શોધ.. - 8 - છેલ્લો ભાગ Jyoti Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ.. - 8 - છેલ્લો ભાગ

( ગતાંકથી શરૂ.....)

રાત્રે મે અભિનવ ને ફોન કર્યો...

અભિનવ : " હેલ્લો....તો કેવો રહ્યો આજનો દિવસ...?"

હું : " દિવસ તો સારો હતો, પણ તું એટલું બધું તો શું કામ કરે કે એક વાર વાત
કરવાનો પણ સમય નથી મળતો..?"

અભિનવ : " જો શરૂ કરી દીધાં પાછાં સવાલ...આખો દિવસ માં એકવાર વાત
થાય છે અત્યારે તો પણ એમ નહિ કે એક બે સારી વાત કરીએ..!"

હું : " સારી જ તો વાત છે...! ઠીક છે...એકેડમી માંથી લેટર આવ્યો હતો. કાલે
મારે મુંબઈ જવાનું છે. લાસ્ટ પરફોર્મન્સ માટે.."

અભિનવ : " અરે વાહ....તો એક કામ કર હર્ષિલ ને સાથે લઈને જઈ આવ..."

હું : " પણ , અભિનવ તે જ કીધું હતું ને આપણે કોલેજ હતાં ત્યારે...તું મારાં સાથે
સાથે આવીશ લાસ્ટ પરફોર્મન્સ માં...!"

અભિનવ : " હા , ડીયર કીધું તો હતું..પણ તું જ જોને અત્યારે મારે અચાનક કામ
આવી ગયું...આવી જઈશ હું પણ બે દિવસમાં..."

હું : " અભિનવ , એક વાત પૂછું..?"

અભિનવ : " હા , એમાં પરમિશન શું કામ માંગે છે..!"

હું : " આજે મને નિયતિ મળી હતી..અને એને કહ્યું કે ઓફિસ માં તરે ચાર દિવસ
ની રજા છે.."

અભિનવ : " હા મારે ચાર દિવસની રજા છે.."

હું : " તો તું દિલ્હી.."

અભિનવ : " હવે તને ખબર પડી જ ગઈ છે તો કહી દેવ..હું ઓફિસ ના કામથી
નથી આવ્યો... મારાં પોતાનાં કામથી આવ્યો છું અને બાકી બધી
વાત તને મળીને પછી કહીશ....ઠીક છે...??

હું : " સારું , જલ્દી આવી જશે...!"

અભિનવ : " હા હા , હવે તું પેકિંગ કરીલે અને ઓલ ધ બેસ્ટ કાલ માટે.. ગુડ
નાઈટ.."

હું : " ગુડ નાઈટ.."

બીજે દિવસે હું અને હર્ષિલ મુંબઈ પહોંચ્યા....સાચ્ચે જ સપનાંઓ નું શહેર હતું. ચારે તરફ ફ્કત સતત દોડતી ગાડીઓ જાણે લોકો પાસે શ્વાસ લેવાનો પણ સમય ન હોય...!

" ચલ , મન મુંબઈ નગરી ..
જોવાં પૂચ્છ વિનાની મગરી..."

અમે પરફોર્મન્સ વાળી જગ્યાં પર આવ્યાં...એકાદ કલાક ની પ્રેક્ટિસ બાદ ઇવેન્ટ શરૂ થયો....અત્યારે અહીંયા ભારત ભરનાં ડાન્સર ઉપસ્થિત હતાં.....મને સૌથી વધારે નવાઈ અહીંનું સ્ટેજ અને ડેકોરેશન જોઈને લાગી...કારણકે સ્ટેજ અને ડેકોરેશન બન્ને મારાં ફેવરિટ સફેદ અને ગુલાબી ગુલાબથી તૈયાર કરાયું હતું.


એ જોઈને મને વધારે ખુશી થઈ કે ચાલો કંઇક તો મારી પસંદ નું હતું.....સામન્ય રીતે વેલ્કમ ડ્રિંક હોય પરંતુ અહીં મને વેલ્કમ આઈસ્ક્રીમ મળ્યું એ પણ ચોકલેટ ફેલવરમાં.....!! આ બધું સંજોગ હતું ...!! શરૂઆત તો મારી મીઠી થઈ....હવે બસ મારું નામ અનાઉન્સ થવાની જ રાહ હતી.....

સ્ટેજ નું ડેકોરેશન અને આઈસ્ક્રીમ નો કપ બન્ને એવાં જ હતાં....જ્યારે કોલેજ માં મારાં ડાન્સ સમયે ડેકોરેટ થતું હતું.... આ બધું જોઈ એ ટાઈમ યાદ આવી ગયો અને અનાયાસે જ ફેસ પર સ્માઈલ આવી ગઈ...પણ સાથે એ વાત કે ત્યારે આ બધું અભિનવ જાતે તૈયાર કરતી અને અત્યારે તે જ નહોતો...!

