શોધ.. - 6 Jyoti Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ.. - 6

( ગતાંકથી શરૂ....)

હવે હું ઘરે જ રેહતી હતી જેથી મમ્મી નું ધ્યાન રાખી શકાય.....આખો દિવસ ઘરે માત્ર હું , મમ્મી અને ફઈ જ રહેતા...

મમ્મી : " નીરાયા તું ફઈ ની વાતો નું ખોટું ના લગાડતી તેઓ નો સ્વભાવ જ એવો
છે એટલે જ તેઓનું તેના દિકરા ની વહુ સાથે પણ નથી બનતું....હવે
ફુઆ હમણાં વિદેશ જ રેહવાનાં છે એટલે...."

હું : " કંઈ વંધો નહિ મમ્મી...અને મને ખોટું નથી લાગ્યું એમની વાતો નું..."

મમ્મી : " તો સારું....અને હવે તે તારાં ડાન્સ વિશે શું વિચાર્યું..."

હું : " મમ્મી , એ બધું તમારાં સાજા થયાં પછી વિચારીશું...."

મમ્મી : " હું તો બે મહિના પછી સાજી થઈશ ત્યાં સુધી તું ડાન્સ નહિ કરે તો કેમ
ચાલશે...!"

હું : " પણ મમ્મી...."

મમ્મી : " પણ કંઈ નહિ મે વિચારી લીધું છે આપણે તારી યૂ ટ્યુબ ચેનલ બનાવીશું
અને તેમાં વિડિયો અપલોડ કરીશું....અને વિડિયો હું રેકોર્ડ કરીશ..."

હું : " મમ્મી તમારે આરામ કરવાનો છે.."

મમ્મી : " મારે આરામ જ છે ..તું આજે અભિનવ ને વાત કરી દેજે..."

હું : " હા, મમ્મી...."

રાતે બધાં આવ્યાં ત્યારે મને ફઈ ની વાત આવી મે અભિનવ ને સાદ કર્યો..
" ચાલો જમવા હર્ષિલ ના ભાઈ...."

મારી વાત સાંભળી ને અભિનવ અને હર્ષિલ ખૂબ હસ્યા પણ ફઈ નું મોઢું જરાં બગડી ગયું....રાતે જમ્યાં પછી અભિનવ રૂમમાં લેપટોપ માં તેનું કામ કરી રહ્યો હતો હું રૂમમાં ગઈ..

અભિનવ : " તો બોલો મિસિસ.નિરયા કેવો રહ્યો દિવસ મારાં ફઈ સાથે...??"

હું : " બહુ જ સરસ રહ્યો..."

અભિનવ : " સરસ "

હું : " અભિનવ મમ્મી એ આજે એક વાત કીધી....મે બધી જ વાત અભિનવ ને કરી..."

અભિનવ : " વાહ્ આ તો સારું કામ થયું તારો સમય પણ જશે અને ડાન્સ પણ થઈ
જશે..."

હું : " હા.."

અભિનવ : " તો આ ખુશી માં ચાલ , આજે કોફી ડેટ પર જઈએ અગાસી પર....
કેટલાં દિવસ થઈ ગયાં આપડે સાથે કોફી પીધી હતી એના..."

હું : " હા, ચાલો પતિદેવ..."

અભિનવ : " બસ, બસ ફઈ જેવી ના બનતી હવે..."

હું : " ચાલ ને હવે... હું કોફી બનાવી આવી છું...."

હું અને અભિનવ કોફી સાથે અગાસી પર બેઠાં હતાં.....અગાસીની પાળી પર અભિનવ બેઠો હતો અને તેના ખભા પર માથું રાખીને હું તેની બાજુ માં બેઠી હતી.
અમે વાતો કરી રહ્યાં હતાં ત્યાં જ.....

" હે , ભગવાન...હવે તો અગાસી પર પણ આવવા જેવું પણ નથી રહ્યું..!"

અમે જોયું તો ફઈ હતાં....

ફઈ : " તમને બન્ને ને શરમ આવે કે નહિ..."

અભિનવ : " ફઈ , અહીં બેસવામાં શેની શરમ...અને આ મારી પત્ની છે તેની સાથે
જ બેઠો હતો તો..."

ફઈ : " જવાબો તો તૈયાર જ હોય સવારે ભાઈ ને વાત કરવી જ પડશે.. "

ફઈ ત્યાંથી ચાલ્યાં ગયાં...

હું : " અભિનવ , આપડે અહીં પેલી વાર તો બેઠાં નોહતા...."

