પછી વિક્રમ પ્રિયા ની કેબીન મા જઈને પ્રિયા ને સ્ટાફ પર ખીજાવવાનુ કારણ પુછે છે, પછી પ્રિયા પોતાની જાત ને સંભાળી નથી શકતી અને રોવા માંડે છે , વિક્રમ તેને ફરીથી સમજાવે છે પણ પ્રીયા રડતી રડતી ઘરે ચાલી જાય છે.
બીજા દીવસે પ્રિયા હસીં ને ઓફીસ આવતા જોતા બધા ખુબ રાજી થાય છે ખાસ કરીને વિક્રમ તે પ્રીયા ને જોતા હાશકારો અનુભવે છે , વિક્રમ પછી તેની બધી મદદ કરે છે , ઓફીસ મા પણ તેમની પુરતી મદદ કરે છે ; પ્રીયા ને પણ વિક્રમ સાથે બવ મજા આવે છે.
હવે તો જ્યારે ઓફીસ મા રજા હોય ત્યારે વિક્રમ અવારનવાર પ્રિયા ની ઘરે આવતો હોય છે , બન્ને સાથે હરવા ફરવા શોપીંગ કરવા નીકળી પડે છે , હવે પ્રીયા ને વિક્રમ ની કંપની ગમવા લાગે છે , તે મનોમન વિક્રમ ને પંસદ કરવા લાગી છે , ને હવે તે બધુ ભુલીને ખુલીને જીવે છે. પ્રીયા ને હસતા જોતા વિક્રમ ને પણ દીલ મા હાશકારો થાય છે ; હવે પ્રીયા હસતા હસતા ઓફીસે આવવા લાગે છે , પણ ક્યારેક ક્યારેક તે તેની બાજુ મા અમર ની ખાલી ચેર જોતા તેણી ની આખોં મા પાણી આવી જાય છે ને અમર ની યાદોં મા ખોવાઈ જાય છે . તે વીક્રમ જોતા તરત તે પ્રીયા ની કેબીન મા જઈને તેને કઈક ને કઈક બીજા કામે તેનુ ધ્યાન દોરાવી દે છે .
ત્યા વીક્રમ અને પ્રીયા ઓફીસ મા કામ કરી રહ્યા હોય છે ત્યારે ફોન ની ઘંટડી વાગે છે , પ્રીયા ફોન ઉપાડે છે પ્રીયા : હેલ્લો , કોણ ?
સામેથી : પ્રીયા હું આદીત્ય , આદીત્ય મહેરા બોલુ છુ.
પ્રીયા : હં બોલો આદી કેમ છો ! all fine .
આદીત્ય : હા મારી તબીયત તો એકદમ ઠીક છે તમારી જણાવો , હુ એકદમ ફ્રી હતો લાવ મે વીચાર્યુ કે મેડમ ને ફોન તો કરી જોવ કે તે શુ કરે છે ;
પ્રીયા : હા મારી તબીયત પણ સારી છે , કએક કએક ચક્કર આવી જાય છે થાક ના લીઘે બીજુ કઈ નહી ,
આદીત્ય : તો ચાલો , તમારા થાક ને દુર કર દવ ,
પ્રીયા : મતલબ ? ( હસીંને )
આદીત્ય : મતલબ એ કે હુ બીજી નવી ઓફીસ કરવા જઈ રહ્યો છુ તો તેમના માટે મે નાની એવી પાર્ટી રાખી છે , તો તારે આવવાનુ છે.
પ્રીયા : સોરી , આદીત્ય મારે અહીં ઓફીસ મા કામ છે તો હું......
આદીત્ય : હહહ.... એવુ કઈ પણ નહી ચાલે , તારે આવવાનુ એટલે આવવાનુ, ok. બાય કહીને ફોન મુકી દે છે . પ્રીયા માથુ પકડીને કઈ અસંમજસ મા હોય છે ત્યા વિક્રમ ત્યા જ હોય છે તે પુછે છે કે શું થયુ પ્રીયા ?
પ્રીયા : કઈ નહીં , એક પાર્ટી તેમને મને તેમની ઓફીસ ના ઉદઘાટન માટે આમંત્રણ માટે ફોન કર્યો તો .
વીક્રમ : તો તારે જવુ જ જોઈને ?
પ્રીયા : પણ હુ એકલી કેમ જાવ ત્યા બઘાય અજાણ્યા હશે . અને આમેય અહીં કેટલુ કામ છે તે તો તને ખબર જ છે . અને ત્યા મને એકલુ એકલુ લાગશે .
( મી શાહ એ વીક્રમ ને પ્રીયા ના કહેવાથી પ્રીયા નો સેક્રેટરી નીયુક્ત ક્યો છે . )
એક કામ કરીયે તો આપણે બન્ને સાથે જઈએ તો .
વીક્રમ : its a fantastic idea !
પણ પછી થોડુક અચકાતા વીક્રમ કહે છે કે તેણે તને એકલાને કહ્યુ છે તો હું.......
પ્રીયા : અરે પાગલ , તુ સેક્રેટરી પછી પહેલા તુ મારો ફ્રેન્ડ છે , બેસ્ટ ફ્રેન્ડ . હુ તેને કહી દઈશ કે તે મારો ફ્રેન્ડ છે . બસ અરે બુઘ્ઘુ . ( પછી બન્ને હસે છે . )
વધુ આવતા અંકે....