રિવેન્જ.. Jalpan Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિવેન્જ..

15 વર્ષ નો જેકબ નાનપણ થી જ માનસિક બીમાર હતો.. આખો દિવસ એની આસપાસ માખીઓ બણબણ્યા કરતી.. માખી બણબણવાનો અવાજ એને ખૂબ ગમતો.. એ દેખાવામાં મંદબુદ્ધિ બાળક જેવો.. એ હજી પણ ફૂલ..પાન.. ઝાડ.. વનરાજી ઓ માં જ ફર્યા કરતો.. એને ભણવા કરતા એમાં વધુ મજા આવતી.. સ્કૂલ માં કોઈ એને કોઈ રોકતું ટોકતું નહિ.. અને એ કોઈ જોડે વાત પણ કરતો નહિ.. એ માખીઓ જેમ બણબણવા નો અને પશુ..પક્ષી ની જેમ બોલવાનો અવાજ કર્યા કરતો..

સ્કૂલ માં એક ટીચર હતા મિસ કોલી.. એ જેકબ ને બહુ ગમતા.. ઘરે જ્યારે પણ એ એની મૃત મમ્મી નો ફોટો જોતો તો એમાં એને મિસ કોલી દેખાતા..

થોડા દિવસ થી મિસ કોલી સ્કૂલ આવતા નહોતા.. અને જેકબ ને ગમતું નહોતું.. એને એમના ઘરે જવાનું નક્કી કર્યું અને સાયકલ લઈ ને સ્કૂલ થી ઘણે દૂર બીજા ટાઉન માં મિસ કોલી ના ઘરે જવા નીકળ્યો.. મિસ કોલી માટે એમના ફેવરિટ કુકીઝ લીધા હતા.. જયારે પણ સ્કૂલ માં જેકબ એમને એ ઓફર કરતો એ અચૂક ખાતા.. અને કુકીઝ ના વખાણ કરતા.. કુકીઝ વાસ્તવ માં જેકબ ના પિતા બનાવી આપતા.. એમને બીજા લગ્ન નહોતા કર્યા.. જાણતા હતા કે નવી માં જેકબ ને ન્યાય નહીં આપી શકે..

જેકબે મિસ કોલી ના ત્યાં પહોંચી ને જોયું તે મિસ કોલી ખૂબ બીમાર હતા.. અને એમનો ઈલાજ ચાલુ હતો.. જેકબ કુકીઝ નો ડબ્બો ત્યાંજ મૂકી એમની સામે જોઈ ને.. કંઈજ બોલ્યા વગર ત્યાંથી નીકળી જાય છે..

બીજા દિવસે સ્કૂલ માં મિસ કોલી ની ડેથ થઈ ગઈ છે એવું જાહેર કરવામાં આવે છે.. જેકોબ ખૂબ ખૂબ દુઃખી થઈ જાય છે.. અને જંગલ માં જતો રહે છે.. મોડી રાત સુધી પાછો ના આવતા એના પિતા એને શોધવા નીકળે છે.. જેકબ ક્યાંય મળતો નથી.. એટલે શહેર ના શેરીફ ને મળી ને જેકબ વિશે જણાવે છે.. શેરીફ જાણતો હતો કે જંગલ માં જંગલી પશુ ઓ છે.. એને શોધવો જ પડે.. મંદ બુદ્ધિ ના બાળક જોડે કઈ અનહોની થાય એ પહેલાં શેરીફ ટાઉન ની બધી જ પોલીસ ને કામ પર લગાડી દે છે..

જેકબ એક ઝરણાં પાસે એકલો બેસેલો મળે છે.. ભલભલા છાતી વાળા ને ડર લાગે એવા ગાઢ જંગલ માં એ એકલો હતો.. કુકીઝ ખાઈ રહ્યો હતો.. જેકબ ના પિતા ને ચક્કર આઈ જાય છે.. ખરેખર જો જેકબ મંદબુદ્ધિ ના હોત તો ડર નો માર્યો જ મરી જાત..