અભિનવ : " તેમની આદત જ છે.....તું બેસ અહી શાંતિથી..."

અભિનવ પાળી પર બેસતાં બોલ્યો... એ પછી અમે કલાક ત્યાં બેસ્યા.... એક ટેન્શન તો હતું જ કે કાલે સવારે કંઈ નવું જ થવાનું છે.... સવારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું , એટલે સવારે જ્યારે હું રસોડાં માં આવી તરત જ ફઈ બોલ્યાં...

ફઈ : " ઉઠી ગયાં....થોડું વધારે બેસાય ને અગાસીમાં અડધી રાત સુધી....!"

મે તેમની વાતો માં ધ્યાન ના આપ્યું હું બધાને નાસ્તો આપવાં જતી રહી....તો પણ તેઓ ત્યાં આવી ગયાં...

ફઈ : " મોટાં ભાઈ તમે જ બધાને માથે ચડાવી રાખ્યાં છે...હવે અગાસી પર જવું
જ શરમ જનક લાગે છે..."

ફઈ ની વાત સાંભળી ને અભિનવ ને ચા પીતાં પીતાં જ ઉધરસ આવવા લાગી....

ફઈ : " કેમ અભિનવ , ત્યાં બેસતાં તો શરમ નથી આવી તો અત્યારે શું થાય છે...?"

પપ્પા : " શું થયું છે નીતા....??"

અભિનવ : " પપ્પા એમને ના પૂછો. હું જ કહું છું.... આખો દિવસ તો મને સમય
નથી મળતો અને હમણાં તો એટલું બધું થઈ ગયું કે મને અને નીરાયા
ને અમારાં માટે સમય જ નથી મળ્યો તો અમે કાલે રાત્રે અગાસી પર
બેઠાં હતાં અને ત્યાં જ ફઈ આવી ગયાં..."

ફઈ : " તમે તમારો રૂમ આપ્યો છે ને તો ત્યાં રહો ને આમ અગાસી પર શું કામ બેસો
છો અડધી રાતે....?"

અભિનવ : " ફઈ આ મારું ઘર છે અને મને ગમશે ત્યાં બેસીશ...મહેમાન બનીને
આવ્યાં છો તો એ રીતે રહો ને રોજ રોજ કંકાસ લાવો છો...!"

પપ્પા : " બસ , અભિનવ તારાથી મોટાં છે , બોલવામાં ધ્યાન રાખ.."

ફઈ : " આ તારું એકલાં નું ઘર નથી મારાં ભાઈ નું પણ છે એટલે મને યોગ્ય લાગશે
તે કરીશ.."

અભિનવ : " તો રહો અહીં અને કરાવો રોજ રોજ ઝગડા બીજું તો શું...??"

પપ્પા : " અભિનવ , બસ હવે..."

ફઈ : " આ બધું આ કાલ ની આવેલી છોકરી માટે થી થઈ છે.."

મમ્મી : " નીતાબેન , એ આ ઘરની વહુ છે..."

પપ્પા : " હવે બધાં શાંતિ થી નાસ્તો કરી લો...".

અભિનવ : " શાંતિ તો કયાં રેવાદે છે લોકો અહીંયા...મારે મોડું થાય છે હું નીકળું.. "

અભિનવ જતો રહ્યો....ફઈ પણ મારી સામું ગુસ્સામાં જોઈ રહ્યાં હતાં અને પપ્પા પણ...!! મમ્મી ચિંતામાં હતાં..... કંઈક તો થયું છે એવો અંદાજો મને આવી ગયો હતો પણ શું એ ખબર નોહતી પડતી....!!!


ફઈ અને પપ્પા મારી સામે એક અણગમા અને ગુસ્સા થી જોઈ રહ્યાં હતાં અને મમ્મી ટેન્શન માં લાગી રહ્યાં હતાં....હજું તો પપ્પા કંઈ બોલે એ પેલા જ મમ્મી એ કીધું....

મમ્મી : " નીરાયા , ચાલ મને અગાસી પર લઈ જા મારી કસરત નો સમય થઈ ગયો
છે."

હું : " હા , મમ્મી.."

હું અને મમ્મી અગાસી પર આવ્યાં તરત જ મે મમ્મી ને પૂછ્યું...

હું : " મમ્મી કંઈ થયું છે....??"

