અધૂરી નવલકથા - પાર્ટ 28 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 28

અજયે નવ્યા તરફ ફરીને કહ્યું કે મારે તને કશું કહેવું છે. નવ્યા પણ જાણતી હતી કે અજય શું કહેવા ઈચ્છતો હતો. પણ તે કશું કહે તે પહેલાં ત્યાં કોઈનો જોરથી અવાજ આવે છે. "નવ્યા."
નવ્યા અને અજય આ અવાજ સાંભળીએ ચોકી ઉઠ્યા. આખરે આ અજાણ્યા શહેરમાં તેને ઓળખાનાર કોણ હોઈ શકે. પણ જ્યારે નવ્યા એ અવાજ તરફ જોયું તો તેની આંખો પહોળી થઇ ગઈ.
અવાજ આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આરતી હતી. આરતી એક ચાલક હતી. પણ તે એટલી બધી ચાલક હતી તે નવ્યા ને જાણ ન હતી. આરતીએ તેને અજાણ્યા શહેરમાં એક પલભર મા શોધી લીધી હતી. જેનું પારાવાર આશ્ચર્ય નવ્યા ને થતું હતું.
"તું અહી કેવી રીતે." નવ્યા મહા મુશ્કેલી થી બોલી.
"તને શું લાગતું હતું કે તું મારી પાસે થી ભાગી જઈશ તો હું તને નહીં શોધી શકું. આરતી નામ છે મારું હું એક વખત જે ધારું છું તે કરીને જંપુ છું." આરતી નવ્યા પાસે આવતા બોલી. આરતી નામ સાંભળતા અજય ને લાઈટ થઈ કે આ નવ્યા ની બહેન છે. જેનાથી આ બધી રમઝાટ ઉભી થઇ.
આરતી નવ્યા પાસે આવતી હતી. સાથે સાથે વિરુ અને તેની સાથે બે બોડીગાર્ડ પણ હતા. સંકેત ભાવનગર આવ્યો હતો પણ તે હોટેલે હતો. દિવ્ય કારમાં બેચી ને આરતીની પ્રતીક્ષા કરતો હતો.
"તું અહીં કેવી રીતે પહોંચી." નવ્યા એ સવાલ કર્યો. આ સવાલ અજયના મનમાં પણ ચાલતો હતો.
"તને શોધવી મારા વિચાર્યા કરતા સહેલું હતું. અજયની ફેસબૂક આઇડીમાં તેનો અડ્રેસ હતો. અમે તેના ઘરે અજયને મળવા ગયા. પણ ત્યાંથી જાણવા મળ્યું કે અજય કોલેજ આવ્યો છે. અજયે પોતાની આઇડીમાં કોલેજનું નામ અને લોકેશન પણ રાખ્યું હતું. આથી કોલેજ શોધવામાં આસાની થઈ. અહીં કોલેજમાં થોડીવાર અજયને શોધ્યો. પણ અમને જ્યારે ખબર પડી કે અહીં એક ગાર્ડન પણ છે. એટલે અમે ગાર્ડનમા ચેક કરવા આવ્યા. ત્યાં તો અમને અજય સાથે નવ્યા પણ મળી." આરતી એ નવ્યા ને અહીં કેવી રીતે પહોંચી તે સમજાવતા કહ્યું.
"ઓહ, મિસ્ટર અજય. હું આરતી. નવ્યા ની મોટી બહેન." આરતીએ અજય તરફ હાથ લંબાવતતા કહ્યું.
"હું અજય." અજયે હાથ મેળવતા કહ્યું.
​ "હું જાણું છું." આરતી.
"હું પણ તને જાણું છું એક સ્વાર્થી સ્ત્રી." અજય.
"તો એમ વાત છે. તને મારી બહેને મારા વખાણ પણ કરી દીધા છે. ઓહ મારી બેન મને ખુબ યાદ કરતી લાગે છે. નવ્યા હવે તારે મારી યાદોના સહારે રહેવાની જરૂર નથી. હું આવી શુકી છું તને લેવા." આરતી કાલાવાલા કરતા બોલી.
