શોધ... - 1 Jyoti Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શોધ... - 1

★ આ સ્ટોરી સમપૂણૅ પણે કલોં કાલ્પનિક છે..તમામ પાત્રો અને ઘટનાઓ ફ્કત કલ્પના જ છે.... વાસ્તવિક જીવન સાથે એમનો કોઈ પણ જાતનો સબંધ નથી..

મારું નામ નીરાયા. બસ આ ઘરમાં હજું નવી જ આવી છું.... મારાં અને અભિનવ ના લગ્ન ને હજુ 15 દિવસ જ થયાં છે...એટલે હવેથી હું નિરાયા અભિનવ દેસાઈ છું... અમારાં લવ મેરેજ પરિવાર ની સંમતિથી થયાં છે....એટલે જ હું પોતાને નસીબદાર માનું છું....અભિનવ ના મમ્મી પપ્પા ને થોડી નારાજગી હતી , પરંતુ બધું થોડી સમજાવટ ને કારણે થાળે પડી ગયું...!

મારાં પરિવારમાં હું , અભિનવ , મમ્મી , પપ્પા અને મારાં ભાઈ કહો કે બેસ્ટ ફ્રેન્ડ એવા દિયર હર્ષિલ રહીએ છીએ....અભિનવ સો્ટવેર એન્જિનિયર છે અને સારી એવી કંપની માં જોબ કરે છે...હું પોતે MBA કરેલું છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ માં એક્સપર્ટ પણ...! મને કલાસિકલ ડાંસ ભરતનાટ્યમ નો ખુબ શોખ છે અને ડ્રીમ પણ છે ટેક કલાસિકલ ડાન્સર બનવાનું....

શરૂઆત ના થોડાં મહિના તો બધું બરાબર ચાલ્યું.....એક દિવસ મે વિચાર્યું કે લગ્ન નો ખર્ચો પણ વધારે થઈ ગયો હતો , અભિનવ ને પણ રજાઓ હોવાથી સેલરી ઓછી હતી..તો હું જોબ ફરીથી જોઈન કરું એટલે આજે સાંજે અભિનવ સાથે વાત કરી લેવી.. .. રાત્રે જમ્યાં બાદ અભિનવ ટેરસ પર હતો, એટલે હું પણ ત્યાં ગઈ...

અભિનવ : " નીરા , એક વાત કહું...?"

હું : " હા , બોલ એમાં પૂછે છે કેમ..!"

અભિનવ : " મને ખબર છે , અહીં તારા મમ્મી પપ્પા ના ઘર જેવું વાતાવરણ અને
સુવિધાઓ નથી , પણ તને અહીં ફાવે તો છે ને...?"

હું : " અભિ, જેવું પણ છે આ મારું ઘર છે હવે.....ફાવશે જ ને...!!અને હું

વિચારતી હતી કે હું ક્યારથી જોબ જોઈન કરું..??

અભિનવ : " હમણાં હું ઇચ્છું છું કે તું ઘરે જ રહે ..મમ્મી પપ્પા સાથે પણ તારી એ
બહાને સારી એવી બોન્ડિગ થઈ જશે.."

હું : " સારું...જેવું તને ઠીક લાગે..!"

મને પણ થયું થોડો ટાઈમ તો મને પણ જોઈશે જ ને આ વાતાવરણ માં ઢળવા માટે.....પછી શરૂ થઈ મારી અસલી સફર....ધીમે ધીમે ઘર ના રંગ બદલતા ગયાં...
મમ્મી ના કામો આખો દિવસ ખૂટતાં જ નહિ...! હજું હું એક કામ પતાવી નાં રહું ત્યાં બીજું હાજર જ હોય....રાતે પણ જ્યારે અભિનવ સૂઈ જાય ત્યારે તો હું માંડ માંડ હું ઘર નું કામ પતાવી શકતી....બસ આ 2 મહિના ના લગ્ન જીવન માં મારી દુનિયા જ બદલાઈ ગઈ હતી....! મારી બુક્સ , નોવેલ જેના માટે હું દિવસ નાં ૩-૪ ક્લાક આપતી એના બદલે હવે તેની સામે જોવાનો સમય પણ નોહતો મળતો......
ડાન્સ જે મારો જીવ હતો , જેના માટે મારાં મમ્મી પપ્પા મારી સાથે રાત રાત ભર જાગતાં તે તો મારા જીવન માંથી જ નામ શેષ થઈ ગયો હતો......પણ હાલ મારી પાસે કોઈ રસ્તો જ નોહતો..મમ્મી પપ્પા ને કહી તેમની ચિંતામાં મારે વધારો નોહતો કરવો તેથી હમણાં બધું એમ જ ચાલવા દીધું...

એક તો ઘરમાં હું અભિનવ સિવાય બીજા કોઈને પણ સારી રીતે ઓળખતી ન હતી...દરેક ના સ્વભાવ અલગ હતાં...નવું ઘર, નવું વાતાવરણ અને બધાં ને સારી રીતે જાણવાં માટે મારે થોડો સમય તો લાગશે જ ને...!!

અને અત્યારે ઘરે મહેમાનો ની પણ અવરજવર વધુ હતી..ઘરે પણ મારી જરૂર હતી એટલે મેં ઘરે જ રહેવાનું યોગ્ય સમજ્યું......!






@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

જોઈશું નીરાયાની સફર.....

ક્રમશ :