એ લોકો ઘરે આવે છે.. પણ આખા રસ્તે અને ઘરે આવ્યા પછી પણ એ ચૂપચાપ જ હતો.. એ વારે વારે પાછળ ફરી ને જોયા કરતો હોય છે.. કુકીઝ નો ડબ્બો એને હાથ માં ખૂબ ફિટ પકડી રાખ્યો હતો..જે એના પિતા એ પણ નોટિસ કર્યું હતું..

એ રાત્રે તો જેકબ જમ્યા વગર જ એના રૂમ મા સુવા ચાલ્યો જાય છે.. સવારે જાણે કે અલગ જ જેકબ જોવા મળે છે.. એ ફટાફટ નાસ્તો કરી સ્કૂલ જવા નીકળી જાય છે.. એના પિતા નવાઈ માં તો ગઈ કાલ માં હતા.. કે જાણે જેકબ બદલાઈ ગયો છે.. જેકબ સ્કૂલ જવાના બદલે મિસ કોલી ના ઘરે પહોંચે છે.. જ્યાં એ જોવે છે કે એની એક મિત્ર લીટા અને એનો હસબન્ડ રેગાન બહુ ખુશખુશાલ દેખાતા હતા..

જેકબ મિસ કોલી ના ડોગ ને એક તીણા અવાજ માં બહાર બોલાવે છે.. અને એ લોકો ઝાડી માં જતા રહે છે.. મિસ કોલી ના ડોગ ને જેકબ ની જોડે મિસ કોલી નો આત્મા પણ દેખાય છે.. એ તરત ત્યાં ખુશી નો માર્યો આળોટવા માંડે છે.. જેકબ.. મિસ કોલી ના ડોગ ને લીટા અને રેગાન વિશે પૂછે છે.. અને ડોગ કહે છે કે એમને મિસ કોલી ને ઘણા ઈશારા આપ્યા હતા.. પણ મિસ કોલી સમજી જ ન શક્યા કે આ લોકો એમને મારી નાખવાનો પ્લાન બનાવે છે..

જેકબ ને મિસ કેલી જે દિવસે મરી ગયા એ જ દિવસે આત્મા સ્વરૂપે દેખાઇ ગયા હતા.. અને એ લોકો ને એકબીજા જોડે ખૂબ એટેચમેન્ટ હતું.. એટલે માત્ર જેકબ જ મિસ કેલી ને જોઈ શકતો હતો.. હજી તો મિસ કેલી કે જેકબ કોઈ મિસ કેલી ના અચાનક મરવાનું કારણ જાણતા નહોતા.. મિસ કેલી ને મરતી વખતે રેગાન ના મોઢા પર અજીબ ના હાવભાવ જોવા મળ્યા હતા.. એટલે એમને અજુગતું લાગ્યું હતું.. પન મરતા મરતા કોને એટલી સભાનતા હોય..

વાસ્તવ માં મિસ કોલી ના હસબન્ડ રેગાન અને એની મિત્ર લીટા વચ્ચે આડા સંબંધ હતા.. અને એમને કોલી ખટકતી હતી.. વાસ્તવ માં કોલી ખૂબ પ્રેમાળ અને કેરિંગ હતી.. રેગાન ક્યાં આધારે છૂટાછેડા માંગે એ જ સમજાતું નહોતું એટલે એમણે કેલીને ઠેકાણે પાડવાનો પ્લાન કર્યો..

એ લોકો રોજ કોઈ ને કોઈ રીતે કેલી ને ઝેર આપવા લાગ્યા.. આ ઝેર ખૂબ ધીમે અસર કરતું .. એ અશક્ત થવા લાગી અને અંદાજે 20 દિવસ માં એના શરીર માં એટલું ઝેર ભેગું થઈ ગયું હતું કે એક દિવસ તે બીમાર થઈ ને મરી ગઈ.. કોઈ ને ગંધ સુદ્ધા ના આવી કે કેલી ઝેર ની અસર થી મરી ગઈ છે.. કેલી નો ડોગ ખૂબ ઇન્ટેલિજન્ટ હતો એ આ બધું રોજ સાંભળતો અને જોતો.. એ વારે વારે કેલી નું ઝેર વાળું ખાવાનું કે પીવાનું ઢોળી નાખવા નો પ્રયત્ન કરતો પણ.. બિચારો કેલી ને બચાવી ના શક્યો.. પણ એ હવે કેલી ને આત્મા સ્વરૂપે જોઈ ને ઘણો ખુશ હતો..

જેકબ હવે મિસ કેલી ના મોત નો બદલો લેવા ઇચ્છતો હતો.. એટલે એણે પણ પ્લાન બનાવ્યો હતો કે એમનું મૃત્યુ પણ આકસ્મિક લાગવું જોઈએ.. મંદબુદ્ધિ દેખાતા જેકબ માં અચાનક એની માં ની પ્રતિકૃતિ સમાન મિસ કેલી ના મોત નો બદલો લેવાની ધૂન સવાર થઈ ગઈ હતી..

એણે જંગલ માં જઇ ઝેરી મધમાખી નો મધપૂડો શોધી નાખ્યો.. હવે એણે મધમાખી ઓ જોડે વાત કરી ને એમને મિસ કેલી ના ઘર ઉપર મધપૂડો બનાવવા વિનંતી કરી.. જાનવરો.. પશુ.. પક્ષી.. બધા જ સુપર નેચરલ પાવર લઈને જ જન્મે છે.. એમણે પણ કદાચ મિસ કેલી ના આત્મા ને જેકબ ની સાથે જોઈ લીધો હતો.. અને ઝેરી મધમાખી મિસ કેલી માં ઘર પર મધપૂડો બનાવવાનું કામ શરૂ કરી દે છે..

હવે લીટા પણ રેગાન જોડે જ અહીં રહેવા લાગી હતી.. એ રેગાન ને મધપૂડા વિશે વાત કરે છે.. અને રેગાન ઓબ્ઝર્વ કરે છે કે હજી બનાવવા ની શરૂઆત જ છે.. અને એ લાકડા ભેગા કરી ને ધુમાડો કરી એમનો મધપૂડો તોડવા લાગે છે.. અને બસ.. ઘણી બધી મધમાખી એના પર હમલો કરી દે છે.. હવે આ સામાન્ય મધમાખી નહોતી તો ઘણું બધું ઝેર એમના કરડવાથી રેગાન ના શરીર માં જાય છે.. લીટા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ને એને હોસ્પિટલ લઈ જાય છે.. પણ જતા જતા રેગાન ને કેલી નો આત્મા દેખાય છે.. અને રેગાન નું કુદરતી રીતે જ મૃત્યુ થાય છે..

લીટા હવે ગભરાઈ ને એના જુના ઘરે રહેવા જતી રહે છે.. અને જેકબ હવે એને ઠેકાણે પાડવા નો પ્લાન બનાવવા લાગે છે.. કુદરતી રીતે.. જેકબ એની પર સતત નજર રાખતો હોય છે.. હવે લીટા ને એના ઘર માં હવે મિસ કોલી નો આત્મા હોવાનો આભાસ થવા લાગે છે.. ઘર માં અચાનક ખૂબ જીવાતો ઉભરાવવી.. અચાનક કોઈ મરેલા જાનવર ની બદબુ આવવી, લાઈટો અને ઇલેક્ટ્રિક ઉપકરણ આપમેળે ચાલુ બંધ થવા .. વસ્તુ ઓ હવા માં ઉડવા લાગવી વગેરે..
લીટા ખૂબ ઘભરાઈ જાય છે અને ડિપ્રેશન માં સરી પડે છે.. એ રાત્રે ઘરમાં એકલી રહી જ નથીં શકતી.. એને ઊંઘ ન આવવા ની બીમારી થઇ જય છે.. ડોકટર એને હાઈ ડોઝ ની ઊંઘ ની ગોળી ઓ આપવા લાગે છે..

અને એક રાત્રે મિસ કોલી નો આત્મા એને પ્રત્યક્ષ થાય છે.. અને લીટા સખત ઘભરાઈ જાય છે.. એ ઘણી બધી ઊંઘ ની ગોળી ઓ એક સાથે ખાઈ જાય છે.. અને ઊંઘમા જ મરણ પામે છે..

મિસ કોલી ના આત્મા નો બદલો પૂરો થતાં એ જેકબ ને ખૂબ વહાલ કરી ને મુક્તિ પામે છે..