મારો કાવ્ય ઝરૂખો ભાગ : 30 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 30

કાવ્ય 01

દહન કોણ કરે..??

ઈચ્છા છે બધા ને રામ બનવાની
પણ પોતાની અંદર છુપાયેલાં
રાવણ નું દહન કોણ કરે ??

બનવુ છે દરેક ને શિવ
પણ ગળા નીચે
ઝેર નાં ઘૂંટડા કોણ ઉતારે ??

થવું છે લોકો ને કૃષ્ણ
પણ અર્જુન નો સારથી
અહી કોણ બને ???

થવું છે બુદ્ધ મહાવીર
પણ અહી સમતા ભાવ,
શાંતીભાવ કોણ રાખે ??

થવું છે ચક્રવતી અશોક
પણ એક ઝાટકે કરૂણા ધરી
અહમ અહી કોણ છોડે ??

દેશ આજે ઇચ્છે ગાંધીજી ને
પણ અંદર નાં
ગોડસે ને કોણ મારે ??

પ્રજા ઈચ્છે છે
ભ્રષ્ટાચાર મુક્ત ભારત
પણ શોર્ટ કટ અહીં કોણ છોડે ??

કાવ્ય 02

અજવાળું...

આગિયા ને ચમકવું હોય અંધારામાં
ક્યાંથી કદર હોય એને અજવાળાની

અજવાળું થતા ખોવાય આગિયા
ઊંઘ માંથી સળવળાટ કરી જાગે દુનિયા

ઉજાસ થતા ચારેકોર અજવાળાથી
સુંદર લાગે આજુબાજુ ની દુનિયા

ખીલી ઉઠે બાગ બગીચા ને ઉપવન
ખેતરો નોં લહેરાય પાક અજવાળાથી

લોકજીવન જાગૃત થઈ કરે દોડાદોડી
જાણે અજવાળું થતાં આવી નવી સ્ફુર્તિ


કાવ્ય 03

તકદીર....

બધી તકદીર ની છે વાત
નથી આપણાં હાથ ની કોઈ વાત
મુરખ માં ખપીએ જો સ્વીકારી લઇએ આ વાત

તકદીર મા હશે તો મળશે વિચાર્યું જેણે
તે રાહ જોઈને હાથ ઘસી બેસી રહ્યા જીંદગીભર

નસીબ થી મળેલી સફળતાં ટકે નહીં લાંબી
સફળતા હાસિલ કર એકવાર ખુદ ના દમ થી

નસીબ ભરોસે બેસી રહીશ નહી
તું લખ ખુદની તકદીર હિમ્મત કરી

સફળતા મળતી નથી રસ્તા માં આસાની થી
સિકંદર બનાતું નથી અહીં તકદીર ના લેખ થી

કાંટાળી રાહ ઉપર ચાલી કંડારજે ખુદનો રસ્તો
ખૂદ ખુદા મજબૂર થઈ બદલે લખેલી તકદીર તારી


કાવ્ય 04

પર્યાવરણ દિન....

પર્યાવરણ એ આપ્યું અગણિત માનવીને
છતાં પર્યાવરણ ને ઊઝાડી રહ્યો છે માનવી

ઘર ના બારી બારણાં જોઈએ લાકડા નાં
આથી ઝાડ તોડી ઉઝાડી રહ્યો પંખીઓ ના માળા

ઘર, ગામ, રસ્તા ને કારખાના વસાવવા
ઝાડવા તોડી જંગલ સાફ કરે માનવી

ઝાડ કરે માવજત માવતર જેમ આપણી
છતાં પ્રાણવાયુ આપતાં ઝાડવા નાં પ્રાણ લે માનવી

શરમ નેવે મુકી પર્યાવરણ બચાવવાની વાતો કરી
વૃક્ષારોપણ કરી ફોટો પડાવે આજે માનવી

લઇએ આપણે સૌ કસમ
કાપીએ નહી વૃક્ષો ને જંગલ
આવો દિલથી કરીએ પર્યાવરણનું જતન,,
🌴 🌴 🌹 🌹 🌴 🌴


કાવ્ય 05
સાડી ... માં ન્યારી લાગે નારી

સાડી માં નારી લાગે ખૂબ ન્યારી
સાડી માં દરેક સ્ત્રી લાગે સારી
સાડી છે પહેરવેશ માં સૌથી સારી

ગુજરાતી, બનારસી, કલકત્તી, કાશ્મીરી
કોલ્હાપુરી, મલબારી, મૈસુરી, મંગલાગીરી
સાડી ઓ ના છે વિવિધ પ્રકાર દેશાનુસાર

કોટન, રેશમી, સિલ્કી, પટોળા, જરદોશી
જેવી વિવિધ સાડી ઓ થી શોભે નારી
રંગબેરંગી રંગો માં ઉપલબ્ધ છે સાડી
સૌથી પૌરાણિક વસ્ત્ર છે નારી નુ સાડી
સિલાઈ વગર નો સૌથી લાંબુ વસ્ત્ર સાડી
વસ્ત્રો ની લંબાઇ માં કોઈ નાં આવે સાડી તોલે

ટૂંકા ને ફેન્સી વસ્ત્રો કરતા સાડી માં જચે વધુ નારી
સાડી માં લાગે દૈદિપ્યમાન ને જાજરમાન નારી
લગ્ન સમારંભ માં નારી ની શોભા છે સાડી

સાડી માં શોભે નારી લાગે એ રાણી
સાડી માં દરેક સ્ત્રી લાગે પટરાણી
રીસાયેલી સ્ત્રીને મનાવવાનું સુંદર નઝરાણું સાડી

ભારતીય સંસ્કૃતિ નું અભિમાન છે સાડી


કાવ્ય 06

બચપણ ની દોસ્તી ...

જીંદગી ની સૌથી
યાદગાર પળો
બચપણ ની દોસ્તી....

બચપણ ના દોસ્તો જોડે
દોસ્તી ની ગાડી દોડતી
મતલબ વગર ...

બચપણ માં ક્યાં ખબર હતી
દોસ્તી ના મતલબ ની
કે મતલબી દોસ્તીની

પડતાં લખડતા લડતા ઝઘડતા
કરતા કટ્ટી નાની વાતો માં
થતી બટ્ટી વાત વાત માં

બચપણ વિત્યું ધીંગા મસ્તી માં
વિખૂટા પડ્યા દોસ્તો
કમાવવા ની લ્હાય માં

મોટી મોટી વાતો માં ભુલાઈ ગઈ
મતલબ વગર ની દોસ્તી ઘડીભર મા
ગુચવાયા જીવન સંસાર માં
નથી રહેતો હવે ખૂદ માટે સમય
ઘણી મોટી કિંમત ચૂકવવી પડી
મોટા થવામાં દોસ્તી ની...