કેસ નં.643 3:15 નું પોસ્ટમોર્ટમ Jalpan Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેસ નં.643 3:15 નું પોસ્ટમોર્ટમ

ઇન્સ્પેક્ટર પાટીલ બાહોશ અને નીડર..યુવાન અને ઉત્સાહી.. સમજુ અને ચાલક.. લગભગ એક ઇન્સ્પેક્ટર ની પરફેક્ટ ઈમેજ ને શોભે એવા..


જસ્ટ પોલીસે સ્ટેશન માં પ્રવેશ્યા હતા.. ને માંડ બેઠા હતા ત્યાંજ મોબાઈલ રણક્યો..


ફોન કમિશ્નર ઓફિસે થી હતો.. તાત્કાલિક હાજર થવાનું કીધું છે..


પાટીલ ટેબલ પર પડેલી ચા પીધા વગર..જ નીકળ્યા.. બુલેટ ને કીક મારી ને સડસડાટ 20 મી મિનિટે તો કમિશ્નર સાહેબ ની સામે ઊભા હતા..


એક હતપ્રભ ફેમિલી સામે બેઠું હતું..દરેક ના મોઢા પર જાણે સ્મશાન થી કોઈ ને લાકડાભેગા કરી ને આયા હોય એવા હાવ ભાવ હતા..


પાટીલ.. આ મારા ખાસ મિત્ર ના મિત્ર છે.. ગોહિલજી


અને આ આમનો પરિવાર.. કમિશ્નર સાહેબે પાટીલ ને ઓળખાણ કરાવી..અને જરૂરી સૂચના ઓ આપી..ગોહિલજી એ કેસ ની વિગત જણાવી..


કેસ સમજી ને પાટીલે એમને પોલીસસ્ટેશન આવનું કહ્યું અને નીકળી ગયા.. હવે ગોહિલજી અને તેમનો પુત્ર ભાવિકસિંહ પાટીલ ની પાછળ પાછળ પોલીસસ્ટેશન પહોંચ્યા.


પાટીલ ઑલરેડી ફ્રેશ થવા ગયા હતા. ..છેલ્લા 5 દિવસ થી ઘરે નહોતા ગયા એટલે અકળાઈ ગયા હતા..


હવે એક ચા.. અને સિગરેટ.. આ બધું પત્યું પછી પ્રશ્નાવલી ચાલુ થઈ.


પાટીલ : બનાવ ક્યારે બન્યો..? ક્યાં બન્યો..? કેવી રીતે બન્યો..? કોણ કોણ હાજર હતું..? બધું પહેલે થી કહો..


ભાવિકસિંહ: સાહેબ મને ડર લગે છે.. બધું યાદ કરીને.. મને એવું લાગે છે જાણે એ અહીંયા મારી આસપાસ માં જ છે..


પાટીલ: કોણ આસપાસ માં છે? શુ છે આ બધું ગોહિલજી.


?


ગોહિલજી:સાહેબ મારા ભાવિક ના નામનો નનામો કાગળ આવ્યો છે.. ત્યાર થી એની આવી હાલત છે..


આ રહ્યો એ કાગળ..


પાટીલે કાગળ હાથ માં લીધો..


હવે તારો વારો... બુધવાર 3:15..


બસ આટલું જ લખ્યું હતું... પણ આ કાગળ જોઈ ભાવિકસિંહ ધ્રુજી ગયો હતો.. ઘરના દરેક વ્યક્તિ એને આ નું રહસ્ય પૂછી રહ્યા હતા.. પણ એને મૌન સેવી લીધું હતું... પણ આજે તો ભેદ ખોલવો પડે એમ હતો કારણકે આજે રવિવાર હતો અને જો કાગળ માં લખેલું સાચું પડવાનું હોય તો આજ થી 3 જા દિવસે એનું મોત થવાનું હતું..


ભાવિક ખૂબ ડરેલો હતો..એટલો કે છેલ્લા 4 દિવસ થી ઘર ની બાર નથી નીકળ્યો..આજે ગોહિલજી કેટલું સમજાઈ અહીં સુધી લાવ્યા હતા..


બાહોશ પાટીલે એક નજર માં જોઈ લીધું કે કાગળ કોઈ સામાન્ય પેન થી નથી લખેલો... એમાંથી લાકડું બળ્યા પછી આવે એવી વાસ આવતી હતી..અને અક્ષર પણ વાંકાચુકા હતા..પણ હતા સ્પષ્ટ વંચાય એવા..


પાટીલે હવે ગોહિલજી ને બહાર જવાનો ઈશારો કર્યો.. ગોહિલજી વોશ રૂમ જવાનું બહાનું કરી ને ઉઠવા ગયા પણ ભાવિકે એના પપ્પા નો હાથ પકડી લીધો... માંડ સમજાઈ ને ઉભા થયા... અને પછી પાટીલે જરા અવાજ ભારે કરી ને પૂછ્યું...


ઓ છોકરા સાચે સાચું કહી દે આ બધું શુ ચાલે છે... મારી પાસે એવો ફાલતુ સમય નથી...


પાટીલ ના એકદમ ભારે અવાજ થી ભાવિક ને જરા ધ્રુજારી આવી ગઈ... પછી એ બોલ્યો..હા બધું કહું છું... પણ મને પહેલા પાણી આપો.. પાટીલે ટેબલ પર પડેલો જગ ધરી દીધો.. ભાવિક એક શ્વાસે લગભગ અડધો જગ પાણી પી ગયો..


પછી જરા શાંત થયો...ને હજી એ કઈ બોલે એ પહેલાં..પાટીલ ના મોબાઈલ માં રિંગ વાગી..


ફોન કમિશ્નર ઓફિસે થી હતો...


પાટીલ ખાલી...હમ્મ..હં.. હા સર... એટલું જ બોલતો હતો.. અને ધ્યાન થી સાંભળતો હતો...


ફોન પત્યા પછી એનું વલણ અચાનક બદલાઈ ગયું..


એ ભાવિક જોડે નરમાઇ થી વર્તન કરવા લાગ્યો...


પણ ભાવિક હજી ડરેલો જ હતો...


એ ખોફનાક નજારો જે એ ભૂલવા રોજ પ્રયત્ન કરતો હતો આજે એ જ યાદ કરવાનો હતો..


પાટીલ હવે એટલું તો જાણતો જ હતો કે ભાવિક ના ભૂતકાળ માં બનેલી કોઈ ઘટના નો આ પ્રત્યાઘાત છે..


પાટીલે જોર થી બૂમ પાડી વાઘેલા અહીં આવ..


હેડ કોન્સ્ટેબલ વાઘેલા અંદર આવે છે... પાટીલ એના કાન માં કશુક કહે છે અને પછી વાઘેલા ઝડપ થી બહાર ચાલ્યો જાય છે...


હવે પાટીલ ભાવિક સામે જુએ છે... એ કોઈ વિચારો માં ખોવાયેલો હતો... એવું લાગતું હતું જાણે કે એ બધું ક્રમબદ્ધ રીતે યાદ કરી રહ્યો હોય...


પાટીલે કહ્યું... હવે તું કઈક કહીશ તો મને ખબર પડે તારું શુ કરવું એમ...


ભાવિક બોલ્યો હા સાહેબ...બધું કહીશ... એ બધું જે મેં કોઈ ને નથી કીધું... પણ તમને બધું કહીશ પણ મને એના થી બચાઈ લો...મારે નથી મરવું... પ્લીઝ મને બચાઇ લો...મારો આમાં કોઈ વાંક નહતો..એ મને મારી નાખશે...પ્લીઝ મને બચાઈ લો...પ્લીઝ...


ભાવિક લગભગ રડવા ની તૈયારી માં જ હતો...


પાટીલે એના ખભે હાથ મૂકી ને કીધું... શાંતિ... થી શરૂઆત થી મને બધું કે... શુ થયું હતું...


ભાવિકસિંહ જુવાન લોહી અને એમાંય દરબાર..સાહસ..હિમ્મત..એમના લોહી માં હોય...તો પણ આ બનાવે એને હચમચાવી નાખ્યો હતો..


પાટીલ ની ધીરજ ખુટી રહી હતી...પણ કમિશ્નર સાહેબ એ સ્પેશ્યલ સૂચના આપી હતી...ભાવિક જોડે કડકાઈ ના દાખવે એવી..એટલે મજબૂરી હતી..


વાઘેલા એટલી વાર માં હાથ માં 2/3 કાગળ લઇ ને પ્રવેશ્યો..


પાટીલે ફરી ભાવિક ને કહ્યું તું હવે કઈક બોલ તો ખબર પડે...


ભાવિકે નર્વસ થઈ પાટીલ સામે જોયું.. એના મોઢા પર ગુસ્સો હતો..


એને વાત શરૂ કરી..


સાહેબ આ વાત આજથી 5 મહિના પહેલાની છે..


અમે કોલેજ ના મિત્રો..હું, મયંક, કૃણાલ, ભરત, કિશોર પાંચ જણ સોમનાથ જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો..


કોલેજ પતિ પછી બધા કરિયર બનાવા માં લાગી ગયા હતા.. એટલે હવે રોજ મળાતું નહોતું.. પણ વૉટસપ્પ પર ગ્રુપ હતું એમાં રોજે રોજ ની બધી વાતો થતી...


હજી અમે બધા બેચલર જ હતા.. એવું નક્કી કર્યું હતું.. બધા એક સાથે એક જ દિવસે લગ્ન કરીશુ..


બધા ના ઘર વાળાઓ નું ખુબ દબાણ હતું એટલે 3 જણા ની સગાઈ તો થઈ ગઈ હતી.. મયંક, ભરત, કિશોર...


હું અને કૃણાલ હજી લાઇફ પાર્ટનર શોધી રહ્યા હતા.. ઘરવાળા ના પણ પ્રયત્નો ચાલુ જ હતા..


તો નક્કી કરેલા દિવસે અમે બધા સવારે 4 વાગે મયંક ના ઘરે ભેગા થવાનું નક્કી કર્યું...નક્કી કર્યા મુજબ બધા ભેગા થઈ ગયા..અમે બધા ખૂબ એક્સાઇટેડ હતા... અમે મયંક ના પપ્પાની પરમિશન લઈ એની હોન્ડાસિટી કાર લઇ નીકળ્યા.. મયંક ના પપ્પા જગદીશ કાકા એકદમ મિત્રતા ભર્યુ વર્તન કરતા.. એમનું માનવું હતું.. જો કડકાઈ બતાવે તો બાળકો ખોટું બોલી ને પણ એમનું ધાર્યું કરશે જ..


સફર શરૂ કરી હસતા રમતા મસ્તી કરતા.. બધા જૂનાગઢ પહોંચ્યા.. એમને રસ્તામાં જ નક્કી કરી લીધું હતું 1/2 દિવસ જૂનાગઢ રોકાવું પછી આગળ વાત..


સાંજ થઈ ગઈ હતી.. જમવાનું પતાવી બધા મિત્રો.. નજીક માં રહેવા માટે કોઈ ધર્મશાળા વગેરે ની તપાસ માં લાગ્યા..


રહેવા માટે તળેટી.. માં ધર્મશાળા માં જગ્યા મળી ગઈ.. પણ આ બધા નો પ્લાન તો કંઈક જુદો જ હતો.. રાત્રે કોઈ સુવાના ન હતા... હજી 8 વાગ્યા હતા બધા ને લાગ્યું થોડો આરામ કરી લઈએ..પછી 12/1 વાગે નીકળીએ..


બધા રૂમ પર આરામ કરવા લાગ્યા..


ભાવિકે એલાર્મ મુક્યો હતો 12 વાગ્યા નો..


બધા જાગી ને ફ્રેશ થઈ ને નીકળી પડ્યા...ચૂપચાપ..


જૂનાગઢ ના જંગલો માં રાની પશુ ઓ હોય છે.. એ વાત થી બધા વાકેફ હતા...એમ છતાં..જવાન લોહી.. હતું.. ક્યાં કોઈ થી ડરે.. તો નીકળી પડ્યા ચાલતા ચાલતા જંગલ માં...2/3 કિલોમીટર જેવું તો રમતા હસતા કાપી નાખ્યું... હવે ગાઢું જંગલ આવી ગયું હતું.. લગભગ 1/1.15 વાગ્યો હશે...


દૂર દૂર શિયાળ ની લાળી, કૂતરાઓ ભસવાનો, તમરા, ચામાચીડિયા, અને બીજા કેટકેટલાય અવાજો સ્પષ્ટ સાંભળતા હતા... ભાવિકે સૂચન કર્યું અહીં ક્યાંક સારી જગ્યા જોઈ બેસીએ..


બધા બસ રાત્રે દેખાતા તારા જોઈ ને દિગ્મૂઢ થઈ ગયા હતા...એ લોકો કોઈ નાના પર્વત પર હતા..


અને એમને અંદાજ પણ નહોતો કે એમની બીજી બાજુ ના પર્વત પર શુ હતું...


બધા ત્યાંજ બેઠા...


અને કુદરત ની આ કલા જોઈ રહ્યા હતા... ચંદ્ર એકદમ આછો ખીલ્યો હતો.. 2/3 દિવસ પછી અમાસ હતી કદાચ એટલે..


બધા બેઠા બેઠા આકાશ સામે તાકી રહ્યા હતા..


એવામાં દૂર એક તાપણું સળગતું દેખાયું... બધા ને થયું ચાલો અહીંનો કોઈ લોકલ માણસ હશે...એની જોડે ગપ્પા મારીએ.. કદાચ ચા જેવું કઈક મળી જાય..એ બધા ઉભા થયા.. ને તાપણા ની દિશામાં ચાલવા લાગ્યા...


ઘણું ચાલ્યા પણ તાપણું આવ્યું જ નઇ... જોવે તો દેખાય જાણે આ રહ્યું..પણ જાણે ક્યારના ચાલતા હતા..તોપણ તાપણું જાણે દૂર દૂર ખસતું હોય એવું લાગતું હતું..


ભાવિક ને વહેમ પડ્યો..એને બધા મિત્રો ને ઉભા રહેવાનો ઈશારો કર્યો..પણ મયંક અને કિશોર માન્યા જ નહી..


પણ ભાવિકે બધાને ઉભા રાખી ને પાછળ જોવાનું કીધું... બધા ઉભા રહયા.. ને પાછળ જોવા લાગ્યા.. તો એ લોકો જ્યાં બેઠા હતા એની થી માંડ 20/25 ડગલાં જ દૂર આવ્યા હતા... હવે બધા ને ભાન આવ્યું.. કે ફસાયા.. આ શુ માયાજાળ છે..


ભાવિકે...માતાજી નું નામ લેવાનું શરૂ કરી દીધું... મયંક અને કિશોર હજી માથું ખંજવાળતા હતા...પણ ભાવિક, કૃણાલ અને ભરત સમજી ગયા હતા કે ગરબડ છે કંઈક.. હવે અહીંથી ભાગવા માં જ મજા છે...


પેલા બંને જણ માંડ માન્યા અને બધા એક સાથે ઊંઘી દિશા માં ચાલવા મંડ્યા.. ભાવિક ની સાથે સાથે બધા હવે માતાજી નું નામ પોકારવા લાગ્યા હતા...


રસ્તો આમતો યાદ હતો... એટલે કઇ ખાસ વાંધો ન આવ્યો... થોડા દૂર ચાલ્યા હશે ને એમને સામેથી કોઈ માણસ જેવો આકાર નજીક આવતો જોયો..


બધા ને રાહત થઈ કે હાશ ચાલો કોઈક મળ્યું...


આકાર નજીક આવતો ગયો પણ હજી સ્ત્રી કે પુરુષ એવું કળાતું નહોતું.. બધા રાહ જોવા લાગ્યા.. કે નજીક આવે એટલે વાત કરી ને રસ્તો સમજી લઈએ...


પણ પેલો આકાર તો નજીક આવતો લાગતો હતો પણ આવતો નહોતો...ખાસ્સી વાર સુધી રાહ જોઈ એ બધા આકાર ની સામે જાવા લાગ્યા...હવે એ આકાર જાણે સ્થિર ઉભો રહી ને એમની નજીક આવાની રાહ જોતો હોય એવું લાગ્યું...


વાસ્તવ માં એ કોઈ આકાર નહતો...પણ એ ઝાડ પર રહેતું એક પ્રેત હતું...જેને વર્ષો પહેલા એક સાધુ એ ઝાડ પર કેદ કરેલું હતું... એ આ ઝાડ ના પડછાયા ની સીમા સુધી જ હરી ફરી શકતું..


બધા મિત્રો જેવા નજીક પહોંચ્યા.. પ્રેત એકદમ હાકોટા પાડવા લાગ્યું..કારણકે..બધા એના પ્રભાવ ક્ષેત્રમાં આવી ગયા હતા... વાસ્તવ માં દૂર જે તાપણું સળગતું હતું..એ જગ્યા એ બધા અઘોરી ઓ નો અડ્ડો હતો... બધા રાત્રે ત્યાં ભેગા થઈ... ભાંગ, ચરસ, અફીણ, મદિરા, વગેરે ની કેફી પ્રક્રિયા કરતા... એમના માટે આ બધું કરવું એમની ધાર્મિક ક્રિયા નો એક ભાગ હતો...


એમને એમની શક્તિ થી એવો પ્રભાવ ઉત્પન કર્યો હતો કે તમે એમને જોઈ ના શકો..પણ ભાવિક અને એન મિત્રો તો માત્ર તાપણું જોઈ ને જ મોહિત થઈ ગયા હતા.. એમને ત્યાં અઘોરીઓ હશે એવો કોઈ અંદાજ પણ ન હતો...


જ્યાં એ સુરક્ષિત રહેતા ત્યાં ના જઈ શકયા ને જ્યાં નહોતું જવાનું ત્યાં પહોંચી ગયા...


પ્રેત તો પોતાના અસલ સ્વભાવ પ્રમાણે ખૂબ ચિચિયારી ઓ પાડતું ત્યાં ઝાડ ઉપર વાનર ની જેમ કૂદાકૂદ કરવા લાગ્યું...એક તો રાત નું વાતાવરણ..ને એમાં એના હાકોટા... ઢીલા પોચા નું તો હૃદય બંધ થઈ જાય એવો નજારો હતો...


વાસ્તવ માં પ્રેત નો ખોરાક જ હતો રાત્રે કોઈ જંગલી જાનવર કે પશુ એના પ્રભાવક્ષેત્ર માં આવી જાય તો એને એ ખાઈ જતો.. હાડકા સુધી ચાવી જતો..અને લોહી તો એનું સૌથી પ્રિય પીણું હતું...પછી ભલે એ કોઈ માણસ નું હોય કે જાનવર નું.. દિવસે એ કશું કરી નહોતો શકતો એટલે રૂપ બદલી વાનર સ્વરૂપે એ જ ઝાડ પર પડ્યો રહેતો..


ત્યાંથી પસાર થતા સાધુ ઓ સમજી જતા કે અહીં કંઈક ગરબડ છે..એટલે ત્યાં રોકાવાનું ટાળતા.. પણ ભૂલથી કોઈ વટેમાર્ગુ જો આવી ચડ્યો તો... લગભગ દિવસે પણ પ્રેત એને ગમેતેમ કરી અંધારું થવા સુધી રોકી રહે એવા પ્રયત્ન કરતો...


આજે તો એને એક સાથે 5 માણસ મળી ગયા...


એ પણ જુવાન અને ગરમ લોહી વાળા...


અમારી તો જોરદાર હાલત ખરાબ થઈ ગઈ હતી.. જિંદગી માં પહેલી વખત સાચું પ્રેત જોયું... અત્યાર સુધી ફિલ્મો માં જોયેલા અને લોકો ના મોઢે સાંભળ્યા કરતા તદ્દન અલગ..


અમે બધા એકસાથે દોડવા લાગ્યા.. પણ આ શું બધા ત્યાં ને ત્યાંજ.. જાણે કે પેલા પ્રેતે બધાના પગ માં સાંકળ બાંધી દીધી હોય એવી હાલત થઈ ગઈ હતી.. બધા એક બીજા ની સામે જોવા લાગ્યા.. હવે શું કરવું.. ભરત અને મંયક તો પથ્થર ઉપાડી ને એની ઉપર ફેંકવા લાગ્યા.. કદાચ પ્રેત ડરી ને ભાગી જાય.. અમે ત્રણ જણ તો પોતપોતાના ભગવાન નું નામ લેવા લાગ્યા.. જોર જોરથી બુમો પાડી ને કોઈ હનુમાન ચાલીસા.. તો કોઈ ચંડી પાઠ.. પણ પ્રેત ને તો કોઈ અસર થતી હોય એવું લાગ્યું નહિ..


પ્રેત અમારા આવા પ્રતિકાર થી ભડક્યો હતો.. એ તપાસવા લાગ્યો કોને પહેલા ખાઉં... અને જોર જોર થી ચિચિયારી ઓ પાડતા પાડતા બોલવા લાગ્યો આજે તો ખાઈ જઈશ..તમને બધા ને.. એક એક કરી ને ખાઇશ.. લોહી પી જઈશ.. હાડકા પણ ચાવી જઈશ..કોઈ ને નહિ છોડું.. બહુ દિવસે આવો લાગ મળ્યો છે.. આજે તો કોઈને નહિ છોડું.. બધાને ખાઈશ...


અને અટ્ટહાસ્ય કરવા લાગ્યો..


પણ પછી એકદમ જાણે એને કઈક યાદ આવ્યું હોય એમ એ સ્થિર થઈ ગયો..એ વિચારવા લાગ્યો.. આજે જો બધા ને ખાઈ જઈશ તો...અમાસ ના દિવસે મારે ભોગ આપવા નો છે.. ઝન્ડદેવ ને.. એ ક્યાંથી લાવીશ.. ઝન્ડ દેવ એક શેતાન હતો જે આવા હજારો પ્રેત કરતા પણ વધુ શક્તિશાલી હતો.. એ આખી પૃથ્વી પર ગમે ત્યાં વિચરતો.. કોઈ પ્રેત એને યાદ કરે એટલે એ હાજર થઈ જાય... જેવી શ્રદ્ધા કોઈ મનુષ્યને ઈશ્વર માં હોય એવી જ પ્રેત આત્માને ઝન્ડદેવ માં હતી.. ઝન્ડદેવ એ આ પ્રેત પાસે થી માણસ નો બલી માંગ્યો હતો...સાબૂત માણસ..જેના શરીર પર આજ સુધી કોઈ ઘા ના વાગ્યો હોય... ઝન્ડદેવ માણસ ને ખાતો નહીં પણ એને ડરાવી..એનો જીવ કાઢી નાખતો.. અને એ શરીર માં પ્રેત ને સ્થાપિત કરી દેતો.. આવી રીતે એને કેટલાય પ્રેત ને સ્થાપિત કર્યા હતા... મોટાભાગે.. એ લોકો નાના બાળક નું શરીર પસંદ કરતાં...જેથી પ્રેત ને સ્થાપિત કર્યા પછી...એ શરીર ની વર્ણતુક બદલાય તો પણ કોઈ ને વહેમ ના પડે...


બસ શરત એક જ રહેતી.. કે એમને ઝન્ડદેવ ની આજીવન પૂજા કરવી પડશે.. આમ કરવાથી ઝન્ડદેવ નું બળ વધતું હતું..


પ્રેત હવે નજીક આવી ને બધાનું નિરીક્ષણ કરવા લાગ્યો..પ્રેત દરેક પદાર્થ ની આરપાર જોઈ શકતા હોય છે...એ બધાનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરી રહ્યો હતો..કોઈ સાબૂત શરીર મળી જાય તો આ અમાસે એ મુક્ત થઈ જશે...પણ એના કમનસીબ એક પણ મિત્ર નું શરીર એવું ન હતું જે એના કામ માં આવે...


બધા મિત્રો લગભગ સાન ભાન ગુમાવી ચુક્યા હતા..


જેમ બકરું.. સિંહ ને સામે જોઈ ને જીવવાની આશા મૂકી દે..એવી જ હાલત આ બધા ની હતી...


આ બધું એટલું બધું અચાનક બન્યું કે હું કે મારા મિત્રો કોઈ કઈ વિચારી ના શક્યા...


લગભગ 2:45/3:00 જેવા વાગ્યા હતા..


પ્રેત ના હાકોટા ને ચિચિયારી ઓ ગગન ભેદી હતી...


હું કે મારા ચારેય મિત્રો માં કોઈ માં હિમ્મત નહોતી રહી કે..પ્રેત નો સામનો કરીએ...અને કરીએ ય શુ...


આવો બનાવ જિંદગી નો પહેલો જ હતો...અને લાગતું હતું...છેલ્લો જ હશે...


બધા માત્ર માતાજી ના નામ ના સહારે હતા...


પ્રેત તો બહુ રોદ્ર રૂપ માં હતું...લગભગ..12-13 ફૂટ ઊંચું...અને કદાવર...એવું કે જાણે લોખંડ નું શરીર હોય...એના પગ નહતા...બસ માથું અને ધડ હવામાં આમથી તેમ લહેરાઈ રહ્યું હતું...માથું ફાડી નાખે એવી ગંદી વાસ એના આસપાસ માંથી આવતી હતી... પ્રેત જાણે કોઈ ની સાથે...જોડાવા નો પ્રયત્ન કરતો હતો... દરેક ના શરીર ની નજીક આવતો ને એની આંખો મોટી કરતો..લગભગ..હાથ ની હથેળી જેટલી મોટી આંખો કરી ને ઉપર થી નીચે સુધી જોયા કરતો...


બધા જોડે એ આજ પ્રક્રિયા કરી રહ્યો હતો...હું છેલ્લો ઉભો હતો... હવે મારો વારો હતો...એ મારી જોડે આવ્યો ત્યારે મારા શરીર માંથી જાણે બધી શક્તિ એના માં ખેંચાઈ જઇ રહી હતી... હું લગભગ...ઢગલો થઈ...ગયો...ને જમીન પર પડી ગયો...અમે બધા માત્ર હવે એના હાથે મરવાની રાહ જોઈ રહ્યા હતા...કોઈ જ જાત નું ભાન નહોતું...


અચાનક મને એવું લાગ્યું જાણે મારુ શરીર હવા માં ઉચકાઈ રહ્યું છે... અને મને ઝટકા નો અનુભવ થવા લાગ્યો...પછી મારૂ શરીર જોરદાર પછડાયું ...અને મારી આંખ મીંચાઈ...


થોડી વાર પછી મને ભાન આવ્યુ..ત્યારે...હું ઝાડ ની સૌથી ઊંચી ડાળી પર લટકેલો હતો...મારા શરીર માં થી લોહી વહી રહ્યું હતું...મને ભાન નહોતું પણ..અંદર ઊંડે ઊંડે...એક આસ હતી...માતા નું નામ ચાલુ હતું...મને મારો પરિવાર નજર સામે દેખાવા લાગ્યો...મારા બીજા બે મિત્રો હજી...નીચે જમીન પર પડ્યા હતા...મને બહુ ઊંચાઈ પર લટકાવ્યો હતો...એટલે ખબર ના પડી...કોણ હતું...


બીજા બે મિત્રો ક્યાં હતા કઈ ખબર નહોતી...


મને ફરી તીવ્ર ઝટકા અનુભવ થયા.. પણ આ એ પ્રેત ના નહોતા...મારુ પોતાનું શરીર જ હવે...થાકી ગયુ હતું...


મને મારા હાથ પગ નો પણ એહસાસ જતો રહ્યો હતો...જાણે કે મારુ આખું શરીર બેહરાસ મારી ગયું હતું...


ફરીથી બેભાન થઈ ગયો...ફરી ભાન માં આવ્યો ત્યારે મારા એ બે મિત્રો પણ નહોતા દેખાતા...મારુ મગજ ચાલતું હતું...શરીર સાથ નહોતું આપતું...હું...એક આંગળી પણ હલાઈ શકું એટલી તાકાત શરીર માં નહોતી... અચાનક... ધબાક.... કરતો હું પછડાયો... ક્યાંથી કેવી રીતે...કઇ જ ખબર નથી...પછી..એવા બીજા 4 ધબાકા સંભળાયા....ખબર નઇ અમારી જોડે પ્રેત શુ કરી રહ્યો હતો...મારા અંતરમાં માં ચામુંડા ના જાપ ચાલુ હતા.. સમજણો થયો ત્યાર થી લગભગ કોઈ દિવસ ખાલી નહિ ગયો હોય જ્યારે ને ચંડી પાઠ ના કર્યા હોય...


અચાનક જોરદાર વિસ્ફોટ થયો...પ્રચંડ...અજવાળું ફેલાઈ ગયો...જાણે સુરજ ઉગ્યો હોય...મારી આંખો તો હજી બંધ જેવી જ હતી...


પછી...મારુ શરીર હવા માં ઊંચું થયું...અને પછી શું થયું કઈ જ ખબર નથી...


તીવ્ર સુગંધ થી મારી આંખ ખુલી ગઈ...મારા બધા મિત્રો અને મને લાઈન સર સુવાડ્યા હતા...મને એવું લાગ્યું કે અમને બધાને મારી નાખવા માં આવ્યા છે...અને અમે કદાચ સ્વર્ગ માં છીએ...


પણ એવું કશું નહોતું...અમે પૃથ્વી પર જ હતા અને જૂનાગઢ માં જ હતા...


અમારી આસપાસ માં ઘણા બધા માણસો અવરજવર કરી રહ્યા હતા...કોઈ સુગંધીદાર પાણી ના છાંટા નાખતું હતું...કોઈ ધુણી ના લાકડા લઈ આસપાસ ફરતું હતું...અમુક જાત ના મંત્રો બોલતા હતા...સમજ પડે એવા નહોતા... પણ હું તો માત્ર સાંભળી રહ્યો જ હતો...શરીર પર કાબુ તો હજી પણ નહોતો...


મારા મિત્રો ની હાલત મારા કરતાં પણ વધુ ખરાબ હતી..


ઘણા સમય સુધી બેભાન રહ્યા પછી...મારી આંખ ખુલી...ચામડી બળતી હતી...તીવ્ર વેદના થતી હતી...


હું ઉભો થયો...ને આસપાસ જોવા લાગ્યો...મારા બધા મિત્રો તો.. દર્દ માં કણસી રહ્યા હતા...મારા માં થોડી શક્તિ આવી હોય એવું લાગતું હતું...મને ઉભો થયેલો જોઈ...એક બિહામણો માણસ અચાનક ક્યાંક થી આવી ચડયો..આ પણ પહેલી નજરે તો પ્રેત જેવો જ બિહામણો લાગતો હતો...


મારુ તો મગજ બહેર મારી ગયું હતું...જે થવું હોય એ થાય...એવી હાલત હતી...પેલો માણસ નજીક આવ્યો ને હાથ માં કોઈ પાવડર જેવી વસ્તુ મારા પર ફેંકી ને જતો રહ્યો...મારુ માથું ભમવા લાગ્યું...


ધબાક....ફરી હું જમીન પર પછડાયો....


થોડી વાર પછી... દૂર થી મયંક નો અવાજ આવતો હોય એવું લાગ્યું..મને થોડું થોડું ભાન આવ્યુ..


મયંક ના શરીર પરથી. હજી લોહી નીકળતું હતું... ભરત, કિશોર, કૃણાલ હજી બેભાન જ હતા..


મયંક મને ઈશારા થી કઈક સમજાવતો હતો...એ મને ચૂપ રહેવાનો ઈશારો કરતો હતો...


મારા માં કોઈ તાકાત નહોતી...બોલવાની કે કઇ કરવાની..હું મયંક ને જોઈ રહ્યો હતો...


મારી હાલત મયંક જેવી જ હતી...શરીર પરથી..ઠેકઠેકાણે થઈ લોહી નીકળી રહ્યું હતું...દર્દ નો કોઈ એહસાસ જ નહોતો...કારણકે...હજી તો શરીર જાણે બહેરુ જ હતું...


થોડે દુર..એક પાણી નું માટલું પડ્યું હતું...


મયંક...લંગડાતો લંગડાતો ત્યાં સુધી જઈ..ડબલા માં પાણી ભરી લાવ્યો...એને પહેલા પીધું અને મને પણ પીવડાવ્યું...ગઈકાલે રાત્રે...12 વાગે છેલ્લે પાણી પીધું હતું...પછી...અત્યારે છેક પીવા મળ્યું...


બંને જણા ના જીવ માં જીવ આવ્યો...મયંક ફરી પાણી ભરી લાવ્યો...અને બીજા મિત્રો ને પીવડાવા લાગ્યો...બધાને થોડું થોડું ભાન આવા લાગ્યું હતું...


કેટલા વાગ્યા હશે એ ખબર નહોતી પણ અંદાજે 3/4 વાગ્યા હશે એવું લાગતું હતું...


એક અજીબ ઘટના બની એટલી વાર માં...માન્ય માં ના આવે એવી...અચાનક અમારા શરીર પર પડેલા ઘા માંથી લોહી નીકળતું બંધ થવા લાગ્યું... અમને...થોડું સારું લાગવા માંડ્યું...એકબીજા જોડે વાત કરી શકીએ...એટલું ભાન આવ્યું...મને અને મયંક ને એક સાથે એવું લાગ્યું કે પાણી માં કઈક છે...અમે બંને જણ માટલા તરફ જવા લાગ્યા...


ફરી બંને જણ એક એક ડબલુ પાણી પી ગયા...


અને મિત્રો ને વારા ફરતી પીવડાવ્યું...


જાણે જાદુ જ થયું..બધા એકદમ સ્વસ્થ થવા લાગ્યા... શરીર માં થી દુખાવો ઓછો થવા લાગ્યો...


અમે બધા અંદર અંદર વાતો કરતા જ હતા..ત્યાં તો ફરી પેલો કદાવર...માણસ પાછો ક્યાંક થી અચાનક આવી ચડયો... હું અને બધા મિત્રો હજી એટલા સ્વસ્થ નહોતા થયા કે એનો પ્રતિકાર કરી શકીએ...પણ હા...સમજી શકીએ એટલી સ્વસ્થતા આવી હતી...


એ આવી ને ઈશારા કરતો હતો... પણ અમે કઈ સમજી શકતા નહોતા.. એ ને જાત જાત ના અવાજો કાઢવા મંડ્યા...એ કઈક કહેવા નો પ્રયત્ન કરી રહ્યો હતો... પણ શું ?


એને એના વસ્ત્ર નીચે કઈક છુપાવી રાખ્યું હતું...આ એજ પાવડર હતો...જેના લીધે હું ફરી બેભાન થઈ ગયો હતો... એને એ પાવડર ફરી હવા માં ઉડાવ્યો...


હજી અમે કઈ સમજી શકીએ એ પહેલાં તો...


ધબ..ધબ..ધબાક...બધા ફરી જમીન દોસ્ત...


થોડો સમય વીત્યો હશે ત્યાં મારી ફરી આંખ ખુલી... કિશોર ક્યારનો જાગી ચુક્યો હતો...એકદમ અંધારું તો નહોતું...હજી.. અમે કોઈક જગ્યા એ પડ્યા હતા...ખૂબ ગંદી મરેલા જાનવર જેવી વાસ આવતી હતી... અમે જંગલ માં તો નહોતા...તો ક્યાં હતા...


હું અને કિશોર હિમ્મત કરી ઉભા થયા..બાકી બધા હજી બેભાન જ હતા...


આસપાસ જોયું પણ દુરદુર સુધી કશું દેખાયું નહિ... અમે કોઈ ગુફા જેવી જગ્યા એ હતા...પણ અમે અહીં ક્યાંથી પહોંચ્યા....


બીજો કોઈ ઉપાય તો થાય એમ નહોતો...અને હવે તો અંધારા થી ગજબ ડર લાગતો હતો...એમ લાગતું હતું જાણે હમણા પેલું પ્રેત ક્યાક થી આવી જશે...હું ને કિશોર એકબીજા ને હિમ્મત આપતા હતા... પણ બંને જણ ની હાલત સોલિડ ખરાબ હતી... હવે શું કરવું? શુ થશે ??


એક સેકન્ડ તો એમ મન થયું કે ભાગી જઉં.. પણ પછી...મિત્રો ની સાથે ગાતોતો એ ગીત યાદ આવી ગયું.. યે દોસ્તી હમ નહિ તોડેંગે.. છોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે...


પગ અટકી ગયા...મારા બેભાન મિત્રો સામે નજર કરી ને. ..


કિશોર અને હું બેબાકળા બની ને આગળ શુ થશે એની રાહ જોતા હતા... મારા તમામ મિત્રો હવે થોડા થોડા ભાન માં આવી ગયા હતા...


ઠંડી નું જોર થોડું વધ્યું હોય એવું લાગ્યું..


આખું શરીર. લોહી લુહાણ હતું...બધા દર્દ થી કણસી રહ્યા હતા...


સૌથી વધુ ડર અંધારા નો હતો...


અમે અહીં શી રીતે પહોંચ્યા હોઈશું.. એ સમજાતું નહોતું...


પેલો પ્રેત જેવો દેખાતો માણસ કોણ હતો...


પ્રેત નું શુ થયું? અમને કોને બચાવ્યા... બહુ બધા સવાલ મગજ માં ચાલી રહ્યા હતા...


ભયંકર...ભૂખ અને તરસ લાગ્યા હતા... શુ કરવું...કઈ જ સમજાતું નહોતું...


બધા એ નક્કી કર્યું... અહીંયા થી ભાગવાનું...


પણ મને અંદર થી જાણે કોઈક કહેતું હતું...આજે રાત અહીં જ રહી જઈએ...


મયંક અને ભરત અહીંયા રોકવા માટે સહમત નહોતા...


અમે...કઈક ખાવાનું શોધી લાવવાનું નક્કી કર્યું...અને તાપણું કરવા લાકડા...


અમે 2 ટુકડી માં વહેચાઈ ગયા... મયંક, ભરત


હું અને કિશોર,..કૃણાલ... બહુ ઘાયલ હતો...એ આવી શકે એવી હાલત માં નહોતો...કદાચ એના પગ નું કોઈ હાડકું ખસી ગયું હશે...એવું લાગતું હતું...


અમારે ખાવાની વ્યવસ્થા કરવાની હતી...


મયંક અને ભરત લાકડા લઈ ને આવાના હતા..


હવે અમે જંગલ માં હતા.. હજી ગુફા દેખાતી જ હતી..અંધારા માં શુ ખાવાનું મળશે...એ વિચાર માં જ હતા ને ત્યાં તો... મારી સામે પેલો બિહામણો માણસ...ક્યાંક થી આવી ગયો... અમને હાકોટા પાડી ને પાછા જવાનો ઈશારો કરવા લાગ્યો... અમે હજી કઈ સમજી શકીએ એ પહેલાં તો એ ભાગ્યો... ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી..


થોડી વાર માં ભરત ની ચીસ સંભળાઈ.. હું ને કિશોર અવાજ ની દિશા માં ભાગ્યા... પગ ધ્રુજી ગયા...વિચારી ને કે ક્યાંક પેલો પ્રેત તો નથી આવી ગયો ને...અમે..થોડા દૂર થી જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા....પણ અંધારૂ ખાસ્સું થઈ ગયું હતું... કઈ દેખાયું જ નહીં... એટલા માં તો...સામે થી પેલો બિહામણો માણસ....આવતો દેખાયો.. એના ખભા પર ભરત અને મયંક લટકતા હતા..કિશોર ને ચક્કર આઈ ગયા... મારી હાલત પણ એવી જ હતી.. હું જોર થી...ચંડીપાઠ બોલવા લાગ્યો.. કિશોર અને હું હિમ્મત કરી એની સામે થઈ ગયા...એને જોરદાર મોટો હાકોટો પાડ્યો...અમે તો ડરી ને ત્યાં ને ત્યાં લાકડું થઈ ગયા...એ દોડ્યો ને મયંક અને ભરત ને ઉચકી ને ગુફા તરફ.... અમે આવાચક બની ને જોતા રહ્યા...એ પવન વેગે પાછો આવ્યો...અમારી તરફ...પાવડર જેવું કઈક હવા માં ઉડાડયું..અને અમે પાછા બેભાન...


આંખ ખુલી ત્યારે ચારે બાજુ...આછું અજવાળું હતું... પક્ષીઓ નો અવાજ સાબિતી આપતો હતો કે...પરોઢ થયું છે... અમે લોકો 2 રાત થી જંગલ માં જ ફસાયેલા છીએ...મેં બધાને ઉઠાડ્યા...અને એકદમ ચૂપ રહેવાનો ઈશારો કર્યો...


અમે ચારેય જણા એ કૃણાલ ને ઉચકી ને અહીં થી ભાગી જવાનું નક્કી કર્યું... ઝાડ ની મજબૂત ડાલી ઓ નો ઝોલો બનાવી... એમાં એને ઉચકી ને ભાગીશુ... એમ નક્કી કર્યું... ત્યાંતો અમારા આશ્ચર્ય વચ્ચે કૃણાલ...ઉભો થયો...જે ગઈ કાલે પગ જમીન પર નહોતો મૂકી શકતો...એ ચાલવા લાગ્યો હતો... અમારી તો આંખો...ફાટી ગઈ... આ શુ ચમત્કાર છે... ત્યાંતો...કૃણાલે અમને બધાને પણ પોત પોતાના ઘાવ ચેક કરવા નું કહ્યું... અમે જોયું તો અમારા માત્ર કપડાં ફાટેલા હતા...ઘાવ બધા ભરાઈ ગયા હતા.. અને અમે એકદમ..જાણે કશુ જ ન થયું હોય એવા સાજાસમાં થઈ ગયા હતા..


બધા મિત્રો એ ત્યાંથી તરત ભાગવાનું નક્કી કર્યું...


અને અમે હજી તો કરી કરીએ પહેલા પેલો માણસ...અમારી સામે આવી ને ઉભો હતો...


અમે હવે લડવા સક્ષમ હતા એટલે...એટલે અમે 5 અને 1 બરાબર...અમારું પલડું ભારે હતું...


એ આ માપી ગયો અને અમને ઈશારા કરી ને સમજાવા લાગ્યો.. અચાનક..ભરતને યાદ આવ્યું.. એ એક એસાઇનમેન્ટ દરમિયાન ઈશારા ની ભાષા શીખ્યો હતો...એને એના ફફડતા હોઠ ઉપર ધ્યાન આપ્યું.... હવે ભરત પણ એને ઈશારા કરી રહ્યો હતો...


