Sanam tamari vagar - 6 books and stories free download online pdf in Gujarati

સનમ તમારી વગર - 6

હવે આગળ,

મી. શાહ એક મહત્વપૂર્ણ વાત કરવા સ્ટેજ પર આવે છે, ને કહે છે કે " દોસ્તો, હવે આ નવી કંપની ની બઘી જવાબદારી મારો દીકરો પવન ને હું સોંપું છું, અને તેમની સાથે CO -MANAGER & VICE M. ની પોસ્ટ હું પ્રિયા ને સોંપું છું,"તે સાંભળતા બધા તાળીઓ ના ગળગળાટ થી બન્ને ને વધાવી લીધા તે સાંભળતા જ પ્રિયા આશ્ચર્ય ચકિત થઇ ગઇ તે ના - ના કરવા લાગી પણ તેમના સરે (મી.શાહ ) તેમના પર પૂરો ભરોશો દાખવતા કહ્યું કે તે ખુબ જ હોશિયાર છોકરી છે અને મહેનતી પણ છે, મને તેમના પર પૂરો ભરોશો છે. તે સાંભળતા જ પવન મનોમન ખુશ થયો અને પ્રિયા પણ. તે પત્યા પછી બધા મહેમાનો તેમને અભિનંદન દેવા અને થોડી વાતચીત કરવા આવ્યા. ત્યારબાદ પવન અને પ્રિયા એ પણ શોર્ટ સ્પીચ આપતા કહ્યું કે " thankyu sir મારા પર ભરોસો કરવા બદલ, હું જરૂર કંપની ને આગળ લાવવા મહેનત કરીશ " સ્પીચ પુરી થતા ફરી તાળીઓનો ગળગળાટ સાંભળવા મંડ્યો.

તે બધું પત્યા પછી ઇન્ડિયા ની જ એક કંપની ના માલિક પ્રિયા ને મળવા આવ્યા, તે પ્રિયા ને પાર્ટી માં પહેલીવાર જોતા જ તે (પ્રિયા) તેમને ગમવા લાગી હતી, તેથી તે પ્રિયા સાથે વાત કરવા માંગતો હતો તેથી તે પ્રિયા પાસે આવ્યો અને કહ્યું " HI, મારુ નામ આદિત્ય છે, આદિત્ય મહેરા. અને હું જે કામ તમે કરવા જઇ રહ્યા છો નવી કંપની માં તે કામ મારી કંપની પણ કરે છે, હું પહેલા મી.પવન શાહ ને મળ્યો પછી સાંભળ્યું કે તમે આ કંપની ના co-ordineter છો તો મેં વિચાર્યું કે તમને તો મળવું પડશે."થોડી વાતચીત થઇ ત્યાં મી. પવન પણ ત્યાં આવી પહોંચ્યો પછી 3 વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ પહેલી મુલાકાત માં.

પાર્ટી પુરી થયા પછી બધા મહેમાનો, સ્ટાફ બધા પોતપોતાનો ઘરે ગયા. આ બાજુ કંપની ના સર ને તેમનો સન પવન પણ તે રાતે તેમના બંગલે ફ્રેશ થઇ ને રિલેક્સ ના મૂડ માં પોતાના સ્વિમિંગ પૂલ પાસે ખુરસી પર બેઠા હતા. થોડીક હલકી ફુલકી વાતો થઇ, થોડોક સમય મળતા પવને તેમના પિતા ને ધીરે થી અચકાતા કહ્યું કે હું અને પ્રિયા એકબીજાને પ્રેમ કરીયે છીએ, તેમના પિતા એ બવ વિચારતા કહ્યું કે શું પ્રિયા પણ તને પ્રેમ કરે છે ? જવાબ માં પવને ધીમે થી હા કહ્યું, ત્યારે તેમના પિતા એ કઈ જવાબ આપ્યો નહીં ને ખાલી પવન ની પીઠ થપ થપાવતા બસ એટલું કહ્યું કે ' બેટા, ગુડ નાઈટ ' અને તરત તેમના રૂમ માં ચાલ્યા ગયા.

તે રાતે પ્રિયા ને પણ નીંદર નહોતી આવતી તે વિચારતી હતી કે સરે મેં આટલી મોટી જવાબદારી કેમ સોંપી ! તે વિચારતી હતી ત્યાં ફોન આવ્યો તે ફોન પવન નો હતો, પવને કહ્યું કે ' શું, મેડમ મારી કંપની ના vice manager ' એમ કહી થોડી મસ્તી કરવા લાગ્યો પછી થોડી પ્રેમ ભરી વાતો થઇ. ને રાતે મોડે લગી વાતો કરતા રહ્યા.

બીજે દિવસે પ્રિયા જયારે ઓફિસે આવી તેમની ઓફીસ માં બધું સરખું, ચેક કરતી હતી ત્યારે જૂની કંપની માંથી તેના ગ્રુપ નો ફોન આવ્યો કે ' શું મેડમ હવે તો અમને ભૂલી જશો ને ' મિરલે કહ્યું. પ્રિયા બોલી : ' શું ગાંડા જેવી વાત કરો છો, હું કઇ મોટી બોટી નથી થઇ ok ' હું તમને છોડી ને ક્યાંય નહીં જાવ. Ok તો હવે મને ચીડવવાનું બંધ કરજો. એમ કહી પ્રિયા ફોન મૂકી દે છે., ત્યાં જ થોડાક સમય માં આદિત્ય મહેરા નો ફોન આવે છે.



વધુ આવતા અંકે .........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED