શોધ.. - 2 Jyoti Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ.. - 2

થોડાં સમય પછી હર્ષિલ ને MBBS માં એડમિશન લેવાનું હતું. તેનો ખર્ચો પણ વધારે હતો, તેથી અભિનવ ના કેહવાથી મે ફરીથી જોબ જોઈન કરી...થોડી ખુશી પણ હતી કારણ કે આ ઘર ની ચાર દીવાલો માંથી બહાર જવા મળશે....પણ એ લાંબો સમય ટકી નહીં......સવાર માં 5 વાગ્યાં થી મારો દિવસ શરૂ થઈ જતો..બધાં માટે નાસ્તો , મારું અને અભિનવ નું ટિફિન , ઘરના બધાં જ કામ કરી ને 9 વાગ્યે હું જતી..મમ્મી ને ખબર નહિ સાચ્ચે ઘૂંટણ નો દુખાવો હતો કે ફ્કત મારી હાજરી માં થતો એ વાત મને ન જ સમજાય.....!!

ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાના હોવાથી રાતે પણ ઘણીવાર 11 વાગી જતાં....જ્યારે હું ઘરે આવું ત્યારે મારો દિવસ કેવો ગયો... એ વાત પૂછવા વાળું કોઈ હતું જ નહિ.!
રાતે ક્યારેય પણ અભિનવ મારી રાહ જમવા માટે ન જોતો....રાતે જમતી વખતે ઘણીવાર મારી આંખો ભીની થઈ જતી પણ એ જોવા માટે ક્યાં કોઈ હતું...!!
મમ્મી પપ્પા તો છોડો પણ અભિનવ પણ સાવ બદલાઈ ગયો હતો....બસ તેને પોતાનાં કામ સિવાય કંઈ દેખાતું જ ન હતું.... એ તો એ વાત પણ ભૂલી ગયો હતો કે અમે બન્ને એ સાથે બેસીને વાત ક્યારે કરેલી..?? એક દિવસ હું ઘરે વેહલા આવી ગઈ હતી...

પપ્પા : " નીરાયા તમારું પાર્સલ આવ્યું હતું..."

હું : " હા , પપ્પા એ એક ફ્રેન્ડ ના બર્થડે માટે ગિફ્ટ મંગાવી હતી.."

મમ્મી : " મારો દીકરો કમાઈ છે તેને આમ ગિફ્ટ મંગાવીને નથી ઉડાડવાના...!"

હું : " મમ્મી એટલું તો હું પણ કમાઈ લેવ છું કે આટલો ખર્ચો કરી શકું.."

પપ્પા : " આ બધું મારા ઘરમાં નહિ ચાલે.."

હું : " પણ પપ્પા.."

મમ્મી : " તમારાં થી મોટાં છે થોડું તો સાંભળીને બોલો.... આવવા દો અભિનવ ને "

મને ત્યાં કંઈ બોલવું યોગ્ય ન લાગ્યું....પણ એક વાત તો ખરી સમજાય ગઈ કે મારી કિંમત આ ઘરમાં માત્ર એક કમકરનાર ની જ છે....મને એ પણ ખબર નથી કે તેઓએ અભિનવ ને શું કહ્યું.....રાતે રૂમ માં આવતાં જ અભિનવ ના કોઈ દિવસ ના જોયેલા ગુસ્સો મારાં માટે તૈયાર હતો....

અભિનવ : " નીરાયા મે કેટલી વાર કીધું છે તને મમ્મી પપ્પા સાથે તારે મગજ મારી
નઈ કરવાની સમજાતું નથી તને...??"

હું ": " પણ અભિનવ મારી વાત તો સાંભળ..મે કંઈ નથી કીધું..."

અભિનવ : " ઓહ તો મારા મમ્મી પપ્પા ખોટું બોલે છે હવે એમ.."

હું : " અરે પણ વાત તો સાંભળ, મે ફ્કત એટલું જ કહ્યું કે.."

અભિનવ :" મારે કંઈ નથી સાંભળવું...આખો દિવસ કામ કરો અને ઘરે આવો ત્યાં તમારો કકળાટ..હવે તો એવું લાગે છે કે મે તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી નાખી...મમ્મી પપ્પા તો પેહલે થી જ ના પાડતાં હતાં હું જ હતો તારી પાછળ પાગલ કે મને ના સમજાયું..."

ભલે આ શબ્દો ગુસ્સામાં બોલાયાં હતાં પરંતુ આજે મને મારી ભૂલ સમજાવી ગયાં....4 વર્ષનો અમારો પ્રેમ બસ આજે પૂરો જ થઈ ગયો... અમારો ઝગડો એટલો વધી ગયો હતો કે અભિનવ મારા પર હાથ ઉપાડવા પર આવી ગયો હતો....
બસ , મને આજે મમ્મી પપ્પા ના આવા વર્તન નું રાજ ખબર પડી ગઈ...... એ પછી 2 અઠવાડિયા સુધી સતત અભિનવ એ મારી સાથે વાત ના કરી . હું ઘરે 12 વાગ્યે આવું તો પણ મને પૂછનાર કોઈ ન હતું કે કેમ મોડું થયું..?? લાગતું હતું કે આ ઘરમાં મારું કોઈ અસ્તિત્વ ક્યારેય હતું જ નહિ....

આજે રવિવાર છે....અભિનવ તેના મિત્રો સાથે બાહર ગયો છે , મમ્મી પપ્પા કોઈ રીલેટિવ ને ત્યાં ગયા છે હર્ષિલ સાથે....આજે મે આ રોબોટિક લાઈફ માંથી બ્રેક લીધો છે...કબાટ સરખો કરતા કરતા મને મારો જૂનો આલ્બમ મળી ગયો ..
જેમાં મારા આજ સુધીના ફોટા છે..... એ ફોટા જોતાં જ મને સવાલ થયો કે આખરે હું કોણ છું..?? અસ્તિત્વ છે ખરું મારું અહીંયા..? જે સપનાંઓ મે 25 વર્ષથી જોયા હતા તેને બસ આમ જ તૂટીને ભુક્કો થતાં જોયાં કરું...?? ત્યારે મને એક જવાબ મળ્યો.... ના , સપનાં મારા છે તો પૂરા પણ હું જ કરીશ....એક એવી વ્યક્તિ કે જેને મારી કદર જ નથી એના માટે હું મારી જીંદગી ના બગાડી શકું.....!!! બસ મે મારો આખરી નિર્ણય લઈ લીધો હતો.....! મે અભિનવ ને ફોન કર્યો 4 વખત કોલ કર્યા પછી પણ તેને ફોન ના જ ઉપાડ્યો... મે મેસેજ કરી દિધો....અને મારી પેકિંગ ચાલુ કરી દીધું...

અભિનવ ઘરે આવ્યો...