પ્રણયમ - 3 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયમ - 3

ભાગ : ૩

જયદીપ ઘરે પહોંચી જાય છે અને હારિકાને ફોન કરી જણાવી દે છે કે તે પણ શાંતિ થી ઘરે પહોંચી ગયો.

જયદીપના મમ્મી આજે અચાનક પૂછી બેસે છે કે બેટા, હારિકા જેવી છોકરી લાવવી છે કે હારિકા જ લઈ આવી છે મને અને તારા પપ્પાને કહેજે હો.
આ સાંભળી જયદીપ આશ્ચર્ય સાથે હસીને કહે છે શું મમ્મી તમે પણ....
બસ બસ હવે શરમા નહીં... કે મને મનની વાત. સારું ચાલો જમતી વેળા વાતો કરીશું બસ. હવે તું ફ્રેશ થઈ જા તને બહુ હેરાન નહીં કરું હો હારિકા ના ભાવિ હબી... ( હસે છે).
મમ્મી......બસ હો હવે... ( શરમાતા ચહેરે જયદીપ રૂમમાં જાય છે.)
સૌ રાત્રે જમવા બેસે છે. જયદીપના મમ્મી ઈશારો કરી જયદીપને વાત શરૂ કરવા કહે છે પણ જયદીપ ઈશારો કરી ના પાડે છે.
એવામાં તેના મમ્મી કહે છે, હું શું કહું છું હવે આપણે જયદીપ માટે એક રાજકુમારી શોધીએ તો કેવું રહે..?
જયદીપના પપ્પા એક ખાનગી કંપનીમાં પ્રોડક્શન મેનેજર હતા અને એકદમ હકારાત્મક વિચારો અને ભગવાનના માણસ તરત કીધું કે જયદીપ તને કોઈ ગમે છે તો કહેજે હો ત્યાં માંગુ નાખીએ તને ગમે એ મારે મહત્વનું છે.
હું શું કહું છું... તમને હારિકા કેવી લાગે જયદીપ માટે...?
મમ્મી... શું પણ....
તું ચુપ રે.. હું અને તારા પપ્પા વાત કરીએ છીએ પછી તું બોલજે.
હારિકા દીકરી તો હારિકા છે બહુ જ લાડકી અને વ્હાલી મને તો વહુ રૂપે દીકરી મળશે હો મને તો ગમે છે પણ લગ્ન જયદીપના છે એનો મત શું છે..? બહુ શરમાય જાય... બાપ સાથે એક મિત્ર પણ છું ગમે છે ને હારિકા.... તો કરો કંકુના.. ( સૌ હસે છે).
પપ્પા મમ્મી મને પણ હારિકા ખૂબ ગમે છે તે ખૂબ જ

સમજદાર, લાગણીશીલ, પ્રેમાળ, નિખાલસ..
બસ બસ થોડા વખાણ સગાઈ પછી પણ... બાકીના લગ્ન પછી... જયદીપના મમ્મી બોલીને હસે છે.
જોયું પપ્પા આજ સાંજથી મમ્મી મને આમ ચીડવે છે કયો ને આવું ના કરે....
હું તો એમ વિચારું છું કે તારા મમ્મીનો સાથ આપું... ( હસે છે)
લ્યો, બેઉ એક જ છો હવે હું કોને કહું..?
ત્યાં બંને સાથે બોલી બેસે છે... તારી હારિકાને... જા વાતો કર..
જયદીપ કહે છે, મારા ચોરાસી ફેરા સફળ થયા અને કર્મો સારા કર્યા જેથી તમે ભગવાન રૂપે મને મળ્યા ધન્ય છું હો... આવા મા બાપ સૌને મળે. બોલતા બોલતા જયદીપ ભાવુક થઈ જાય છે. તરત બંને જણા કહે છે અરે... તારાથી વિશેષ શું હોય અમને.
જા હવે સ્વસ્થ થઈ જા અને આરામ કર અને પેલી સપનાની રાજકુમારી જોડે વાત કર જા..
જયદીપ રૂમમાં જાય છે અને હજી બેડ પર સૂવા જાય ત્યાં હારિકાનો ફોન આવે છે.
જયશ્રી ક્રિષ્ના,
શું કરો છો, જમી લીધું... ઘરે સૌ કેમ છે?
જયશ્રી ક્રિષ્ના ભાવિ લેખિકા, સૌ મજામાં છે તને સૌ યાદ કરે છે અને તારા વખાણ.. માસાને કેવું છે?
હંમ... એકદમ સરસ પણ એ તમારું માનશે એટલે હમણાં કોલેજ નહીં જાય.. અહીં સૌ તમારૂ માને છે... બસ હું જ ક્યાં...?!!
લે... હારિકા એવું કેમ બોલ્યા? તમે માનો જ છો...
હવે હું ગુસ્સો નહીં કરું હો જય.....

હું તમને જય કહી બોલાવું...
હારિકા.... તને ગમે છે તો મને પણ ગમે છે તું ખુશ રહે એ વધુ ગમશે.
ના એવું નહીં....તમને ગમશે હું જ્યારે તમને જય કહીં બોલાવું એ.. કયો મને?
હા...... હરિ.... હા ગમશે બાબા મને. ( ચહેરા પર બંને ને સ્મિત આવી જાય છે)
બંને એકબીજાને પસંદ કરે છે પણ હજી કોઈએ એ વાતની પહેલ કરી નથી. બીજે દિવસે બંને સાંજે લેખન માટે ઘરે મળે છે.
લેખન કરતા કરતા હારિકા કહે છે કે જય, હું હવે તમારા જોડે તોફાન, મસ્તી અને... હા બસ આ કરીશ હો...
અને.... શું?
બસ કંઇ નહીં ( એમ કહી હારિકા લખવાં લાગે છે. )
જયદીપને પણ ખ્યાલ આવી જાય છે કે હારિકા તેને પસંદ કરવા લાગી છે આમ તો ત્યારે જ ખબર પડી ગઈ હતી જ્યારે હારિકા એ કહ્યું હતું કે " હા, જાવ લેવી છે બહુ જ કાળજી લેવી છે."
હવે તો આ ગાઢ મિત્રતા ધીમે ધીમે પ્રેમ સ્વરૂપે પરિવર્તિત થવા લાગી હતી પણ આ બંનેને હજી આ વિશે ખબર પડી નહોતી. બસ એકબીજાં સાથે ની સંગત ખૂબ ગમતી એટલે સવાર સાંજ એકબીજાંને મેસેજ કરી ઢગલાબંધ વાતો કરતા હતા.
લેખન કરતી વખતે અચાનક હારિકા કહે છે જય, તમે મારાં જોડે શૉપિંગ કરવા આવોને મને ગમશે હો આપણે ક્યારે જઇશું કયો... તમે ફ્રી હોય એટલે કહો.
જયદીપ કહે છે, આપણે કાલે થોડું લેખન કરી શૉપિંગ કરવા જઈશું અને પછી આપણે મારા ઘરે જમી લઈશું, હું તમને મૂકી જઈશ.


બીજે દિવસે આયોજન પ્રમાણે શૉપિંગ કરવા જાય છે પણ હવે તો હારિકા... જયદીપને શું ગમે છે એ પસંદ કરે એ જ પહેરીશ. આ તરફ જયદીપ પણ હારિકા કહે એ જ રીતે પસંદગી મુજબ ખરીદી કરતો. શોપિંગ કરી બંને જયદીપના ઘરે જાય છે.
જયદીપના પપ્પા બંને ને સાથે આવતા જોઈ ધીમેથી કહે છે, સાંભળ... રાજકુમાર અને રાજકુમારી આવે છે હો...કેવાં સુંદર લાગે છે બંને આવ જલ્દી.
(ક્રમશઃ)