ભીખુભા જાસૂસ - ૪ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખુભા જાસૂસ - ૪

જેમ જેમ મળવા નો સમય નજીક આવતો જતો હતો અને ભીખુભા થોડા ચિંતિત હતા. કોરોના અને ૩ મહિના ના લૉકડાઉન ના કારણે આવક લગભગ શૂન્ય થઈ ગઈ હતી. માટે આ કેસ તો ગમે તેમ કરી ને હાથ માં થી જતો રહે તે પોસાય તેમ ન હતું. મનોમન આ કેસ તો હાથ માં થી નહિ જ જવા દઉં એવું દ્રઢ નિશ્ચય કરી ને ભીખુભા શેઠ ને મળવા નીકળી ગયા.

નક્કી કરેલા સ્થળ પર પહોંચી ને આમ તેમ ફાફા માર્યા તો પણ ખબર ન પડી એટલે દુકાન વાળા ને જ પૂછી જોયું કે ૩ નંબર નું ટેબલ ક્યાં છે? દુકાનદાર એ કહ્યું કે "સાહેબ, તે ટેબલ તો કોઈ એ પહેલા થી જ બુક કરવી રાખ્યું છે." ભીખુભા એ જવાબ આપતા કહ્યું કે "હા, એ અમારી મિટિંગ માટે જ બુક કરાવ્યું છે." આવું સાંભળતાં ની સાથે જ પેલા ભાઈ એ આંગળી ચીંધી ને ૩ નંબર નું ટેબલ ભીખુભા ને બતાવ્યું અને ભીખુભા ત્યાં જઈ ને બેસી ગયા.

થોડીવાર પછી શેઠ આવ્યા તેમને જોયું કે ૩ નંબર ના ટેબલ પર એક જાડિયો એવો કોઈ માણસ બેઠો હતો. જરા પણ જાસૂસ જેવો લાગતો ન હતો. શેઠ એ એક વખત પાછા ઘરે જતા રહેવાનું પણ નક્કી કર્યું. પછી જેમ તેમ મન માનવી ને આગળ વધ્યા. ટેબલ પાસે પહોંચી ને બેસવા જતા હતા અને ભીખુભા બોલી પડ્યા " ઓ, ભાઈ… આ ટેબલ પર આમારી મિટિંગ છે, બીજે ક્યાંક જઈ ને બેસ" આ સાંભળતાં ની સાથે જ શેઠ બોલ્યા" તમે જ જાસૂસ ભીખુભા છો? હું શેઠ લક્ષ્મીચંદ." ભીખુભા ને લાગ્યું કે આ તો લોચો પડ્યો શેઠ પાસે તેમની ઈમ્પ્રેસન ડાઉન થઈ જશે એટલે જવાબ આપ્યો " આવો શેઠ હું તો તમને તમે જ્યારે આવ્યા ત્યારે જ ઓળખી ગયો હતો, પણ અમારા ધંધા માં ખૂબ સાવધાની રાખવી પડે એટલે મેં તમને એવું કહ્યું."

શેઠ આવી ને બેઠા શેઠ એ ભીખુભા ને કોફી નો આગ્રહ કર્યો " મને કોફી થી કબજિયાત થઈ જાય છે" તેમ કહી ને ભીખુભા એ કોફી પીવાની ના પાડી. શેઠ એ પોતાની કોફી નો ઓર્ડર આપી ને ભીખુભા સાથે વાતચીત ચાલુ કરી. " તમને જાસૂસી નો કેટલો અનુભવ છે?" ભીખુભા એ પણ જવાબ આપ્યો " મને જાસૂસી કરતા કરતા ૧૬ વર્ષ નીકળી ગયા. તમે માની ના શકો તેવા કેસો પણ મે ઉકેલેલા છે." ભીખુભા બીજું કશું પણ બોલે તે પહેલાં શેઠ એ તેમને અટકાવતા કહ્યું " ભીખુભા, મને તમારા પર વિશ્વાસ છે, હવે આપણે થોડી કામ ની વાત કરી લઈએ." " અરે શેઠ તમે વાત તો કરો શું કેસ છે આપણે ચપટી વગાડતા ઉકેલી દઈશું" ડંફાસ મારતા ભીખુભા બોલ્યા. શેઠ એ જવાબ માં કહ્યું " ભીખુભા મારો કેસ તમે જેટલો સમજો છો તેટલો સરળ નથી પહેલા કશું જ બોલ્યા વગર મારી વાત શાંતિ થી સાંભળો અને જો તમને એવું લાગે કે તમે આ કેસ લેવા નથી માંગતા તો તમને તે કરવાની પણ સ્વતંત્રતા છે. અત્યારે મને મળવા આવવા ની તમારી ફી હું ચૂકતે કરી દઈશ."
આ સાંભળતાં જ ભીખુભા બોલ્યા " અરે શેઠ પહેલા વાત તો કરો પછી આપણે નક્કી કરીએ" ભીખુભા ની આંખ માં જોઈ ને શેઠ વાત ચાલુ કરે છે " તો સાંભળો વાત જાણે એમ છે કે અમદાવાદ થી લગભગ ૨૫ કિલોમીટર દૂર એક ગામ છે ત્યાં મારા બાપા ની એક જૂની હવેલી છે. આ હવેલી વર્ષો થી ખાલી પડી છે અમે લગભગ ૧૦ વર્ષ થી અમદાવાદ માં રહેવા આવી ગયા ત્યાર પછી ત્યાં કોઈ જ રહેતું નથી. અમે ત્યાં રહેતા હતા ત્યારે બધું એકદમ સરસ હતું પણ છેલ્લા ૩ વર્ષ થી લોકો ને ત્યાં ભૂત હોય તેવું લાગે છે. પરંતુ મને ખબર છે કે તે માત્ર એક અફવા જ છે. જે ઘર માં અમે વર્ષો થી રહેતા હતા ત્યાં કેવી રીતે અચાનક ભૂત આવી જાય??? હવે મારે તે હવેલી વહેંચવી છે પરંતુ કોઈ આ હવેલી ને ખરીદવા તૈયાર નથી અને જે તૈયાર છે તે લોકો હવેલી ની ખૂબ ઓછી કિંમત આપે છે. તો તમારે આ હવેલી માં ભૂત નથી તેમ સાબિત કરવાનું છે. જો તમે આ સાબિત કરી આપો તો હું તમને ૫ લાખ રૂપિયા આપીશ." કામ ની કિંમત સાંભળી ને ભીખુભા બોલી ઉઠ્યા"
પ... પ… પ… પાંચ લાખ?
શેઠ હવેલી માં સાચું ભૂત તો નથી ને???"
ભીખુભા ના આવા જવાબ થી શેઠ થોડા હસતા મોઢે કહ્યું
" એ તે તમારે ચેક કરવાનું છે કે ત્યાં ભૂત છે કે નહિ. જો તમે કેસ પર કામ કરવા હા પડતાં હોય તો લો આ ૫૦ ટકા રકમ અઢી લાખ નો ચેક અને બાકીના કામ પૂરું થતાં ની સાથે આપીશ"