અમે બધા મૂંગી ફિલ્મ જોતા હોય એમ...એ બંને જણ ને જોતા હતા...


થોડી વાર આમ જ ચાલ્યું... ભરતે અમને પાછળ આવાનો ઈશારો કર્યો...અમે એમની પાછળ ચાલતા ચાલતા પાછા ગુફા માં આવી ગયા...


આ ગુફા જ એનું ઘર હતું...


એ 5/6 વરસ થી અહીંયા આમ જ રહે છે...


અને એ શત્રુ નથી...મિત્ર છે...આટલું જાણી ને બધા નો જીવ હેઠો બેઠો...લગભગ બીજો એક કલાક ભરત અને પેલા નવા દોસ્ત ની મૂંગી ફિલ્મ ચાલી...હવે અમે અહીંથી નીકળવા માટે નું પ્રયોજન વિચારી રહ્યા હતા... ભરત બોલ્યો...આપણો નવો મિત્ર આપણ ને જંગલ ની બહાર સુધી મુકવા આવે છે... એ...ઈશારો કર્યો ને વિજળી વેગે ગાયબ થયો... થોડી વાર માં પાછો આવ્યો ત્યારે એના હાથ માં ઘણા ફળ હતા...કેલા.. સફરજન..દાડમ એવું બધુ.. એ પોતે પણ ખાવા લાગ્યો અને અમે તો ખાઉધરા ની માફક તૂટી પડ્યા હતા... એ આવું બધું ખાઈ ને જ જીવન જીવતો...કોક વાર કોઈ કબૂતર...કે બીજા કોઈ પક્ષી...પથ્થર મારી ને પાડતો ને એમની મિજબાની ઉડાવતો...


એ અહીં નો નહોતો... પણ હવે એ ક્યાંય નો નહોતો...એને અઘોરી ઓ પેલા પ્રેત પાસે થી જીવતો છોડાવી લાયા હતા... પેલા પ્રેતે એને ઘણી જગ્યા એ થી બટકા ભરી ખાવાનું શરૂ કર્યું હતું.. એના શરીર માંથી નીકળતું લોહી એ ઘૂંટકે ને ઘૂંટકે પી રહ્યો હતો...ત્યારે અઘોરી ઓ ના મુખ્ય મઠાધિકારી બાબા ગોરખનાથે પ્રેત જોડે લડાઈ કરી એને જીવતો બચાવ્યો...પણ...એમના પણ અમુક નિયમ હોય છે...એ મુજબ...પ્રેતે આ માણસ ને જીવતો છોડવાના બદલા માં એની જીભ માંગી લીધી... નહીતો...એ બધાને પ્રેત વિશે જણાવી દેશે...અને આમ...ગોરખનાથે એને આ ઝાડ પર અને એના પડછાયા ફરે એટલી જગ્યા એની હદ... એવું નક્કી કર્યું... કોઈ સામે થી એની હદ માં જાય તો પ્રેત એનો શિકાર કરી શકે પણ.. પ્રેત પડછાયા ની હદ ની બહાર...જઇ ને કોઈ નો શિકાર નહીં કરે...આવી પરસ્પર સમજૂતી કરવા માં આવી...


ગોરખનાથ જાણતા હતા...પ્રેત અને એના આરાધ્ય ઝન્ડદેવ વિશે એટલે એમને આ માણસ ની જીભ ના બદલ માં જીવ ની શરત મંજુર કરી... અને સામે પ્રેત પણ...પડછાયા ની હદ માં રહેવા માની ગયો...એ પણ જાણતો હતો. અઘોરી ઓ કેટલા શક્તિશાળી હોય છે...


ભરત ને આ બધું પેલા મૂંગા એ કહ્યું... પછી એ બાબા ગોરખનાથનો ખાસ માણસ બની ગયો...ગોરખનાથ એની પાસે આશ્રમ ના નાના મોટા કામ કરાવતા અને બદલ માં એને ખાવાનું આપતા..અને.. નાના મોટા મંત્રો ની સમજ આપતા...


થોડાક જ દિવસો માં ગોરખનાથ અને મૂંગા વચ્ચે લાગણી ના ગાઢ સંબંધ બની ગયા હતા...


એક દિવસ ગોરખનાથ બીમાર પડ્યા.. અને ટૂંકી બીમારી માં જ 2/3 દિવસ માં મૃત્યુ પામ્યા...આ બાજુ મૂંગા ને નવા અઘોરી ગુરુ એ તગેડી મુક્યો... પણ મૂંગા પાસે નાની નાની અમુક મંત્રો ની સિદ્ધિ હતી...એના પ્રભાવ થી જ એ એકલો આ જંગલ માં અને ગુફા માં રહી શક્યો હતો...


મૂંગા પર બાબા ગોરખનાથ નો પ્રભાવ હતો...


થોડા સમય પછી એને પેલા પ્રેત જોડે ફરી ટકરામણ થઈ હતી... આ વખતે...એને બાબા ગોરખનાથ ના શીખવેલા મંત્રો કામ લાગી ગયા... અને કારણકે બાબા એ એની હદ બાંધી હતી...એટલે એ આ હદ ની બહાર બિન પ્રભાવશાળી હતો... એટલે એ હદ વટાવી ને બહાર આવતો નહિ...


મૂંગા એ અમારી જેમ બીજા કેટલાય માણસો નો જીવ બચાવ્યો હતો...


લગભગ એ પ્રેત નો હાલ નો સૌથી મોટો શત્રુ હતો... મૂંગા ને અઘોરી ઓ એમની સાથે રાખતા નહોતા કારણકે... એને વિધિસર અઘોરી બનવું પડે... એના માટે ખેચરી કરવી પડે...એ વિદ્યા જો તમને વરે તો જ અઘોરી બની શકાય...પણ મૂંગા ને જીભ નહોતી એટલે ખેચરી કરી શકે એમ ન હોઈ... એ અઘોરી બનવા ની પાત્રતા ગુમાવી ચુક્યો હતો...


પરંતુ એને બાબા ની ખુબ સેવા કરી હોઇ...બધા અઘોરી એને નાનું મોટું તંત્ર મન્ત્ર શીખવાડતા...કોઈક વાર રાત્રે.... એકલા માં મૂંગો આ બધી શક્તિ ઓ નો એની ગુફા માં અભ્યાસ કરતો રહેતો...


એ દિવસે રાત્રે...પ્રેત ના હાકોટા સાંભળી ને એને શંકા ગઈ જ હતી...કે આજે કોક ફસાયું છે...


એને આવી ને અમને જોયા... અને અઘોરી ને મદદ માટે લઈ આવ્યો... બધાએ ભેગા થઈ..પ્રેત જોડે લડીને અમને બચાવ્યા...


અઘોરી ઓ પણ પ્રેત ની માફક હવા માં ઉડી શકે છે...પણ બધા પાસે આ શક્તિ નથી હોતી...અમે હવે કંટાળી ગયા હતા તો ભરત ને ઈશારો કર્યો...અહીં થી નીકળવાનો...એને મૂંગા ને સમજાવ્યો..


મૂંગા એ જતા પહેલા અઘોરી ના મઠાધિકારી ને મળવાનું સૂચવ્યું...


અમે બધા એ મંજુર કર્યું... ગોરખ નાથ ના અવસાન પછી...બદ્રીનાથ નવા મઠાધિકારી બન્યા..


અમે બધા આશ્રમ પહોંચ્યા... બદ્રીનાથજી ના આશીર્વાદ લેવા ગયા... ત્યાં... એમને અમને પાંચે જણ ને જોઈ...ચેતવણી ઉચ્ચારી.... બાળકો સાવધાન રહેજો...એ પ્રેત ની મુક્તિ નજીક છે... એનો આરાધ્ય ઝન્ડ આટલી સહેલાઇ થી તમને છોડશે નહિ...અને આ મૂંગા એ અનાયાસે એની મદદ કરી...તમને સાજા સમાં કરીને...


ઝન્ડ ને કટેલું ખપતું નથી...અને આ મૂંગા એ તો તમારા બધા ના શરીર પર કોઈ ઘાવ રહેવા નથી દીધો...તમે હવે એના માટે અવર્જિત છો... અને જો ઝન્ડ ને ખબર પડી કે 5 અવર્જિત શરીર...એને મળે એવા છે.. તો એ એના સૌથી...શક્તિશાળી 5 પ્રેત ને તમારા શરીર માં ઉતારી દેશે...


તમારા પરિવાર ને ખબર નહિ પડે અને તમારો બલિ ઝન્ડ ને અર્પિત થઈ જશે...


અમને કઈ સમજાયું નઈ ને અમે જવાની ઉતાવળ માં અધૂરું સમજ્યા..ને જ્યાં ત્યાં થી નીકળી ગયા...


અમે હવે લગભગ સવાર ના 11 વાગ્યા હતા ને જૂનાગઢ ના જંગલ માં થી બહાર આવી રહ્યા હતા...


મૂંગા એ ભરત જોડે કોઈ ની જોડે આ ઘટના શેર ના કરવા ની શરત કરી...હતી..


મૂંગો અમને છેક રસ્તા સુધી મૂકી ગયો... અને વિજળી વેગે...જંગલ માં ગાયબ થઈ ગયો.


અમે બધા મિત્રો એક બીજા ને ભેટી ને ખૂબ રડ્યા..અને પછી ખૂબ હસ્યાં...મોત ના મુખ માં થી પાછા આવ્યા ની ખુશી ના નશા માં અમે ક્યારે સરનામુ પૂછતાં પૂછતાં ધર્મશાળા પહોચી ગયા..ખબર જ ન રહી...


રૂમ ઉપર આવી બધા એ પહેલાં ફ્રેશ થઈ ને જુના કપડાં બદલવાનું કામ કર્યું... અમે જુના ફાટેલા કપડાં ત્યાંજ રૂમ ઉપર છોડી દીધા... અને ત્યાંથી... નીકળી હાઈવે પર હોટલ પર ગાડી ઉભી રાખી...


સારું થયું બધા પોત પોતાના પૈસા બેગ માં જ રાખી ને જંગલમાં ગયા હતા... બધા એ પોત પોતાના ઘરે ફોન લગાવી ને વાત કરી અને નક્કી થયા મુજબ કોઈએ કશું કહ્યું નહિ... અહીંથી.. અમે સોમનાથ રોડ પકડ્યો...


ભોળા નાથ ના ધામ માં જઇ ને અમને અણસાર આવ્યો કે મૂંગો પણ અઘોરી જ હતો...અને બીજા અઘોરી ઓ પણ શિવ સ્વરૂપ જ હતા...


અઘોરી ઓ શિવજી ના અતિપ્રિય હોય છે.. એમને જ અમને બચાવ્યા...એટલે યાસે અનાયાસે પણ અમને શિવજી એ જ બચાવ્યા...હતા એમ કહેવાય...બધા અતિ લાગણી અને ભાવ થી શિવજી ની પૂજા..ભક્તિ કરી... અને ધન્યતા અનુભવી...બીજું કઈ ખાસ જાણે કઈ બન્યું ના હોય એવી હળવાશ લાગી...


ઘરે પાછા આવીને...લગભગ...2 દિવસ સુધી તો લગભગ બધા સુઈ જ રહ્યા હતા... બધાને એવું લાગ્યું કે સફરનો થાક હશે...


અમે નક્કી જ કર્યું હતું...કોઈ ને કશુ કહેવું નહિ..


લગભગ એક અઠવાડિયું આંખ ના પલકારા માં વીતી ગયુ...હું તો હજી રાત્રે પથારી માં ભડકી ને બેઠો થઈ જતો હતો... બીજા બધાની હાલત પણ એવી જ હતી...


મયંક, કિશોર, ભરત ની સગાઈ થઈ ગઈ હતી.. એ લોકો ઝડપ થી નોર્મલ થઈ રહ્યા હતા...


હું અને કૃણાલ....હજી મથી રહ્યા હતા...


પણ એતો કુદરત નો નિયમ છે...તમે જેને ભૂલવા માંગતા હોવ એજ વધુ યાદ આવે...


અને બીજો નિયમ...તમે જેને સાચા દિલ થી યાદ કરો એ પણ તમને યાદ કરતા જ હોય...


પ્રેત...હજી...સમસમીને બેસી રહેલો...મૂંગો અને અઘોરી...અમને બધાને જીવતા એના ચૂંગલ માંથી છોડાવી લાવ્યા હતા.. બાબા ગોરખનાથે બાંધેલી હદ ની બહાર નીકળી શકે એટલો શક્તિશાળી એ હજી નહોતો બની શક્યો...


પ્રેત એ વાત થી અજાણ હતો...કે અમે બધા હવે... એના માટે વર્જિત નથી...


ઘણા ખરા ભણેલા લોકો પણ ભૂત પ્રેત માં વિશ્વાસ નથી કરતા હોતા... પણ એ વાત સત્ય છે અને અમે એનો અનુભવ કરી ચુક્યા છે...


આટલું બોલી ને ભાવિકસિંહ અટકી ગયો...


ઇન્સ્પેક્ટર પાટીલ...બધું ધ્યાન થી સાંભળી રહ્યા હતા...પણ એમના માટે આ બધું કોઈ વાર્તા જેવું હતું...


પાટીલ ને શંકા એ હતી..કે આ કાગળ કોઈ એ મસ્તી કરવા તો નથી લખ્યો ને... અને આ ભાવિકસિંહ...બકરી ના બચ્ચાં ની જેમ મારી સામે આવી ને બેસી ગયો છે...


પાટીલ જોખમ લઇ શકે એમ નહોતો... કારણકે... કમિશ્નર સાહેબ નું સીધુ ધ્યાન હતું કેસ માં...


પાટીલ હજી સુધી કોઈ નિષ્કશ પર પહોંચી શક્યો નહોતો... આ બધું એ જે એણે સાંભળ્યું...એ કોઈ ઉપજાઈ કાઢેલી વાત લાગતી હતી... એને સિગરેટ સળગાવી...અને... કોન્સ્ટેબલ ને ચા મંગાવાનું કીધું...


જો આ સાચું બોલતો હોય તો પણ આ કાગળ માં લખ્યા મુજબ એ મરી જ જશે બુધવારે બપોરે 3:15 એ એવું કયા આધારે માની શકાય...


પાટીલે એને આ આખી વાત નો કોઈ ગવાહ કે સાબિતી હોય તો પુરાવો રજૂ કરવાની વાત કરી...


ભાવિકસિંહ...વિચારવા લાગ્યો... કે આમને કેવી રીતે સમજાવું...કે અમે કેવી રીતે મોત જોડે ઝઝૂમ્યા છે.. મૂંગા એ કોઈ ઔષધિ અને મંત્રો થી એના બધા ઘાવ પણ ભરી દીધા હતા... નહીતો એ ઘાવ ના નિશાન પણ બતાવી શકાયા હોત..આજે રવિવાર હતો... ભાવિકસિંહે પાટીલ જોડે ઘરે જવાની વાત કરી... એને ખૂબ ટેન્શન થઈ રહ્યું હતું...


પાટીલ પણ ઘણા દિવસ નો ખુબ થાક્યો હતો..એને પણ ઘરે જવું હતું...


પાટીલ અને ભાવિકસિંહ બંને પોત પોતાના ઘરે ગયા...


ભાવિક ના મન માં ગડમથલ હતી... એને બધા મિત્રો ને ફોન કરવાનું શરૂ કર્યું... એ ઘર ની છત પર આવી ગયો હતો...કોઈ સાંભળી ન શકે એટલા માટે...બધા મિત્રો...એક પછી એક... કૉંફરેન્સ કોલ માં જોડાતા ગયા...


ભાવિકે વાત રજૂ કરી.. નનામાં કાગળ વિશે...


વાસ્તવ માં બધાને આવો કાગળ મળ્યો હતો... પણ ભાવિક સિવાય કોઈ એ આ વાત ને આટલી ગંભીરતાથી લીધી નહોતી...


આનો મતલબ એવો હતો..કે બુધવારે બપોરે 3:15 વાગે બધાનું એકસાથે મૃત્યુ થશે ???


હવે બધા ની જોરદાર હાલત ખરાબ થઈ ગઈ હતી..કારણકે મોત તો બધા એકવાર નજીક થી જોઈ ચુક્યા હતા...તાત્કાલિક ભેગા થવાનું નક્કી કર્યું...રિવરફ્રન્ટ પર...અડધો કલાક મા તો બધા...હાજર...


બધાના મોઢા....ભાવિક જેવા જ થઈ ગયા... મગજ બંધ, બુદ્ધિ રજા પર જતી રહી હોય એવું થઈ ગયું...


બધાએ પોત પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યા...અદ્દલ ઝેરોક્સ કરી હોય એવા હતા... બધું જ સરખું.. મતલબ એક જ હતો... કે આ લખનાર એક જ વ્યક્તિ છે...કોણ હોઈ શકે..??


ભરત ના મગજ માંથી મૂંગો ખસતો નહોતો...એને બધાને...આ વાત કરી... કારણકે...મૂંગો.. પણ અઘોરી જ હતો... એટલે આ કાગળ એના માટે ઉત્તપન્ન કરવું રમત વાત હતી... બીજુ કોઈ એવું એમના સંપર્ક માં જ નહોતું જે આ ઘટના વિશે જાણતું હોય...


કિશોર અને મયંક ને અઘોરી ગુરુ બદ્રીનાથ પર શક હતો... કારણ કે...મૂંગા પર જો શક કરી શકાય તો એમના પર પણ શક કરી જ શકાય...


બીજી એક થિયરી હતી જે પાટીલે પણ વિચારી હતી કે કદાચ કોઈ મસ્તી કરતું હોય... તો કોલેજ ના ગ્રુપ માં થી કોઈ હોઈ શકે...પણ કાગળ જોતા..લાગતું હતું કે...શબ્દો ના આરોહ અવરોહ...એટલા બધા પરફેક્ટ હતા...કે... આટલું અદ્દલ એક સરખું લખાણ...5 એ કાગળ માં હોવું... જરા...માન્યામાં ના આવે એવું લાગતું હતું...


બીજું કાગળ..નું લખાણ...100% હાથ થી જ લખેલું હતું... બીજી કોઈ...પ્રિન્ટિંગ ટેક્નીક વપરાય હોય એવું લાગતું નહોતું...


આ કાગળ કેવી રીતે અમને બધાને પહોંચાડવામાં આવ્યા... એ બાબત વિચારીએ તો... બધાના ઘરે કાગળ કવર ઉપર નામ લખીને મોકલવામાં આવ્યા હતા...હવે અઘોરી ઓ અને તાંત્રિકો...ક્યારથી કાગળ લખવા મંડ્યા...આ સવાલ ઉભો થતો હતો...


હોય ના હોય આ કઈક બીજું જ ચક્કર છે...એવું બધાને લાગતું હતું...


શું હોઈ શકે ?...


સાંજ પડી ગઈ હતી... મયંક, કિશોર, ભરત બધાને ક્યારના ફોન આવી ગયા હતા...એમની ફિયાન્સી ના...રવિવાર હોય એટલે સ્વભાવિક વાત હતી...


અમે છુટા પડવાનું નક્કી કર્યું...પણ વોટ્સએપ પર ટચ માં રહીશું..એમ નક્કી કરી... એ લોકો નીકળ્યા...


હું અને કૃણાલ હજી ત્યાં જ હતા...


નજીક માં જ ક્યાંક મંદીર હશે..આરતી નો અવાજ આવતો હતો...


મગજ ચકરાળે ચડ્યું હતું... કૃણાલ નાના નાના પથ્થર પાણી માં નાખી રહ્યો હતો... હું...હાથ માં કાગળ લઈ ને બેસી રહ્યો હતો...વારે વારે..કાગળ જોયા કરતો હતો...


હવે તારો વારો...બુધવાર 3:15...


આનો શુ અર્થ થાય...?


મોત ની તો કોઈ ધમકી આમાં સ્પષ્ટ થતી નથી...


કોઈ મઝાક પણ કરતું હોય...


બુધવાર પણ કયો..??


કોઈ તારીખ નો ઉલ્લેખ નથી...


હવે તારો વારો એટલે..?મારા થી પહેલા કોનો વારો હતો...?


મારા તો બધા મિત્રો સલામત જ લાગે છે...


અને આવુ તો બધાના કાગળ માં લખ્યું છે... તો... ??


બધા નું એકસાથે...બુધવારે મૃત્યુ થશે.. ? એવુ ??


ભાવિક ને અચાનક...મગજ માં ઝબકારો થયો...


નક્કી આમાં આપણા 5 જણ ની કોક મજાક કરે છે...


એને મગજ દોડાવ્યું...


આ કોઈક મસ્તી જ કરી રહ્યું છે...


ભરત ની ફિયાન્સી...કોમલ...એની સાથે ખૂબ ઝગડી હતી... સોમનાથ બાબતે...


મયંક ની ફિયાન્સી...શ્રદ્ધા...પણ ઘણા દિવસ સુધી એની સાથે બોલી નહોતી...


કિશોર ની ફિયાન્સી તો એકદમ સરળ હતી... પણ એને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો...


નક્કી આ 3 જણ ભેગી થઈ... અમારી મજાક કરી રહી છે...


એને ફટાફટ...વોટ્સએપ માં મેસેજ નાખ્યો... કૃણાલ ને પણ એની વાત માં તથ્ય લાગ્યું...


ત્રણે મિત્રો..એ.. પોત પોતાની ફિયાન્સી ને પૂછી લીધું...


બધાએ...એક સરખો જ જવાબ આપ્યો...ના અમને કઈ ખબર નથી...


પણ ભરત, મયંક, કિશોર ને શક થયો...


એમને તરત જ મને અને કૃણાલ ને... એસ.જી.હાઈવે ની એક હોટલ પર બોલાવી લીધા... ત્યાં પહોંચ્યા...ત્યાં સુધી...એ લોકો...માનવા જ તૈયાર નહોતા...પણ પછી...બધા એ ભેગા થઈ....ખોફનાક વાત એમને કહી દીધી...


ત્રણેય જણી....સુક્કા લાકડા જેવી....ફિક્કી પડી ગઈ...નયના.. કિશોર ની ફિયાન્સી તો... ધ્રુજવા લાગી હતી...એ સખત ડરી ગઈ હતી...


એ લોકો એ કબૂલ કરી લીધું... કે આ કાગળ એમને જ મોકલ્યા હતા...


પાંચેય મિત્રો એ રાહત નો શ્વાસ લીધો... અને..જમવા બેઠા..


જમતા જમતા...શ્રદ્ધા એ મયંક ને પ્રેત વિશે પૂછ્યું... પછી એનું શું થયું...??


મયંકે વાત બદલી નાખી....કે તું યાર થોડો રાહત નો શ્વાસ તો લેવા દે...


બધા જમી ને પોત પોતાના ઘરે ગયા... અને સરસ સુઈ ગયા...


પણ સવાર પડતા જ હાહા કાર મચી ગયો હતો... બધા એકબીજા ને ફોન કરી રહ્યા હતા...


એમના સુવાના રૂમ માં બરાબર પલંગ ની સામે ની દીવાલ ઉપર લોહી થી લખેલું હતું...


"હું આવું છું"...


આખા રૂમ માં માથું ફાડી નાખે એવી તીવ્ર બદબુ આવતી હતી....


લોહી હજી તાજું જ હતું...જાણે હમણાં જ કોઈ ના શરીર માંથી કાઢ્યું હોય...


માત્ર ભાવિકસિંહ સિવાય ના બધાના ઘર ના સભ્યો....દિગ્મૂઢ હતા...બધા એ પોલીસ બોલાવી લીધી હતી... બધા એકબીજા જોડે ટચ માં જ હતા...પાંચેય મિત્રો...અને ત્રણેય ફિયાન્સી ઓ જાણતી હતી કે આ કોનું કામ છે....


સમય હતો હવે...સિરિયસ થઈ આનો ઉપાય શોધવાનો...નહીતો જો પ્રેત આઝાદ થઈ જશે...કે થઈ ગયો હશે તો મોત નક્કી...જ છે....


ફરી પાટીલ ને યાદ કરવામાં આવ્યો...


ભાવિક સિંહે...એકલામાં લઈ જઈ...એને કાગળ વિશે ખુલાસો કર્યો... પણ આ કામ નક્કી...પ્રેત નું જ છે... એવા સબબ ની વાત કરી...


અત્યાર સુધી તો પોલીસ ના ચોપડે કેસ નોંધવામાં આવ્યો નહોતો.. કમિશ્નર સાહેબે ના પાડી હતી એટલે... પણ આજ ના આ બનાવ ની ચારે કોર ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.. એટલે કેસ ચોપડે નોંધ્યા સિવાય કોઈ છૂટકો જ નહોતો.. અને પછી..


કેસ નોંધવામાં આવ્યો અને નામ આપવા માં આવ્યું..


કેસ નં 643/3:15 ની ઘટના..


કેસ ચોપડે નોંધાતા જ કાગળ ની કાર્યવાહી ઓ શરૂ થઈ ગઈ..


પાટીલે ફોરેન્સિક લેબ ના માણસો ને બોલાવી લીધા...અને હવા માં આ દુર્ગંધ નું કારણ અને...દીવાલ પર ના લખાણ ના લોહી ના નમૂના ચેક કરવાનું કહ્યું...


પાટીલે...બીજા ચાર મિત્રો ના ઘરે પણ આજ પ્રક્રિયા કરવાનું સૂચન કરી...કમિશ્નર સાહેબ ને જાણ કરી...આખો કેસ એમને હેન્ડલ કરવા દેવાની માંગણી કરી...


હવે તો કમિશ્નર પોતે આતુર હતા... આ મેટર માં શુ ચાલી રહ્યું છે જાણવા....


પાટીલે... બધા મિત્રો ને અને એમના ઘર ના તમામ સભ્યોને પોલીસ સ્ટેશન આવવા સૂચન કર્યું...


લગભગ 2 કલાક માં બધા...હાજર થઈ ગયા...


પાટીલે...પાંચેય...છોકરા ઓ ને કશું જ ન બોલવા નો...આદેશ આપી દીધો...અને... એમની 3 ફિયાન્સી ને પણ ચૂપ રહેવા જણાવ્યું...


હમણાં અડધો કલાક માં ફોરેન્સિક નો રિપોર્ટ આવી જવાનો હતો...ત્યાં સુધી...પાટીલે જાહેર માં જ...બધાને સવાલ પૂછવા ના શરૂ કર્યા...


જેમકે...


તમારા ઘર માં કોઈ વ્યક્તિ બીમાર છે ??


તમારા ઘર માં નોનવેજ કેટલા લોકો ખાય છે...??


તમે બધા ક્યાં ધર્મ માં માનો છો ?


આ બધા સવાલો ની વાઘેલા ડાયરી માં નોંધ બનાવી રહ્યો હતો...


એટલા માં રિપોર્ટ આવી ગયો...


લોહી કોઈ ભેંસ અથવા પાડા ના શરીર નું હતું...જેની...1કલાક ની અંદર જ હત્યા થઈ હશે...


વાસ...એ લોહી અને માંસ સડે પછી જે હોય એની હતી...પણ એના માટે..કેટલાય દિવસ સુધીનું સડેલું માંસ અને લોહી...હોવું જોઈએ...એ કોઈ સાઈટ ઉપર દુરદુર સુધી નહોતું...


બધા મિત્રો અને એમના ઘર ના બધા...માં સન્નાટો વ્યાપી ગયો હતો... એમની આજુબાજુ ના ઘરના પણ બધા અચંભિત હતા...કોઈએ મેલીવિદ્યા કરેલી છે એવી ખુસર ફુસર બધા માં શરુ થઇ ગઇ હતી..કારણકે પાંચેય મિત્રો એ સચ્ચાઇ ઘર માં કોઈ ને કહી નહોતી..એટલે...બધા આવું જ સમજતા હતા...બધા ખૂબ ડરેલા હતા...


પોલીસે...બધા મકાન ની જડબે સલાક ઘેરાબંધી કરેલી હતી...


પાટીલે બધાને.. અગમચેતી ના ભાગ રૂપે... એક પ્રાઇવેટ બંગલા માં ખસેડી દીધા હતા... અને.. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો... બધા ના ઘર વાળા પોલીસ નું આ વલણ જોઈ ને ડઘાઈ ગયા હતા.. પાટીલે અમને પાંચેય મિત્રો ને પોલીસ સ્ટેશન તેડાવી ને સવાલો નો મારો ચાલુ કર્યો હતો...


બધા હજી કાલે સાંજે તો થોડા રિલેક્સ થયા હતા ત્યાં તો...એનાથી મોટું ટેન્શન આઈ ગયું...


પાટીલ બધું સમજતો હતો...પેલો નનામો પત્ર એક મજાક હતી... પણ આ કોઈ મજાક હોય એવું નહોતું લાગતું...


કારણકે... બધા મિત્રો ના ઘરે...અદ્દલ એક સરખું લોહી થઈ લખાણ... દુર્ગંધ પણ એક સરખી...


બધાના ઘર અંદર થી લોક હોવા છતાં... કોઈ આવ્યું અને આવુ લખી ને જતું રહ્યું... કોઈ પણ જાત ના પુરાવા પણ એકે સાઈટ ઉપર થી મળ્યા નથી... એને ઘર ના બધાજ સભ્યોના શરીર ઉપર ક્યાંય કોઈ તાજા ઝખમ છે કે નહીં એ પણ તપાસી લીધું...એમના વિસ્તાર માં દુરદુર સુધી...મટન ચિકન ની દુકાન પણ નહોતી...


નક્કી આ કામ પ્રેત નું હોવું જોઈએ..એવું પાટીલ ને પણ મનમાં થયું હતું... હવે એ સઘળી હકીકત જાણતો જ હતો...એટલે..આ વાત થી મો ફેરવી શકાય એમ હતું નહીં..


પાટીલ ને એની અંગત મિત્રો ની ટિમ...યાદ આવી ..જેમાં એક માનસિક રોગો નો ડૉક્ટર હતો..ડૉક્ટર જસાણી... એને સાઇડ માં જઇ એને ફોન કરી ને તાબડતોબ પોલીસે સ્ટેશન આવનું કહ્યું...


બીજો એક મિત્ર હતો..બાહોશ ડિટેકટિવ...હનીફ... જેને ઘણા કેસ સોલ્વ કરવામાં પાટીલ ની મદદ કરી હતી...એને પણ તરત આવી જવા નું કહેવામાં આવ્યું...


લગભગ...અડધો કલાક માં બન્ને જણ આવી પહોંચ્યા...


ત્યાં સુધી... પાટીલે જૂનાગઢ ના જંગલનો નકશો મંગાવી લીધો...ભાવિક અને એના મિત્રો...અલગ રૂમ માં બેઠા હતા...અને..પાટીલ અને એના મિત્રો...અલગ રૂમ માં હતા... વાઘેલા ને ચા લાવવા નું કહી...ત્રણે જણ વાતે વળગ્યા... લગભગ અડધો કલાક માં પાટીલે... બન્ને જણ ને.. આખો કેસ સમજાવ્યો...


પછી...તરત...જ એ લોકો... પાંચેય મિત્રો ની સામે હાજર થયા...


પાટીલે એમની ઓળખાણ આપી...


પાંચેય મિત્રો... ખૂબ ડરેલા હતા...પણ તોય એમને એમ થયું કે પાટીલ ચોક્કસ આ મુસીબત માં થી એમને ઉગારી લેશે...


જસાણી અને હનીફ પણ પૂછપરછ માં પાટીલ સાથે જોડાઈ ગયા... બંને જણ...ડાયરી માં નોંધ કરી રહ્યા હતા... હનીફે...બધાના ઘર ચકાસવા ની માંગ કરી... પાટીલે વાઘેલા ને બધાના ઘર વારાફરતી ચકાસવા માટે હનીફ જોડે જવા કહ્યું...


હનીફ વાઘેલા ને લાઇ ને બાઇક ઉપર નીકળી પડ્યા..


આ બાજુ જસાણી એ પાંચેય જણ ને સવાલો ના સાણસામાં જકડવાનું શરૂ કર્યું...


લગભગ...4 કલાક થવા આવ્યા...હનીફ અને વાઘેલા પાછા આવ્યા...અને..જસાણી એ પણ બ્રેક લેવાનું વિચાર્યું...પાટીલ અત્યાર સુધી માં 1 આખું પાકીટ સિગારેટ પી ચુક્યો હતો...


પાટીલ વાસ્તવ માં હનીફ અને જસાણી બન્ને જણ નું કોમ્બિનેશન હતો...સાઇકોથેરાપી...અને ડિટેકટિવ બન્ને માઈન્ડ એના એક જ માઈન્ડ માં હતા..એ જસ્ટ...આ બન્ને જણ ના ઓપિનિયન થી આગળ વધવા માંગતો હતો...


હવે ત્રણેય મિત્રો અલગ રૂમ માં આવી ગયા હતા... બપોર ના 2 વાગવા આવ્યા હતા... પાટીલે વાઘેલા ને..બધા ના માટે જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું...થોડી વાર માં જમવાનું આવી ગયું...બધા...કેન્ટીન જેવો એક રૂમ હતો...ઉપરના માળે ત્યાં જમવા બેઠા...


ભાવિકસિંહ અને એના પાંચેય મિત્રો એ પ્રેત નું કામ લાગે છે...એમ કહી ને વાત શરૂ કરી... અને...મૂંગો અને અઘોરીબાબા બદ્રીનાથ જ આમાંથી અમને બચાવી શકશે...એવું પણ કહ્યું...


જસાણી ને પણ આ લોકો એ કિધેલી વાત સાચી હશે એવું જ લાગ્યું હતું...એક મનોચિકિત્સક તરીકે...જો કોઈ એની આગળ જુઠ્ઠું બોલે તો તરત એને ખબર પડી જ જાય...એટલો એ બાહોશ હતો...હનીફે પણ એનો મત રજૂ કર્યો..કે ઘર માં ક્યાંય કંઈજ વાંધા જનક મળ્યું નથી..લોહી..પણ તાજું જ છે...અને...અને રૂમ માં આવતી દુર્ગંધ પરથી એવું લાગે છે કે...જાણે ત્યાં કોઈ...સડેલુ માંસ પડયુ હોય...


પાટીલ એકદમ ઝડપ થી નિર્ણય લેતો હતો...એટલે જ તો કમિશનર સાહેબ નો માનીતો હતો...એને...જમ્યા પછી તરત જૂનાગઢ જવા રવાના થવાનો હુકમ કર્યો...


વાઘેલા ને 2 બોલેરો જીપ તૈયાર કરવાનું કહ્યું...અને થોડા હથિયાર જોડે રાખવાનું પણ કહી દીધું... અને..આ પાંચેય જણ ના ફેમિલી ને ઈંફોર્મ કરવાનું કહ્યું...કે જ્યાં સુધી એ લોકો જૂનાગઢ થી પાછા ના આવે ત્યાં સુધી...એમને એ બંગલા માં જ રહેવુ પડશે...


એ લોકો પાટીલ, 2 કોન્સ્ટેબલ અને 7 જણ એમ 10 જણ જૂનાગઢ જવા રવાના થઈ ગયા...


આ બાજુ


ભાવિક અને એના મિત્રો ના ઘરના સ્તબ્ધ હતા...કે આ બનાવ ને અને જુનાગઢ ને શુ લેવાદેવા હશે...


કિશોર, મયંક, કૃણાલ, ભરત આ ચારેય ના ફાધર અને ગોહિલજી એટલે કે...ભાવિકસિંહ ના ફાધર...બધા બેસી ને ચર્ચા કરી રહ્યા હતા...ત્યારે...ગોહિલજી...એ પેલા નનામા પત્ર ની વાત કાઢી...


પેલા ચારેય જણ ના ફાધર... નવાઈ માં પડી ગયા... હતા...કારણકે...કોઈ ને આ કાગળ વિશે કાઈ જ ખબર નહોતી...આજના બનાવ માટે એમને કોઈ બાબા કે તાંત્રિક ની મદદ લેવાનું વિચાર્યું...અને.. કિશોર ના ફાધર ખૂબ ધાર્મિક માણસ હોઈ...એમના સંપર્ક માં ઘણા જ્ઞાની લોકો હતા...એમને...એવા જ એક વ્યક્તિ ની મદદ માંગવા એમને ફોન કર્યો... એ વ્યક્તિ આમતો ઉંમરલાયક હતી એટલે ત્રિવેદી...સાહેબ કહીને એમને બધા સંબોધન કરતા..કિશોર ના પિતાજી એ ત્રિવેદી સાહેબ ને તમામ બનાવ કહયો.... એ માત્ર એટલું જ બોલ્યા... "હું આવું છું"....તમે તમારા ઘરે પહોંચો...


કિશોર ના પિતાજી ને કઈક ગરબડ હોવાનો આભાસ થયો...એમને બધા ને જોડે આવા કહ્યું...


પણ બહાર પોલિસ નો પહેરો હતો...અને એમને...જણાવવું જરૂરી હતું... કે એ લોકો ક્યાં જઈ રહ્યા છે...


આજે સોમવાર હતો... બધા એ કઈક ને કઈક કામ નું બહાનું શોધ્યું અને એમના ઘર ના બીજા જે સભ્યો અહીં હતા એમને કહી ને...ફટાફટ...નીકળી ગયા...


બધાના કિશોર ના ઘરે પહોંચ્યા બાદ ત્રિવેદી સાહેબ લગભગ...15 મીનિટ માં આવી પહોંચ્યા...એમના હાથ માં અત્તર ની શીશી હતી...ઘર માં તો હજી પણ તીવ્ર બદબુ ફેલાયેલી જ હતી...


ત્રિવેદી સાહેબે આવતા વેંત જ ઘર માં બધા ખૂણા માં અત્તર છીડકી દીધું...અને પલાંઠી વાળી ઘર ના મધ્ય માં આસન જમાવ્યું... અને માંડ 3 મિનિટ થઈ હશે ત્યાં તો એ આખા ધ્રુજવા માંડ્યા... અને પરસેવે રેબઝેબ થઈ ગયા...જ્યારે આંખો ખોલી તો...એમની આંખો માં થી જાણે કે લોહી નીતરી રહ્યું હતું... અને આંખો સંપૂર્ણ લાલ હતી... એમને કર્કશ અવાજ માં કહ્યું... હું ઝન્ડ છું...હું આવું છું....


તારું શરીર હવે મારુ છે... આટલું બોલી ને તો એ ઢળી પડ્યા... બધા સખત ગભરાઈ ગયા...ફ્રિજ માંથી પાણી લાવી...એમની પર નાખ્યું...ત્યારે ભાન માં આવ્યા....પણ એમનું આખું શરીર...ભઠ્ઠી ની માફક તપી રહયુ હતું...અને કપડાં બધા લોહી વાળા થઈ ગયા હતા...ફરીથી સડેલા માંસ ની તીવ્ર બદબુ આખા રૂમ માં ફેલાવા લાગી...


ત્રિવેદી સાહેબ..હજી પુરા ભાન માં નહોતા આવ્યા...થોડી વાર માં એ સ્વસ્થ થયા...અને... બોલ્યા....સંકટ...જીવ નું સંકટ...કિશોર નો જીવ લેવા આવ્યો છે...કિશોર ના શરીર માં એ કોઈ બીજા આત્માને સ્થાપિત કરવા માંગે છે...આમ કરવાથી...કિશોર નું મૃત્યુ નિશ્ચિત છે...આ ઝન્ડ છે... કોઈ ભૂત, પ્રેત કે પિશાચ...જ્યારે...બીજા હજારો પ્રેત કે ભૂત કે પિશાચ ને હણે ત્યારે એ ઝન્ડ બને...એનું બલ...અતુલ્ય હોય છે... એને કાબુ માં કરવો લગભગ અશક્ય છે...કોઈ અતિ પવિત્ર આત્મા...જ આવું કરી શકે...


કિશોર ને અત્યારે...ને અત્યારે જ રોકો...એ સામે ચાલી ને એની પાસે જઈ રહ્યો છે... જુનાગઢ ના ગાઢ જંગલ માં એક પ્રેત કેદ છે...એક અતિ શક્તિશાળી અઘોરી એ એને છાયાકેદ કરેલો છે... ઝન્ડ એ પ્રેત નો દેવ છે...એને પ્રેત ને આઝાદ કરવા એક સાબૂત શરીર આપવું પડશે...કિશોર નું શરીર એના માટે ઉપયુક્ત છે...એટલે એ એની પાછળ પડ્યો છે...


આટલું બોલી ત્રિવેદી સાહેબ અટકી ગયા...


ત્યાંતો ગોહિલજી અને બીજા બધા બોલી ઉઠ્યા કે આવી જ ઘટના આજે અમારા ઘર માં પણ બની જ છે...તો એનો મતલબ શુ?? સંકટ માત્ર કિશોર ને જ છે...કે બધાના છોકરા ઓ ને...


ત્રિવેદી સાહેબ ની આંખો મોટી થઈ ગઈ...એમને કિશોર ના પપ્પા ને ઠપકો આપ્યો...કે આ વાત પહેલા કરવી જોઈતી હતી..


એમને..ફરી આંખો બંધ કરી....જાણે કઈક જોતા હોય...એમ થોડી વાર..સુધી માત્ર એમના ડોળા હલતા હતા...બધા એકીશ્વાસે રાહ જોતા હતા...


થોડી વાર માં એમને આંખ ખોલી ઊંડો નિસાસો નાખ્યો...અને બોલ્યા...ખરા ફસાયા....ઇધર કુઆ ઇધર ખાઈ...એવી હાલત છે... અહીંયા રહેશે તો પણ હુમલો થવાનો...અને ત્યાં જશે તો પણ...


ત્યાં જ્યાં એ લોકો જઇ રહ્યા છે...ત્યાં..તો પેલા ઝન્ડે આખી પ્રેત ની ટોળી ભેગી કરી છે...એ બધા પ્રેત ને ઝન્ડ સાબૂત શરીર આપશે..એમ લાલચ આપીને...ગુલામ બનાવેલા છે...અને એ 5 પ્રેતે જ આ તમારા ઘર માં આવી ને આ કારસ્તાન કરેલું છે...


હવે તો કોઈ દિવ્ય આત્મા...જ તમને આમાંથી...બચાવી શકે...મારુ આમાં ગજું નહિ...એ બહુ શક્તિશાળી છે... અને ઘણા બધા છે... હું એકલો એમની ટક્કર ઝીલી શકું એટલો મારા માં દમ નથી... હું તમને..ડરાવા નથી માંગતો...પરંતુ... તમારી પાસે સમય નથી... એ લોકો આજે રાત્રે જ તમારા બાળકો પર હુમલો કરશે...એમને માત્ર એમનું શરીર જ જોઈએ છે...