"તને શું લાગે છે તું મને કહીશ તો હું તારી સાથે આવીશ." નવ્યા એ આરતીને કહ્યું.
"વિરુ, મેં તને કહ્યું હતું ને મારી બેન નવ્યા નો આ જ જવાબ હશે. આખરે હું મારી બહેનને સારી રીતે ઓળખું છું." આરતીએ વિરુને કહીને નવ્યા ને પોતાની સાથે લહી ચાલવાનો ઈશારો કર્યો.
આ સાથે જ વિરુ અને તેના બોડીગાર્ડ હરકત મા આવ્યા. તેને જોઈને અજયે નવ્યા ને પાછળ રહેવાનું કહ્યું અને પોતે આ બધા ને સાંભળશે તેવો આંખો થી ઈશારો કર્યો. પણ અજય હજી આ બોડીગાર્ડ સામે નાનો બાળક સમાન હતો. આથી અજય ને એક બોડીગાર્ડ પકડી રાખ્યો. વિરુએ નવ્યા ના વાળ પકડીને તેની સાથે લહી જવા લાગ્યો.
આરતીને એમ હતું કે તે હવે નવ્યા ને પકડવામા સફળ થઈ છે. પણ વિરુએ નવ્યા ને ગાર્ડનના બીજા દરવાજા તરફ લઈ જવા લાગ્યો. આરતીને ખ્યાલ આવી શુકયો હતો કે વિરુ તેની સાથે દગો કરી રહ્યો છે આથી તેણે તેની સાથે રહેલા બીજા બોડીગાર્ડ ને ઈશારો કરીને વિરુને પકડવાનું કહ્યું. બોડીગાર્ડ વિરુ તરફ જવાના બદલે આરતી તરફ આવ્યો. આરતીને એમ લાગતું હતું કે અહીં બધું જ તેના કન્ટ્રોલમા હતું પણ એવું ન હતું. સત્ય હકીકત અહીં અલગ હતી. વિરુ અને તેની સાથે રહેલા બોડીગાર્ડ આરતી સામે થયા હતા.
વિરુ જે તરફ ચાલી રહ્યો તે બાજુ થી નયન અને દિલીપભાઈ આવ્યા. નયન અને દિલીપભાઈ ને જોઈને આરતીને આઘાત લાગ્યો. નવ્યા પણ તેને જોઈને ડરી ગઈ. આખરે જ્યારે નવ્યા ની લાઈફ પાટે ચડવાની હતી ત્યાં તેના પર મુસીબત તૂટી પડી. આ બાજુ અજય બોડીગાર્ડથી પોતાને છોડાવા મથતો હતો. પણ અજય પાસે તેટલી તાકાત ન હતી કે તે બોદિગાર્ડથી છૂટી શકે.
દિલીપભાઈ આવીને સીધા નવ્યા તરફ આવ્યા અને તેને એક થપાટ મારી. અને કહ્યું. "તે મારી જિંદગી બરબાદ કરી નાખી. તારા કારણે મને કરોડપતિ થવાનું સ્વપ્ન પૂર્ણ થવાનું હતું. પણ હવે તે શક્ય નથી. હું જેની સાથે તારા લગ્ન કરવાનો હતો તેને કોઈક બીજું મળી શુકયુ છે." આટલું બોલ્યા બાદ નવ્યા ને ફરીવાર એક થપાટ મારી.
આ જોઈને નયનને નવ્યા પ્રત્યે દયા આવવા લાગી. દિલીપભાઈ એ ત્યાર બાદ આરતી તરફ દોડ્યા અને તેને પણ મારવા લાગ્યા. આખરે આરતીની ચાલાકી દિલીપભાઈ જાણી શુકયા હતા. વિરુએ તેમને બધું કહી દીધું હતું.
આરતી દિલીપભાઈ ના હાથે માર ખાતી હતી. એ જોઈને નવ્યા તેના કાકા પાસે જઈને આરતીને મારતા અટકાવવા લાગી અને કહ્યું. " કાકા, આરતીને ન મારો. આમા આરતીનો કોઈ વાંક નથી. જે પણ ભૂલ છે તે મારી છે."
દિલીપભાઈ એ આરતીને છોડીને નવ્યા ને મારવા લાગ્યા. નવ્યા એ તેને માર ખાતા બચાવી હતી તે સાંભળીને આરતીને રડવું આવતું હતું. પોતાના સ્વાર્થ માટે તે નવ્યા નો જેવી રીતે ઉપયોગ કર્યો હતો એ વિચારી આરતીને પછતાવો થતો હતો. આટલું બધું તેણે નવ્યાને હેરાન કરવા કર્યું છતાં તે તેને બચાવા આગળ આવી હતી આ જોઈને આરતીને નવ્યા તરફ નો વલણ બદલાય ગયો હતો.
હાલ દિલીપભાઈ ગાંડા તુર થયા હતા. તેને કોઈ પણ સંજોગોમાં કરોડપતિ થવું હતું પણ નવ્યા એ તેના સ્વપ્ન પર પાણી ફેરવ્યું હતું. આથી તે આજે માનવ મટીને પોતાનું દાનવ સ્વરૂપ બતાવી રહ્યા હતા. નયને હવે નવ્યા પ્રત્યે દયા આવતા તે તેના પપ્પા પાસે આવી ને નવ્યા ને છોડવા લાગ્યો.
આરતીને પોતાની જાત પર પછતાવો થતો હતો. હવે નવ્યા ને બચાવા ઈચ્છતી હતી. આથી તેને પોતાની પાસે રહેલી રિવોલ્વર તેના પિતા સામે તાકી ને કહ્યું. "પપ્પા તમે નવ્યા ને છોડો."
આરતી પાસે બંદૂક હતી. જેનું નાળશું દિલીપભાઈ સામે તાકેલું હતું. નવ્યા પોતાને સોડાવાનો પ્રયત્ન કરતી હતી. નયન દિલીપભાઈ પાસે નવ્યા ને છોડાવા આવી રહ્યો હતો. વિરુ અને તેનો એક બોડીગાર્ડ એકબાજુ ઉભા આ બધો તમાચો જોઈ રહ્યા હતા. અજય અજી પણ પોતાની જાતને સોડાવા પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં આરતીએ દિલીપભાઈ સામે ગન રાખી.
"નવ્યા ને છોડો" આરતી આ વખતે થોડા મોટેથી બોલી. આરતીની આંખ માં ગુસ્સો સાફ સાફ દેખાઈ રહ્યો હતો. આ ગુસ્સાને જોઈને દિલીપભાઈ એ નવ્યા ને છોડી મૂકી. નવ્યા મુક્ત થતા આરતી પાસે આવી.
"એ છોકરા ને પણ છોડો." આરતીએ અજય તરફ ઈચારો કરતા કહ્યું.
વિરૂના કહેવાથી બોડીગાર્ડે અજયને છોડી મુક્યો. અજય છૂટતાની સાથે નવ્યા પાસે આવ્યો.
"તમે બંને અહીંથી નીકળો." આરતીએ નવ્યા અને અજયને અનુલક્ષીને કહ્યું.
"પણ તને.." નવ્યા બોલતી હતી ત્યાં તેને અટકાવીને આરતી બોલી "હું આ લોકોને તમારી પાછળ આવતા રોકુ છું."
આરતીનું કહ્યું માનીને અજય અને નવ્યા બગીચા બહાર જવા લાગ્યા. દિલીપભાઈ , નયન, વિરુ અને તેના બે બોડીગાર્ડ આરતી સામે નિશસ્ત્ર ઉભા હતા.
"તે ભાગીને પણ અમારાથી નહીં બચી શકે." દિલીપભાઈ બોલ્યા જ હતા ત્યાં બગીચાની બહાર નીકળેલા અજય અને નવ્યા માંથી અજય ને કોઈએ જોરથી ધક્કો માર્યો હોય તેમ તે હવા મા ઉછળીને બગીચામાં પડ્યો.
તેની પાછળ થી સંકેત અને તેના બે બોડીગાર્ડ આવી રહ્યા હતા. સંકેત ના એક હાથે નવ્યા ના માથાના વાળ પકડી રાખ્યા હતા.
(વધુ આવતા અંકે)