દૈત્યાધિપતિ - ૧૩ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - ૧૩

મનાલી તો ખૂબજ સુંદર છે, અહીં એક નદી વહે છે. ગાડીથી બાર જોતાં ઠંડો પવન વહે છે. પાણી ની ઉપર જોતાં વિશાલ પર્વત છે. આ પર્વત પર થોડીક - થોડીક બરફ છે. ધીમે - ધીમે રસ્તો પર થતાં આ પર્વત નજીક આવે છે. સુધા તેના ગામથી બહાર નહતી નીકળી, અને હવે, તે મનાલી હતી, તે પણ વિમાનમાં બેસી ને પહોંચીં હતી.

સુધાને ઠંડી લાગે છે. સખખત ઠંડી. સુધાથી આા ઠંડક સહન નથી થતી. આા વિશ્વસનીય છે. તે ગાડીમાં બેસી છે, પણ તે અડધી બેભાન છે. સ્મિતા અને એના વરે ઊંઘ ની ગોળી થી તેણે બેભાન કરી નાખી હતી. જ્યારે સુધાએ એના હાથ જોયા, તો તેની પર નિશાન હતા. લોહીના ડાઘા હતા. અને હાથ તો બંધાયેલાજ છે.

પછી સુધા "આહ" તેમ બોલી, તો સ્મિતા - આગળની સીટ બાર જે બેસી હતી - તે સાંભળી ગઈ. અને પાછળ ફરી હસ્વા લાગી.

'થેન્ક ગોડ યુ આર અવેક.' એને કહ્યું, પછી દૈત્યને હલાવ્યો અને સુધાને જોઈ તે હસ્યો.

સુધાના મોઢા પર કોઈ પટ્ટી ન હતી, અને તે બોલી, 'આપણે ક્યા છે?'

'તને કીધું તો હતું. મનાલી.'

'પણ કેમ!?'

'અરે.. આ પ્રશ્નતો તારે તારા માં - બાપને પૂછવું જોઈએ, કેમ તને મારુ ફેસ આપ્યો.'

'પણ આપલે મનાલી કેમ જઈએ છીએ?'

'આપણે મનાલીમાં છીએ.' દૈત્યએ તેને સુધારી.

'કારણકે તારે અમારું એક કામ કરવાનું છે.' સ્મિતાએ કહ્યું.

'પણ હું શું કામ કરું?'

'કારણ કે તારું મુખ મારા જેવુ છે.' સ્મિતા એ કહ્યું, અને ગાડી દૈત્યએ થોભી.

ગાડી એક હોટેલની બાહર ઊભી રાખી. આ હોટલના મોટા ઝાંપા પર અંગ્રેજીમાં 'The Vermillion Hotel' તેમ લખ્યું છે.

'જો સુધા, તારે એકદમ ચૂપ ચાપ આ ગાડીમાં બેસી રેહવાનું છે. નિરત તારી જોડે બેસસે. નિરત તને હું કહીશ એટલે અંદર લાવશે. કોઈ પણ ચાલાકી કરી છેને તો.. જોઈ લેજે!'
એમ કહીં સ્મિતા બહાર નીકળી, અને દરવાજો ખોલી તે વિશાળ હોટલની અંદર ગઈ.

'સુધા. યાદ છે તને આપણે પેહલી વાર આધિપત્યના સરોવર પાસે મળ્યા હતા.' નિરત કહે છે. નિરત સ્મિતાનો વર છે.

'હા.' કહી સુધા શાંત પડી જાય છે.

'મને એક વાત કેહશો.. મને અહીં કેમ લાવી?'

'એ તો.. સ્મિતા તને કહેશે. અને હા, મને "તમે" કહી ના પોકાર્તિ. આઈ ફિલ અનકમફરટેબલ.'

'ઓકે.' સુધાને પણ થોડુંક અંગ્રેજી આવડે છે. નિશાળે શીખી હતી.

'તું કેટલા વર્ષની છે.'

'વીસ.'

'મારા અને સ્મિતાના લગ્ન થવાના હતા, પણ પછી એને તું દેખાઈ ગઈ.'

સુધાનું ધ્યાન દરવાજા ઉપર હતું.. એને નિરત / દૈત્યની વાતમાં કોઈ રસ નહતો.. પછી તે હોટલને જોતાં નિરતને પૂછે છે, 'સ્મિતા રાઠવા છે, બરાબર?'

'હાં. અને હું નિરત પરિકર.' નિરત પરિકર નામ સુધાને ગમ્યું.

'તો શું તે ખુશવંત રાઠવાને ઓળખે છે?'

નિરત શાંત થઈ ગયો.

'હા, ઓળખે છે ને. ખુસવંત રાઠવા તે સ્મિતાના પપ્પા છે.'

'ઓહ..' આ સાંભળ્યા પછી સુધા પાસે શબ્દો નથી.

થોડાક સમય બાદ.. ફોન આવે છે. નિરત માંડ એક શબ્દ બોલ્યો હશે.

'ચલ,' કહી તે સુધાનો હાથ પકડે છે. સુધાનો હાથ કોઈ અજાણી વ્યક્તિએ પહેલા નથી પકડયો.

હોટલતો ખાસી મોટી છે. મોટી મોટી પેંટિંગ છે, અને આ હાહા.. શું મોટો ઝુંમર છે. અહીં એક લિફ્ટ છે. સુધા કોઈ દિવસ "લિફ્ટ" માં નથી બેઠી! સરસ, આ તો અતિ સરસ છે!

તે તો છક થઈ બધુ જોઈજ રહે છે.

પછી એ લોકો એક દરવાજા પાસે જાય છે. દરવાજો ખખડાઈ છે. અને સ્મિતા નિરત પાછળ દરવાજો બંધ કરી દે છે.

ખુશવંત રાઠવાની દીકરીએ તેને પૂરી દીધી છે.