કાલે એ લોકો 5 જણ પાછા તો આવશે...પણ...એ તમારા બાળકો નહિ હોય...એમના માત્ર શરીર હશે... આત્મા તો પ્રેત નો હશે...


લગભગ બધાના હૃદય બંધ પડી જાય એવી વાત હતી...આ...


કાળજા ના કટકા સમા એમના સંતાનો...મોત ના મુખ માં જઈ રહ્યા હતા...અને એ લોકો પરવશ હતા...


ગોહિલજી એ ભાવિક ને ફોન કરી ત્રિવેદી સાહેબે કહેલી બધી વાત કરી...ભાવિકસિંહે...એક નાના ટી સ્ટોલ ઉપર ગાડી ઉભી રખાવી...પાટીલ...જસાણી.. હનીફ..બધાને આ વાત અક્ષરશ: કરી...એના ચારેય મિત્રો આ સાંભળી ને ધ્રુજી ગયા....


અમે પાંચેય મિત્રો...ધ્રુજી રહ્યા હતા... મારા મન માં તો ચંડીપાઠ ચાલુ જ થઈ ગયા હતા... હનીફ, જસાણી, પાટીલ વાઘેલા બીજા 2 ડ્રાઈવર બધા અવાચક થઈ ને જોઈ રહ્યા હતા...


અમે રીતસર કગરી રહ્યા હતા... પાટીલ સાહેબ અમને પ્લીઝ બચાવો... નહી તો અમારું મોત નિશ્ચિત છે... તમે પેલા પ્રેત ને નથી ઓળખતા...બહુ જ માયાવી અને ભયાનક છે...


પાટીલે કહ્યું રીલેક્સ કશું નઇ થાય...આવો અંધ વિશ્વાસ ન રાખો... હું પણ માનું છું કે તમારા ઘર માં આજે જે ઘટના બની છે...એ સામાન્ય નથી.. સાયન્સ પાસે આનો જવાબ નથી...પરંતુ એનો મતલબ સાવ એવો ના કાઢો...જસાણી... વચ્ચે બોલી ઉઠ્યો...ગભરાશો નહિ...અમે બધા પણ તમારી જોડે જ છીએ...અમે હવે આ કેસ સોલ્વ કર્યા વગર શાંતિ થી બેસવાના નથી... ત્યાં બધા માટે વાઘેલા ચા લઈ ને આવ્યો...


હજી તો... ચા પીતા હતા... ત્યાંજ ગોહિલજી નો ફરી ફોન આવ્યો... ભાવિકે ફોન ઉપાડ્યો...


સામા છેડે થી કિશોર ના પિતાજી...મનુભાઈ હતા... એમને પાટીલ સાથે વાત કરવાની ઈચ્છા જણાવી...


ભાવિકે ફોન પાટીલ ને પકડાવ્યો... મનુભાઈ અને પાટીલ એકબીજા સાથે કઈક વાત કરી રહ્યા હતા..અને એ દરમિયાન એ વાત કરતા કરતા થોડા ઝાડી માં જતા રહ્યા.. કદાચ ટોયલેટ ગયા હશે એવું લાગ્યું... થોડી વાર માં એ પાછા આવ્યા...અને ફોન ભાવિક ને પાછો આપ્યો..


પાટીલે કહ્યું હવે આપણે જવું જોઈએ... ગોહિલજી, મનુભાઈ અને કોઈ ત્રિવેદી કાકા નામની વ્યક્તિ અહીં આવી રહ્યા છે... આપણે...એમની રાહ જોવી પડશે...પણ જૂનાગઢ પહોંચી ને આરામ કરી લઈએ ત્યાં સુધી માં તો એ લોકો આવી જશે...


પાટીલ, જસાણી, હનીફ એક જ ગાડીમાં હતા...અને અમે પાંચેય મિત્રો એક ગાડી માં હતા..


અમે એજ વાત કરી રહ્યા હતા કે...સૌથી પહેલા મૂંગા ને શોધવો પડશે...અને...અઘોર ગુરુ બાબા બદ્રીનાથ ના ત્યાં જવું પડશે...


આ બાજુ હનીફ અને જસાણી પાટીલ ને કહી રહ્યા હતા...કે...ખરેખર આવો ઇન્ટરેસ્ટિંગ કિસ્સો આજ સુધી જોયો નથી...


શરૂઆત માં આ લોકો થોડું સાયકોલોજિકલ રમતા હોય એવું લાગ્યું...પણ ઘર ની વિઝિટ પછી...એટલું નક્કી છે...કે ઘર માં રહેવા વાળા કોઈ જ વ્યક્તિ નું આ કામ નથી... પાટીલ તારું શુ માનવું છે... આમાં તો કોઈ સુપર નેચરલ પાવર કામ કરી રહ્યા હોય એવું લાગે છે... તું આગળ શું વિચારે છે... જસાણી એ પૂછ્યું...


પાટીલે સિગરેટ સળગાવી અને કહ્યું મને પણ આવુ જ કંઈક લગે છે.. આવો કોઈ કેસ મેં પણ આજ સુધી જોયો કે સાંભળ્યો નથી.. પાટીલે સિગરેટ ના કસ પછી તરત એકદમ સ્ટાઈલિશ અંદાજ માં કહ્યું દોસ્તો ડરો મત.. હમ હમ હૈ બાકી સબ....જસાણી અને હનીફ બોલી ઉઠ્યા...પાની કમ હૈ...આ ડાઈલોગે ત્રણેય જન માં નવો જોશ ભરી દીધો...


પાટીલે કહ્યું... મિત્રો... મને તો કેસ માં નવો વળાંક દેખાય છે... છોકરા ઓ કહેતા હતા.. કેટકેટલાય લોકો પ્રેત ના હાથે મરી ચુક્યા છે... જો આ વાત સાચી નીકળી તો પ્રમોશન પાક્કું.. કેટલાય અન સોલ્વડ કેસ નો તાગ મળી જશે..બોસ ને ખુશ કરવાનો આવો મોકો ફરી નહિ આવે... રહી વાત પ્રેત ની...એને તો ત્યાં જઈ ને જોઈ લઈશું...


આ બાજુ ગોહિલજી, મનુભાઈ, અને ત્રિવેદીકાકા જીવ હથેળી માં લઇ ને પોતાના વ્યલસોયા ઓ ને બચાવવા આવી રહ્યા હતા... બીજા ત્રણ જણ ને ત્યાં જ રહેવાનું સૂચન કર્યું... કે ના કરે નારાયણ ને...અહીં અમદાવાદ માં કોઈ અનહોની ઘટી જાય તો કોઈક અહીંયા પણ હોવું જોઈએ... ત્રિવેદીકાકા એ એમને એક વ્યક્તિ નો નંબર આપ્યો... નામ ઘેલાભુવા.. પણ સૂચના પણ આપી કે સોલિડ ઇમરજન્સી હોય તો જ આમને બોલાવજો...


એ લોકો અમુક તાવીજ... મંત્રો ની પોથી... લીંબુ...અબીલ, ગુલાલ, કકું, અને બીજી અમુક વસ્તુઓ લઈ...નીકળી પડ્યા...હોન્ડાસીટી કાર લઈ ને...હજી તો બપોર હતી... અંદાજ હતો કે રાત સુધી માં પહોંચી જ જશે...


આ બાજુ ભરત, કૃણાલ, મયંક ત્રણેય ના પપ્પા પાછા બંગલા પર જવા નીકળ્યા...ખરેખર તો આ ત્રણેય જણ હજી કશું સમજી જ નહોતા શકતા..કે શું ચાલી રહ્યું છે... આવું ક્યારેય કશું જોયું જ નહોતું અને સાંભળ્યું પણ નહોતું... એટલે માનવું મુશ્કેલ હતું...કે આ આધુનિક જમાના માં જ્યાં માણસ મંગળ પર જવાની વાતો કરે છે... એ જ જમાના માં પ્રેત, ઝન્ડ, અઘોરી બાવા આવું બધું હજી અસ્તિત્વ ધરાવે છે...ખરેખર...વાસ્તવ માં તો... એ લોકો હજી માનવા જ તૈયાર નહોતા કે એમના બાળકો આટલી મોટી મુસીબત માં છે...


આ બાજુ પ્રેત પણ નવા શરીર માટે તરસી રહ્યો હતો...બસ રાત પડવાની વાર હતી... એના આરાધ્ય ઝન્ડ દેવે આજે એને મુક્ત કરી દેશે એવું કહેલું છે... એની સાથે બીજા ઘણા પ્રેત પણ રાહ જોઈ રહ્યા હતા... હવે...બાબા ગોરખનાથ ની નિયંત્રણ રેખા માં જીવવાનો સમય પતી ગયો...હવે પ્રેત ફરી માણસો પર જુલમ ગુજારવા માટે મુક્ત થઈ જશે... એ વિચારી ને ખૂબ ખુશ હતો...દિવસે તો એ વાનર સ્વરૂપ માં જ ઝાડ પર અહીં થી અહીં કુદયા કરતો... અને હાકોટા પાડ્યા કરતો.. જંગલ માં રહેતા દરેક સાધુ અને બાવા ઓ આ વાત જાણતા જ હતા કે આ પ્રેત છે... એટલે એમના માંથી તો કોઈ આ બાજુ ફરકતું પણ નહોતું...


પણ મુંગો ઘણી વાર અહીં આવતો અને દૂરથી જ પ્રેત ને જોયા કરતો...અને અને પ્રેત પણ વાનર સ્વરૂપે મૂંગા ને ઘુરકિયા કરતો.. જાણે કે બન્ને એકબીજા ને ચેતવણી આપતા હોય.. કે જે દિવસે લાગ મળ્યો એ દિવસે તને મારી નાખીશ..


આમતો મૂંગો તો આજે ગોરખનાથ બાબા ના લીધે જીવતો હતો... બાકી ક્યારનો આ પ્રેત એને ખાઈ ચુક્યો હોત... પણ મૂંગો પણ દિવસે ને દિવસે બાબા ના આશીર્વાદ અને અમુક વિદ્યાના બળ થી શક્તિશાળી બની રહ્યો હતો...એને મન માં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ પ્રેત ને આ નિયંત્રણ રેખા માં થી બહાર નહીં આવવા દઉં... એને એની જીભ ગુમાવી દીધેલી... એના જીવ ના બદલા માં... એટલે બોલી નહોતો શકતો... એટલે એ જ્યારે ગુસ્સે થતો ત્યારે પ્રેત ની સામે આંખો માં આંખો નાખી ને ઉભો રહેતો...અને જાણે પ્રેત ને પડકાર ફેકતો હોય એવું વર્તન કરતો...


વાનર સ્વરૂપ પ્રેત ના અજીબ પ્રકાર ના હાકોટા સાંભળી ને એ દોડતો દોડતો ઝાડ પાસે આવ્યો... આજે એને કોઈ શક્તિશાળી ઉર્જા નો અહેસાસ થવા લાગ્યો... જાણે કે...પ્રેત આજે એકલો નથી...કોઈક હતું ત્યાં જેને એ જોઈ નહોતો શકતો...પણ એના શરીર ના એક એક ઉભા થઇ ગયેલા રુંવાડા એ વાત ની સાબિતી આપતા હતા કે કંઈક ગરબડ છે...


બહું વિચાર્યા વગર એ દોડ્યો...અઘોર ગુરુ પાસે...


અને ત્યાં જઈ ને ઈશારા થી એને બદ્રીનાથ ને બધું સમજાવ્યું...બદ્રીનાથ બાબા આમતો મૂંગા ને આશ્રમ માં બહુ રહેવા નહોતા દેતા... કારણકે એ અઘોરી નહોતો...પણ એ જાણતા હતા કે કોઈક વાત હોય તો જ મૂંગો અહીં આવતો...


એમને તરત આંખો બંધ કરી...અને બધું જોવા લાગ્યા... થોડીક જ ક્ષણો માં એ બધું જ જાણી ગયા...મૂંગો બોલી નહોતો શકતો પણ સાંભળી તો શકતો જ હતો...એટલે બાબાએ એને કહ્યું તે જે પાંચ છોકરા ઓ ને પ્રેત થી બચાવ્યા હતા... અને જડી બુટ્ટી થી તે એમને સાજા કર્યા હતા... એ પાંચ બાળકો નો જીવ જોખમ માં છે... હવે એમનું શરીર અવર્જિત થઈ ગયું છે... એટલે ઝન્ડ આજે રાત્રે જ એ પાંચેય છોકરા ઓ નો જીવ પાંચ પ્રેત ના જીવ જોડે બદલી લેશે...


મૂંગો દિગ્મૂઢ થઈ ગયો... હવે શું કરીશું...પાંચ નિર્દોષ માણસો ને કેવી રીતે બચાવીશું... કોઈ ઉપાય કરો...એ હાથ જોડી ને વિનંતી કરવા લાગ્યો... બાબા ફરી આંખો બંધ કરી ને જોયું... તો ખબર પડી કે એ પાંચેય જણ અહીંયા જ આવી રહ્યા...છે... સામે ચાલી ને મરવા...મૂંગા એ એમને બાબા ગોરખનાથ ની દુહાઈ આપી અને કહ્યું કે એ પ્રેત જો મુક્ત થઈ જશે..તો.. માત્ર આ પાંચ નહિ..પણ કેટલાય લોકો નો જીવ જોખમ માં મુકાઈ જશે... અને આમ પણ એ કેટલો અકળાયેલો છે...એ તો તમે જાણો જ છો...


બાબા એ કઈક વિચાર્યું...કારણકે અહીં માત્ર પ્રેત ની વાત નહોતી..એક શક્તિશાળી ઝન્ડ નો પણ મામલો હતો... કોઈક રીતે તો એને કાબુ કરવો જ પડશે અન્યથા એ વેતાલ, શેતાન, પિશાચ, ભૂત, પ્રેત આવા કઈક કેટલાય દુરાત્મા ઓ થી સમગ્ર માણસ જાત ને રંજાડશે...બાબા એ પણ તૈયારીઓ શરૂ કરી દીધી...એમને કોઈક મંત્ર નું ઉચ્ચારણ કર્યું અને શિવજી ના ત્રિશુલ પરનું ડમરુ ઉપાડ્યું...અને જોર જોર થી વગાડ્વા લાગ્યા...આ ડમરુ જંગલ માં અહીં તહીં ભટકતા દરેક અઘોરી ને...સૂચના આપવા માટે નો સંકેત હતો... આ ડમરુ ચમત્કારિક હતું... માત્ર માણસો જ આને સાંભળી શકે... માટે પ્રેત કે એની યોનિ ના બીજા કોઈ જીવ આ સાંભળી નહોતા શકતા...બધા જ અઘોરીઓ તત્કાળ આશ્રમ માં પાછા આવા લાગ્યા... અને અઘોર ગુરુ ના આદેશ ની રાહ જોવા લાગ્યા...


અઘોર ગુરુ બાબા બદ્રીનાથ લાલઘૂમ આંખો સાથે...બહાર આવ્યા...અને ચિત્તાની ઝડપ થી હવનવેદી પાસે જઈ ને ઉભા રહ્યા... અને એમને સિંહ ની ગર્જના જેવા અવાજ થી "હર હર મહાદેવ" ના ગગનભેદી નારા લગાવ્યા...દરેક અઘોરી એમનું અનુકરણ કરવા લાગ્યા... આખું જંગલ એમની ગર્જના ઓ થી ગાજવા લાગ્યું... આસપાસ ના પશુ પંખી ઓ પણ ભયભીત થઈ અહીંથી અહીં દોડાદોડ કરવા લાગ્યા... પ્રેત અને એના સાગરીતો પણ જાણી જ ગયા કે આ ગગનભેદી નારા એમને પડકાર આપવા માટે છે...


અઘોર ગુરુ એ ચિત્કાર સાથે દરેક અઘોરી ને સંબોધન કર્યું અને જણાવ્યું કે ઝન્ડ અને એના સાગરીતો આજે રાત્રે ઘણા બધા મનુષ્યો નો સંહાર કરવાના છે...અને એ શેતાન ઝન્ડ એનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે...આપણે આવું કરતા એમને રોકવાના છે... આપણે મહાદેવ ના અનુયાયી છીએ.. અને આપણે જીવતા જીવ આવો નરસંહાર નહિ થવા દઈએ...અને એ પણ આવા દુરાત્મા ઓ ના હાથે તો નહીંજ...સમગ્ર અઘોર પંથ ના બાવાઓએ મહાદેવ નું આહ્વાન કર્યું...અને દરેક અઘોરી એ આરપાર ની જાવ જીવ સુધી લડત આપવાનું પ્રણ લીધું...


આ સમગ્ર ઘટના નવો આકાર લઈ રહી હતી... હવે માત્ર પાંચ મનુષ્યો નો નહિ પણ સમગ્ર મનુષ્ય જાતિ પર સંકટ ઉભું થઈ રહ્યું હતું...


પાટીલ, અને એના મિત્રો,


ભાવિક અને એના મિત્રો,


ગોહિલજી અને એના મિત્રો,


બધા આ ભયાનક સંકટ થઈ અજાણ પુર ઝડપે... જૂનાગઢ તરફ વધી રહ્યા હતા...


તમામ પરિસ્થિતિ જોતા એવું લાગતું હતું કે જાણે... બધાય પક્ષે તૈયારી પુરી છે...કોણ જીતશે કઈ કહેવાય નહીં...


એક બાજુ માયાવી પ્રેત, ઝન્ડ દેવ, અને એના માયાવી સાગરીતો...


બીજી બાજુ ભાવિકસિંહ અને મિત્રો...જે બલિ ના બકરા હતા...


ત્રીજી બાજુ ગોહિલજી, મનુ કાકા, ત્રિવેદી સાહેબ...


ચોથી બાજુ પાટીલ, જસાણી, હનીફ અને પાટીલ ની પોલીસ પલટન...


પાંચમી બાજુ અઘોર ગુરુ બદ્રીનાથ, મૂંગો, અને સમસ્ત અઘોરીઓ..


મુકાબલો લોહિયાળ થવાનો હતો...અને દરેક ના મન માં શું થશે એવો ભય નો માહોલ હતો...


સાંજ પડવામાં ગણતરી ની મિનિટો જ બાકી હતી..


અમે તો ક્યારના જૂનાગઢ પહોંચી ગયા હતા...


એક સાઇડ માં જઇ ને પાટીલ કિશોર પાસે થી બધી માહિતી પૂછી રહ્યો હતો.. પ્રેત વિશે જે વાત અમે તેને કરી હતી...તે એને અક્ષરશ: યાદ હતી...


પાટીલ એક એક કરી ને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બધું બન્યું હતું...એ જાણવા માંગતો હતો.. અમે જે ધર્મશાળા માં રોકાયા હતા ત્યાં જ અમે આવી ને ઉભા હતા.. જે રૂમ માં રોકાયા હતા.. એ રૂમ પણ પાટીલે જોયો...


હનીફ એક પ્રાઇવેટ જાસૂસ હતો... અને જસાણી મનોચિકિત્સક...બન્નેજણ એક એક મિત્રો ને અલગ અલગ કરી ને એક ની એક ઘટના વારંવાર સમજી રહ્યા હતા..


હું ગુમસુમ એકબાજુ જીપ ને અડી ને મન માં ને મન માં થથરી રહ્યો હતો...


અમારા પર જે વીતી છે તે માત્ર અમે જ જાણીએ છે... પ્રેત ને યાદ કરતા જ... આખું શરીર 440 વોલ્ટ નો કરન્ટ લાગ્યો હોય એમ ધ્રુજવા માંડે છે...


અમારી બધાની હાલત સરખી જ હતી...


ગોહિલજી અને મનુ કાકા હજી રસ્તા માં હતા...એકાદ કલાક માં આવી પહોંચશે...એવી વાત હમણાં જ કિશોર જોડે થઈ હતી...


આ બાજુ જંગલમાં... પ્રેત પક્ષે પણ તૈયારી ઓ ભરપૂર હતી... રાત્રી પ્રહર લગભગ 9 વાગ્યા આસપાસ શરૂ થાય... ત્યાર પછી... સૂર્ય નારાયણ નો પ્રભાવ નાબૂદ ગણાય... આ સમય દરમિયાન આસુરી શક્તિ ઓ નો ઉદય થાય છે... ઝન્ડ દેવ હજુ તો પ્રગટ નહોતો થયો..પણ પ્રેત અને એની ટોળકી નવું શરીર મળવાના ઉત્સાહમાં અદમ્ય ચિચિયારી ઓ પાડી રહ્યા હતા...


અઘોર ગુરુ એ તો સંઘ્યાકાલ ની આરતી પછી જ ધુણી સલગાઈ ને મંત્રો નું આહ્વાન શરૂ કરી દીધું હતું... બાબા બદ્રીનાથ...એમના ગુરુ ગોરખનાથ ને સાધી ને માર્ગદર્શન મેળવવા માંગતા હતા...


વાસ્તવ માં તો હજી પ્રેત પણ ગોરખનાથની સીમારેખા ની બહાર આવી શકે એમ નહોતો... જ્યાં સુધી ઝન્ડદેવ એને નવું શરીર ના આપી દે...એટલે એવો કોઈ ખતરો હાલ નહોતો પણ...પ્રેત ના સાથી બીજા 4 પ્રેત જે એ ઝાડ ની આસપાસ જ ફર્યા કરતા હતા... રાત પડવાની રાહ જોઈ રહ્યા હતા... એમને પણ ઝન્ડદેવે નવું શરીર આપવાનું વચન આપ્યું હતું... એ કદાચ કોઈ મુસીબત ઉભી કરી શકે...એના ઉપાય હેતુ થી યજ્ઞ આરંભ કરવામાં આવ્યો હતો... લગભગ બધા અઘોરી ઓ અને મૂંગો તમામ લોકો યજ્ઞ ની વેદી પાસે જમા થયા હતા...


ગોહિલજી અને મનુ કાકા આવી પહોંચ્યાં હતા... એમને એમની સાથે આવેલ વ્યક્તિ...એટલે કે ત્રિવેદી કાકા જોડે બધાની ઓળખાણ કરાવી... ત્રિવેદી કાકા એ મોરચો સંભાળ્યો...એમને બધા ને ભેગા કર્યા... એટલે કે પોલીસ પાર્ટી...અમે પાંચ અને એ લોકો...


કાકા એ સૂચના આપવાનું શરૂ કર્યું...


આપણે જંગલ માં જવું પડશે... અત્યારે જ... આમતો તમારા કોઈ હથિયાર પ્રેત સામે રક્ષણ નહિ આપી શકે... પણ તમે તમારા સંતોષ ખાતર લઈ શકો છો... પાટીલે તિરસ્કાર ભરી નજરે જોયું... જસાણી અને હનીફ ને પણ આ વાત જરા વાહિયાત લાગી... પણ એ લોકો જે થશે એ જોયું જશે જેવી માનસિકતા સાથે જ આવ્યા હતા..


ત્રિવેદી કાકા એ થેલા માંથી અમુક તાવીજ કાઢયા અને હાથ માં લઇ ને અમુક મંત્રોચ્ચાર કર્યા બાદ બધાને પહેરી લેવાનું કહ્યું...એ જાણતા જ હતા કે પોલિસ પાર્ટી તાવીજ નહિ સ્વીકારે... પણ બીજા બધા એ ધારણ કરી લીધા... એ લોકો જીપ લઈ ને જ જંગલ તરફ નીકળી પડ્યા...


ભાવિક અને એના મિત્રો ને તો એવું જ લાગતું હતું કે કદાચ જીવતા પાછા નહિ અવાય...પણ બધા સાથે હતા એટલે... થોડી હિંમત હતી... લગભગ 9 વાગવા ની તૈયારી જ હતી... એમને ટોર્ચ અને પાણી અને બીજો જરૂરી સમાન લઈ લીધો હતો...


બધા પાસે ટોર્ચ હતી... જ્યાં સુધી જીપ લઈ જવાય એમ હતી ત્યાં સુધી ગયા... પછી ચાલી નાખવાનું વિચાર્યું...


જેમ જેમ નજીક પહોંચી રહ્યા હતા એમ એમ પ્રેત ટોળકી ના હાકોટા ના અવાજો સંભળાઈ રહ્યા...હતા... હનીફ અને જસાણી ખૂબ ઉત્સાહિત હતા.. એમની લાઇફ નું આવું પહેલું રિસર્ચ હતું.. એ લોકો આગળ હતા... બસ હવે જ્યાં થી આખો કિસ્સો શરૂ થયો હતો એ જગ્યા એ એ લોકો આવી પહોંચ્યા... અમે મિત્રો એ એમને દૂર દેખાતી અઘોર ગુરુના મઠ ની અગ્નિ સળગતી હતી એ દેખાડી...


હવે આસપાસ માજ ક્યાંક પેલું ઝાડ હોવું જોઈએ...


પાટીલે બધાને ઉભા રહેવાનો ઈશારો કર્યો... અને એને પરિસ્થિતિ નું અવલોકન કર્યું... અત્યાર સુધી ની અમે કહેલી બધી વાત સાચી નીકળી હતી.. એટલે હવે આગળ શુ થઈ શકે એનો અંદાજ એને આવી જ ગયો હશે... એ એકદમ સાવધ હતો.. લગભગ 13 જણ નો જીવ એના ભરોસા પાર હતો.. સહેજ પણ ખોટું અનુમાન... મોંઘુ પડી શકે... એમ હતું... ત્રિવેદી કાકા એ... હવા માં કઈક ઉદાડયું... તીવ્ર સુગંધ ફેલાઈ ગઈ... એની થોડીક જ સેકન્ડમાં પ્રચંડ ચિચિયારી સંભળાઈ...


આ ઝન્ડ દેવના આગમન ની નિશાની હતી... હનીફ અને જસાણી નો પરસેવો છૂટી ગયો... એમને પાટીલ ની પાછળ રહેવાનું મુનાસીબ માન્યું...


આ પ્રચંડ ચિચિયારી થી આખું જંગલ હલબલી ગયું હતું... ચારે બાજુ પંખી ઓ ડર ના માર્યા ઉડાઉડ કરવા લાગ્યા હતા...


બદ્રીનાથ અને તમામ અઘોરી ઓ સાવધ થઈ ગયા... બદ્રી નાથે મૂંગા ને ઈશારો કર્યો... મૂંગો વીજળી વેગે ભાગ્યો... એ દૂર થી અવલોકન કરી રહ્યો હતો... એને વિશાલ ઝન્ડ દેવ ને પ્રકટ થતો જોયો... અતિશય તેજસ્વી ચાંદી જેવો ચળકાટ મારતો વાયુ સ્વરૂપ એક વિશાળ આકાર... અતિશય દુર્ગન્ધ ફેલાઈ ગઈ... અને એને પ્રગટ થઈ ને તરત જ અટ્ટહાસ્ય વેર્યું...અને એના સાગરીતો ની આજીજી કબુલવા લાગ્યો... મૂંગા ને દૂર પહાડ પર આકાર હલતા દેખાયા... એ વીજળીવેગે એ દિશા માં ભાગ્યો... ત્રિવેદી કાકા વારંવાર હવા માં કઈક ઉડાડી રહ્યા હતા... જેના લીધે તીવ્ર ખુશબુ ફેલાઈ રહી હતી... વાસ્તવ માં પ્રેત લોકો મનુષ્ય ની ગંધ દૂર થી પણ પામી લેતા હોય છે.. એટલે એમને ભ્રમિત કરવા આમ કરી રહ્યા હતા...


પાટીલે એક પડછાયો...પોતાની તરફ વીજળી વેગે આવતો જોયો...એ સાવધ હતો... એનો એક હાથ પિસ્તોલ પર જ હતો... હનીફ, જસાણી અને અન્ય બે પોલીસમેન આગળ આવી ગયા... અને બાજી સંભાળી લીધી... એ તમામ લોકો હથિયાર ધારી હતા... અમે બધા ચંડીપાઠ નું સ્મરણ કરી રહ્યા હતા...


પડછાયો એકદમ સામે આવી ગયો... એ મૂંગો જ હતો... પાટીલે એને જોઈ ને પિસ્તોલ તાકી... મૂંગા એ હાથ નો ઈશારો કર્યો... અને પિસ્તોલ ગાયબ થઈ ને એના હાથ માં આવી ગઈ... આ શુ ?? આ ચમત્કાર આજ સુધી સાંભળેલો જ હતો...જોયો નહોતો... પાટીલ ની પલટન આંખો મોટી કરી એક બીજા ની સામે જ જોઈ રહ્યા હતા... મૂંગા ને જોઈ ને અમે બધા મિત્રો આગળ આવી ગયા...


મૂંગો અમને ભેટી પડ્યો... અને એને પાટીલ ને પિસ્તોલ પછી આપી દીધી... ભરત હવે એક્સન માં આવી ગયો... એ અને મૂંગો... એમની બહેરા મૂંગા વાળી ભાષા માં વાત કરવા લાગ્યા... બધા એકીટશે માત્ર એ બન્ને ને જોઈ રહ્યા હતા...


મૂંગા એ ઠપકો આપતા કહ્યું કે અહીં કેમ પાછા આવ્યા... ભરતે એને ઘર માં બનેલી ઘટના નું વર્ણન કર્યું... મૂંગો આખો ખેલ પલકવાર માં સમજી ગયો... એને બધાને સમય બગડ્યા વગર એની પાછળ આવવા નો ઈશારો કર્યો... સૌથી આગળ મૂંગો અને છેલ્લે ત્રિવેદી કાકા વચ્ચે બાકીના તમામ... એમ એ લોકો અઘોરી ના મઠ તરફ ભાગવા લાગ્યા...


ઝન્ડ દેવ ને તીવ્ર સુગંધ ની અનુભૂતિ થતા જ એની પ્રેતને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી... એને બાકી ના ચાર પ્રેત ને નવજાત જાનવર શોધી લાવવા કહ્યું... એ સમજી ગયો હતો કે... શિકાર સામે ચાલી ને આવી રહ્યો છે... એકવાર બાબા ગોરખનાથ ની સીમારેખા માંથી પ્રેત ને બહાર લાવી દેશે પછી તો...આ લોકો નો ખેલ ખલાસ કરતા એને વાર નહિ લાગે... સાથી પ્રેત... નવું જન્મેલું કોઈપણ જાનવર કે પશુ પક્ષી શોધવા માં લાગી ગયા... ઝન્ડદેવ ની એક માત્ર શરત કે શરીર સાબૂત હોવું જોઈએ... વાસ્તવ માં તો અત્યારે પ્રેત નું પ્રત્યાર્પણ કોઈ પણ જાનવર કે પક્ષી ના શરીર માં કરાવી...


એને સીમારેખા ની બહાર લાવવા નો હતો... ત્યારપછી...ફરી થી... પ્રેત ને એ શરીર માંથી મુક્ત કરી ને અમારા પાંચ માંથી કોઈ એક શરીર માં સ્થાપિત કરવાનો હતો...


અઘોરગુરુ અને ત્રિવેદી કાકા બન્ને જણ આ વાત થી વાકેફ હતા.. એટલે જ એમની જવાબદારી સૌથી વધુ હતી... મઠ માં પહોંચ્યા ત્યારે બધા નવાઈ માં પડી ગયા હતા... આટલા બધા અઘોરી ઓ એક સાથે ક્યારેય જોયા નહોતા... ત્રિવેદી કાકા એ બાબા બદ્રીનાથ ને જોઈ જ રહ્યા... 6.5' જેટલી હાઈટ અને કદાવર શરીર અને લાંબા ઘૂંટણ સુધી વધારેલા વાળ અને દાઢી... શરીર ઉપર ભસ્મ નો લેપ... સામાન્ય માણસ એમને જોઈ ને જ ડરી જાય એવું સ્વરૂપ... એમને બાબા અને બીજા અઘોરી નું માનભેર અભિવાદન કર્યું... અને હર હર મહાદેવ ના ગગનભેદી નારા ઓ લગાવ્યા... ત્રિવેદી કાકા એ અઘોર ગુરુ ને પોતે એક તાંત્રિક તરીકે ની ઓળખ આપી અને ઘર માં બનેલી સમગ્ર ઘટના નો ચિતાર આપ્યો...


બદ્રીનાથ પોતે પણ આ બધું જાણતા જ હતા.. એ પણ કોઈ ઓછા માયાવી નહોતા... અમસ્તા તો કોઈ થોડા ગોરખનાથે એમને આટલા બધા આઘોરીઓ માંથી એમને મઠાધિકારી તરીકે નિયુક્ત કર્યા હશે...


અઘોરગુરુ એ અમારી સામે જોઈ ને કહ્યું... હે અઘોર દેવો... આ બધા જીવ આપણી શરણ માં આવ્યા છે... મહાદેવ ની શરણ માં આવ્યા છે... આપણે સૌ એ ઝન્ડ અને એની માયાવી સેના થી આમની રક્ષા કરવાની છે... અને સાથો સાથ માયાવી પ્રેતો નો નાશ કરવાનો છે...


હર હર મહાદેવ ના ગગનભેદી નારા ઓ થી જંગલ ગુંજવા લાગ્યું... ઝન્ડદેવ સમજી ગયો હતો કે આ આરપાર ની લડાઈ છે... અને આ યુદ્ધ નું રણશિંગુ ફૂંકાઈ રહ્યું છે...એને પણ એની માયા વિસ્તારવા મંડી... ઝન્ડદેવે એક પળ માં તો એના જેવા જ આબેહૂબ દેખાતા...બીજા કેટલાય પ્રેત ને આહ્વાન કરી બોલાવી લીધા... એમને પણ આવતા ની સાથે જ ભયંકર ચિસિયારી ઓ પાડવા મંડી...અઘોર મઠ સુધી સંભળાય એવી ચીસો અને ફેલાઈ રહેલી તીવ્ર બદબુ થી બધા અઘોર ગુરુ સમજી જ ગયા કે આ આરપાર ની લડાઈ છે...ઝન્ડદેવ એના સંપૂર્ણ બળ સાથે આ યુદ્ધ લડશે...


હનીફ, જસાણી, પાટીલ, અને બીજા 2 પોલીસમેન... બધા સુન્ન થઈ ને એક ખૂણા માં ઉભા હતા... એકબીજા ને ઈશારા કરી ને પૂછી રહ્યા હતા... આ બધું શુ ચાલે છે...


આ બાજુ સાબુત શરીર શોધવા નીકળેલા પ્રેત ને એક કાગડી ના નવજાત બચ્ચાં મળી ગયા હતા... એ એમને ઉઠાવી ઝનડદેવ સમક્ષ લઇ આવ્યા... ઝન્ડે તરત જ એમાંથી એક બચ્ચું ઉપાડી ને સીમારેખા ની અંદર મૂક્યું... પ્રેતે તરત જ એ નવા શરીર ઉપર કબજો મેળવ્યો... અને ઝન્ડે હાથ લાંબો કરી ને એને સીમા રેખા ની બહાર ખેંચી લીધો... આવું કરતા ની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થયો...અને એક મોટી આગની જ્વાળા ઉત્તપન્ન થઈ...અને જે ઝાડ પર પ્રેત રહેતો હતો... તે જોત જોતામાં ભડ ભડ સળગવા લાગ્યું.. બાબા ગોરખનાથ ની શક્તિ હજી જાગ્રત જ હતી... પણ શક્તિશાળી ઝન્ડે છેવટે પ્રેત ને આઝાદ કરાવી જ લીધો...


આગની જ્વાળા એટલે વિશાળ હતી કે...મઠ માં ઉભેલા તમામ વ્યક્તિ એ નજરોનજર આ નજારો જોયો...


હવે પાટીલ અને એની સેના ફફડી ઉઠ્યા હતા...અને એમના હાથ પગ કાંપવા લાગ્યા...અને સાચે સાચ...પોતે પાની કમ હૈ...એવુ સમજી ગયા...


બાબા ગોરખનાથ ની માયા ભેદી ને ઝન્ડે સાબિત કરી દીધું કે હવે એ કેટલો શક્તિશાળી બની ચુક્યો છે... બદ્રીનાથ માટે આ ચિંતા નો વિષય હતો...


આજ સુધી આવું બન્યુ નથી કે ગોરખનાથ ની માયા કોઈ એ ભેદી હોય... એમને તરત જ 5 અઘોરી ઓને નજદીક બોલાવ્યા... અને એમને અમુક વિધિ કરવાનું કહ્યું... ત્રિવેદી કાકા માટે તો આ અનુભવ એમની ઝીંદગી નો મોટા માં મોટા જેકપોટ સમાન હતો... કારણકે... અઘોરી ને મળવા અને જોવા અને વિધિ કરતા જોવા એ લગભગ લાખોએ 1 જણ ના નસીબ માં હોય છે...


ત્રિવેદી કાકા જાણી ગયા હતા કે... આ પરિસ્થિતિ માં એમનું ગજું નથી... ઘેલા ભુવા ને બોલવા પડશે... એ આ બધા પ્રેત નો બાપ છે... એને આઘોર ગુરુ ને પોતે એક માયાવી પુરુષ ને ઓળખે છે... જે એ પ્રેત સામે લડવા માં મદદ કરી શકશે...એને બોલવા માટે ની મંજુરી માંગી... બાબા બદ્રીનાથે કહ્યું... તુજે જો ઠીક લગે વો કર બચ્ચાં... યે સબ તો તેરે બચ્ચો કો બચાને કે લિયે તો હૈ...


બાકી હમારા તો યે કુછ નહિ ઉખાડ પાયેંગે... હમ તો ભોલે કી ફોજ હૈ... જરૂરત હુઈ તો હમ તો મહાકાલ કો ભી બુલા લેગે... ઉસકે આગે એ સબ મચ્છર હૈ...


ત્રિવેદી કાકા ચમકી ગયા આ લોકો સ્વંય ભગવાન શિવ ને બોલવાની વાત કરે છે... અને એ પણ એવી રીતે...કે જાણે ફોન કરશે ને એ આવી જશે...શુ ખબર આ અઘોરી ઓ નું કઈ નક્કી નઇ.. બધા પહોંચેલી માયા લાગે છે... એ થોડા બાજુ માં જઇ પલાઠી વાળી બેસી ગયા... થેલા માંથી... અમુક પ્રકાર ના અનાજ ના દાણાં કાઢી ને જમીન પર કોઈ આકાર બનાવ્યો અને હાથ ની કોઈ મુદ્રા બનાવી આંખો બંધ કરી કશુંક બોલવા લાગ્યા...


અમે બધા બસ જોઈ જ રહ્યા હતા... અમને પાંચ મિત્રો ને તો હવે કશું નવાઈ જેવું નહોતું લાગતું પણ... પાટીલ અને એની ટિમ ની હાલત અમારાથી પણ ખરાબ હતી... રીતસર રડવાનું જ બાકી હતું... એવા રડમસ હતા બધા... ઝાબાંઝ પાટીલ અને જસાણી અને હનીફ... કબૂતર ફફડે એમ ફફડતા હતા... મને એમ થયું કે આ એજ પાટીલ છે... જેની સામે હું કગરતો હતો... મારા થી પણ હસી પડાયું...


અમે પાંચ મિત્રો એક બાજુ ઉભા હતા... અમારા ત્રણેય મિત્રો ના પિતા ત્રિવેદી કાકા ની વિધિ જોઈ રહ્યા હતા... પાટીલ અને ટીમ સૌથી અંધારા ખૂણા માં છુપાઈ હતી... ત્રિવેદી કાકા કોઈક ની સાથે વાતો કરતા હતા...


અઘોર ગુરુ પણ કોઈક વિધિ જ કરી રહ્યા હતા...


હું વાસ્તવ માં ડરેલો અને ડઘાયેલો હતો... કે આ અમારી એક નાની અમથી મસ્તી અમને ક્યાં લઇ આવી... એકસાથે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે... અમારા લીધે... હજી તો હું આવું વિચારતો જ હતો ત્યાંતો... તીવ્ર બદબુ ફેલાવા લાગી... જાણે એક સાથે હજારો મરેલા જાનવર આસપાસ માં પડ્યા હોય એવી માથું ફાડી નાખે એવી બદબુ...


અઘોર ગુરુ ઉભા થયા... અને આહવાહન કર્યું...


તૈયાર હો જાઓ સબ... અને બધા અઘોરી ઓ એ પ્રચંડ ચિચિયારી ઓ પાડવા લાગ્યા... અને ડમરુ વાગવા લાગ્યા હજારો ડમરુ એકસાથે... માહોલ એવો હતો કે જાણે પ્રેત તો પછી મારશે અમને... એ પહેલાં ડર ના માર્યા જીવ નીકળી જશે... ત્રિવેદી કાકા પણ ઉભા થઇ ને કોઈક પાવડર હવા માં ઉડાડવા લાગ્યા... એના લીધે... બદબુ ઘણે અંશે ઓછી થઈ ગઈ... મૂંગો એક માત્ર વ્યક્તિ હતો જે અમારી બાજુ માં શાંતિ થી ઉભો હતો... એના મોઢા પર કોઈ જ હાવભાવ નહોતા... જાણે કે એ બધું જ જાણતો હતો... હું એને જોઈ ને હિંમત મેળવી રહ્યો હતો... મારા મિત્રો તો ક્યારના એની પાછળ લપાઈ ને ઉભા ઉભા ધ્રુજતા હતા... એવું લાગતું હતું કે જાણે આ સમસ્ત સંસાર માં એક મૂંગો જ અમને બચાવી શકે એમ છે...


ખરેખર મૂંગો તેજસ્વી લાગતો હતો... જાણે એ મૂંગો નહોતો... આટલો સ્થિર અને શાંત... ખબર નહિ આજે તો ઘણું બધું પહેલી વાર જ જોઈ રહ્યા હતા... જ્યાં ત્રિવેદી કાકા એ વિધિ કરી હતી... ત્યાં અચાનક કોઈ આકાર દેખાવા લાગ્યો... ત્રિવેદી કાકા ગેલ માં આવી ગયા... ઘેલા ભુવા પધારો... કહી એમને એમનું સ્વાગત કર્યું...


હવે આ નવી માયા કોણ હતી...?? ઘેલા ભુવા... ઓહ આતો કોઈ માયાવી માણસ લાગે છે... આ અહીંયા કેવી રીતે આવ્યો... અમે ગાડી માં બેસી ને 6 કલાક ની સફર કરી ને અહીં પહોંચ્યા અને આતો... અહીં કેવી રીતે... ?? આ બધું વાર્તા ઓ માં જ સાંભળ્યું હતું નાના હતા ત્યારે... ત્રિવેદી કાકા એ એમને આખો મામલો સમજાવ્યો... એ અટ્ટ હાસ્ય કરવા લાગ્યા... હવા માં હાથ ઊંચો કરી ને કોઈક આકૃતિ બનાવતા હોય એવું કર્યું... અને પછી અઘોરગુરુ ગોરખનાથ બાબા નું અભિવાદન કર્યું... મૂંગા પાસે આવી ને ઉભા રહ્યા... અને મૂંગા ના ખભા પર હાથ મુક્યો... અને કહ્યું... બોલ... મૂંગા એ નકાર માં માથું હલાવ્યું...


બાબા બદ્રીનાથ પાસે જઈ ને એમના હાથ માં હાથ મુક્યો... અને પછી અમે જે જોયું એ અવિશ્વસનીય હતું... ઘેલા ભુવા નું સ્વરૂપ બદલાવા લાગ્યું... એ અદ્દલ બાબા બદ્રીનાથ ની ઝેરોક્સ કોપી બની ગયો... એ જોઈ ને અમારા બધા ના હોશ ઉડી ગયા... આ શું... આ તો પેલા પ્રેત કરતાંય વધુ ખતરનાક લાગે છે... એ આવી ને મૂંગા ને પગે લાગ્યો... મૂંગો અચાનક મોટો થવા લાગ્યો...એની ઊંચાઈ વધવા લાગી... અને હવે જોત જોતામાં એને બાબા ગોરખનાથ નું સ્વરૂપ ધારણ કરી લીધું...


પ્રચંડ ગગનભેદી હરહર મહાદેવ ના નારા ઓ થી સમગ્ર જંગલ ધ્રુજવા લાગ્યું... બધા અઘોરી ઓ બાબા ગોરખનાથ ને જોઈ ને પ્રચંડ નારા લગાવવા લાગ્યા... મૂંગો વાસ્તવ માં ગુરુ ગોરખનાથ ને એટલો પ્રિય હતો કે... ગોરખનાથ એના શરીર માં એમની ઉર્જા નો અંશ મુકતા ગયા હતા... મૂંગા ના શરીર માંથી ગોરખનાથ પ્રકટ થયા અને અસલી બદ્રીનાથ ને કહ્યું... બદ્રી... તું યહાં સમાધિ લગાકે બેઠ... મેં ઇન સબ સે નિપટકે આતા હું... જબ તક મેં તુજે ના કહું... યહા સે કોઈ બહાર નહીં જાયેગા... વો બચ્ચે ઇધર આઓ સબ... અમે બધા ... એમની નજીક ગયા... સૌથી પહેલા એમને... મારા હાથ પર... નખ થી કઈક લખ્યું... મને લોહી નીકળવા લાગ્યું... એની એ જ પ્રક્રિયા બધાના હાથ પર... મારા મિત્રો... બધા ના પિતાજીઓ... પોલીસે પાર્ટી... બધા સુન્ન હતા...


કોઈ હોરર મુવી જોતા હોઈએ એવું લાગતું હતું... મૂંગો અને પેલા ઘેલાભુવા... જેમને બદ્રીનાથ નું સ્વરૂપ લીધું હતું... એ બન્ને જણ હવા માં ઉડી ને ગાયબ થઈ ગયા... આશ્રમ ની આસપાસ કોઈ કવચ હોય એવું લાગવા લાગ્યું... અચાનક આકાશ દેખાતું બંધ થઈ ગયું... હવે હાથ ઉપર તીવ્ર વેદના થતી હતી... ત્યાંથી લોહી નીકળી રહ્યું હતું... અમે બધા એક પછી એક જમીન ઉપર પટકાઈ રહ્યા હતા... કદાચ હવે જે થવાનું હતું... એ અમારા જોવા લાયક નહોતું...


મને જ્યાં સુધી ભાન હતું... ત્યાં સુધી માં અમારા માંથી કદાચ 2/3 જણ હોશ માં હતા... પછી આંખ ઉઘડી ત્યારે પણ આકાશ દેખાતું નહોતું પણ જાત જાતના અવાજો આવતા હતા...


મારો આ બીજો અનુભવ છે... પહેલા પ્રેત દ્વારા અમને બેભાન કરવામાં આવ્યા હતા... અને મૂંગા એ અમને બચાવ્યા હતા... આજે સમજાય છે... એ વખતે પણ મૂંગો માત્ર સાક્ષી જ હતો... બચાવ્યા તો અમને ગોરખનાથે જ હતા... અને આજે પણ અમને મૂંગા દ્વારા... બચાવાઈ રહ્યા છે... ખબર નઈ પણ કેમ પણ મૂંગો જાણે મારા દ્વારા કરવામાં આવતા ચંડી પાઠ ના બદલ માં મને આપવામાં આવેલો દૂત હોય એવું લાગતું હતું...


હું જ્યાં પડ્યો હતો ત્યાંથી બાબા બદ્રીનાથ ને જોઈ શકતો હતો... એ લગભગ કોઈ હવન કરતા હતા... વેદી માં કઈક નાખતા હતા ત્યારે મેં એમની ઝલક જોઈ હતી... અને ફરી બેભાન થઈ ગયો હતો...


ખબર નહિ મારા બધા મિત્રો, પોલીસ પાર્ટી, પિતાજી અને બીજા બન્ને કાકાઓ ની શુ હાલત હતી ? કદાચ એ લોકો પણ બેભાન જ હશે...


મને લાગે છે કે અમે બધા સંસારિક માણસો આ બધું જોવાને, સમજવાને માટે યોગ્ય માનસિકતાના અભાવ માં જ જીવતા હોઈએ છે... માટે જ ધર્મ ના નામ પર અંધ વિશ્વાસ ને જન્મ આપી બેઠા છે... અને એટલે જ કદાચ વાત નું વતેસર ના થાય...માટે અમને બેભાન કરવામાં આવ્યા હતા... આ વાત નો ખુલાસો છેક છેલ્લે બાબા બદ્રીનાથ દ્વારા કરવામાં આવ્યો હતો...


લગભગ સવાર પડી ગઈ હતી... અમે બધા હજી ભાન માં આવ્યા ન હતા... હું અને કિશોર અને ભરત માત્ર ભાન માં હતા... પોલીસ પાર્ટી માંથી... પાટીલ માત્ર ભાન માં આવ્યો હતો... એ ખૂબ દર્દ થી કણસી રહ્યો હતો... મૂંગા એ એના હાથ પર તારા જેવું નિશાન એના નખ વડે બનાવ્યું હતું...


આશ્રમ માં બધું અસ્તવ્યસ્ત હતું... આકાશ તો હવે ચોખ્ખું દેખાતું હતું...પણ હવન ની વેદી જ્યાં ગઈ કાલે બદ્રીનાથ બાબા હવન કરતા હતા એ નહોતી...


ગઈ કાલ જેટલા અઘોરી બાવા ઓ પણ નહોતા દેખાતા... શુ થયું હશે ? ઝન્ડ... અને પ્રેત સેના નું ?


અમે હવે ધીરે ધીરે બધાને ઉઠાડી રહ્યા હતા... 1 બાબા અમારી નજીક આવ્યા... અને કોઈક સુગંધીવાળું પાણી મારા હાથ માં આપ્યું અને બધા પર નાખવાનું કહ્યું... પાણી નાખતા જ બધા આળસ મરડી ને બેઠા થયા... જાણેકે રાત ના સુતેલા સવારે ઉઠીએ એમ... બધા ને અચાનક યાદ આવ્યું હોય એમ... પૂછવા લાગ્યા...શુ થયું...?શુ થયું...?


અમને કોઈ ને ખબર જ નહોતી.. શુ થયું ગઇ કાલે રાત્રે... ત્રિવેદી કાકા પણ દેખાતા નહોતા... અમે એક બે બાવા ઓ ને પૂછી જોયું પણ કોઈ કઈ બોલતું જ નહોતું... જાણે કે એમને કદાચ ખબર જ નહોતી...આમતો આવું શક્ય જ નહોતું... મારા અંદાજે લગભગ 200 અઘોરી ઓ હાજર હતા... અને અત્યારે પણ લગભગ એમાં થી 30 જેવા તો અહીંથી તહીં ફરી રહ્યા હતા... મારુ ધ્યાન બાબા બદ્રીનાથ ની કુટીર તરફ ગયું... હું અને મારા મિત્રો એ તરફ જવા લાગ્યા... ત્યાં જોયું તો બાબા બદ્રીનાથ ધ્યાન મુદ્રા માં બેઠા હતા... અમે જઇ ને એમને પ્રણામ કર્યા... એક પછી એક બધા ત્યાં આવી ગયા...


અમે હવે એમની જોડે વાત કરવાની રાહ જોવા લાગ્યા... અમારો ગણગણાટ સાંભળીને એમને આખો ખોલી... હમમ્ સબ બચ્ચે જગ ગયે... અચ્છા હૈ... સબ લોગ અબ જલ્ પાન કરકે...જાના...


બાબા યહા ક્યાં હુઆ થા કલ રાત કો...વો મૂંગા ઔર અમારે કાકા.. દિકતે નહિ હૈ... વો જો તુમારે સાથ આયે થે? હા બાબા વો કાકા ઔર મૂંગા કહા હૈ?...


વો કાકા તો ઉસ આદમી કે સાથ દુસરે દિન નિકલ ગયા થા... ઔર મૂંગા તો હોગા જંગલ મેં ઉસકી ગુફા હૈ ના વહા કહી... ઉસકો તો ક્યાં ડર... બાબા હૈ ઉસકે સાથ...


બાબા વોહ કાકા દુસરે દિન ચલા ગયા થા...ક્યાં મતલબ...? કલ રાત તો વો ઇધર થા ના..? પાટીલ બોલ્યો...


બાબા હસવા લાગ્યા... આજ 4 દિન હુઆ તુમ લોગ બેહોશ પડે હો...તુમ કો કલ કી બાત લગતી હૈ... વૉહ ઘડી દેખો તુમ્હારે હાથ મેં હૈ જો... ઉસમેં તારીખ ક્યાં હુઈ હૈ...


પાટીલ ની આંખો પહોળી થઇ ગઇ...વાત સાચી નીકળી... એ લોકો રવિવાર આવ્યા હતા અહીંયા... આજે ગુરુવાર હતો... તો આટલા દિવસ થી બધા અહીંયા બેભાન પડ્યા હતા...એવું કંઈ રીતે બની શકે... મંત્રો માં આટલી બધી તાકાત હોય કે કોઈ માણસ ને 3/4 દિવસ સુધી બેભાન રાખી શકે...


અહીંયા શુ બન્યું...? કેવી રીતે...?? પેલા બધા પ્રેત અને એના બોસ નું શુ થયું... ?? પાટીલે સવાલો નો મારો ચલાવ્યો...


દેખ બચ્ચાં તેરે લિયે ઇતના જાનના જરૂરી હૈ કે તુમ લોગ જીંદા હો... ક્યાં હુઆ... કેસે કિયા... એ સબ જાનકે કોઈ ફાયદા નહિ... અબ તુમ લોગ પે કોઈ ખતરા નહિ હૈ... વૉ સબ ભૂતો કી ટોલી કો મેરે ગુરુ ને ઠીકાને લગ દિયા હૈ...અબ તુમ લોગ આરામ સે રહો...તુમે કોઈ કભી પરેશાન નઇ કરેગા...એ તુમારે હાથ પે જો નિશાન બનાયા હૈ... એ મેરે ગુરુ કા આસીરવાદ હૈ... તુમ સબ પર...વો નિશાન કભી નહિ મિટેગા... જબ તક તુમ લોગ જીંદા હો... ઉનકા આસિરવાદ તુમારે સાથ રહેગા... ઔર જબ તક એ નિશાન તુમારે શરીર પે હૈ... કોઈ ભૂત, પ્રેત તુમારા બાલ ભી બાંકા નહિ કર પાયેગા...જાવ બચ્ચો... અબ ઘર જાઓ...


અમે બધા ઊંધા પગે બહાર નીકળવા લાગ્યા... બધા ના મન માં 500 સવાલ હતા... પણ કોણ કોને પૂછે...? બાબા કઈ પણ કેહવાના મૂડ માં નહોતા...


અહીં શુ થયું... અને કેવી રીતે થયું...? પ્રેત અને એની ટોળકી નું શુ કર્યું...??


અમે 5 મિત્રો સાઇડ માં જઇ અહીં એક દિવસ વધુ રોકાવાની જીદ કરી... અમે વાસ્તવ માં બધું જાણવા માંગતા હતા...અને અમને ખબર હતી કે આ બધા ના જવાબ કોણ આપશે...


પાટીલ અને એની ટિમ અને મારા પિતાજી અને બન્ને કાકા અમદાવાદ પાછા જવા માટે ની તૈયારી કરવા લાગ્યા...અમે એમને સમજાઈ ને એક દિવસ વધુ રોકાવા દેવા મનાવી લીધા...અમારે રહસ્ય જાણવું હતું... એટલું જ અને એમ પણ હવે ક્યાં કોઈ ચિંતા જેવું હતું... જેવા એ બધા નીકળ્યા... અમે પણ આશ્રમ માંથી વિદાય લીધી... અને મૂંગા ની ગુફા તરફ જવા લાગ્યા... હવે અમને ચિંતા કે ડર જેવું તો કઈ હતું નહીં... એટલે બિન્દાસ આરામ થી જતા હતા... થોડી વાર માં અમે મૂંગા સુધી પહોંચીએ...એ પહેલાં તો એ અમારી પાસે આવી પહોંચ્યો...ખબર નહિ પણ એને કેવી રીતે ખબર પડી જતી હશે...


એ જાણતો જ હતો કે અમે આવીશું... એને ખાવાપીવાની વસ્તુ ઓ ની તૈયારી કરી લીધી હતી... રાત્રે સળગાવવા ના લાકડા પણ જમા કરી લીધા હતા... જાણે કે એ જાણતો જ હતો કે આજે રાત્રે અમે એને સુવા નહિ દઈએ...


અમે બધા ખુશ હતા... કારણકે જીવતા હતા... મૂંગો જાણે કે કોઈ અમારો આત્મીય હોય એમ અમારી સારસંભાળ લઈ રહ્યો હતો... અમારા મોઢાના હાવભાવ પર થી એ સમજી ગયો હતો કે અમે... જીવતા હોવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે...


એ પણ જાણે કે આતુર જ હતો બધું કહેવા... એના માટે પણ આ મોટી વાત હતી...


પ્રેત સાથે એને કેટલીયે લડાઈઓ લડી હતી...અને જીત્યો હતો...કેટલાય ને મોત ના મોં માંથી ઉગાર્યા હતા... પણ આ તો આરપાર ની લડાઈ હતી... જિંદગી અને મોત ની...


ભરત અને મૂંગા ની મૂંગી ફિલ્મ ચાલુ થઈ ગઈ હતી... પણ અમે ભરત ને પહેલે થી જ કહેલું કે... તારે અમને તરત જ મૂંગા એ શું કહ્યું એ કહી દેવાનું... એટલે એમને કંટાળો ના આવે... મૂંગા એ વાત શરૂ કરી...


ઘેલાભુવા જેમને બદ્રીનાથનું સ્વરૂપ ધર્યું હતું, એ ઉચ્ચ કક્ષા ના અઘોરી જ હતા... પરંતુ સંસારીક... એમને મને ઉર્જા ઉછીની આપી એના લીધે બાબા ગોરખનાથ મારા શરીર માં પ્રકટ થયા... આ ઘટના પૂર્વે હું પણ આ બાબત થી વાકેફ નહોતો... કે મારા ગુરુ ગોરખનાથે એમનો દેહ ત્યાગતા પહેલા મારા શરીર માં એમની ઉર્જા નો અંશ મુક્યો હતો...


મારા થી સહજ જ પુછાઇ ગયું...તો ઘેલા ભુવા એ માત્ર બાબા બદ્રીનાથ નું જ સ્વરૂપ કેમ ધારણ કર્યું...


એ ત્યાં હાજર કોઈ નું પણ સ્વરૂપ લઇ શકતા હોત... મૂંગા એ કહ્યું... બાબા ગોરખનાથ પછી ત્યાં સૌથી શક્તિશાલી બાબા બદ્રીનાથ જ હતા... એ વાત એમને ખબર પડી ગઈ હશે...અને એ જેનુ સ્વરૂપ ધારણ કરે એની તમામ શક્તિ ઓ પણ એ ધારણ કરી શકે... માટે સૌથી શક્તિશાળી માણસ ની પસંદગી જ કરવી રહી...


ઘેલાભુવા અહીં પ્રકટ કેવી રીતે થયા...પેલા ત્રિવેદી કાકા એ જમીન પર અનાજ ના દાણા થી કોઈ આકૃતિ બનાવી હતી...અને એ એમાંથી ઉત્તપન્ન થયા...હતા...એવું કંઈ રીતે બની શકે... મૂંગો જવાબ માં માત્ર ઝીણું હસ્યો...અને અમે બધા બાઘા ની જેમ એકબીજા સામે જોવા લાગ્યા...


અમે બધા બેભાન થયા એ પહેલાં અમે તને અને એમને આકાશ માં ઉડતા જોયા હતા... શુ એ સાચું હતું... હા અમે આશ્રમ ફરતે સુરક્ષા કવચ બનાવ્યું હતું... અને એને ઝન્ડ કે બીજા પ્રેત જોઈ ના શકે એના માટે આશ્રમ ને અદ્રશ્ય બનાવી દીધો હતો... બદ્રીનાથ ને તમારી સુરક્ષા સોંપી...અમે આકાશ માર્ગે ઝન્ડ ને આશ્રમ થી દુર લઈ જવા માંગતા હતા...


પછી શું થયું...? પછી... હું અને ઘેલાભુવા સામેથી જ પ્રેત વાળા ઝાડ પાસે જઈ ચડ્યા...અને અમે ઝન્ડ જે લાલકાર્યો... એ વખતે... ઝન્ડ અને 5 પ્રેત ત્યાં આશ્રમ પર હુમલો કરવા બીજા પ્રેત નું આહવાહન કરી રહ્યા હતા... અમે એમની વિધિ ભંગ કરી જેથી બીજા વધુ પ્રેત આવી ન શકે...


પણ ઝન્ડ પોતે જ હજારો પ્રેત નું બલ મેળવી ને બળવાન બન્યો હતો... એ કોઈ ની મદદ વિના પણ અમને ભારે પડે એવો હતો... સામ સામે માયાવી શક્તિ ઓ નો પ્રહાર શરૂ થઈ ગયો... અમે જાણતા જ હતા કે ગોરખનાથે પેલા વૃક્ષ ના પડછાયા જેટલી સીમા બાંધેલી હતી... અને જો ઝન્ડ સિવાય માં પાંચ પ્રેત ને અમે ગમે તેમ કરી ને એ સીમા માં લઇ જઈએ તો અમે એમને થોડા સમય માટે ત્યાં રોકી શકીશું... અને એટલા સમયઆ ઝન્ડ ને હરાવવા માટે ના ઉપાયો અજમાવી શકીશું...


ઝન્ડ અને પાંચે પ્રેત સામે અમે બન્ને જણ મુકાબલો કરી રહ્યા હતા... એમનું જ પલડું ભારે હતું... એ લોકો અમારા પર હાવી થઈ ગયા હતા... ગમે તે ક્ષણે ઝન્ડ અમને બન્ને ને કાબુ માં કરી લેશે એવું લાગતું હતું... અમે હવે નક્કી કર્યા મુજબ ની ચાલ રમવા નું શરૂ કર્યું... અને તમે પાંચે જણ જાણે કે દૂર થી અમને બચાવવા માટે દોડી ને આવી રહ્યા હતા એવી આભાસી માયા ઉભી કરી... તમે લોકો દોડી ને અમારી નજીક આવી ગયા છો...અને અમે તમને ખુબ ઠપકો આપ્યો... અને અમે તમને વૃક્ષ ના પડછાયા ની સીમારેખા માં જ રહેવા નું કહ્યું...


મેં અને ઘેલાભુવા એ માયા થી તમારા પાંચ જણ ની અદ્દલ આભાસી પ્રતિકૃતિ ત્યાં પ્રકટ કરી હતી...અને એ લોકો એને સાચી માની બેઠા...અને પછી અમે ત્યાંથી થોડા દૂર ખસી ને ઝન્ડ ને લકારવા લાગ્યા અને જાણે કે અમારું ધ્યાન ના હોય એવો ડોળ કરવા લાગ્યા... અમારી આ ચાલ સફળ થઈ અને એ પાંચ પ્રેત પાંચ અવર્જિત મનુષ્ય શરીર જોઈ ને લલચાઈ ગયા...અને તમારી પર હુમલો કરવા વૃક્ષ ની સીમારેખામાં ઘુસી આવ્યા... અને ત્યાંજ તમારી બધાની પ્રતિકૃતિ ભડકો થઈ ને ગાયબ થઈ ગઈ...


