ભીખુભા જાસૂસ - ૮ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખુભા જાસૂસ - ૮

એવા માં ભીખુભા ને અચાનક શું સૂઝ્યું કે તેમણે ફોન ના કર્યો અને તેમની અંદર નો વ્યોમકેશ બક્ષી જાગી ગયો.બકુલ નું મગજ તો આઉટ ઓફ સર્વિસ થઈ ગયું હતું. તેણે જીદ પકડી અમદાવાદ જવાની, માટે શેઠ ને ફોન કરી ને ગાડી મંગાવી બંને અમદાવાદ જવા માટે રવાના થયા પણ ભીખુભા નાટક કરતા હતા થોડે આગળ જઈ ને ભીખુભા ગાડી ઉભી રખાવી ને ઉતરી ગયા. બકુલ એ તેમને આવું કરતા રોક્યા પણ ભીખુભા ન માન્યા અને કહ્યું કે તું જા હું આ કેસ ઉકેલી ને જ પરત આવીશ. બકુલ તો એટલો ડરી ગયો હતો કે તેણે જવાનો નિર્ણય યથાવત રાખ્યો.

લગભગ બીજા ૧૨ દિવસ સુધી ભીખુભા આઉટ ઓફ નેટવર્ક થઈ ગયા. બકુલ ને તેમની ચિંતા થવા લાગી કે તેમનો કોઈ ફોન નહિ કે કોઈ સમાચાર નહિ. બકુલ કરે તો પણ શું કરે તેનામાં એટલી હિંમત હવે ન હતી કે તે ફરી થી તે જગ્યા એ જાય અને ભીખુભા ની શોધખોળ કરે. અચાનક ૧૩ માં દિવસે ભીખુભા નો ફોન આવ્યો કે "બકુલ કેસ ઉકેલાઈ ગયો છે તું જલ્દી થી શેઠ ને લઇ ને આવીજા અહી કોઈ ભૂત બૂત નથી, મે શેઠ ને ફોન કરી દિધો છે તે તને લેવા આવતા જ હશે તું તેમની સાથે અહી આવીજા" બકુલ પણ ફરી થી ત્યાં જવા તૈયાર થઈ ગયો અને શેઠ સાથે હવેલી વાળા ગામ જવા રવાના થયા.


શેઠ અને બકુલ ગામ માં જાય તે પહેલાં જ ભીખુભા એ ગાડી રોકવી અને અંદર બેસી ગયા અને કહ્યું કે ગાડી કોઈ હોટેલ પર લઇ લો મે કેસ ઉકેલી નાખ્યો છે.

હોટેલ પર પહોંચી ને શેઠ ને ભીખુભા એ બધી માંડી ને વાત કરી " શેઠ આ કોઈ નું કાવતરું છે હવેલી ને બદનામ કરવાનું ત્યાં કોઈ ભૂત નથી હું તે સાબિત કરી શકું છું, પણ આ બધું તમને કહ્યું તે પહેલાં તમે પોલીસ ને ફરિયાદ કરી દો અને અહી આવવાનું કહી દો તે લોકો સામે જ હું સત્ય થી બધા ને વાકેફ કરાવીશ." શેઠ ની ઊંચી પહોંચ હોવા થી માત્ર એક ફોન થી પોલીસ હોટેલ પર પહોંચી ગઈ.

ભીખુભા એ પોતાની વાત ચાલુ કરી " અમે લોકો જ્યારે અહી આવ્યા ત્યાર થી જ મને લાગ્યું કે દાળ માં કંઇક કાળું છે. યાદ છે બકુલ આપણે પ્રથમ વખત હવેલી માં પ્રવેશતા હતા ત્યારે પેલો મેલોઘેલો માણસ મળ્યો હતો? તે માણસ ને તે ફરી કોઈ વખત આટલા દિવસો રહ્યા તે દરમ્યાન જોયો?" બકુલ એ ના માં ડોકી ધુણાવી " પછી બીજું એ કે આપણે હવેલી માં દિવસે જતા હતા ત્યારે આટલા બધા બાવા જાળા અને ધૂળ હોવા છતાં એક બાજુ પડેલી ખુરશી એકદમ સાફ હતી અને આપણે રોજ જતા હતા તેમાં ૩ કે ૪ વખત તે ખુરશી ની જગ્યા માં થોડું સ્થળાંતર થયું હતું તેવું મારા ધ્યાન માં આવ્યું. આ સાથે મે જે દિવસે આપણે પ્રથમ વખત હવેલી માં ગયા હતા ત્યારે તેનું વીજળી ના મીટર નું રીડિંગ નોધ્યું હતું ત્યાર બાદ જ્યારે જ્યારે હું ત્યાં જતો હું રોજ તેના પર નજર રાખતો તેમાં રોજ અમુક યુનિટ નો વધારો નોંધાતો હતો. હવે મારી શંકા બિલકુલ સત્ય માં પરિવર્તિત થઈ ગઈ કે ભૂત ને પંખા ની કે લાઈટ ની શું જરૂર પડતી હશે માટે મને લાગ્યું કે કોઈ તો છે જે અહી આવે છે અને રહે છે, માટે આપણે જયારે રાત્રે હવેલી માં ગયા ત્યારે મે પણ તારી સાથે ડરવાનો ઢોંગ કર્યો અને બીજા દિવસે ડરી ને ભાગી ગયા તેવું લાગે માટે હું તમારી સાથે થોડેક સુધી આવ્યો અને પછી પાછો ફર્યો. ત્યાર બાદ ૧૨ દિવસ સુધી મે તમામ ગતિવિધિઓ પર નજર રાખી અને મારી સામે સત્ય આવી ગયું.હવેલી ની ગતિવિધિ પર નજર રાખવા મે એક ગાંડા નો વેશ લીધો અને આમથી તેમ આખો દિવસ અને રાત હવેલી આસપાસ ફરતો રહેતો અને કોઈ ના ખેતર માં જઈ ને ફળો ખાઈ લેતો આમ ૧૨ દિવસ નું અવલોકન મને કેસ ના ઉકેલ તરફ લઈ આવ્યું."