શાકમાર્કેટમાં અચાનક દોડધામ મચી ઉઠી હતી. તેનો લાભ લહીને નવ્યા ભાગી હતી. સંકેત આ બધું શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં તેની બાજુમાં બેઠેલી નવ્યા કારનો દરવાજો ખોલીને ભાગી શુકી હતી.
સંકેત કશું સમજે તે પહેલાં નવ્યા ભાગી ચુકી હતી. નવ્યા ને ભાગતા જોઈ ને સંકેતે તેના બોડીગાર્ડ ને નવ્યા પાછળ દોડી તેને પકડવાનું કહ્યું. પણ નવ્યા તેમને ક્યાંય નજરે ચડતી ન હતી. નવ્યા ભાગી રહેલી ભીડ નો એક ભાગ બની ચુકી હતી. આથી તેને શોધવી અઘરી હતી. પણ તેને શોધવા સંકેત ના બોડીગાર્ડ ભીડ સાથે દોડી રહ્યા હતા. આજુબાજુ અને આગળ નજર કરીને નવ્યા ને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
આરતી કારમાં બેઠી હતી ત્યારે તે ચિંતિત હતી. સંકેતને કોઈ શક ન થાય કે તે જેની સાથે આજ સુધી વાત કરતો હતો તે આખરે નવ્યા ન હતી. તેને અને સંકેતે ખૂબ બધી વાતચીત ફોનના મારફતે કરી હતી. જે વિશે નવ્યા જાણતી ન હતી. જો સંકેત કોઈ એવો પ્રશ્ન કે એવી વાત કરશે કે જે તેણે સંકેત સાથે કરી હોય તો નવ્યા મુંઝવણમાં પડશે. નવ્યા દ્વારા કોઈ એવો જવાબ ભૂલથી અપાશે તો નવ્યા ની સાચી હકીકત સંકેત ને ખબર પડી જાશે. પણ આરતીએ નવ્યા ને ચૂપ રહેવાની સલાહ આપી હતી. કોઈ પ્રશ્ન પૂછે તો તેનો ખૂબ વિચાર કર્યા બાદ જ જવાબ આપવો.
આરતી ચિંતિત હતી તો ત્યાં નવ્યા કાર માંથી ભાગતી આરતીને દેખાની. આરતી ને પહેલા વિશ્વાસ ન આવ્યો કે નવ્યા ભાગી રહી છે. પણ તે સત્ય હતું નવ્યા ભાગી રહી હતી. આરતીને પણ થયું કે નવ્યા પાછળ દોડીને તેને પકડી પાડે. પણ તે કાર માંથી બહાર નીકળવામાં અક્ષમ હતી. આરતી જે કારમાં બેઠી હતી તે હાલ એક વીજળીના સ્થંભ પાસે આવીને ઉભી હતી. જો આરતીને કાર નો દરવાજો ખોલવો હોય તો કારને થોડી આગળ ચલાવી પડે. પણ કાર આગળ સંકેત ની કાર હતી. આથી દિવ્ય કાર આગળ કરી શકે એમ ન હતો. જો આરતી બીજા દરવાજે થી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો સમય વધુ જાય એમ હતો.
@@@@@
સંકેત માર્કેટની બહાર અને તેનાથી આગળ એક ખુલ્લા મેદાનમાં કાર ઉભી રાખી બહાર આવી આરતી તરફ ગુસ્સો બતાવતા હતાં. આરતીએ બનાવેલો પ્લાન એક જ મિનિટમાં નવ્યા એ નિષ્ફળ કરી મુક્યો હતો.
આરતી માટે આનો પણ એક રસ્તો હતો. આરતીએ સંકેત ને બધી સત્ય હકીકત કહેવી પડશે. પણ આરતીએ ક્યાંય પોતાનું નામ ન આવે તે રીતે સંકેતને સત્ય હકીકત કહેવા લાગી. નવ્યા તેની સાથે આજ સુધી ફક્ત ટાઈમ પાસ કરી રહી હતી. તેમાં ફક્ત નવ્યા તેના ઘરેથી ચોરી કરીને જતી રહેવાની છે તે ન કહ્યું. આરતી જાણતી હતી કે જો સંકેત ને સંપૂર્ણ સત્ય હકીકતની જાણ થશે તો તેનું પણ અહીંથી બચવું મુશ્કેલ થશે. સંકેત સત્ય સાંભળીને આરતી પર વધુ ગુસ્સે થયો.
"તે મારી સાથે રમત રમી. તને ખબર છે કે હું કોણ છું" સંકેત ગુસ્સે થતા કહ્યું.
"નવ્યા તમને નહીં પણ અજય નામના છોકરા ને પ્રેમ કરતી હતી. તમારી સાથે તે ફક્ત રમત રમતી હતી." આરતીએ કહ્યું.
"તો આજ સુધી મને કોઈ રમાડી રહ્યું હતું. હું આ નવ્યા ને નહીં છોડું." સંકેત ગુસ્સે થતા કહ્યું.
"નવ્યા ને શોધવા માટે હું તમારી મદદ કરીશ." આરતીએ કહ્યું.
"મને તારી પર ભરોસો નથી. તું નવ્યા ની બહેન છો. તું તેની સાથે છો." સંકેત.
"હું આજ સુધી તેની વિરોધી જ રહી છું. જો તમારે નવ્યા ને શોધવી હશે તો મારી મદદ ની જરૂર અવશ્ય પડશે." આરતીએ કહ્યું.
"તારા વિના પણ અમે નવ્યા ને શોધી શકીએ છીએ." સંકેત.
"મારી પાસે નવ્યા ની આઈડી અને પાસવર્ડ છે. નવ્યા અજય નો કોન્ટેક કરશે જ એટલે આપણે તેની પાસે પહોંચી જશું." આરતીએ કહ્યું.
"તારૂ કહેવું સાચું છે. આને પણ આપણી સાથે લહી ચાલો." સંકેતે તેના બોડીગાર્ડ ને કહ્યું.
@@@@@
સવાર પડતાની સાથે જ દિલીપભાઈ ઝડપથી નીચે આવ્યા. નયન પણ તેમની પહેલા તૈયાર થઈને હોલ માં બેઠો હતો.
"નવ્યા ને ક્યાં રાખી છે?" થોડા ટોસડા આવાજે નયનને દિલીપભાઈ એ પૂછ્યું.
"તેના રૂમમાં." નયને દિલીપભાઈ ની સામું જોયા વગર જ જવાબ આપતા કહ્યું.
"તું પાગલ છો. તે પહેલાં પણ ત્યાંથી ભાગી ચુકી છે." દિલીપભાઈ નવ્યા ના રૂમ તરફ આગળ વધતા કહ્યું.
"આ વખતે તે નહીં ભાગી શકે. મેં બરાબર બધું ચેક કર્યું છે." નયન દિલીપભાઈ પાછળ જતા બોલ્યો.
દિલીપભાઈ એ દરવાજો ખોલ્યો તો બેડ પર નવ્યા સૂતી હતી. દિલીપભાઈ એ તેની પાસે જઈને તેને ઉઠાડવા માટે તેના પરથી ચાદર ઉઠાડી તો તેની આંખો સામે નવ્યા ના બદલે ઓચીકા અને તકિયા હતા. નયન ને પણ આ સમજ મા આવતું ન હતું કે આ કેવી રીતે શક્ય છે.
"તું તો કહેતો હતો કે નવ્યા આ વખતે નહીં ભાગી શકે." દિલીપભાઈ નયન તરફ આવતા ગુસ્સાથી બોલ્યા.
નવ્યા ઘરે ન હતી. નયન, દિલીપભાઈ અને હાર્દિક નવ્યા ને અમદાવાદથી કાલે રાતે ઘરે લાવ્યા હતા. પણ આજે સવારે તે ઘરે ન હતી. નયન ને આ વાત થઈ. દિલીપભાઈ ગુસ્સે હતાં. તેને કરોડપતિ થવાનું ખ્વાબ તૂટી રહ્યું હતું. જ્યારથી તેને નવ્યા ની જરૂર પડી છે ત્યારથી નવ્યા તેનાથી દૂર જતી રહી છે.
નમ્ય હાલ ઘરે હતો તે કાલે રાતે સમીર અને નૂરને મળવા ગયો હતો. પણ હાલ સવારે જ તે ઘરે પાછો આવી ચુક્યો હતો.
હાર્દિક આજે સાંજે વડોદરા કોઈ બહાનું નિકાળીને જવાનો હતો. નવ્યા ના કારણે તેને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. તે હાલ ક્યાં હતો તેની કોઈને જાણ ન હતી.
@@@@@
આરતી અને સંકેતનો ખાસ માણસ વિરુ હાલ ભાવનગર હતો. આરતીને ખ્યાલ હતો કે નવ્યા ભાવનગર સિવાય બીજે ક્યાંય ન જય શકે. આથી તે, દિવ્યા અને સંકેતનો ખાસ માણસ કહી શકાય એ વુરું તેની સાથે ભાવનગર આવ્યો હતો.
આરતીને જાણ હતી કે વિરુએ તેના ભાઈ ને તેના વિશે જરૂર કહ્યું હશે. પણ આગળની કોઈ પણ માહિતી નયન સુધી ન પહુચે તેના વિશે આરતી વિચારી રહી હતી.
આરતી થોડીવારે અને થોડીવારે નવ્યા ની ફેસબૂક આઈડી ચેક કરી જોઈતી હતી. આરતીને વિશ્વાસ હતો કે નવ્યા કોઈક દિવસ તો અજયને કોન્ટેક કરવા મેસેજ કરશે.
@@@@@
વિરુ એ જ્યારે નયન ને આરતી વિશે કહ્યું ત્યારે તેને વિશ્વાસ ન આવ્યો. નવ્યા સાથે આરતી પણ સંકરાયેલી હતી તે અવિશ્વાસનિય હતું. દિલીપભાઈ ને આ જાણકારીથી આઘાત લાગ્યો હતો.
દિલીપભાઈ અને નયન વધુ વિચાર કર્યા વિના ભાવનગર જવા નીકળી ચુક્યા હતા. તેમની પાસે એક બીજી પણ મુંજવણ હતી કે આખરે હાર્દિક કોઈને કહ્યા વિના ક્યાં જતો રહ્યો. પહેલા તેમને નવ્યાને ભગાડવાના હાર્દિકનો હાથ લાગતો હતો પણ પાછળથી જ્યારે ખબર પડી કે આરતી ભાવનગર નવ્યા ને શોધવા જાય છે તો હાર્દિક પરથી શક ઓછો થયો. દિલીપભાઈ અને નયન હાલ ભાવનગર તરફ જઈ રહ્યા હતા.
@@@@@
નયન મારફતે નમ્ય ને જાણ થઈ હતી કે નવ્યા કદાસ ભાવનગર છે આથી તેને સમીર અને નૂર ને તૈયાર કરી ભાવનગર જવાનું વિચાર્યું. પણ સમીર થોડો બુદ્ધિ શાળી હતો. તેને ખ્યાલ આવ્યો હતો કે નવ્યા ને ત્યાંથી લાવવી મુશ્કેલ છે. આથી તેને પોતાના પૈસાના જોરે છ બોડીબિલ્ડર વ્યક્તિને સાથે લીધા. જે તેના એક પરફેક્ટ બોડીબિલ્ડર હતા. આ છ ના કારણે નમ્ય માં થોડી વધારે હિંમત આવી.
હાર્દિક વડોદરા પહોંચીને નવ્યા ની રાહ જોતો હતો. તેના વિચારવા બદલ નવ્યા ને હાલ વડોદરા હોવું જોઈએ હતું. પણ તે ત્યાં ન હતી. આથી તે ફરી વાર કોઈ મુસીબત મા પડી હશે.
હાર્દિક સાથે તેના બે દોસ્ત હતા. પણ તે હાર્દિકના ગામના ન હતા. તે અહીંના વડોદરા ના હતા. નવ્યા સાથે હાર્દિક બેંગ્લોર જતો રહેવાનો હતો. ત્યાં હાર્દિકા ના સર તેને મળવાના હતા. ત્યાંથી આગળ નું નક્કી કરવાનું હતું. પણ હાલ નવ્યા જ આવી ન હતી. આથી નવ્યા ની રાહ જોવી હિતાવહ હતી.
એક દિવસ રાહ જોયા બાદ હાર્દિકે ભાવનગર જવાનું વિચાર્યું. આથી હાર્દિક સાથે હતા તેના બે દોસ્તમાંથી એકે હેલિકોપ્ટરથી ભાવનગર તરફ આગળ વધ્યા.
બધા પોતાના સ્વાર્થ માટે નવ્યા નો ઉપયોગ કરવા નવ્યા ને શોધી રહ્યા હતા. કોઈ ને નવ્યા ની ચિંતા ન હતી. કોઈને નવ્યા ની પડી ન હતી.
એક નવ્યા જે બધા ના સ્વપ્ન માટે આવશ્યક હતી. પણ નવ્યા કોની સાથે જશે તે તો ભવિષ્યની ગર્ત મા હતું.