઈએ છીએ...
પરંતુ જો આપણે દરેક ઘટના અને પરિસ્થિતિ ઈશ્વર દ્વારા સર્જાયેલી છે... અને આપણા હિત માટે સૌથી યોગ્ય છે... એવો પોઝિટિવ અભિગમ કેળવીએ... તો જિંદગી ઘણા ખરા અંશે હળવી થઈ જાય...
સંપૂર્ણ: (અનેક કિસ્સા ઓ માં નો એક કિસ્સો)
વાંચી ને પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપશો..