મારો કાવ્ય ઝરૂખો ભાગ : 29 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 29

કાવ્ય 01


કાનોમાતર વગર ના અક્ષર .... નો ઉપયોગ કરી કવિતા લખવા નો અનોખો પ્રયાસ કર્યો છે, પ્રતિભાવ આપજો કેવી લાગી તમને.. 🙏🙏

અક્ષર ની રમત....

રમણ રમત રમ
રતન ઝટપટ રમ
છગન છલ વગર રમ

કરસન કસરત કર
નયન નફરત ન કર
શરદ શરમ કર
લખન લગન કર

મગન ગરમ ગરમ જમ
ખમ ખમણ વગર ન જમ
કનક કર ખડગ ખણ ખણ
લવ લસણ લણ

હળદર ખરલ વગર દળ
નટવર દમણ જઇ પરત
અહમદનગર મગર વગર

કસરત વગર નરમ તન
ઘડપણ પર કર મગ અસર

પવન પનઘટ પર ફર
ઝરમર ઝરમર વરસ

જગત જગ ભર
તરણ જળ પર તર
મલય મલક મલક મરક

બળદ હળ હલવ
કરણ કણ કણ કર
વજન ભર મણ મણ

ભરત ભણ ભણ કર
બન અફસર કઠણ
બદચલન ઉપર કર અસર

નગર નઈ હલચલ વગર
ગરજ નઈ ગરજ વગર
કવન કથન કર

લખતર ગઢ સરસ
બતક બરફ કલર
જળ વગર મરણ

વદન મન વગર ન નમ
સરલ સરળ થઈ નમ
સનમ શરમ ન કર નમ

કરણ કરમ કર
કમલ લખ સરળ
ગઝલ લખ સરસ
કળશ કરકસર કર

ધનપત ધન ગણ
દલપત ધરપત ધર
ગણપત ગણ ગણ ન કર
કરસન કરવત બદલ

ધરમ સમયસર
ધરણ ઠક ઠક ન કર
જતન જપ કર જસત સરસ

નટવર ન કર ટગર ટગર
મનહર ઝટપટ ભર
ડગ હરણ તરફ

ખટપટ ન કર યમ
યમ શરણ નરક
કસમ કર યમ... ન કર મરણ...

કાવ્ય 02

જાણે આળસ મરડી ને શહેર જાગ્યું...

આજે મે ઘણા સમયે રસ્તાઓ ઉપર
માણસો ની ચહલપહલ જોઈ
જાણે આળસ મરડી ને શહેર જાગ્યું

દરેક ચાર રસ્તે લાલ બત્તી ઊપર
મે સ્કૂટર ને કાર નો ટ્રાફીક જોયો
જાણે આળસ મરડી ને શહેર જાગ્યું

ભુલી વિડંબણા ઓ સઘળી
માનવી હિંમતભેર કામે વળગ્યો
જાણે આળસ મરડી ને શહેર જાગ્યું

દુકાનો નાં ઉઘડ્યા શટ્ટર
ને ગ્રાહકો ની લાગી લાઇન
જાણે આળસ મરડી ને શહેર જાગ્યું

બસ આમજ ધમધમતું રહે મારું શહેર
હર્ષોલ્લાસ અને આનંદ છવાઈ ચારેકોર
એવીજ છે પ્રભુ તને પ્રાર્થના.. 🙏🙏

કાવ્ય 03


બોલવા ની રીત...

બાર ગામે બદલાઈ બોલી
માણસે બદલાઈ બોલવાની રીત

માણસ ના બોલવા ની રીત થી
સંબંધ નું સરવૈયું મળી જાય

કહેવા નો મર્મ હોય એક
પણ બોલવાની રીત થી
વાત નો મર્મ બદલાય જાય

આંધળા ને અંધ કહીએ
કડવા લાગે વેણ
પ્રેમથી પૂછીએ
શાને ગુમાવ્યા નૈન
મીઠા લાગે વેણ

શબ્દો વાગે સીધા દિલ ને
શબ્દ પ્રયોગ થી
વ્યક્તિ ઉતરી જાય દિલ માં
કે વ્યક્તિ દિલ માંથી ઉતરી જાય

શબ્દો બોલવાની છે રીત અનોખી
શબ્દો વીંધી જાય બાણ બની
તો શબ્દો મલમનુ કરી જાય કામ

જીંદગી છે આપણી બહુ ટુંકી
બોલીએ એવાં મીઠા વેણ
કે કોઇનાં જીવન માં શબ્દો
દુવા બની દવાનું બની દર્દ મીટાવી જાય..



કાવ્ય 04

સંગીત....A Poem for Music Lovers

સા..રે..ગ..મ..પ..ધ..ની..શા..
શા..ની..ધ..પ..મ..ગ..રે..સા..

સાત રંગ મળી બને સુંદર મેઘધનુષ
સાત સૂરો થી બને સુમધુર ગીત સંગીત

સંગીત સંભાળી નાચી ઊઠે તન મન
સંગીત સાંભળી ઉગે દિન ને પડે રાત

ઈશ્વર દેખાય સાંભળી સૂરીલા સુફી ગીત
વગાડી એ સંગીત જોરશોર થી પાર્ટી સજી જાય

પ્રેમભર્યા ગીત સાંભળી આવે યાદ પ્રિયજનની
મસ્તી ભર્યા ગીત સાંભળી આવે યાદ દોસ્તોની

આનંદ અને ગમગીની ની ભાષા સંગીત
જીવન નુ અભિન્ન અંગ છે સંગીત

દુઃખ દર્દ નો અકસીર ઈલાજ સંગીત
જીવનપથ નાં દરેક વળાંકે જરુરી છે સંગીત

શ્વાસોશ્વાસ છે સંગીત
એકલતા નો સાથી છે સંગીત

દરેક ખાટીમીઠી લાગણીની
અભિવ્યક્તિ અને પરિભાષા છે સંગીત..

ગીત સંગીત વગર
વેરાન રણ સમી છે જીંદગી...

🎵🎶 🎼🎻🪕🎸🎤🎤🎧❤️❤️


કાવ્ય 05

કોણ છું "હું" ??

એક પતુય હલે નહી મારી મરજી વગર
એવું રાવણ સમુ ઘમંડ હતુ મારું

"હું" છું તો છે બધું મારા સીવાય બધું નકામું
આમ વિચારી આખી જીંદગી ફરતો રહયો
"હું"..."હું" ...ને .. માત્ર "હું" કરી..

આવી કુદરતી વિકટ વિપત્તિ અણધારી
નિકળી ગઈ બધી "હું"ની હવા મારી

આખરે થયો પ્રશ્ન મને "કોણ છું "હું "??
શુ કામ અવતર્યો છું "હું" ધરતી ઉપર
શુ કામ હું ..હું ..કરતો ફરું છુ "હું"??

દુનિયા તો છે ઈશ્વરે રચેલો એક રંગમંચ
"હું" છુ એ રંગમંચ ની એક નાનકડી કઠપૂતળી

છેલ્લી મંજિલ છે બધાની એક સરખી
એક દિવસ કહ્યા વગર પડવાનો છે
જીંદગીરુપી રંગમંચ નો પડદો બધાનો..

તો પછી "હું"..."હું"..કરી ને
શુ કામ ફરી રહ્યો છું "હું" ??

નાનકડી ઈચ્છા છે મારી
નિભાવવુ છે જીંદગી માં એવું જૉરદાર કિરદાર
વસી જાઉં દરેક નાં હૃદય માં ઍક મીઠી યાદ બની

એક દિવસ "હું" હસતો નીકળીશ સૌની આગળ
જયારે ચાર જણા ના ખંભા ઉપર થઈ સવાર
ત્યારે લોકો આક્રંદ કરતા ચાલતા હશે મારી પાછળ