દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 9
આગળ નાં ભાગમાં જોયું કે વિદ્યા ને ફોટોમાં જોયું તેવું જ લોકેટ તેને બી બિલ્ડીંગ નીચેથી મળેલું હતું. શું કાળો કોટ વાળો વ્યકિત સાગર જ છે ? પપ્પા કેમ કંઇ કહેતા નથી ?
બૌદ્ધ મઠ ? ઘણાં બધાં પ્રશ્નો વિદ્યા નાં મનમાં ફરી રહયાં હતા. આમાંથી સરસ્વતીથી અંજાણ વિદ્યા હવે આગળ શું કરશે ?
સાંજે પણ રોજની જેમ એવું જ સ્વપ્ન વિદ્યા ને આવ્યું. રોજ કરતાં વહેલી ઉઠેલી વિદ્યા એકલી પોતાના રુમમાં વિચાર કરતી હતી. પછી પોતાનો ફોન ઉપાડે છે. સાગરનો નંબર શોધી એને વિદ્યા કોલ કરતી હતી. પણ ફોન કટ કરી મુકી દે છે. અને કોલેજ નાં અન્ય મિત્ર પરથી સાગરમાં ઘરનું સરનામું લઇ છે.
વિદ્યા આજે જલ્દી થી નાસ્તો કરી સાગરનાં ઘરે જવા નીકળી જાય છે. વિદ્યા ગેટની બહાર નીકળી હતી ત્યારે જ સરસ્વતી સામેથી પોતાની કાર લઈને આવતી હતી.પણ વિદ્યા અને સરસ્વતી ગાડી ચલાવવામાં એકબીજાને જોઈ ના શકયા. સરસ્વતીનાં આગમનથી સોસાયટી નાં વાતાવરણ એકદમથી બદલાય ગયું. ખુલ્લું આકાશ અચાનક ભુરા રંગોથી ધકાઇ ગયું. કાળાં વાદળો એ સરસ્વતી સોસાયટી પર ગર્જના કરવાનું શરૂ કર્યું. સરસ્વતી સોસાયટી ની ઑફિસમાં જાય છે. આજે સોમભાઇ તેને મળે છે. બંધુ ફેલેટ નું પેપર વર્ક પતાવી સરસ્વતી કહે છે " હું કાલે સામાન સિફટ કરીશ "
" ઓકે કંઇ વાંધો નહીં "
સરસ્વતી પોતાની કાર લઈ નીકળી જાય છે. આ બાજુ વિદ્યા સાગરમાં ઘરે જાય છે. વિદ્યા સાગરની સોસાયટીમાં આવે છે. એને દુરથી સાગર પોતાની કાર લઈને નીકળતા જોયો છે. વિદ્યા દુરથી બુમ તો પાડે છે પણ આટલાં દુર સુધી તેનો અવાજ આવતો ન હતો. વિદ્યા એને બોલવાનું છોડી સાગરનાં ઘરે જાય છે અને ડોરબેલ વગાડે છે.
" નમસ્તે આન્ટી હું વિદ્યા "
" કોણ
હું ઓળખી ન શકી "
" હું સાગરની કોલેજ ની મિત્ર વિદ્યા છું "
" અંદર આવો "
બંને જણા અંદર ખુરશી પર બેસે છે. યમુનાબેન વિદ્યા માટે પાણી લાવે છે. વિદ્યા થોડું પાણી પી ગ્લાસ પાછો આપી દે છે.
" સાગર તો બસ અત્યારે જ બહાર ગયો
કંઈ કામ હતું કે "
વિદ્યાનું ધ્યાન એના તરફ નહીં પણ ધરની દીવાલ પર લટકાવેલા ફોટા તરફ હતું. એ ફોટો સાગરનાં દાદાનો હતો પણ આબેહૂબ સાગરથી મળતો હતો. યમુનાબેનનું ધ્યાન જતાં બોલે છે.
" આ મારાં સસરાનો ફોટો છે. "
" પણ....... "
" એમનો ચેહરો અને સાગરનો ચેહરો એકદમ મળતો આવે છે. "
" હા....... "
યમુનાબેન સાથે થોડી વાત કરી વિદ્યા સરસ્વતી સોસાયટી પર આવી જાય છે. વિદ્યાનાં મગજમાં ધણાં બધાં સવાલો ફરી રહ્યા હતાં. આખરે આ બધું શું ચાલી રહ્યું હતું વિદ્યા પાસે એક પણ જવાબ ન હતો. પપ્પા સાગર કોઈ કંઈ પણ કહેશે નહીં એમ વિચારી વિદ્યા બધાં સવાલ માટે બોધ્ધ મઠ જવાનું નક્કી કરે છે. બીજા દિવસે સવારે વિદ્યા બોધ્ધ મઠ જાય છે. બોધ્ધ મઠમાં નીચેના બોધ્ધ સાધુને મળી વિદ્યા મઠનાં ઉપર તરફ જાય છે. આજુબાજુ પ્રકૃતિથી ઘેરાયેલું બોધ્ધ મઠમાં અલગ જ શાંતિ હતી. ઊપર મોટું એક બોધ્ધ મઠ હતું. તે મઠની આગળ બેસવા માટે મોટી એવી જગ્યા હતાં. એક બાજુથી ઝરણાંનું પાણી વહી મઠનાં એક છેડેથી નીચે ઊતરી રહયું હતું. મંદિરની દિવાલ પર મસ્ત કોતરણી કરેલી હતી. મંદિર ખાસું મોટું હતું. વિદ્યા મંદિરને અંદર પ્રવેશ કરે છે. ભગવાન બુદ્ધની પ્રતિમાને નમન કરે છે. નમન કરીને નીકળતી હોય છે ત્યારે પાછળથી એક અવાજ આવે છે.
" શું તને તારા સવાલનો જવાબ નથી જોઈતો "
વિદ્યા પાછળ ફરીને જોયું છે. એક બોધ્ધ સાધુ હતો. એનો ચેહરા પર એકદમ શાંતિના ભાવ હતાં. મુખ પર હાસ્ય હતું. લાલ રંગના એમણે સાધુના કપડાં પહેર્યા હતાં. એમનું નામ આનંદ હતું. વિદ્યા કંઈ બોલે એ પહેલાં બોધ્ધ સાધુએ જ વાત કરી.
" શું સવાલ નથી ? "
શું વિદ્યાને એના સવાલનો જવાબ મળશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.......