શ્વેત અશ્વેત - ૫ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત અશ્વેત - ૫

તનિષ્ક = તનિષા + નિષ્કા

તનિશા અને નિષ્કા ટ્વીન્સ છે. નિષ્કા તે સાત મિનિટ મોટી છે, એટલે અફ કોર્સ, તનીષા જે કહે એજ તે કરે. તનિષા બોલ - બોલ કરે. એને ચશ્મા છે (ડાભલા જેવા). અને નિષ્કા હમેંશા ફૂલ વાળા કપડાં પહરે. એને ફૂલ કઈક વધારેજ ગમે છે. એ લોકો અમારી જોડે નથી ભણતા. અમે એમને જાણીએ છીએ, હા, પણ એ લોકોને અમારી આખી યુનિવર્સિટિ ઓળખે છે. જાહેરાતનો વિડિયો જે ડાઇરેક્ટર એ ડાઇરેક્ટ કર્યો હતો, તે એમની સુપુત્રીઓ છે. એમની હા એટલે ડાઇરેક્ટરની હા, પ્રોડ્યૂસર મળે તો ઘણા લોકો અમારા આ 'બ્લોગ - કમ - સોશિયલ મીડિયા અકાઉંટ' ને જોશે, અમે: ફેમસ, માલામાલ, અને (કદાચ) ખુશ (ખાલી "ખુશ" નઈ, ખખખખખ્ખુશશશશશશશશશમ ખુશ બહુંજ ખુશ) થઈ જઈ શું.

'તમરું કેફેટીરિયા કેટલું ભંગાર છે નઈ.' નિષ્કા બોલી.

'ભૂખ્યા રેહવા કરતાં સારું છે.' ક્રિયા કહે છે.

તનીષા હસે છે, 'હા એ બરાબર. હવે ભૂત ડાઈરીસની વાત.'

'મહાભારત લખવાનો છે?'

'શ્રુતિ તારી ફ્રેન્ડ બૌ ફની છે.'

'હા, એ તો બધુ બોલતી રહશે. એની પર ધ્યાન ન આપો. ધ થિંગ ઇસ, એક અકાઉંટ ખોલવાનું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસેપ પર એક નંબર, ટ્વિટર બ્લા, બ્લા બ્લા. પછી હું આપણાં દિવસ વિષે લખીશ. વોટ હેપન્ડ, અને શું ના થયું, વગેરે. જો હોય તો વિડીયો, ફોટો લેવાના. ના હોય તો ખોટું દેખાડવાનું. જાતે બનાઈને. એક જ મહિના માટે. ડેસ્ટિનેશન હશે પોરબંદર હાઈવેનો એક સુમસામ બંગલો.'

'નાઇસ.' નિષ્કા બોલી.

'પણ અમને એ નથી જોઈતું.' તનિશા કહે છે.

'તો શું જોઈએ છે?'

'કઈક હટકે.'

'જેમકે?' ક્રિયા બોલી.

'આ - એક પેપર આપે છે - એક સ્ક્રિપ્ટ છે. એક સ્ટોરી છે. ભૂત પ્રેત હોત તો એક્સપિરિયન્સ લખીશુંને. આપણે તો એ લોકોને એ આપીશું જે એમને જોઈએ છે.'

'શું?' મે કહ્યું.

'કૃષ્ણદાસ અને સર વિલિયમ્સના ભૂત.'

'એ કોણ?' ક્રિયા પૂછે છે.

'શ્રુતિની હવેલીના ભૂત.' નિષ્કા હસે છે.

થોડોક સમય પસાર થયો.

'ઓહ.' હું બોલી.

'તારી હવેલીમાં બે ભૂત રહે છે. અને આ બનેંઉ છે કૃષ્ણદાસ અને સર વિલિયમ્સ?' ક્રિયા પૂછે છે.

'બિલકુલ. આખી સ્ટોરી વાંચ.' તનિશા

'નો. નો, શ્રુતિ. તે મને કહ્યું હતું જે લખશું તે સાચ્ચું લખશુ -'

'આ સ્ટોરી મારા ફાધરે આપી છે. એમની લખેલી છે. જો આ વસ્તુ ખબર પડી તો પ્રોડ્યુસર્સ આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરશે, માર્કેટિંગ કરશે. તમને સ્પોન્સ્રશીપ મળશે, વધારે લોકો જોશે. પૈસા પણ મળશે.' તનિશા એકદમ ખુંખાર રાક્ષસ જેવી સ્માઇલ આપે છે.

'નાઇસ આઇડિયા -'

'વોટ નાઇસ આઇડિયા શ્રુતિ -'

'ક્રિયા, તારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે પ્રોજેક્ટ જોઈએ છે ને?' નિષ્કા પૂછે છે.

'હા.'

'અમે તને સ્ક્રિપ્ટ આપીશું, માર્કેટિંગ આપીશું, પૈસા આપીશું, અને તારા ડ્રીમ માટે એક કંપનીને રેફ્રન્સ આપીશું.'

'એક શરત ઉપર. કોન્ટ્રાક્ટ.' મે કહ્યું.

'કોન્ટ્રક્ટ?' ક્રિયા.

'હા. જે પણ તમે અમને અહી કહ્યું, તે બદ્ધુંજ એક કોન્ટ્રાક્ટમાં સાઇન કરીને આપવું પડશે.'

'ઓહ.' તનિષા નિષ્કાને જોઈ રહી.

'અમ.. આપણી કાલની ફ્લાઇટ અમે બુક કરાઇ છે. એરપોર્ટ પહોચતા અમારા ફાધરે સાઇન કરેલો કોન્ટ્રેક્ટ આપીશું. અને જો ના આપીએ તો તમે જે ટેક્સી માં આયા એજ ટેક્સીથી પાછા જતાં રો. અને જો અમારી જોડે નઈતો ખાલી તમે જઈ શકો છો. ખર્ચો બધો: ખાવાનો, પેહરવાનો, અને વિહીકલનો અમે કરવાના છીએ, એ ના કરીએતો ફ્લાઇટની ટિકિટ મફત. ડીલ?' તનિશા એ હાથ વધાર્યો.

નિષ્કાએ પણ.

'ડીલ.' હું અને ક્રિયા એક સાથે બોલ્યા.

અને, ધેટ વોસ ઇટ. અમે કાલે જઈ રહ્યા હતા. પોરબંદર. ભૂત બંગલો.

માઈ ગોડ.