નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 14. Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 14.

નીલગગનની સ્વપ્નપરી ...!!
સોપાન 14.

મિત્રો, સોપાન 13માં આપણે જોયું કે પરિતા તેના પરિવાર સહ હરિતાને મળવા હોસ્પિટલમાં આવી.
બંને બહેનો એકબીજાને ગળે લગાડી રડી. વાતો કરતા હતાં ત્યાં હરિતાને ચા પીવાનું મન થયું. હર્ષ અને પરિતા બંને કેન્ટિનમાં ગયા. બંનેનું રમઝટને માણવાનું આયોજન. પરિતાએ ઘેર જતા સુધી હર્ષનો સહવાસ ન છોડ્યો. પરિતાએ નવરાત્રી માણી અને પોતાને મનથી ધારેલી લવરાત્રી સફળ બનાવવાનો પણ છેલ્લો દિવસ પણ માણ્યો જે તેના જીવનની વસંતના આગમનનો પ્રથમ દિવસ બની ગયો. કાલે મળવાના વચન સાથે !
હવે આજે તો દશેરા ... માણો જલેબી ને ફાફડા સાથે

સોપાન ... 14માં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ...!!
સોપાન 14.

હર્ષના મમ્મી-પપ્પા હોસ્પિટલથી આવી ગયા. પછી બંને પરવારી ચા-નાસ્તો લઈને હોસ્પિટલ ચાલ્યા ગયા. હરેશભાઈ ચેતનાબહેનને સરસ્વતીબહેન પાસે હોસ્પિટલ મૂકી ઓફિસમાં ચાલ્યા ગયા. હર્ષ પોતાના ઘરે બેઠો હતો ત્યાં પરિતાના ઘરનો રસોડાનો સામાન લઈ ટેમ્પો આવ્યો. પરિતાએ આવી હર્ષને આ સંદેશો આપ્યો. હર્ષ પોતાનું ઘર બંધ કરી પરિતાના ઘરે ગયો. પરિતા અને તેનાં મમ્મી રસોડું ગોઠવતાં હતાં. તેઓએ આ દરમિયાન કેટલીક રસોઈ બનાવવાની શરૂઆત કરવા હર્ષના ઘરના ગેસ વાપરવાનું વિચાર્યું અને તેમણે બનાવવાની ચાલુ કરી દીધી. આથી હર્ષ પરિતા સાથે પોતાને ધેર આવી ગયો. બંને પરિતા રસોડામાં ધ્યાન રાખતી હતી. સોનલબહેન રસોઈ જોવા થોડી થોડીવારે આવતાં અને પરિતાને જરુરી સૂચના કરતાં.
જો કે હર્ષ મોડો ઊઠ્યો હતો તેથી હજુ સુધી ચા પીધી ન હતી. ચેતનાબહેન બધું જ કામ પતાવીને તો ગયાં હતાં પણ હર્ષ મોડો ઊઠ્યો તેથી તેણે પોતાનાં કપડાં પાવડરમાં બોળીને મૂક્યાં હતાં. જે પરિતાએ બાથરૂમમાં જોયાં. હર્ષ અને પરિતાએ સાથે મળીને મશીન ચાલું કર્યું અને કપડાં ધોવા માટે મૂકી દીધાં. આ પછી પરિતાએ ચા બનાવી બંનેએ સાથે મળી ચા અને નાસ્તો કર્યો. પછી હર્ષે તેના મિત્રને ફોન કરી ગઈકાલે જે ભણાવ્યું તે પૂછી પોતાના રૂમમાં જઈ તૈયારી કરવા લાગ્યો. હર્ષને મન ભણતર પ્રથમ સ્થાને હતું. તે હવે સમજી ચૂક્યો હતો કે ઉત્તમ કારકિર્દી હશે તો જ જીવન જીવવાની મજા આવશે. જો કે ભણવાની બાબતે હરિતા અને પરિતા પણ પાછી પડે તેમ ન હતી. પરિતા પણ પ્રથમ પરીક્ષામાં 83.63 % મેળવી પાસ થઈ હતી.
હવે પરિતાના ઘરે રસોડું ગોઠવાઈ ગયું હતું. તેથી બાકીની રસોઈ તેમના ઘરે શરૂ થઈ. બીજો સામાન પણ જેમ આવતો ગયો તેમ હર્ષ અને પરિતા તેની ગોઠવણીમાં મદદ કરતા ગયા. આ પછી હર્ષ પોતાના ઘેર આવી રૂમમાં વાંચવા બેઠો.તે તેની રૂમમાં વાંચતો હતો ત્યાં પરિતા આવી, મશીનમાંથી કપડાં કાઢી બાલ્કનીમાં સૂકવવા ગઈ. પાછી આવી મુખ્ય દ્વારની જારી અંદરથી બંધ કરી હર્ષના રૂમમાં આવી અને હર્ષના ગાલે એક ચુંબન કરી ભાગી અને બોલી બપોરે મળીશ.
હર્ષના મમ્મી-પપ્પા આવ્યા. હરિતાના પપ્પા પણ આવી ગયા હતા. રવિન્દ્રભાઈ એ બધાને જમવા માટે બોલાવ્યા. જમીને હરિતા માટે જમવાનું ટીફીન લીધું અને હર્ષને લઈને હોસ્પિટલ જતા હતા તો પરિતા પણ હોસ્પિટલ જવા તૈયાર થઈ. તેની મમ્મીએ તેને સમજાવી પણ તે એકની બે ન થઈ. તેના પપ્પાએ તેને છૂટ આપી એટલે તે હરેશભાઈ અને હર્ષ સાથે જ હોસ્પિટલ પહોંચી. બંનેને સાથે આવેલા જોઈ હરિતા આનંદમાં આવી ગઈ. સરસ્વતીબહેને હરિતાને થોડું જમાડી અને પછી હરેશભાઈ સરસ્વતીબહેનને ઘેર મૂકવા માટે ગયા.
હરિતા અને પરિતા એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં, તો હર્ષ બીજા પલંગમાં આરમથી ઊંઘી ગયો હતો. આ બાજુ હરિતાની આંખો ઘેરાતાં તે પણ બગાસાં ખાતાં ખાતાં ઊંઘી ગઈ. પરિતા એકલી પડી એટલે તેણે બારણું અંદરથી બંધ કર્યું અને ફફડતા હૈયે હર્ષને બાઝીને સૂઈ ગઈ. હર્ષનો કોઈ વિરોધ ના થયો. થોડીવારમાં તો પરિતા પણ ઊંઘી ગઈ. હર્ષે તેને અલગ કરી અને ગાલે ચુંબન કરી હરિતા પાસે આવ્યો. તેણે હરિતાના હોઠ પર હોઠ મૂકી દીર્ઘ ચુંબન લીધું તો હરિતાની આંખ ખૂલી. તેણે હર્ષને પોતાના બાહુમાં લેવા પ્રયત્ન કર્યો તો હર્ષે મના કરી. તો તેણે હર્ષના કપાળે ચુંબન કર્યું.
હર્ષે ઊભા થઈ રૂમનો અંદરથી બંધ આગરો ખોલી ખુરશી લઈ હરિતા પાસે બેઠો. ઘડિયાળમાં 03:00 વાગવા આવ્યા. હર્ષ કેન્ટિનમાં ગયો અને ત્રણ ચા લઈને આવ્યો. હર્ષ પાછો આવ્યો ત્યારે પરિતા જાગી ગઈ હતી. હર્ષ હરિતા પાસે બેઠો અને પરિતા પણ તેની બાજુમાં ખુરશી લઈને બેઠી. હર્ષે હરિતાને ચા-નાસ્તો કરાવ્યો અને પોતે પણ કર્યો. આ સાથે પરિતાએ પણ હર્ષ અને હરિતા સાથે ગોષ્ઠિ કરતાં કરતાં ચા-નાસ્તો કરી લીધો. પછી પરિતાએ વાસણ પણ સાફ કરી દીધાં. થોડીવારમાં રવિન્દ્રભાઈ અને સોનલબહેન સાથે હરિતાના મમ્મી અને પપ્પા, હર્ષનાં મમ્મી તથા રુદ્ર અને કવિતા આવ્યાં. પંદર-વીસ મિનિટ પછી હરિતાના પપ્પા અને રવિન્દ્રભાઈ જવા તૈયાર થયા એટલે હર્ષ અને પરિતા પણ તેમની સાથે ઘેર જવા માટે નીકળ્યા. રવિન્દ્રભાઈએ હરસુખભાઈને દુકાને મૂકી દીધા પછી ફાફડા અને જલેબી ખરીદી ઘર તરફ જવા નીકળ્યા.
ઘેર પહોંચી રવિન્દ્રભાઈએ પરિતાને ચા બનાવવા
કહ્યું. હર્ષને પણ ચા માટે બોલાવ્યો. હર્ષ સાથે તેમણે ફાફડા-જલેબીનો નાસ્તો કરતાં કરતાં શાળા અભ્યાસ બાબતે ચર્ચા કરી. હર્ષના કારકિર્દી અંગેના વિચારોથી તે ઘણા પ્રભાવિત થયા. હર્ષને તેમણે આશીર્વાદ પણ આપ્યા. એટલામાં પરિતા ચા લઈને આવી.
ચા પીધા પછી રવિન્દ્રભાઈએ વાતને આગળ વધારતાં પરિતાની ઉજ્જવળ કારકિર્દી માટે હર્ષનો સહયોગ માગ્યો. હર્ષ તેમને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સહયોગની ખાત્રી આપતાં બોલ્યો કે, "અંકલ, હું, પરિતા અને હરિતા ત્રણે પરિવારની રોનક છીએ. અમે સ્વપ્રયતનો થકી એક ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી ઉત્તમ જીવન બનાવી સમાજમાં એક મિશાલ બનીશું. આપ સૌની ઈચ્છા કે ધારણા મુજબ નહીં પણ અમારા પોતાના વિચારોથી ઘડાયેલી અમારી સ્વતંત્ર વિચારસરણી મુજબ અમે ત્રણે અમારા જીવનનું ઘડતર કરીશું." આવા અનેરા વિચારો સાંભળી રવિન્દ્રભાઈએ હર્ષની પીઠ થાબડી. હર્ષે તેમના ચરણસ્પર્શ કર્યા.
આટલી વાતો થયા પછી રવિન્દ્રભાઈ મિલમાંથી ફોન આવતાં તે કામરેજ ગયા અને હર્ષ તેના ઘરે જવા રવાના થયો. ઘરમાં પરિતા એકલી પડી, તે હર્ષની તેના પપ્પા સાથેની વાતચીતથી ઘણી જ પ્રભાવિત બની. હર્ષને તે પોતાના દેવતાના સ્વરૂપમાં નિહાળી રહી. તે સીધી હર્ષ પાસે પહોંચી ગઈ.
હર્ષ કાલે સ્કૂલે જવાનું સમય-પત્રક ગોઠવી રહ્યો હતો. પરિતા તેને બાઝી પડી અને તેની છાતીમાં માથું મૂકી રડવા લાગી એટલે હર્ષે તેના માથે હાથ ફેરવ્યો તથા તેની પાઠ થાબડી. આ પછી પરિતાની હડપચી પકડી મુખ ઉપર કર્યું અને તેના હોઠ પર હોઠ મૂકી ચુંબન કરતાં તેને પલંગ પર સુવડાવી. પરિતાએ હર્ષને પોતાની તરફ ખેંચ્યો એવો જ તે તેના ઉપર આવી ગયો. તે બન્ને આમ જ પળવાર સૂતા રહ્યાને હર્ષ તરત જ ઊભો થઈ ગયો.
ત્યારબાદ હર્ષે પલંગ પર બેસી પરિતાના કપાળ પર હાથ ફેરવતાં કહ્યું કે, "પરિતા, તું મારા જીવનનો એક ભાગ છે. આપણું આ જીવન તો છે જ, પણ પ્રથમ સ્થાન આપણી કારકિર્દીનું રહેશે. આપણે ત્રણ અલગ દેહે આત્માથી ઐક્ય સાધી એવું કંઈક આ સમાજ સમક્ષ મૂકીએ કે જેથી દરેકને બોધ મળે. હું, તું અને હરિતા જેમાં દેહ ત્રણ પણ જાનથી એક જ છીએ. સાથે રહીશું ને સાથે જીવીશું." આમ પરિતાએ પોતે હર્ષની એકાત્મકતાની ભાવના સ્વીકારી તેના આદેશને શિરે ચઢાવશે તેવી બાંહેધરી આપી, તો હર્ષે પણ તેને મર્યાદામાં રહી કારકિર્દીમાં બાધારૂપ ન બને તેવી તેની ઈચ્છાઓના તુષ્ટિકરણનું પણ સમર્થન કરશે તેવું વચન આપ્યું
પરિતા હવે પલંગમાંથી બેઠી થઈ અને તણે હર્ષને ત્રિકોણમિતિના દાખલા શીખવાની વાત કરી. હર્ષ તેને શીખવાડવા સંમતિ આપી એટલે તેના ફ્લેટમાં જઈને ગણિત અને નોટબુક લઈને આવી. હર્ષે પરિતાને ડેરી મિલ્ક આપી તો તે એકદમ આનંદના અતિરેકમાં આવી અને નાચવા લાગી. હર્ષે તેને હાથ પકડી પોતાની બાજુમાં બેસાડી ખૂબ જ સરળ રીતે સમજ આપી દાખલા શીખવાડ્યા. પરિતાને આખું પ્રકરણ સરસ સમજાઈ ગયું. આજના આ આભાર સ્વરૂપે પરિતાએ હર્ષના ગાલે ચુંબન કર્યું, તો હર્ષ પણ સામે પ્રતિભાવ રૂપે તેને હગ કરી લીધી. આમ બંને જણે સજાગ રહી મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના જ પરસ્પર એકબીજાની હૂંફ માણી.
એટલામાં હરેશભાઈ સાથે બધા આવ્યા ત્યારે પરિતા પોતાના દાખલા ગણતી હતી અને હર્ષ તેનું હોમવર્ક કરતો હતો. પરિતા તેના મમ્મીને ચાવી આપી ડીશમાં ફાફડા-જલેબી લઈને આવી. આ ડીશ તેણે ચેતનાબહેને આપી અને પોતે દાખલા ગણવા બેઠી. બધા દાખલા ગણાઈ ગયા પછી પરિતા તેને ઘેર ગઈ. રવિન્દ્રભાઈ આજે કામ અંગે કામરેજ મિલમાં રોકવાના હોવાથી સોનલબહેન અને કવિતા તથા રુદ્ર હોસ્પિટલમાં જશે અને પરિતા ચેતનાબહેન સાથે રહેશે એવી વાત સાંજે હોસ્પિટલમાં જ નક્કી થઈ હતી. આ રીતે બધા એક પરિવારની જેમ જ રહેતા અને મદદરુપ પણ થતા રહ્યા.
આમ ને આમ હરિતાની તબિયતમાં ઝડપથી સુધારો થતાં છ-સાત દિવસમાં જ રજા મળી ગઈ. હવે હરિતા નોર્મલ હતી. તેના બધા જ રિપોર્ટ Nil આવ્યા હતા. કાલે 17 ઑક્ટોબર, શરદ પૂર્ણિમા આ પછી 29 ઑક્ટોબરથી દિવાળીના તહેવારોની શરૂ થશે. ત્યારબાદ પ્રવસનું આયોજન. હરિતા પોતાના બગડેલા પાઠ્યક્રમની તૈયારી કરવામાં પડે છે. હર્ષ તેને એકાઉન્ટ, સ્ટેટ અને અર્થશાસ્ત્ર દિલ દઈને ભણાવવા લાગ્યો. આમ હવે તે પોતે તો ભણશે જ એ સાથે તે હરિતા અને પરિતાને પણ પોતાના ધ્યેય મિશન માટે તૈયાર કરશે. "નવી મંજીલ, નવો રાહ, દિલ ત્રણ પણ એક જાન."
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, નવા વિચારો, નવી યોજનાનું આ સુમંગલ યાન
દિશા અને દશા બંનેના બદલાવ તરીકે આગળ લઈ જવા તેના બાળ CEO અને તેના બે સહયોગીઓનું મિશન સફળ થાય તેવી શુભેચ્છા સાથે આપણે હવે રાહ જોવાની ... સોપાન 15ની.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સઍપ (NO Phone) : 8780420985
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