ભીખુભા જાસૂસ - ૯ - છેલ્લો ભાગ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખુભા જાસૂસ - ૯ - છેલ્લો ભાગ

શેઠ આટલું સાંભળી ને બોલ્યા "ભીખુભા જલ્દી થી જણાવો કોણ છે તે હવેલી નું ભૂત?" ભીખુભા એ ત્વરિત જવાબ આપતા કહ્યું " તમારો ખાસ માણસ ચંદુ" આટલું સાંભળતા ની સાથે જ શેઠ ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ અને બોલ્યા " ચંદુ?? મને વિશ્વાસ નથી આવતો તમારી પાસે કોઈ પુરાવા છે?" ભીખુભા એ કોલર ઉંચા કરતા કહ્યું " હું ભીખુભા જાસૂસ પુરાવા વગર કંઈ પણ બોલતો નથી."
તો સાંભળો શેઠ " તમારો ખાસ માણસ ચંદુ રોજ રાત્રે તમારી હવેલી માં રાત્રે ૧ વાગે જાય છે, અને સવાર પડતા ની સાથે જ પોતાના ઘરે પાછો જતો રહે છે. હું આ ૧૨ દિવસ થી રોજ તેને અંદર જતા જોવું છું અને હા અમે જે દિવસે આવ્યા તે દિવસે ચંદુ એ જ પેલા મેલાઘેલા માણસ ને એમને હવેલી માં ન જવા ચેતવવા નું કહેલું. જેથી અમે બીજે દિવસે હવેલી માં પ્રવેશતા હતા ત્યારે પેલા માણસ એ અમને ડરાવવાની કોશિશ કરી હતી. જ્યારે આખું ગામ સૂઈ જાય ત્યારે ચંદુ ચોર ની જેમ હવેલી માં ઘુસી જાય છે અને આખી રાત ત્યાં વિતાવે છે જેથી હવેલી લાઈટો ચાલુ થતાં લોકો ત્યાં ભૂત છે તેવી વાતો કરે છે. બીજી સાબિતી એ છે કે ચંદુ ને ખબર પડી કે અમે લોકો ડરી ને ભાગી ગયા છીએ ત્યારે તે થોડો બિન્દાસ થઈ ગયો અને તે દિવસે રાતે એક ટેમ્પો રીક્ષા હવેલી માં ગઈ જેમાં કોઈ ગેસ ના બાટલા હોય તેવુ લાગ્યુ. તે રિક્ષા વાળા ને ચંદુ એ કોઈ ખાલી બાટલો આપ્યો. બીજા દિવસે મે તપાસ કરી તો ખબર પડી કે તે ભાઈ પાસે થી ચંદુ એ જે બાટલો લીધો હતો તે તરલ નાઈટ્રોજન હતો. અમે જ્યારે હવેલી માં ગયા ત્યારે રાતે ચંદુ એ અમને ડરાવવા માટે બાજુ ના ગામ માં થી એક ડોસા ને લાવ્યો હતો અમે ભાગ્યા ત્યારે વધારે ડરાવવા તરલ નાઈટ્રોજન ને જમીન પર વહેતો કરી દીધો હતો. નાઈટ્રોજન નો ગુણધર્મ છે કે તે ખૂબ ઠંડો હોવા થી હવા માં ધુમાડો ઉત્પન્ન કરે." તો આમ આ કેસ ઉકેલાઈ ગયો અને દોષી છે તમારો માણસ ચંદુ.

શેઠ ને ભીખુભા પર વિશ્વાસ આવ્યો એટલે પોલીસ ની સાથે ગામ માં ગયા અને ચંદુ ને પોલીસ એ બે ઊંધા હાથ ની મારી એટલે તરત ચંદુ પોપટ બની ને બધું બકવા માંડ્યો. શેઠ ના નાના ભાઈ શેઠ ધરમચંદ એ હવેલી માં ભૂત ની અફવા ફેલાવવા અને લોકો ને ડરાવવા માટે ચંદુ ને પૈસા આપ્યા હતા. આ વાત નો ભાંડો ફૂટતા ની સાથે જ શેઠ એ તેમના નાના ભાઈ પર પણ કેસ કર્યો અને ચંદુ અને શેઠ ના ભાઈ ને જેલ થઈ. મિલકત ની વહેંચણી વખતે આ હવેલી શેઠ ને મળી તે તેમના ભાઈ ને ગમ્યું ન હતું માટે સસ્તી કિંમતે હવેલી પડાવી લેવા આ કારસ્તાન ઉપજવ્યું હતું. પેપર માં આ કિસ્સો આવતા ભીખુભા ની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ અને શેઠ ની હવેલી પણ સારી કિંમતે વહેચાઈ ગઈ.

બકુલ એ ભીખુભા પાસે થી કેસ ની અડધી રકમ લેવાનો ઇનકાર કર્યો પણ ભીખુભા એ બકુલ ને તેના કામ અને ભીખુભા ને ઉત્સાહ વધારવા ભેટ સ્વરૂપે અડધી રકમ આપી દીધી. થોડા સમય બાદ ભીખુભા ના નામનું એક પરબીડિયું આવ્યું તે ખોલતા ની સાથે જ ભીખુભા ની આંખો પહોળી થઇ ગઈ, તે પરબીડિયું એક પત્ર લાવ્યું હતું તેમાં લખ્યું હતું…

ભીખુભા જાસૂસ ને શેઠ લક્ષ્મીચંદ ના નમસ્કાર.. તમારી મહેનત ના લીધે મારી હવેલી ખૂબ સારી કિંમત માં વહેચાઈ છે તો આ ૫ લાખ રૂપિયા નો ચેક ભેટ સ્વરૂપે સ્વીકાર કરશો

લી. શેઠ લક્ષ્મીચંદ.

સમાપ્ત