Adhuri Navalkatha books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 30 (અંતિમ ભાગ)

સંકેતે નવ્યા સિવાય બધાને બાંધીને રાખ્યા હતા. હાલ તે એક જુના કારખાના મા હતા. જે સંકેતના દોસ્તનું હતું. આથી જ સંકેત બધાને અહીં લાવ્યો હતો. સાથે વકીલ પણ લાવ્યો હતો. આજે તે બધા સામે નવ્યા સાથે લગ્ન કરવાનો હતો. જે નવ્યા બિલકુલ ઈચ્છતી ન હતી.
"તમે બધા મારા દુશ્મન છો. હું પહેલા નવ્યા સાથે લગ્ન કરીશ ત્યાર બાદ તમને એક એક કરીને મારી નાખીશ." સંકેતે ગુસ્સે થતા કહ્યું.
સંકેતે એક બાજુ આરતી, નયન અને દિલીપભાઈ ને બાંધી રાખ્યા હતા. જ્યારે તેની સામે અજય અને વિરુને બાંધી રહ્યા હતા. દિવ્ય બહાર થોડે દૂર કાર ઉભી રાખી વિચારી રહ્યો હતો કે આગળ શું કરવું. પ્રતીક અને જ્યોતિ કારખાનાની બીજી બાજુ હોય છે. તેનાથી વિરુદ્ધ નૂર, નમ્ય અને સમીર હોય છે. તે પહેલાં અંદર શું ચાલી રહ્યું છે તે જાણવાની કોશિશ કરે છે.
"તમે બધા મારા લગ્ન અટકાવવા આટલું બધું કરી શકો છો તે મને માનવામાં નથી આવતું." સંકેતે નયન તરફ જોઈને બોલ્યો.
"તું મારા પ્રેમનો વિરોધી હતો. તે તારી બહેના લગ્ન મારી સાથે ન થવા દીધા તો હું પણ તેના બદલામાં તારી સાથે મારી બહેનના લગ્ન નથી થાય." નયને કહ્યું.
"વિરુ મેં તો તને દોસ્ત ગળ્યો હતો. તું પણ આ લોકો સાથે જોડાય શુકયો." સંકેતે વિરુ ને કહ્યું.
"તારા પહેલા જેની સાથે લગ્ન થયા હતા. તે અને હું એકબીજાને પ્રેમ કરતા હતા. પણ તારી સતા અને પૈસાની લાલસે અમારે અલગ થવું પડ્યું. બસ ત્યારથી જ મેં તને મારો દુશ્મન ગળી લીધો હતો." વિરુ શા માટે સંકેતનો વિરોધી થયો તે અંગે જણાવતા કહ્યું.
"તમે બને તમારા સ્થાને સાચા છો. મેં તમારા પ્રેમમાં અડચણ ઉભી કરી હતી. પણ મેં જાણીજોઈને કશું કર્યું ન હતું. મારે આગળ વધવું હતું. મારે કોઈના ભરોસે રહેવુ ન હતું. આથી મને જે સારું લાગ્યું તે મેં કર્યું." સંકેતે કહ્યું. અને થોડો શાંત રહ્યો અને ત્યાર બાદ બોલ્યો. " આજે હું તમારી સામે નવ્યા સાથે લગ્ન કરીશ. તમે બધા જોતા રહી જશો."
સંકેતે હવે નવ્યા સાથે લગ્ન કરીને બધાને બતાવા ઈચ્છતો હતો કે એક તાકાતવર વ્યક્તિ છે. પણ આ સાંભળી રહેલા બહાર ઉભા હતા સમીર અને નમ્ય ને કશું કરીને નવ્યા ને બચાવાનું વિચાર્યું. સમીર ગુસ્સેલ વ્યક્તિ હતો. તેની સામે નવ્યા સામે જબરદસ્તી કોઈ લગ્ન કરતું હતું તે તેને પસંદ ન આવ્યું એટલે તેણે પોતાના બોડીગાર્ડ ને સાથે લહીને સંકેત પર હુમલો કરી દીધો. નમ્ય અને નૂર કશુંક વિચારી રહ્યા હતા ત્યાં સમીરે સંકેત પર હુમલો કરી દીધો.
સંકેત નવ્યા તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં એકબાજુથી ગોળીનો અવાજ આવ્યો અને અમુક લોકો આવ્યા. તેમાંથી કોઈને સંકેત જાણતો ન હતો. ગોળી થી બચવા સંકેત આડોઅવળો ભાગ્યો. સંકેતના બોડીગાર્ડ એ પણ સમીર સામે ગોળી ચલાવી.
નવ્યા ને કશું ન સમજાતા તે અજય તરફ દોડી અને તેને બંધન માંથી મુક્ત કર્યો. ત્યાર બાદ તેણે આરતી, નયન અને દિલીપભાઈ ને આઝાદ કર્યા. આ ગોળી થી ધ્યાન ભટકતા પ્રતીક અને જ્યોતિ અંદર પ્રવેશી અજય અને નવ્યા પાસે પહોંચી પાછળ થી બહાર નીકળવાનો ઈશારો કર્યો. આ સાથે જ દિવ્ય પણ આરતી પાસે આવી બહાર કાર છે તેમ અહીંથી નીકળીએ તેવો સંદેશ આપ્યો.
નવ્યા ભાગી રહી હતી તેની નૂરને અંદાજ આવી જતા નૂર નવ્યા સામે તેના બે બોડીગાર્ડ સાથે પડી. આરતીએ નૂરને સાંભળી લેશે તેમ ઈચારો કર્યો. જ્યારે નયન અને વિરુ એ તેની સાથે રહેલા બે બોડીગાર્ડ ને સંભાળવા આગળ વધ્યા. અજય, પ્રતીક, જ્યોતિ અને દિલીપભાઈ આગળ વધી રહ્યા હતાં.
આ બાજુ જ્યાં નવ્યાને એ લોકો ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં બીજી બાજુ સંકેત સામે ગોળીનો વરસાદ થઈ રહ્યો હતો. સંકેત પણ સામે ગોળી ચલાવી રહ્યો હતો. સંકેતના બે બોડીગાર્ડ ને ગોળી વાગતા મૃત્યુ પામ્યા હતા જ્યાં સામે સમીરનો એક બોડીગાર્ડ મૃત્યુ પામ્યો હતો. સમીરે ચાલાકીથી ચલાવેલી ગોળીથી સંકેતના ખંભે વાગી હતી. આથી તે દર્દ થી પીડાય રહ્યો હતો. તો પણ તેના બોડીગાર્ડ ગોળી ચલાવી જ રહ્યા હતા.
આ બાજુ નૂર અને આરતી એકબીજા સામે જોરદાર ટક્કર જામી હતી. નૂર આરતી પર ભારે પડતી હતી. પણ આરતી પણ વળતો સારો એવો જવાબ આપતી હતી. નયન અને વિરુ સામે રહેલા બોડીગાર્ડ સામે સારો એવો માર ખાઈ રહ્યા હતા. આ જોઈને અજય અને પ્રતિકે તેને મદદ માટે આગળ વધ્યા. જ્યોતિ પણ આરતીને માર ખાતી જોઈને તેને મદદ કરવા આગળ વધી.
નવ્યા અને દિલીપભાઈ આગળ વધતા હતા ત્યાં તેની સામે નમ્ય બંદૂક લહીને આવ્યો. તેણે નવ્યા અને દિલીપભાઈ સામે બંદૂક રાખીને નવ્યા ને પોતાની સાથે આવવાનું કહ્યું. પણ નવ્યા તેની સાથે નહીં આવે તેમ ચોખ્ખા શબ્દોમાં કહીને દિલીપભાઈ નમ્ય ની બંદૂક પકડીને છોડાવીનો પ્રયત્ન કરતા હતા.
આ પક્ષે સંકેતે જોર વધાર્યું હતું તેણે પોતાની ચાલાકીથી સમીરને ઇઝા પહોંચાડી હતી સાથે સાથે સમીરના ત્રણેય બોલિગાર્ડ મારી નાખ્યા હતાં. પણ સાથે સંકેત ને ત્રણ ગોળી અને તેના બોડીગાર્ડ મરી શુકયા હતા. સંકેત હવે પોતાના આંખરી શ્વાસ લહી રહ્યો હતો. વહેલી તકે તેને હોસ્પિટલ પહુચાડવો પડે એમ હતો નહીંતર તેનું જીવવુ મુશ્કેલ હતું.
આ સામે નૂર સામે જ્યોતિ અને આરતી થતા નૂર પરાસ્ત થઈ હતી. સાથે સાથે નૂરને માથામાં વગટાતે બેહોશ થઈ હતી. સામેના પક્ષે અજય અને નયને તેની સામે રહેલા બોડીગાર્ડને બેહોશ કરવામાં સફળ રહ્યા હતા. આ પક્ષે વિરુ અને પ્રતીક જે બોડીગાર્ડને મારી રહ્યા હતા તેને વિરુને પોતાની પાસે રહેલી ચાકુથી મોટું નુકસાન પહોચાડ્યું હતું. પણ વિરુએ પોતાની પરવા કર્યા વિના તે બોડીગારને તેના પર વાર કરેલા ચાકુ વડે મોત ને ઘાટ ઉતારો હતો.
દિલીપભાઈ અને નમ્ય વચ્ચે હાથફાઈ થવાથી ગોળી ચાલતા દિલીપભાઈ ને વાગી હતી. નમ્ય આ શું થયું તે વિચે પછતાય રહ્યો હતો.
સમીર લંગડાતા લંગડાટા ચાલતા આગળ નવ્યા તરફ ચાલ્યો હતો. તેની બહેન નૂર બેહોશ હતી. ને તેની સાથે આવેલા બોડીગાર્ડ માથી એક જ જીવિત હતો તે જોઈને તેને સંકેત પર એક ગોળી ચલાવી અને આ બધું જેના કારને થયું તે નવ્યા ને મારવા બીજી ગોળી ચલાવી.
નવ્યા તરફ ચલાવેલી ગોળી આડે આરતી આવી અને તેને ગોળી વાગી. જ્યારે સંકેત ને છેલ્લી ગોળી મારીને સમીર નવ્યા સામે આવ્યો ત્યારે સંકેતે પોતાના શરીરમાં રહેલી બધી શક્તિ વાપરીને સમીરના મસ્તકનું નિશાન લહીને ગોળી ચલાવી. ગોળી સમીરના મસ્તક ને ચીરતી બહાર નીકળી ચુકી. સંકેત શાંતિથી આંખો બંધ કરીને બેસી રહ્યો.
નમ્ય રડી રહ્યો હતો તેનાથી અકસ્માતે તેના પિતાને ગોળી વાગી હતી. આનો ગુસ્સો ઉતારવા નમ્ય એ નવ્યા ને મારી નાખવાનું વિચાર્યું. આથી તેણે પોતાના હાથને નવ્યા તરફ કરી ગોળી ચલાવી. ત્યાં કોઈકે તેને પાછળથી ગોળી મારી. નમ્ય ને પાછળથી કોણે ગોળી મારી હતી તે જુવા તેને પાછળ જોયું તો પાછળ હાર્દિક અને તેની સાથે બે વ્યક્તિ આવી રહ્યા હતા. તે બે વ્યક્તિ માંથી કોઈક એકે ગોળી ચલાવી હતી.
આરતી નવ્યા ખોળા માં છેલ્લા શ્વાસ લહી રહી હતી. છેલ્લે માફી માગી રહી હતી. નવ્યાની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
અહીં અચાનક ધમાચાણ મચી ઉઠયું હતું. જેમાં કેટલા મોતને ઘાટ ઉતરી ચુક્યા હતા. હાર્દિકે છેલ્લે આવી નવ્યા નો જીવ બચાવી લીધો હતો. નૂર અને તેની સાથે આવેલ એક બોડીગાર્ડ બેહોશ હતો. દિલીપભાઈ, આરતી અને નમ્ય મરી શુકયા હતા. સામે સમીર અને સંકેત પણ મૃત્યું પામ્યા હતા. હાર્દિકે આવીને નવ્યા ને સાથે લહી જવાનું કહ્યું. પણ નવ્યા પોતાના પરિજનના અંતિમ સંસ્કાર કરીને હાર્દિક સાથે જશે તેવો નિર્ણય કર્યો. નયને એમ્બ્યુલન્સ અને જ્યોતિ તેના મામા પોલીસ હતા તેને ફોન કરી દીધો હતો.
નવ્યા ઉભી થઈને અજયને ગળે લાગી હતી. નવ્યા એ આજે અજયને ગળે લગાવી પોતાના પ્રેમનો પ્રોપોઝ કરો હતો. જેનો અજયે વધાવી લીધો હતો. નવ્યા ને ખુશ જોઈને હાર્દિક અને નયન ખુશ થતા હતા. અજય અને નવ્યા એકબીજાને પ્રેમ કરતા હોવાથી પ્રતીક અને જ્યોતિ પણ ખુશ હતું.
નવ્યા અજયની બાજુમાં ઉભી હતી ત્યાં અચાનક એક ગોળી આવીને નવ્યા ના હૃદય પર વાગી. આ સાથે જ નવ્યા ની ચીસ નીકળી. નવ્યા ને ગોળી મારનાર નૂર હતી. જે જોતા જ નયને નૂરને ગોળી મારી ને મારી નાખી. નૂર હોશમાં આવી તો તેણે જોયું કે તેનો ભાઈ અને નમ્ય મરી ચુક્યા છે. તે બધું જ નવ્યા ને કારણે થયું છે તેવું વિચારીને તેણે નવ્યા તરફ બંદૂક કરીને ગોળી ચલાવી. અહીં નવ્યા પોતાના છેલ્લા શ્વાસ લહી રહી હતી. નવ્યા અજયના ખોળા મા માથું રાખી રડી રહી હતી. અજય પણ નવ્યા ને કશું નહીં થાય તેવી મિથ્યા આશ્વાસન આપી રહ્યો હતો. નવ્યા એ અજયને અનુલક્ષની ચોરી કહ્યું. ત્યાં તેના શ્વાસ બંધ થયા. અજયે નવ્યા ના નામની જોરથી ચીસ પાડી.
@@@@@@
બે મહિના પછી
પ્રતીક અને જ્યોતિના લગ્ન નક્કી થયા હતા. બે સપ્તાહ પછી તેના લગ્ન હતા. હાર્દિક પોતાના દોસ્ત સાથે બેંગ્લોર જતો રહ્યો હતો. ઘરના બધા સભ્યો નું અચાનક જતું રહેવાથી શોભના બહેનના મગજ પર અસર પડી હતી. નયન તેમની સાર સંભાળ રાખી રહ્યો હતો.
અજય શરૂઆતમાં ખૂબ દુઃખી રહેતો હતો. પણ પછી તેને નવ્યા ને ભૂલવા નવલકથા લખવાનું શરૂ કર્યું હતું. આ વખતે તે ક્યાં અટકા વિના નવલકથા પૂર્ણ કરી શકતો હતો. તેણે નવલકથા સ્પર્ધામાં ભાગ લહીને પહેલું ઇનામ પણ જીત્યો હતી. પહેલું ઇનામ તેણે પ્રમય સર પાસેથી લીધું હતું. આ એજ લેખક હતા જેની પાસેથી અજયે નવલકથાની સમસ્યાના સમાધાન માટે મદદ અર્થે ફોન કર્યો હતો પણ તે વિદેશ હતા.
અજય આજે નવલકથા લખાણ મા ઉત્તમ થઈ શુકયો હતો. તે દરેક નવલકથા પોતાના પ્રેમી નવ્યા ના નામથી શરું કરતો હતો.
અજયને લાગતું હતું કે તે લેખક નથી. તેની અધૂરી નવલકથા ક્યારેય પૂર્ણ નહિ થાય. પણ જેની શરૂઆત છે તેનો અંત નિશ્ચિત છે. નવલકથા લખવા માટે તેને એક ખરાબ અનુભવ એક ઉત્તમ ગુરુની માફક ઉપયોગમાં આવ્યો. તેના જીવનમાં આવેલી નવ્યા તો જતી રહી પણ તેની યાદમા તે હંમેશા નવલકથા લખતો રહ્યો.
​સમાપ્ત
@@@@@
અહીં મારી અધૂરી નવલકથા પૂર્ણ જાહેર કરુ છું. આપને મારી આ નવલકથા કેવી લાગી તે જરૂર કહેજો. જ્યાં ભૂલ હશે ત્યાં હું સુધારવાનો પૂરતો પ્રયત્ન કરીશ. આપણે આગળ નવી નવલકથા મારફતે જરૂર મળશું. ટુક સમયમાં હું એક સસ્પેન્સ સ્ટોરી લહીને આવી રહ્યો છું.






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED