ફાઈનલી હું દિલ્હી આવી , અહીં મારે ત્રણ દિવસ પ્રેક્ટિસ કરવાની હતી ત્યારબાદ કોમ્પિટીશન હતું......બીજા દિવસે સવાર થી મારી પ્રેક્ટિસ શરૂ થઈ.......
નવાઈ ની વાત તો એ હતી કે આજે સવાર થી જ ન તો અભિનવ નો કોઈ ફોન આવ્યો હતો ન તો ઘરે થી બીજા કોઈનો......કાલે રાત્રે જ્યારે મારી અભિનવ સાથે વાત થઈ ત્યારે તેણે કીધું પણ હતું કે એ મને સવારે વીડિયો કોલ કરશે પણ.....
મારી પ્રેક્ટિસ માં બપોરે જ્યારે બ્રેક આવ્યો ત્યારે મે ત્રણ - ચાર વાર અભિનવ ને કોલ કર્યાં પરંતુ કોઈ જવાબ ના મળ્યો... એ પછી મે હર્ષિલ , મમ્મી પપ્પા બધાં ને જ કોલ કર્યાં કોઈ પણ ફોન ઉપાડતું ન હતું.....ખબર નહિ કેમ પણ હવે મને અહી મુંઝારો થતો હતો.....આખરે મે અમારાં પાડોશી ને ફોન કર્યો....
હું : " હેલ્લો , સવિતા માસી...હું નીરાયા બોલું છું..."
માસી : " હા , નીરયા બોલ.."
હું : " માસી , ઘરે થી કોઈ થી કોઈ પણ ફોન નથી ઉપાડતું..એટલે મેં તમને ફોન કર્યો."
માસી : " દીકરા , લાગે છે તને કોઈ એ કીધું નથી હજું......આજે સવારે આશાબેન
' તેમના બેડ પરથી ઊભાં થવા ગયાં ત્યારે જ નીચે પડી ગયાં... બિચારા
બેસી પણ નોતાં શકતાં , હોસ્પિટલ તો સવારનાં લઈ ગયાં પણ હજું
સુધી કોઈ આવ્યું નથી..."
હું : " માસી , મમ્મી ને વધારે વાગ્યું તો નથી ને...!!"
માસી : " હવે એ તો ડોક્ટર જ જાણે...!!"
હું : " આભાર માસી , હું અભિનવ ને ફોન કરું હવે... જય શ્રીકૃષ્ણ.."
માસી : " ભલે દીકરા, જયશ્રી કૃષ્ણ.."
વારંવાર કોલ કરવાં છતાં અભિનવ રીસિવ કરતો જ નોહતો.... આખરે મારાં મિસ્કોલ જોઈને હર્ષિલ એ ફોન કર્યો...તેની સાથે વાત કરતાં કરતાં ઉતાવળમાં મારાથી દાદર ચૂકાઈ ગયો અને પગ અચકાઈ ગયો...
" આહહ્...."
હર્ષિલ : " ભાભી , શું થયું...??"
હું : " કંઈ નહીં દાદર ચૂકાઈ ગયો..."
હર્ષિલ : " ભાભી , વધારે વાગ્યું તો નથી ને...??"
હું : " હર્ષિલ , અભિનવ સાથે વાત કરાવી આપ પ્લીઝ , એ મારો ફોન નથી ઉપાડતો..."
હર્ષિલ : " હા ભાભી , એ મમ્મી ને ઘૂંટણમાં વધુ ડેમેજ થયું છે , તાત્કાલિક જ
ઓપરેશન કરવાનું કીધું છે ડોક્ટરે અને એ પણ રિસ્કી છે એટલે ભાઈ
ટેન્શન માં છે....હું આપું છું તેને ફોન..."
હું : " હા..."
હર્ષિલ : " ભાઈ , ભાભીનો ફોન છે...!"
અભિનવ : " એને કહી દે ત્યાં જ રહે અહી એની કોઈ જરૂર નથી....અને મારે કોઈ
વાત નથી કરવી..."
હર્ષિલ : " પણ ભાઈ.."
અભિનવ : " તને એક વારમાં નથી સમજાતું હર્ષિલ....??"
હર્ષિલ : " હેલ્લો...ભાભી.... એ..."
હું : " મે સાંભળી લીધું હર્ષિલ....હું આજે જ ત્યાં આવવા નીકળું છું..."
હર્ષિલ : " ધ્યાન રાખજો , ભાભી.."
હું : " હા.."
મારાં પગમાં અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો.... ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું... ત્યાં જ મારી સાથે પ્રેક્ટિસ કરતી અપેક્ષા આવી...
અપેક્ષા : " અરે, નીરાયા ક્યાં જાય છે...તારો પગ જો સોજી ગયો છે... ચલાતું પણ
નથી તારાથી... પેલ્લાં તું હોસ્પિટલ ચાલ.. "
હું : " ના , અપેક્ષા મારાં મમ્મી હોસ્પિટલમાં છે મારે અત્યારે જ ત્યાં જવું છે...મે
ટિકિટ કરાવી લીધી બસ તું એરપોર્ટ સુધી મૂકી જા..."
અપેક્ષા : " અરે તારી હાલત તો જો તારે ડોક્ટર ની જરૂર છે....!! અને કોમ્પિટીશન ?"
હું : " અત્યારે મારે ઘરે જવું છે બસ, ત્યાં જઈને હું ડોક્ટર ને બતાવી લઈશ.."
અપેક્ષા : " ઠીક છે, ચાલ.. "
અપેક્ષા મને એરપોર્ટ સુધી મૂકી ગઈ.....હું ફ્લાઈટ માં બેઠી પણ મને સતત અભિનવ ના શબ્દો સતત યાદ આવતાં હતાં.....તેનો ગુસ્સો મને ડરાવી રહ્યો હતો. સાથે સાથે મારો પગ સમય સાથે વધારે ને વધારે દુઃખી રહ્યો હતો......જેમ તેમ કરીને હું અડધી રાતે હોસ્પિટલ પહોંચી..........ત્યાં જ........
હું જેમ તેમ કરીને હોસ્પિટલ આવી , રાતના 2.30 વાગ્યાં હતાં...હજું તો હું હોસ્પિટલ માં દાખલ થઈ ત્યાં જ અભિનવ સામેથી આવ્યો....
અભિનવ : " ઓહો , તમે આવી ગયાં મને તો થયું કે ડાન્સ ની ટ્રોફી લઈને જ
આવશો..... અહીં તો કોઈ મરે કે જીવે તમારે શું...??"
હું : " અભિનવ કેમ આમ બોલે છે , મમ્મી ની ચિંતા મને પણ છે..તે કીધું પછી જ
હું ગઈ હતી...."
અભિનવ : " ચિંતા....તને ચિંતા હતી એ પણ મારાં મમ્મી ની...!"
હું : " એ મારાં પણ મમ્મી છે ...."
અભિનવ : " જો એ તારાં...."
ત્યાં જ હર્ષિલ આવી જાય છે , અભિનવ કંઈ જ બોલ્યાં વિના જતો રહે છે.......હું મમ્મી ના રૂમ માં આવી તેઓ હજું જાગતાં હતાં કાલે સવારે ઓપરેશન હતી...
હું : " મમ્મી , હવે કેમ છે તમને..."
મમ્મી : " સારું છે હવે, તું કેમ આવી ગઈ દિકરા , તારું કોમ્પિટીશન...?"
હું : " મમ્મી , તમારી તબિયત વધારે જરૂરી છે.."
મમ્મી : " નીરાયા , મને માફ કરી દે મારાં લીધે તારાં અને અભિનવ વચ્ચે ઝગડો થયો
પછી મને વિચાર આવ્યો કે જો મારી દીકરી હોત તો શું હું એને ડાન્સ માટે
ના ન જ કેહેત.....પણ હવેથી તને પૂરી આઝાદી છે મારાં તરફથી અને તારા પપ્પા ને પણ હું સમજાવી લઈશ...."
હું : " કંઈ વાંધો નહિ તમે પણ મારાં મમ્મી જ છો ને.....હવેથી મને મારાં પિયરની
યાદ નહીં આવે અહી....અને અત્યારે તમે આરમ કરો..."
મમ્મી : " હા.."
હું બહાર આવી હોસ્પિટલ ની લોબીમાં બેઠી....અભિનવ મારી સામે જ બેઠો હતો...હર્ષિલ અને પપ્પા થોડીવાર માટે ઘરે ગયાં હતાં....અભિનવે અત્યાર સુધી મારી સામું જોવાની પણ તસ્દી નોહતી લીધી....હું કેવી રીતે અહી આવી કંઈ જ પૂછુયું પણ નહિ......થોડીવાર પછી ડોક્ટરે આવીને કહ્યું કે મમ્મી નું ધ્યાન રાખવા માટે કોઈ એક લેડી જ ફ્કત અહી રોકાઈ શકશે...બાકીના લોકો એ ઉપર વેઈટીગ
રૂમ માં રેહવાનું હતું....હું મમ્મી પાસે રહી......હવે મારો પગ જવાબ આપી રહ્યો હતો મારાથી પગ નીચે પણ નોહતો મુકાતો....
અભિનવ : " શું થયું હવે નીરાયા , હવે ક્યાં નવાં નાટક શરૂ કર્યાં તે...??"
હું : " નાટક...?? તને આ બધું નાટક લાગે છે અભિનવ...?"
અભિનવ : " હા , તારું ડાન્સ કોમ્પિટીશન છોડ્યું છે તો બદલો તો લઈશ જ ને..!"
હું : " અભિનવ , તું શું બોલે છે તેનું તને ભાન છે...?"
અભિનવ : " અત્યાર સુધી ભાન નોહતું હવે આવ્યું છે...."
હું : " અભિ , પ્લીઝ બંધ થઈ જા..."
અભિનવ : " કેમ શું થયું...? નથી સંભળાતું જો તારાથી આટલું પણ ના સંભળાતું
હોય તો તારા લીધે મારાં મમ્મી ને કંઈ થઈ ગયું હોય તો...?"
અભિનવ ઉપરના રૂમ માં ગયો....હું ત્યાં જ બેસી રહી.... તેનાં એક એક શબ્દ મને તીર ની જેમ વાગી રહ્યાં હતાં.....હા , હું માનું છુ કે એના માટે મમ્મી બધાથી પેહલા છે પણ આ એક અકસ્માત હતો એમાં મારો શું વાંક હતો....? તેની અને મમ્મી ની પરમિશન થી જ હું ગઈ હતી ને....!! મને વિશ્વાસ નોહતો આવતો કે આ એ જ અભિનવ હતો જે જરા એવું પણ મને કંઈ વાગતું તો પરેશાન થઈ જતો...અને આજે મારાથી અહી બેસાતું પણ નથી એ વાત એને નાટક લાગે છે....!
ત્યાં બેસીને હું ક્યાંય સુધી રડતી રહી... જતાં આવતાં લોકોને એવું લાગતું કે મારું કોઈ વધારે બીમાર હશે એટલે હું રડતી હોઈશ.....!! સવારે 6.00 વાગ્યામાં મમ્મી નું ઓપરેશન થયું જે સફળ રહ્યું હવે તેઓ સ્વસ્થ હતાં......
હું ત્યાં પાસે રહેલી ચેર પર બેસી ગઈ કેમ કે હવે ઉભા રેહવાની મારી સ્થિતિ ન હતી ધીમે ધીમે મને મારી આસપાસ ના દ્રશ્યો પણ ઝાંખા દેખાય રહ્યાં હતાં.... હજું પણ મને કાલ રાત ના અભિનવ ના શબ્દો ગુંજી રહ્યાં હતાં....
જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું એક રૂમ માં હતી. મારાં મમ્મી પપ્પા પણ ત્યાં જ હતાં... આજુબાજુ જોયું તો હું મારાં મમ્મી પપ્પાના ઘરે હતી અને આ મારો જ રૂમ હતો....અભિનવ પણ મારી બાજુમાં જ બેઠો હતો....
મમ્મી : " નીરાયા તું નીચે ના ઉતરતી ડોક્ટરે તને ચાલવાની ના પાડી છે...."
મમ્મી ની વાત પૂરી થતાં જ અભિનવ નું ધ્યાન મારાં પર આવ્યું , તેણે મને બેસવાની સગવડતા કરી આપી....
પપ્પા : " દુઃખે છે હવે પગ , દિકરા...."
હું : " ના , પપ્પા પેહલા કરતાં હવે સારું છે..."
મમ્મી : " નીરા , આટલો બધો પગમાં સોજો આવી ગયો તને ખબર નહોતી પડતી
ડોક્ટર ને બતાવવાની....અને એટલી બધી શું જલ્દી હતી તને કે પાણી
પીવાની પણ તને ફુરસદ ના મળી...??"
પપ્પા : " એ બધું તું પછી પૂછી લેજે હમણાં એના માટે કંઇક જમવાનું લઈ આવ.."
મમ્મી : " આગળ થી ધ્યાન રાખજે નીરાયા , આજે કંઇક થઈ ગયું હોત તો..."
હું : " મમ્મી , કંઈ થયું તો નથી ને...! અને હું અહીંયા ત્યાં ઘરે...?"
અભિનવ : " તને ડોક્ટરે 10 દિવસ આરામ કરવાનું કહ્યું છે એટલે અહી લઈ આવ્યા મમ્મી ને રજા મળી ગઈ છે અને તેમનું ધ્યાન રાખવા માટે મે ફઈ ને બોલાવી લીધા છે..."
હું : " ઠીક છે..."
મમ્મી એ બધાને જમવાનું પીરસ્યું અભિનવ સાથે બધાં જમ્યાં મારા પગમાં નાનો એવો ક્રેક હતો જેનાં લીધે 10 દિવસ બને તેટલું ઓછું ચાલવાનું હતું....જમીને અભિનવે મને મારી દવાઓ આપી...
અભિનવ : " નીરાયા સોરી , પણ મમ્મી ની હાલત મારાથી જોવાતી ન હતી એટલે
ગુસ્સામાં ખબર નહિ મારાથી શું શું બોલાય ગયું... આઈ એમ સોરી."
હું : " તારાં એક ના જ મમ્મી છે.. મારાં મમ્મી નથી એ એટલે તને જ ચિંતા હોય
મને શું ફર્ક પડે ..??"
અભિનવ : " પ્લીઝ , નીરાયા ભૂલ થઈ ગઈ મારાથી...!"
હું : " અભિનવ , તારે ઘરે જવું જોઈએ હવે , મમ્મી રાહ જોતાં હશે..."
અભિનવ : " ના , જ્યાં સુધી તું મને માફ નહિ કરે ત્યાં સુધી હું અહીં જ રહીશ અને
આઈ પ્રોમિસ કે આ ભૂલ ફરી વાર નહિ થાય..."
હું : " અભિનવ...."
અભિનવ : " નીરાયા , તું શું કામ રડે છે....ભૂલ તો મારી હતી.....હવે ક્યારેય નહી થાય બસ...."
હું : " અભિ , તારી વાતો સાંભળીને મને થયું કે જો તું જતો રહીશ મારી લાઈફ માંથી તો હું શું કરીશ...!!"
અભિનવ : " ગાંડી થઈ ગઈ છે...!! તને છોડીને હું ક્યાં જવાનો...??"
હું સુઈ ગઈ ત્યાં સુધી અભિનવ મારો હાથ પકડીને ત્યાં જ બેસી રહ્યો.... ત્યાર પછી તે ઘરે જતો રહ્યો.... સતત 10 દિવસ સુધી રોજ અભિનવ એક વાર ઘરે આવી ને મારી તબિયત જોઈ જતો. મમ્મી સાથે પણ રોજ વાત થઈ જતી.....
આખરે દસ દિવસ બાદ હું મારાં ઘરે પાછી આવી....ઘરે આવીને એક અલગ જ સુકુન અને શાંતિ મળતી હતી...મમ્મી પણ હવે વ્હીલ ચેર ની મદદ થી ઘરમાં ફરી શકતાં હતાં....ફઈ ને આજ હું પેહલી વાર મળી હતી કારણકે તેઓ લગ્ન માં પણ નોહતા આવ્યાં હાલમાં ફુઆ પણ વિદેશ ગયાં હતાં એટલે ફઈ અહી જ રેહવાના હતાં.......
બપોરે જમવાનું તૈયાર થતાં મે અભિનવ ને કહ્યું...." અભિનવ જમવાનું બની ગયું છે ચાલ જમવાં..."
ફઈ : " નીરાયા , તમે ભણેલાં છો એ તો અમને પણ ખબર છે.... પેહલા તો અભીને
નામ થી બોલવાનું બંધ કરો અને બીજી વાત કે તેને તમે કહી બોલાવો...."
હું : " ફઈ , નામ બોલવામાં શું વાંધો છે...?"
ફઈ : " સવાલો કરવાની જરૂર નથી...કીધું છે એટલું કરો ..."
હું : " હા , ફઈ.."
અભિનવ : " ફઈ , નીરાયા મને નામ થી બોલાવે છે એ જ મને ગમે છે તો એ નામ થી
જ બોલાવશે..."
મમ્મી : " અભિનવ , અત્યારે જમી લ્યો.."
મમ્મી એ ઈશારા થી અભિનવ ને આગળ બોલવાની ના પાડી દીધી....ફઈ નો સ્વભાવ મારાં માટે નવો જ હતો પણ એ ખબર ન હતી કે આ જ સ્વભાવ મારાં માટે આગળ જઈને ઘાતક સાબિત થવાનો હતો....!!!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ક્રમશ :