હર્ષિલ : " ભાભી , કેમ એકલાં એકલા હસો ...?"

હું : " કંઈ નહિ આ ડેકોરેશન જોઈને કોલેજ ની યાદ આવી ગઈ.....અભિનવ ને
ફોન કર્યો તે...?"

હર્ષિલ : " મે મેસેજ કરી દિધો છે..અને ચાલો ઇવેન્ટ બસ શરૂ જ થવાનો છે..."

અમે અમારી જગ્યાં પર બેઠાં.... ચારેતરફ અંધારું હતું , માત્ર મિર્ચી લાઈટ નો હળવો પ્રકાશ હતો.... સ્ટેજ પર અજવાળું પથરાયું તે જ સાથે એક વ્યક્તિ ની આછી આકૃતિ દેખાઈ. બસ , એ આકૃતિ જોતાં જ મારાથી બોલાઈ ગયું...

" અભિનવ...."

હા , તે અભિનવ જ હતો.. માઈક લઈને તેણે બોલવાનું શરૂ કર્યું...

અભિનવ : " ગુડ ઈવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન....અહી ઉપસ્થિત સૌ કોઈનું
હું અહીં સ્વાગત કરું છું....વેલ હું અહીં નો હોસ્ટ નથી..પણ એક
ખાસ વાત કહેવા અહીં ઓર્થોરિટી પરવાનગી લઈને આવ્યો છું..
આજે મારી વાઈફ અહીં તેનું સપનાં નાં આખરી પડાવ પાર કરવાં
માટે છે અને આજે અમારાં લગ્ન ને એક વર્ષ પણ થયું છે. આ એક વર્ષ
માં તેણે પોતાનાં ડાંસ માટે ઘણું જ સહન કર્યું છે જે બદલ હું દિલગીર છું...આજ માટે નીરાયા ઓલ ધ બેસ્ટ અને આજ નું ખાસ ડેકોરેશન મારાં તરફથી એક નાની એવી ગિફ્ટ આપની પેહલી એનિવર્સરી પર...."

બધાં જ અમારાં માટે તાળીઓ વગાડી રહ્યાં હતાં અને મને છેક અત્યારે યાદ આવ્યું કે આજે આમારી એનિવર્સરી છે....અભિનવ મારી બાજુમાં આવીને બેઠો..

અભિનવ : " હેપી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી..."

હું : " યૂ ટુ... એન્ડ થેન્ક યૂ મારી લાઈફ નું સૌથી બેસ્ટ ગિફ્ટ આપવાં માટે...!"

અભિનવ : " માત્ર થેન્ક યૂ થી કામ નહીં ચાલે , મારે રિટર્ન ગિફ્ટ જોઈશે..બેસ્ટ
ડાન્સર નો એવોર્ડ...!"

હું : " ચોકકસ..."

બસ પછી...હવે તો મારી પાસે બધું જ હતું...જેમાં સૌથી ખાસ હતો અભિનવ જો એ મારી સાથે હોય તો પછી આ હવે તો હું મારાં સપનાં સુધી પહોંચતા કેમ દૂર રહુ....!

આખરે મને મારી મંજિલ મળી જ....બેસ્ટ ડાન્સર નો એવોર્ડ જે મે અભિનવ સાથે ખુશી ખુશી સ્વીકાર્યો...

**************************

બે વર્ષ બાદ....

આજે હું ગુજરાતની બેસ્ટ ડાન્સર માંથી એક છું. લોકો મને મારાં નામ થી નહિ પરંતુ મારાં કામ થી ઓળખે છે...! હું જાતે મારી પોતાની ડાન્સ એકેડમી ચાલવું છું....જેમાં હમેશાં અભિનવ મારી સાથે છે...અમે બધાં જ સાથે રહીએ છીએ. પપ્પાને પણ હવે મારાથી કોઈ જ પરેશાની નથી. ફુઆ હવે વિદેશમાં જ સ્થાયી થઈ ગયાં ફઈ નું તેમનું સાથે પણ બનતું નથી એટલે તેઓ હવે વૃદ્ધા આશ્રમ માં જ રહે છે.

અહીં મારાં અસ્તિત્વની શોધ પૂરી થઈ...કારણકે , આજે મને મારી એક અલગ ઓળખ મળી ગઈ...!

★★★★★★★★★★★★★★★★★★★★★★★★★★★★

અહીં સુધી વાંચવા બદલ દરેક વાંચક મિત્રો નો ખુબ ખુબ આભાર....🙏