મમ્મી : " હા , કાલે રાત્રે મે તારાં પપ્પા ને કહ્યું હતું તારાં ડાન્સ વિશે અને સમજાવ્યું
પણ હતું કે તું ઘરે જ રહી ને ડાન્સ કરીશ તો પછી તકલીફ જ ક્યાં છે..?
ત્યાં જ નીતા બેન આવી ગયાં અને તેમણે કહ્યું કે જો તમારા ઘર ની વહુ
આવું નાચવાનું કામ કરશે તો લોકો વાતો કરશે અને બીજું ઘણું બધું......
તારાં પપ્પા એ ચોખ્ખી ના પાડી દીધી છે..."

હું : " કંઈ વાંધો નહિ મમ્મી , અત્યારે કસરત કરી લઈએ તમારી આ બધું પછી
જોઈશું..."

મમ્મી : " નીરાયા તું આ રીતે ઉદાસ ના થા...તારું ડાન્સર બનવાનું સપનું જરૂર પૂરું
થશે .. આપણે બસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે તારાં પપ્પા અને નીતા
બેન ને ખબર ના પડે એ રીતે તારાં ડાન્સ ના વીડિયો બનવાનાં છે અને બાકી નું કામ હર્ષિલ કરી લેશે..."

હું : " થેન્ક યું મમ્મી , પણ ફઈ તો આખો દિવસ ઘરે જ હોય છે તો..."

મમ્મી : " હા, એનું ધ્યાન રાખવાનું છે નીતા બેન જશે પછી હું તારાં પપ્પા ને સમજાવી લઈશ..."

હું : " સારું મમ્મી..."

અમે મારાં નામ પર યૂ ટ્યુબ ચેનલ શરૂ કરી જ્યારે ફઈ બપોરે સૂતાં ત્યારે મમ્મી અને હું મારાં ડાંસ વિડિયો રેકોર્ડ કરતાં......ક્યારેક હર્ષિલ રાજકોટ ફરવા ને બહાને તેમને બહાર લઈ જતો રહેતો... રજા ના દિવસો હોય ત્યારે અભિનવ પણ મારી મદદ કરી દેતો...એક મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું. અમારી ચેનલ પણ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો હતો...મમ્મી પણ હવે ધીમે ધીમે જાતે ચાલી શકતા હતાં......ફઈ હજુ પણ અહીં ક્યાં સુધી રહેશે એ નક્કી નોહ્તું......હવે બધું જ બરાબર ચાલતું હતું.. મારાં અને અભિનવ ના ઝગડા પણ બંધ થઈ ગયાં હતાં અને અમારો સબંધ ફરીથી પેહલા જેવો થઇ ગયો હતો.......

આજે ઘર નું બધું જ કામ પૂરું થઈ ગયું હતું એટલે હું મારાં વિડિયો પર આવેલી કોમેન્ટ જોવા માટે ફોન લઈને બેઠી હતી....ફઈ એ કદાચ સાદ કર્યો હશે પણ મારાં રૂમ નો દરવાજો બંધ હોવાથી કંઈ સાંભળ્યું નહિ....આથી તેઓ અચાનક જ રૂમ માં ધસી આવ્યા..

ફઈ : " નીરાયા , એવું તો કોણ છે ફોન માં જેનાં માટે તમારે રૂમ નો દરવાજો બંધ
કરીને બેસવું પડે...?"

હું : " ફઈ દરવાજો તો ખુલ્લો જ હતો ફ્કત મે આડો કર્યો હતો જેથી મારાં ફોન
નો અવાજ બહાર ન આવે..."

ફઈ : " એટલે તમારી વાતો બહાર ન સંભળાય એમ કહો ને ...અત્યારે તો અભિનવ
ઓફિસ માં હોય તો પછી કોની સાથે વાત કરો છો એ પણ આટલી જરૂરી
કે આટલી વાર બોલાવ્યાં પછી પણ નથી સંભળાતું..."

હું : " હું કોઈ સાથે વાત નથી કરતી ફઈ વિડિયો જોવ છું અને જો વાત કરું છું તો
પણ એ બધું મારે તમને કહેવાની જરૂર નથી...!"

ફઈ : " હા, તો ના કહો..અભિનવ ને તો મારે કહેવું પડશે ને તેનાં ગયાં પછી તમે શું
કરો છો...!"

ફઈ તો તરત જ રૂમ માંથી જતાં રહ્યાં હવે ખબર નહિ તેઓ અભિનવ ને શું કહેશે..એક તો તેમના લીધે અભિનવ પહેલે થી જ પરેશાન છે ...હવે ખબર નહિ શું કરશે.....?? ક્યારેક તો મને એવું લાગે છે કે ફઈ મારું ઘર તોડાવવા જ અહીં આવ્યાં છે....!

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ક્રમશ: