ભીખુભા જાસૂસ - ૬ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખુભા જાસૂસ - ૬

વાત થયા મુજબ સવારે શેઠ ની ગાડી આવી ને ઉભી હતી. ભીખુભા અને બકુલ પોતાનો સામાન લઈ ને ગાડી માં બેસી જાય છે ડ્રાઈવર પૂરપાટ ઝડપે ગાડી ભગાવી ને અડધી કલાક માં હવેલી પાસે ઉતારી ને અમદાવાદ પરત ફરી જાય છે. હવે બકુલ અને શેઠ હવેલી ની બહાર ઊભા હતા એટલા માં ત્યાં ચંદુ આવ્યો અને બંને નું સ્વાગત કર્યું અને કહ્યું " તમે લોકો હવેલી માં રહેવા ન ઈચ્છતા હોય તો હું બીજી વ્યવસ્થા કરી આપીશ તમે મારો મોબાઈલ નંબર લઇ લો કઈ પણ કામ હોય તો મને ફોન કરી દેજો." ભીખુભા એ પણ કહ્યું કે " હા અમે હવેલી માં નહિ રહીએ તમે અમારી વ્યવસ્થા બીજે ક્યાંય કરાવો" જોત જોતામાં બધી વ્યવસ્થા ચંદુ એ કરી દીધી અને ભીખુભા અને બકુલ ને રહેવા માટે હવેલી થી થોડે દૂર એક ઘર આપ્યું અને ચંદુ ત્યાં થી નીકળી ગયો. ભીખુભા ને તો હજુ પણ પોતાના પર વિશ્વાસ ન હતો કે તેમને આ કેસ હાથ માં લીધો છે. દિવસ પૂરો થયો અને ભીખુભા એ અને બકુલ એ બીજા દિવસ થી કામ ચાલુ કરવાનું નક્કી કર્યું હતું તેથી સાંજે મસ્ત બાજરી ના રોટલા અને ઓળો ખાઈ ને બંને સૂઈ જાય છે.

વહેલી સવારે ભીખુભા અને બકુલ જાગે છે અને હવેલી તરફ જાય છે. દરવાજો ખોલવાની તૈયારી જ કરતા હોય છે તેવા માં એક મેલોઘેલો દેખાતો માણસ ભીખુભા નો હાથ પકડી લે છે ભીખુભા એકદમ ડરી જાય છે ને ગુસ્સે થઈ જાય છે અને પેલા માણસ ને ધમકાવે છે પેલો વ્યક્તિ એક સ્મિત સાથે બોલે છે " મને તો તમે સારા માણસ લાગ્યા એટલે તમે કહું છું કે આ હવેલી માં ના જાઓ ત્યાં ભૂતો નો વાસ છે જે અંદર જાય છે તે બહાર નથી આવી શકતું." આ ભાઈ ની વાત એ બકુલ ને પણ થોડો ડરાવી દીધો હતો. ઘણા સમય થી બંધ હવેલી સાચે કે ભૂત બંગલા જેવી લાગતી હતી પણ હા તેનું બાંધકામ જોઈ ને એકસમયે ખૂબ આલીશાન અને ભવ્ય મહેલ જેવી હશે તેવું પ્રતીત થતું હતું. ભીખુભા અને બકુલ એ અંદર ન જવાનો નિર્ણય કર્યો અને પહેલા ગામ ના લોકો ને આ વિશે પૂછપરછ કરવાનું વિચાર્યું.

લગભગ ૨ દિવસ ની પૂછપરછ પરથી તે લોકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે હવેલી માં સાચું જ ભૂત છે. હવે ભીખુભા ની તો હાલત ખરાબ થઇ ગઈ હતી પોતે શા માટે આ કેસ હાથમાં લીધો તેમ વારંવાર વિચાર કરી રહ્યા હતા. પણ બકુલ ને કઈ ફરક પડ્યો ન હોય તેમ તે શાંતિ થી બેઠો હતો એટલા માં ભીખુભા બોલ્યા " બકુલ્યાં હાલ… પાછા અમદાવાદ જતાં રહીએ શેઠ ને ચેક પાછો આપી દઈશું જીવ ના જોખમે તો કંઈ કામ થોડું થાય." આ સાંભળી ને બકુલ હિંમત આપતા બોલ્યો " ભીખુ તને ખબર હતી તો પણ આ કેસ તે લીધો હવે આપણે એમ તો કેમ પાછા જઈ શકીએ? જે થશે તે જોયું જશે તું ચિંતા ના કર હું છું ને તારી સાથે અત્યારે મોડી રાત થઈ ગઈ છે સૂઈ જા આપણે કાલે હવેલી માં અંદર જઈશું." આટલું બોલી ને બકુલ તો સૂઈ ગયો પણ ભીખુભા ની ઊંઘ તો હવેલી માં જવા ના વિચાર માત્ર થી ઊડી ગઈ. જેમતેમ કરી ને ભીખુભા પણ સુવા નો પ્રયત્ન કરતા કરતા હનુમાચાલીસા બોલતા બોલતા સૂઈ ગયા.