પોતાની દુકાન વધાવી ને રાબેતા મુજબ ભીખુભા ઘરે પહોંચ્યા ટીવી જોયું પણ મન ના લાગ્યું. વિચાર કર્યો કે બાપા ને વાત કરે પણ આજે બાપા નો મિજાજ થોડો બગડેલો હતો. ભીખુભા પાથરી માં સુવા પડ્યા પણ આમ થી આમ પડખા ફર્યા કરે ઊંઘ આવે નહિ રાત ના લગભગ 2 વાગ્યા હશે છતાં પણ ભીખુભા સૂઈ શકતા ન હતા. માટે ભીખુભા ઊભા થયા ભગવાન નું નામ લીધું અને બાપા ના ખાટલા પાસે જઈ ને બાપા ને જગાડ્યા અને બોલ્યા " બાપા, મારે અમદાવાદ જવું છે, મારે જાસૂસી માં આગળ વધવું છે આજે એક ભાઈ આપણી દુકાને આવ્યા હતા તેને મને ખૂબ સારો પ્રસ્તાવ મૂક્યો છે અને હું તે તક જડપી લેવા માંગુ છું." આવું સાંભળી ને ભીખુભા ના બાપા થોડા વિચલિત થાય ગુસ્સે ભરાયા હોય તેવું પણ લાગ્યું અને બોલ્યા " છાનીમાની સૂઈ જા જઈ ને કઈ અમદાવાદ ફમદાવાદ નથી જવું" આટલું સાંભળી ને એક પણ શબ્દ ઉચ્ચારવા ની ભીખુભા માં હિંમત ન હતી માટે તે જઈ ને સુઈ ગયા. પણ ઊંઘ તો આવવાની હતી નહિ એકવાર તો કીધા વગર પણ ભાગી જવાનો વિચાર કર્યો પણ બાપા થી બીક પણ લાગતી હતી. વિચારો માં ને વિચારો માં સવાર પડી ગઈ ને રાબેતા મુજબ દિવસ ની શરૂઆત થઈ ગઈ.
બપોર ના સમય એ ભીખુભા અને તેના બાપા દુકાન માં બેઠા હતા. તેમના બાપા સવાર થી જોતા હતા કે ભીખુભા ને કામ માં કોઈ મૂડ નથી. અચાનક તેમના બાપા બોલ્યા " અમદાવાદ જઈ ને શું કરીશ તારી પાસે પૈસા છે? "આવું સાંભળતાં ની સાથે જ ભીખુભા ના કાન તે તરફ ફર્યા અને ત્વરિત જવાબ આપતા ભીખુભા બોલ્યા " હા, બાપા મારી પાસે જાસૂસી કરી ને કમાયેલા ૧૨૦૦૦ રૂપિયા પડ્યા છે,અને પેલા સજ્જન એ પણ મદદ કરવાનું વચન આપ્યું છે તો તમે મારી બિલકુલ ચિંતા ના કરો." આ સાંભળતાં જ ભીખુભા ના બાપા એ તેમના ગલ્લા માં થી કાઢી ને બીજા ૫૦૦૦ રૂપિયા આપતા ભીખુભા ને કહ્યું "જા બેટા તારા સપના પુરા કરી લે અને હા શહેર માં જઈ ને આ ગામડિયા માબાપ ને ભૂલી ના જતો." આટલું બોલતા જ ભીખુભા ના બાપા ઢીલા પડી ગયા અને ભીખુભા ની આંખો પણ ભીંજાઈ ગઈ.
પછીતો શું જોઈએ….
બાપા તરફ થી મળેલી પરવાનગી થી ખુશ થઈ ભીખુભા એ પેલા સજ્જન સાથે અમદાવાદ જવાનું નક્કી કર્યું. લોખંડ ની પેટી માં પોતાનો સામાન ભરી ને ભીખુભા અમદાવાદ તરફ રવાના થયા. અમદાવાદ પહોંચી ને પેલા ભાઈ એ ભીખુભા ના રહેવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી. તેમજ સાથે સાથે એક સારા વિસ્તાર માં નાની દુકાન ભાડે લઇ ને ભીખુભા જાસૂસ ની ઓફિસ તૈયાર કરી આપી. થોડા સમય સુધી તો ભીખુભા ને કોઈ કેસ મળ્યો નહિ પણ પછી થી થોડા થોડા નાના નાના કેસો મળવા લાગ્યા. જેથી ભીખુભા નું ગુજરાન સરસ રીતે ચાલવા લાગ્યું. પેલા ભાઈ દરેક કેસ ના આવેલા પૈસા માં થી ભીખુભા પાસે થી ૩૦% લેતા હતા. આમ ભીખુભા દિવસે દિવસે કામ માં નિષ્ણાંત થઈ ગયા અને સાથે નામના પણ મેળવી લીધી હતી.
મિટિંગ નું સ્થળ અને સમય નો મેસેજ ભીખુભા ના મોબાઈલ પર આવી ગયો હતો.
(નમસ્કાર, ભીખુભા આજે બપોરે ઠીક ૨ વાગ્યે "શ્યામ કોફી એન્ડ સ્નેક્સ", પાલડી માં ટેબલ નંબર ૩ પર મળીશું.)
ભીખુભા એ સામે જવાબ માં શેઠ ને મેસેજ કરી આપ્યો ( હું ઠીક ૨ વાગ્યે પહોંચી જઈશ.)