ઝન્ડે આ દ્રશ્ય જોયું અને ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગ્યો... અને અટ્ટહાસ્ય કરતા કરતા ખૂબ ક્રૂરતા પૂર્વક એક એક કરી ને એને પાંચેય પ્રેત ના શરીર માંથી ઉર્જા ખેંચવાનું શરૂ કરી દીધું... અને પલકવાર માં પાંચેય પ્રેત નિશ્ચેત થઈ જમીન ઉપર પડી ગયા... ઝન્ડે હસતા હસતા પાંચેય પ્રેત નો જીવ હણી લીધો... અને એમના મૃત શરીર ધુમાડા થઈ ને હવા માં વિલીન થવા લાગ્યા...


અમે તો આ દ્રશ્ય જોઈ ને અચંભીત થઈ ગયા...


ઝન્ડ અમારી વ્યાકુળતા સમજી ગયો અને બોલ્યો... આ મૂર્ખ પ્રેત આટલી નાની માયા ના સમજી શક્યા અને નાના બાળક ની જેમ તમારી ચાલ માં ફસાઈ ગયા... અને હું...આવા મૂર્ખ માટે અહીં લડી રહ્યો છું...


લાયક નથી આ લોકો... મારા જેવા શક્તિશાલી ઝન્ડદેવને લાયક નથી... એટલે મેં એમનો જીવ હણી લીધો...


પણ તમે લોકો એમ ન સમજતા કે હું તમને છોડી દઈશ... આજે આ સમગ્ર જંગલ માં વસતા એક એક જીવ ને હું હણી લઇશ...અને મહા શક્તિશાલી બની જીઇશ... અને તમારા જેવા શક્તિશાળી લોકો નો જીવ મેળવી ને તો હું આખા બ્રહ્માંડ પર રાજ કરી શકીશ...તમારી આ બધી માયા ઓ અને વિદ્યા ઓ મારી ગુલામ થઈ ને રહેશે...


અને આ તુચ્છ મનુષ્યો જેને બચાવવા તમે આટલી મહેનત કરો છો... એમનો તો રોજ હું શિકાર કરીશ... ભોજન બનાવીશ એમને મારુ ભોજન...


અને એની શરૂઆત હું તમારા બન્ને જણ થી જ કરીશ...


અને ફરી એ અટ્ટહાસ્ય કરવા લાગ્યો... અને એના શ્વાસ ની તીવ્ર બદબુ આખા જંગલ માં ફેલાવા લાગી...હવે માયાવી ઝન્ડે અમારા બન્ને ઉપર જ હવા માં ગોળ ગોળ વર્તુળ આકાર માં ફરવા માંડ્યું... અને જોત જોતામાં તો એના શરીર માંથી એના જેવા જ દેખાતા કેટલાય ઝન્ડ નીકળવા લાગ્યા... હું એટલે કે બાબા ગોરખનાથ સમજી ગયો કે હવે એ શું કરશે... એને બાબા બદ્રીનાથને ઈશારો કરી નજીક બોલાવ્યો...જેવો બાબા બદ્રીનાથ એટલે કે ઘેલાભુવા નજીક આવ્યો મેં એની તમામ શક્તિ ઓ માંગી લીધી...અને ઘેલાભુવા ફરી એના અસલ સ્વરૂપ એટલે કે ઘેલાભુવા માં આવી ગયો...એ તરત જ ત્યાંથી અલોપ થઈ ને આશ્રમ માં આવ્યા... અને ફરી બદ્રીનાથ જોડે સંપર્ક કરી ને એમની ઉર્જા મેળવી ને ફરી અલોપ થઈ... મારી સામે પ્રકટ થયા.. અને એ લાવેલી ઉર્જા મને આપી...ફરી થી એજ પક્રિયા કરવા લાગ્યા...


આ સમગ્ર પ્રક્રિયા વીજળી ની ગતિ થી થઈ રહી હતી... સામાન્ય માણસ તો આ જોવામાટે પણ સક્ષમ નથી.. ઘેલાભુવા એક પ્રકારે શક્તિ સ્થાનાંતરીત કરવા માટે વાહક બની ગયા હતા...બાબા બદ્રીનાથ હવન ની વેદી માંથી આહવાહન દ્વારા મેળવેલી ઉર્જા ને ઘેલાભુવા માં સ્થાપિત કરતા હતા અને ઘેલાભુવા એજ ઉર્જા બાબા ગોરખનાથ ને અર્પિત કરતા હતા... કારણકે બાબા ગોરખનાથ ના તેજ ના પ્રતાપે ઝન્ડ ત્યાંથી અન્ય જગ્યા એ વિચરતો નહોતો...જો બાબા ગોરખનાથ જાતે આ પક્રિયા કરતા તો... ઝન્ડ પલક ના ઝબકારા માં વિનાશ વેરી નાખતો... એટલે એમને ઘેલાભુવા ને બાબા ગોરખનાથે મન ની શક્તિ થી હવન-આહવાહન થી ઉતપન્ન થયેલી ઉર્જા સ્થાનાંતરીત કરવાનું કહ્યું...


ઝન્ડ દેવ જ્યાં સુધી એના અનેક સ્વરૂપ બનાવી અમારી પર હુમલો કરે...ત્યાં સુધી માં તો બાબા ગોરખનાથ શક્તિ ગ્રહણ કરી ને એની જ માયા એના પર પાછી વાળવાની તૈયારી કરી ચુક્યા હતા...ઝન્ડે જે માયા રચી હતી એ જ માયા ની પ્રતિકૃતિ બાબા એ પણ તૈયાર કરી લીધી હતી...


પણ ઝન્ડ પણ આસની થી તાબે થવાનો નહોતો એને આ આખી પ્રક્રિયા સમજાઈ ગઈ... એને તરત જ પોતાનું એક સ્વરૂપ અલગ કરી ઘેલાભુવા પર અત્યંત ઘાતકી હુમલો કર્યો... ઘેલાભુવા હજી કઈ કરે એ પહેલાં ઝન્ડે અટ્ટહાસ્ય કરતા કરતા ક્રૂરતાપૂર્વક એમની ઉર્જા હણવાનું શરૂ કરી દીધું... ઘેલાભુવા પ્રેત કરતા શક્તિશાળી ચોક્કસ હતા.. પણ ઝન્ડ આગળ એમની શક્તિ ઓ વામણી લાગતી હતી.. ઝન્ડ ના ઉપરા ઉપરી પ્રહાર થી ઘેલાભુવા નિશ્ચેત થઈ ને જમીન પર પડી ગયા...


એ પહેલાં કે ઝન્ડ એમનો જીવ લઈ લે... બાબા ગોરખનાથે એમની માયા થી એમને અલોપ કરી ને આશ્રમ માં પહોંચાડી દીધા... પરંતુ ઝન્ડ પણ પાછળ જ આશ્રમ સુધી આવી ચડ્યો... એને એની શક્તિ થી અદ્રશ્ય થયેલો આશ્રમ ફરી દેખાવા લાગ્યો... એને હવે એને આશ્રમ પર હુમલો શરૂ કરી દીધો...બાબા બદ્રીનાથ ઘેલાભુવા ની હાલત જોઈ સમજી ગયા હતા... અને એમને આવું કઈક થવાની આશંકા હતી જ...એમને તરત જ તમામ અઘોરી ઓ ને સાવધ કરી દીધા...અને આશ્રમ ને સુરક્ષા કવચ આપવાનું કહ્યું... તમામ અઘોરી ઓ... પ્રચંડ ગગનભેદી હર હર મહાદેવ ના નારા સાથે આરપાર ની લડાઈ માં કુદી પડ્યા...અને ડાકલા, નગારા, ડમરુ ના પડઘમ ચારે બાજુ ફેલાઈ ગયા... ઝન્ડ ના તીવ્ર હુમલા થઈ બચવા... અતિશય સુગંધી પાણી ચાર બાજુ સતત છાંટવામાં આવી રહ્યું હતું...


આ બાજુ બાબા ગોરખનાથ પણ સંપૂર્ણ શક્તિ સાથે આરપાર ની લડાઈ માં શામેલ થઈ ગયા... એમને ઝન્ડ ને ચેતવણી આપી... પણ ઝન્ડ વધુ ને વધુ તીવ્ર અને ઘાતકી હુમલા કરી રહ્યો હતો...હવે ઝન્ડ ના અનેક સ્વરૂપો આકાશ માં આશ્રમ પર ઉડી રહ્યા હતા...અને એક પછી એક જુદી જુદી માયા ઓ નો પ્રયોગ આશ્રમ ના સુરક્ષા કવચ ને તોડવા કરવા લાગ્યા...બાબા ગોરખનાથ હવે ખૂબ ક્રોધે ભરાયા...


હવે બાબા પણ હવા માં વર્તુળાકારે ઉડી રહ્યા હતા...એમને પણ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું...હું હવે મારા જેવો બિલકુલ નહોતો દેખાતો... પણ કાલ ભૈરવ ની સમાન દેખાવા લાગ્યો હતો... અને બાબા એ પણ અટ્ટહાસ્ય કર્યું...હવા માં હાથ ઊંચો કર્યો અને શિવજી ના ડમરુ ને ધારણ કરી ને ગગનભેદી અવાજે ડમરુ વગાડવા લાગ્યા...


આ અવાજ થી ઝન્ડ પરેશાન થઈ રહયો હતો... અને બિહામણી ચીસો પાડવા લાગ્યો...એને ત્વરિત એની ગતિવિધિ ઓ શરૂ કરી દીધી અને અચાનક આકાશ માં વીજળી ઓ ચમકવા લાગી... અને એ વીજળી ઓ પકડી ને ઝન્ડ બાબા પર પ્રહાર કરવા લાગ્યો... પણ એ ભયાનક વીજળી ઓ બાબા ના શરીર સુધી પહોંચતી જ નહોતી...બાબા હજી અટ્ટહાસ્ય જ કરી રહ્યા હતા...


સમસ્ત દિશા ઓ જાણે ધ્રુજી રહી હતી.. અચાનક જાણે વાતાવરણ બદલાઈ રહ્યું હતું.. અને ગૂઢ ધુમ્મસ અને ડમરુ ના નાદ વાતાવરણને વધુ બિહામણું બનાવી રહ્યા હતા.. પણ આ નાદ અને ધુમ્મસથી ડર જાણે કે દૂર થઈ રહ્યો હતો..


જોતજોતામાં એ ધુમ્મસ માંથી અચાનક એક વિશાળ આકૃતિ આકાર લેવા લાગી.. હજી કોઈ કઈ સમજે એ પહેલાં તો બાબા બોલ્યા.. રે મૂર્ખ.. તું હજી ના સમજ્યો હું તારો અંત છું... તારું મૃત્યુ નિશ્ચિત છે... મારા શરણે આવી જા... હું સ્વંય કાલ છુ... ઓળખ મને.. રે મૂર્ખ... સમસ્ત વેતાલ... શેતાન..પિશાચ...ભૂતો નો અધિપતિ.. કાલ... મહાકાલ ભૈરવ...છું.. હું..


જેને સમસ્ત સંસાર માં કોઈ દેવ-દાનવ કે અન્ય પરાજિત ના કરી શકે...હું શિવ સ્વરૂપ છુ... ઓળખ મને...અને શરણે આવી જા મારી...તને માફ કરી દઈશ...અન્યથા તારો અંત નિશ્ચિત છે...


આટલું બોલતા ની સાથે જ બાબા ના શરીર ના અનેક સ્વરૂપ ઝન્ડ ને ઘેરી વળે છે... ઝન્ડ ની વ્યાકુળતા વધી જાય છે.. એને વિશ્વાસ નથી થતો કે આ પૃથ્વી પર આવો પણ કોઈ પવિત્ર આત્મા છે..જેને સ્વંય શિવ સ્વરૂપ ઉર્જા આપી રહ્યું છે..


શક્તિશાળી ઝન્ડ આ સમગ્ર માયા જોઈ ને નરમ પડી જાય છે... એ જ્ઞાની હોવાથી એટલું તો સમજતો હતો કે... સમસ્ત સંસાર માં શિવ સ્વરૂપ કાલ ભૈરવ ને પરાજીત કરી શકે એટલું સામર્થ્ય કોઈ માં નથી...સમજદારી શરણે થવામાં જ છે.. અન્યથા જીવ નું જોખમ થઈ શકે છે...


ઝન્ડ નરમ પડી ને બાબા ના શરણ માં આવી જાય છે...અને એના આ કૃત્ય બદલ માફી માંગી ને..જીવનદાન માંગી લે છે... બાબા એના માથા પર હાથ મૂકી ને એના દ્વારા ભોગ લેવાયેલા હજારો પ્રેત ની ઉર્જા ને એના માંથી મુક્ત કરી દે છે...કાળા ધુમાડા ના ગોટે ગોટા સ્વરૂપે એના શરીર ની ઉર્જા મુક્ત થવા લાગે છે...ચારે બાજુ તીવ્ર બદબુ ફેલાવા લાગે છે... અને આ પ્રક્રિયા દરમિયાન ઝન્ડ નો આકાર નાનો થવા લાગે છે....અને એ ધીરે ધીરે એક સામાન્ય ઉર્જા વિહીન પ્રેત બની જાય છે...


આ પ્રેત ને બાબા અભયદાન આપે છે... અને એને શાંતિ પૂર્વક પ્રેત તરીકે નું બાકી નું આયુષ્ય પૂરું કરવાનું જ્ઞાન આપે છે... ઝન્ડ એક સામાન્ય પ્રેત તરીકે આજીવન આશ્રમ માં સેવા આપવાની ઈચ્છા પ્રકટ કરે છે... બાબા ગોરખનાથ એને આ ધર્મ અને નિયમો ની વિરુદ્ધ નું કાર્ય છે એમ સમજાવે છે...પરંતુ એ જો ઇચ્છે તો મૂંગા સાથે રહી શકે છે...એવુ જણાવ્યુ.... આ વાત નો એને સહર્ષ સ્વીકાર કરી લીધો...


આટલું સાંભળતા જ અમે બધા ઉછળી પડ્યા... શુ વાત કરે છે...એ ઝન્ડ અહીંયા જ છે...તારી જોડે... અમારા બધાના તો જીવ હાથ માં આવી ગયા... આ સાંભળી ને અને જોઈ ને મૂંગો કઈક બબડયો... જે ભરત ને પણ ખબર ના પડી... અમારો તો સવાલ જ નહોતો... એને અમને શાંત રહેવા જણાવ્યુ...


અને ત્યાંજ ગુફા માં અજવાળું પથરાવા લાગ્યું...


એ ઝન્ડ જે લોકો નો જીવ લેતો હતો...એ આજે એક દિવ્ય આત્મા તરીકે એમની સમક્ષ પ્રકટ થઈ રહ્યો હતો... આજે પહેલી વાર અમને કોઈ ને એને જોઈ ને ડર ના લાગ્યો... એ અમારા સમક્ષ પ્રકટ થયો... અમે માત્ર એના શરીર ની રૂપરેખા જોઈ શકતા હતા... એનું શરીર કે ચહેરો દેખાતો નહોતો...એને અમારા સમક્ષ એના વર્તન માટે ખૂબ માફી માંગી... અને પછી અલોપ થઈ ગયો...


આકાશ માં હવે આછો ઉજાસ ફેલાવા લાગ્યો હતો...સવાર ક્યારે પડી ગઈ કોઈ ને ખબર જ ન પડી... મૂંગો પણ હવે તેજસ્વી દેખાતો હતો... અને અમે બધા થાકેલા... એને અમને બધા ને નિશ્ચિત થઈ ને સુઈ જવા કહ્યું...


અમારે હજી સાંજે નીકળવું હતું.. એટલે થોડી વાર સુઈ જવાનું વિચાર્યું...


અમે બધા સુઈ ગયા અને મૂંગો...અમારા ખાવા માટે ની વ્યવસ્થા કરવા ગયો...


અમે જ્યારે જાગ્યા ત્યારે મૂંગા એ ઘણી બધી ખાવા ની વસ્તુ ઓ એકત્રિત કરી રાખી હતી... અમે જમી ને ફરી એક વાર આશ્રમ બાબા ને મળવાની ઇચ્છા જણાવી... મૂંગા એ તરત હા પાડી...અમે બધા થોડું ખાધા પછી... બાબા બદ્રીનાથ ને મળવા પહોંચી ગયા..


અમને જોતાવેંત જ એ બોલ્યા... આઓ બચ્ચો... જો જાનના થા જાન લિયા...? એમની આગળ વધુ હોશિયાર ના બનવાનું વિચારી ને અમે હા કહી... અબ આગે સે કિસી ભૂત પિશાચ કે ચક્કર મેં મત પડના.. વો તો ભલા હો ઇસ મૂંગે કા ઓર વો ઘેલા કા.. ઉનકી મદદ સે ઉસ ઝન્ડ પર મેરે ગુરુ ને કાબુ કર લિયા.. વો ઝન્ડ સચ મેં બહોત શક્તિશાળી થા...


પછી થોડી વાર સન્નાટો વ્યાપી રહ્યો... અને પછી બાબા...બોલ્યા અભી તુમ સબ કો જો પતા હૈ વૉહ સબકો મત બોલના... ક્યોંકી કોઈ યકીન નહિ કરેગા... ઔર તુમકો પાગલ કહેગા... અભી હમારે ગુરુ ગોરખનાથ બાબા કા રૂમ હૈ...ઉધર સબ જાઓ ઉનકે દર્શન કર લો ઔર ફિર જાના...


અમે બધા... એમના દૂર અલગ આવેલા એક વિશાળ રૂમ તરફ વળ્યા...ત્યાં અંદર જવાનું બધા માટે સામાન્ય વાત નહોતી... અમે અંદર એમની ગાદી પાસે ગયા... અને પગે લાગી ને આભાર પ્રકટ કરવા લાગ્યા... ત્યાં તો...એ મૂંગા ના શરીર માં જ બાબા ગોરખનાથ પ્રકટ થયા... અને મૂંગો... બોલવા લાગ્યો..


જાઓ બચ્ચો... બેફિકર હોકે જાઓ... મેરા આશીર્વાદ હૈ તુમ સબ કે સાથ વો જો તુમરે હાથ પે મેને સિતારા બનાયા હૈ... વો મેરી ઉર્જા હૈ... મેં હર વખત તુમારે સાથ રહુંગા.... જાઓ...


અમને હવે નવાઈ જેવું નહોતું લાગતું... એટલા બધા ચમત્કારો જોયા હતા...આ ઘટના ચક્કર માં કે હવે કશું અશક્ય નહોતું લાગતું... અમે મનોમન બધા અઘોરગુરુઓ નો આભાર પ્રકટ કર્યો.. અને ત્રિવેદી કાકા અને ઘેલા ભુવા ને પણ યાદ કરી આભાર માન્યો.. આ બધા જાણે કે અમને બચાવા માટે મોકલવામાં આવેલા દેવદૂતો હતા..


હવે સાંજ થવા આવી હતી... અને અમારે પણ હવે અમદાવાદ માટે ની બસ પકડવાની હતી... એટલે અમે પણ ફરી બધાને પ્રણામ કરી પગે લાગી ને ત્યાંથી નીકળ્યા...


મૂંગો અમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા આવ્યો હતો... આ ઘટના ના લીધે એની જોડે એવી આત્મીયતા બંધાઈ ગઈ હતી કે બસ માં બેસતી વખતે બધા ચોધાર આંસુ એ રડી પડ્યા હતા...


અમારી બસ હાઇવે પર પુરપાટ દોડી રહી હતી...અને ઘટના ની યાદો અમારા દિમાગ માં...


અમદાવાદ પહોંચીને...અમે એકબીજા પાસે થી કોઈએ ...કોઈ ને કશું ક્યારેય નહીં કહેવાનુ વચન લીધુ... અને ફરી એક એકબીજા ને ભેટી ને પુષ્કળ રડ્યા...


અને આ નવી જિંદગી કેવી રીતે જીવીશુ... એના સ્વપ્ન જોવા લાગ્યા...


આ બાજુ અમારા ઘરના બધા જ લોકો અને પેલી ત્રણ ફિયાન્સી ઓ કેટલાય દિવસ સુધી અમને ફોસલાવી બધું જાણવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા... પણ અમે નક્કી જ કર્યું હતું...એ મુજબ કોઈ એ કંઇ જ કહ્યું...નહિ...


આ ઘટના ને 2 વર્ષ વીતી ચુક્યા છે.. અમારા બધા ના લગ્ન પણ થઈ ચૂક્યા છે.. અને હજી પણ અમે એ ઘટના અમે બધા માટે ચેલેન્જ જ રહેવા દીધી...હજુ પણ ઘણી વાર પાટીલ પ્રમોશન ના ચકકર માં હનીફ અને જસાણી સાથે અચાનક અમારા ઘરે આવી ચડે છે..અને સવાલો પૂછવા લાગે છે.. જૂનાગઢ ના એમના ચકકર હજુ પણ ચાલુ જ છે..અને હજુ પણ ક્યારેક ક્યારેક એ લોકો ના ફોન આવે છે.. અને કેસ ની અમુક ઘટના ના ક્રમ હજુ પણ એમના મગજ ના તાર ઝણઝણાવી રહ્યા છે..


અને..હજુ પણ કેસ નં 643/3:15 નું રહસ્ય અમારા પાંચ મિત્રો અને મૂંગા ના મન માં જ ધરબાયેલું છે..


સંપૂર્ણ: (અનેક કિસ્સાઓ માં નો એક)


વાંચી ને પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપશો..