મરિયમ નો બદલો.. Jalpan Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરિયમ નો બદલો..

મરિયમ એ આજે બ્રિજ ઉપર ફરી એક જણ નો શિકાર કર્યો..અને પદ્ધતિ એજ.. ગળું કાપી હત્યા.. છેલ્લા 1 અઠવાડિયા માં આ બીજો માણસ માર્યો ગયો.. હજી તો પોલીસ પહેલા ખૂન ની તપાસ કરી રહી હતી..

ગામના લોકો વાતો કરતા કે મરિયમ મરી ને ભૂત થઈ છે.. મરિયમ છેલ્લા 10 દિવસ થી ગાયબ હતી.. અને એના પતિ ડુકી ના કહેવા પ્રમાણે એમની પાલતુ બિલાડી નું કાપેલું માથું કોઈએ ડાઇનિંગ ટેબલ પર જમવાના સમયે ડિશ માં ગોઠવી ને મૂક્યું હતું.. એ જોઈ મરિયમ ખૂબ ડરી ગઈ હતી.. અને રાતે ડુકી ને ઊંઘ ની ગોળી વગર ઊંઘ આવતી ન હોઈ.. એ ગોળી લઈને સૂતો હતો.. અને સવારે જાગ્યો ત્યારે મરિયમ ઘરમાં નહોતી પણ ફર્શ ઉપર ઘણું બધું લોહી હતું.. અને ઘર માં નોકર..ચાકર પણ હતા.. જેમને કશું જોયું કે સાંભળ્યું નહોતું..

ગામ માં થોડા સમય થી ખુસરફુસર હતી કે મરિયમ નું પેલા વેલાઝ જોડે ચક્કર છે.. વેલાઝ એક ટીચર હતો.. જે મ્યુઝિક શીખવતો હતો.. ડુકી બિઝનેસ માટે ઘણા દિવસો બહાર રહેતો અને મરિયમ એકલી કંટાળી જતી.. એટલે એણે ડુકી ની પરમિશન લઈ ને જ વેલાઝ જોડે મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું હતું.. એ લોકો ગામ માં જંગલ માં શહેર માં બધે જોડે ફરતા.. વેલાઝ ની સંગીત શીખવવા ની પદ્ધતિ અલગ હતી..

ડુકી ના કાને આ વાત પડી હતી.. એણે મરિયમ ને ટકોર પણ કરી હતી..

આજે ફરી એક લાશ મળે છે.. મારવાની એજ પદ્ધતિ.. ગામ મા તો બધા ને વિશ્વાસ થઈ જાય છે કે મરિયમ જ ભૂત બની ને આવી છે.. આ બાજુ વેલાઝ ખૂબ દુઃખી હતો.. મરિયમ ના મરી જવાથી..

એક એક કરી ને કુલ 9 ખૂન થાય છે.. નવાઈ ની વાત એ હતી કે એ બધા નામચીન ક્રિમિનલ હોય છે.. પોલીસ માટે હવે આ કેસ ચેલેન્જ બની જાય છે.. એક બાજુ તો કોઈ પોલીસ ની ફેવર માં કામ કરી રહ્યું હતું ઓન પદ્ધતિ ખોટી હતી.. અને એક બાજુ ગામ લોકો માં ડર નો માહોલ હતો..

એક દિવસ જંગલ માં વેલાઝ ને મરિયમ દેખાય છે.. એ એનો પીછો કરે છે.. અને દૂર જંગલ માં એને મરિયમ ની કહોવાઈ ગયેલી લાશ મળે છે.. એ લાલ કપડાં પહેરેલી હતી.. અને કોઈએ એનું ગળું કાપી હત્યા કરી હતી.. એના શરીર માં કીડા પડી ગયા હતા.. અને લાશ ઠેકઠેકાણે થી કાગડા અને ગીધ ખાઈ ગયા હતા..

દુઃખી વેલાઝ પોલીસ ને જાણ કરે છે.. અને પોલીસ ડુકી ને.. બધા મળી ને મરિયમ ની વિધિસર દફન વિધિ કરે છે.. અને એ દિવસે જ રાત્રે ડુકી નું ગળું કાપી હત્યા કરવા માં આવે છે અને એનું માથું ડાઇનિંગ ટેબલ પર ડિશ માં સજાવેલુ હોય છે.. પોલીસ તપાસ માં નોકરો એ જ વાત કહે છે.. કે એમને કોઈ અવાજ સાંભળ્યો જ નથી..

ખૂન કોણ કરે છે.. એ રહસ્ય વણ ઉકલ્યું જ રહી જાય છે.. વેલાઝ ખરેખર મરિયમ ને લાઈક કરતો હોય છે અને આમ લોકો એને ભૂત કહે એ એને ગમતું નથી હોતું.. તો એ એક સંત પાસે જઈ ને એમને મરિયમ નું રહસ્ય પૂછે છે.. સંત મરિયમ ના આત્મા ને હાજર કરે છે.. અને વેલાઝ ને મરિયમ પ્રેમાળ આંખે જોતા જોતા બધું જ કહે છે..

મરિયમ ના પિતા અતિધનિક હતા અને એમના ત્યાં કામ કરતો ડુકી એમને ખૂબ સરળ અને પ્રમાણિક લાગ્યો.. એમને મરિયમ ને ડુકી સાથે પરણાવી દીધી.. પણ કોણ જાણે કેમ એમનો વસ્તાર આગળ નહોતો વધતો.. ડુકી લાલચુ હતો અને એને જુગાર રમવાની લત હતી.. પણ આ વાત એણે છુપાવી રાખી હતી.. મરિયમના પિતા ના અવસાન પછી એક ની એક સંતાન તરીકે મરીયમ બધી સંપત્તિ ની માલિક બને છે.. ઐયાશ ડુકી જુગાર માં ખૂબ મોટી રકમ હારી જાય છે.. અને એને વસુલ કરવા કલબ નો માલિક એને બધી મિલકત આપી દેવાનું કહે છે.. ડુકી મજબૂર હતો.. પણ એ જાણતો હતો કે મરિયમ નહિ માને.. એટલે એ મરિયમ ને ગંધ પણ ના આવે એ રીતે એની સંપત્તિ મેળવવા મરિયમ ને મારવાનો પ્લાન બનાવે છે.. જેમાં કલબ નો માલિક, મેનેજર અને એના સાગરીતો સામેલ હોય છે..

આખા પ્લાન ને રિયાલિસ્ટિક બનાવવા.. ડુકી ઘેનની ગોળી લઈને સૂતો જ હતો.. અને કલબ નો મેનેજર અને એના સાગરીતો મરિયમ ને ઘરમાં ઘુસી ને ગળું કાપી ને મારી નાખે છે.. અને એની લાશ જંગલ માં ફેકી આવે છે.. નોકરો માટે અલગ કવાટર્સ ઘર ની પાછળ ના ભાગ માં હતું એથી એ લોકો ને કઈ ખાસ ખબર પડતી નથી..

મરતી ઘડી એ મરીયમે જેટલા લોકો ને જોયા હતા એ બધા ને એ એક એક કરી ને એજ રીતે મારે છે.. અને ત્યાં વેલાઝ ને એની લાશ દેખાઈ જાય છે.. મરિયમ નો બદલો હજી અધૂરો હતો.. કલબ નો માલિક હજી જીવતો હતો.. મરિયમ સંત ને આજીજી કરે છે કે ગમે તેમ કરી ને એને એ કલબ માલિક જોડે બદલો અપાવો.. સંત એને વેલાઝ ના શરીર માં પ્રવેશ કરવાનું સૂચન કરે છે.. અને વેલાઝ ખુશી ખુશી તૈયાર થઈ જાય છે..

મરિયમ વેલાઝ ના શરીર માં પ્રવેશ કરી કલબ ના માલિક પેંઝો ના ત્યાં પહોંચે છે..પેંઝો ખૂબ શાતિર હતો.. એને આ કોઈ આત્મા નું કામ હોય એવો અંદાજ હતો જ.. એટલે એણે કોઈ તાંત્રિક પાસે કલબ અને ઘર બને જગ્યા એ કોઈ વિધિ કરાવી હતી.. વેલાઝ એટલે કે મરિયમ અંદર જઇ શકે એમ નહોતી.. એટલે એ વેલાઝ ને વિનંતી કરે છે કે એ અંદર જઇ ગમે તે રીતે પેંઝો ને બહાર લઈ આવે..

અંદર બિન્દાસ બેઠેલો પેંઝો વેલાઝ ની વાતો માં આવી જાય છે અને એની સાથે બહાર આવે છે.. અને થોડા સમય માં વેલાઝ ની વર્ણતુક જોઈ એ ખેલ સમજી જાય છે.. અને વેલાઝ પર તૂટી પડે છે.. અને વેલાઝ ને ચપ્પા ના અનેક ઘા મારે છે.. મરિયમ વેલાઝ ના શરીર માં ઘુસી થોડીક જ વાર માં ગળું કાપી પેંઝો નો ખેલ ખતમ કરી નાખે છે.. પણ મરિયમ જેવી વેલાઝ નું શરીર છોડે છે.. વેલાઝ ત્યાંજ ઢળી પડે છે..

અને વેલાઝ અને મરિયમ બન્ને ના આત્મા સુકુન થી આકાશ માં વિલીન થઈ જાય છે..