દૈત્યાધિપતિ - ૧૫ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - ૧૫

સ્મિતાએ સુધાને એક ફોટો પકડાવ્યો. ફોટો જૂનો હતો. ફોટામાં એક સ્ત્રી હતી.

આ સ્ત્રી:

- ની ઉંમર લગભગ ૫૦ વર્ષની હતી,

- ના વાળ લાંબા અને થોડાક સફેદ હતા,

- નું કપાળ અને તેના હોઠ સ્મિતાથી મળતા આવતા હતા,

- તે દૂર ક્યાંક જોઈ રહી હતી,

- ઉપર સુર્યપ્રકાશ ઢોળઇ રહ્યો હતો;

- એને એક લીલા રંગની, અને પીળા બોર્ડરની સાડી પહરી હતી.

'આ છે સાધના રાઠવા. ઉંમર ૫૬ વર્ષ. દેખાવમાં આ ફોટો કરતાં થોડીક પાતળી, થોડાક વાળ સફેદ. આ ફોટો તારી પાસે રાખ. અને આ વુમનને યાદ રાખીલે- અમ, વોટ ડુ યૂ સે? હા, મગજમાં બેસાડી લે.'

'પણ આ -'

ત્યાં તેણે બીજો ફોટો આપ્યો. આ ફોટો એક છોકરાનો હતો.

આ છોકરા:

- ની ઉંમર ૧૭ કે ૧૯ વર્ષની લાગતીતી,

- ના દાંત એકદમ સફેદ હતા. તે દાંત દેખાડી હસતો હતો,

- ના વાળ અતિ કાળા અને થોડાક લાંબા હતા,

- ની આંખો એકદમ શાહી જેવી હતી,

- જોઈને એવું લાગતું કે આ ફોટા લેતા માણસે મજાક - મજાકમાં ફોટો લીધો હતો;

- એ એક સફેદ રંગનું ટીશર્ટ પહર્યું હતું. તે હેન્ડસમ હતો.

'આ છે પ્રતિક રાઠવા. સાધનાનો દીકરો. ઉંમર છે ૨૧ વર્ષ. ફોટા કરતાં થોડોક લાંબો, થોડીક બીય્રડ વધુ. આ ફોટો પણ રાખ. અને અફ કોર્સે, રિમેમ્બર હિમ.'

'પણ આ મારે શું -'

ત્યાંતો ત્રીજો ફોટો આવ્યો.

આ ફોટામાં એક છોકરી હતી.

આ છોકરી:

- ની ઉંમર પણ ૧૭ કે ૧૯ વર્ષની લાગતીતી,

- ના વાળ નાના હતા,

- નુ શરીર એકદમ પાતળું હતું,

- હસી રહી હતી. પાછળ બહુ રંગો હતા,

- ના દાંત પીળા પણ લાંબા હતા,

- નું મુખ સાંવલું હતું;

- એ એક પીળો રંગનો પાશ્ચાત્ય પોશાક પહર્યો હતો.

'આ છે ગીતાંજલિ રાઠવા. થોડોક ફરક આવ્યો હશે. હા, તે ફોટો કરતાં થોડીક જાડી છે. રિમેમ્બર હર.'

'પણ કેમ?'

'એ હું પછી કહું છું. હવે આ લે.'

બીજો ફોટો આપ્યો. આ ફોટામાં ઘણા લોકો હતા. કદાચ વચ્ચે વાળા માણસની સ્મિતા વાત કરતી હતી.

આ માણસ:

- એ એક ભૂરા રંગનો સૂટ પહર્યો હતો,

- ના વાળ પણ ભૂરા હતા,

- તે ઘઉવર્ણો હતો,

- ની ઉંમર નતી પકડાતી,

- ને જોઈ સુધાને લાગ્યું કે દાઢી સાથે આ માણસ હેડન્સમ લાગેત;

- ની થોડીક આગળ સ્મિતા ઊભી હતી.

'અને આ છે રાકેશ રાઠવા. તને ખબર છે શું કરવાનું. નાવ શુટ?'

'હેં?'

'એટલે પૂછ જે પૂછવું હોય એ.'

'આ બધા માણસો કોણ છે?'

'હમણાંજ તો કહ્યું -'

'ના. એવી રીતે નહીં. પણ મારે આમનું શું કરવાનું?'

'યાદ રાખવાનું. અને જે કહું તે કરવાનું. બીજો કોઈ પ્રશ્ન?'

'આ લોકો તમારા કોઈ.. સંબંધી છે?'

સ્મિતા પેહલા તો કઇ બોલી નહીં. પછી બારીની બાહર જોવા લાગી. અને સુધાને ઠંડી લાગવા લાગી.

'હા. પણ તારે ખાલી હું જે કહું એ કરવાનું છે. આમના વિષે કઇ જાણવા બેસી છે ને તો.. '

સજા. સુધા એ વિચાર્યું, સજા ભોગવવી પડશે.

આ રૂમમાં તેઓ એકલા હતા. પેલો નિસર્ગ/હરીશ/નિરત. દૈત્ય તે ફોન લેવા બહાર ગયો હતો. તેણે દરવાજો ખોલ્યો.

'સ્મિતા.. એક મિનિટ.. બહાર જઈ વાત કરવી છે.'

'ના. અહીંજ કહેને. આઈ વોન્ટ ટુ કીપ એન આઈ ઓન હર.' (મારે આની પર નજર રાખવી છે)

'મિસ્ટર રાઠવા કોલ્ડ. એ રેડી છે.'

'ડેટ આપી?'

'હા. પણ.. ડેટ કાલની છે.'