સનમ તમારી વગર - 7 Kumar Akshay Akki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સનમ તમારી વગર - 7

આપણે જોયું કે,
(મી. શાહ પવન ને નવી કંપની નો મેનેજર બનાવી દે છે અને પ્રિયા ને co-ordinater બનાવે છે ને પછી બધા ઉદ્દઘાટન પૂરું થતા ઘરે જાય છે ને તે રાત્રે પવન તેના પિતા ને તે અને પ્રિયા વચ્ચે પ્રેમ છે તેની વાત કરે છે પણ મી. શાહ કઇ જવાબ આપ્યા વિના તેના રૂમ માં જતા રહે છે )

હવે આગળ,.....

તે રાતે પ્રિયા ને પણ નીંદર નહોતી આવતી, તે તેના પ્રમોશન માટે બવ ખુશ હતી તે તેની ખુશી ની વાત સૌ પ્રથમ તેના માતા-પિતા, દાદા-દાદી ને કરી હતી, પછી તે પવન ને લઈને પણ ખુશ હતી, પવન ને લઈને બે વાત હતી એક તો તેને મેનેજર તરીકે અને બીજી વાત કે તે (પ્રિયા) અને પવન હમેશા આખો દિવસ સાથે રહેશે, તે વાત વિચારતા તે(પ્રિયા) મનોમન હાસ્ય કરતી હતી ત્યાં જ પવન નો ફોન આવ્યો ફોન ઉપાડતા જ સામેથી અવાજ આવ્યો કે
પવન : HOW ARE YOU, MADAM it will be fine, પછી થોડી દોસ્તી, પ્રેમ ની વાત થઇ.......
પછી મજાક માં પ્રિયા એ કહ્યું કે શું તમે અહીં અત્યારે આવી શકો છો ? પણ પવન ને તે વાત માં જજો ઇન્ટ્રેસ નો લેતા ફોન માં વાત બીજી ચાલુ રાખી પણ પ્રિયા ને નહોતી ખબર કે તે કાર લઈને તુરંત પ્રિયા ને ત્યાં પહોંચવા નીકળી પડ્યો છે,.

થોડોક સમય જતા........ પવન પ્રિયા ની ઘરે પહોંચે છે પણ પ્રિયા ને તે હજી પણ ખબર નથી કે પવન તેની (પ્રિયા) ની ઘરે પહોંચી ગયો છે પવને જયારે કીધું કે "જરા પાછળ ફરી ને જુવો તો ખરા !" ત્યાં પ્રિયા જોતા જ તે પ્રિયા ખુશી ને મારે આંખમાં આંસુ આવી જાય છે, તે તરત જ પવન ને ગળે લાગી જાય છે, ને પ્રેમ ભર્યું મિલન થાય છે ને વાતું માં જ વાતું માં ક્યારે સવાર થઇ જાય છે તે બન્ને ને ખબર નો રહી.

સવાર પડતા જ પવન ત્યાં થી ઝડપ થી તેના બંગલે જાય છે કારણ કે તેના પિતા ને ખબર નો પડે તે માટે ઝડપથી ઘરે જાય છે અને તે તેના રૂમ ની બારી થી એન્ટર થાય છે ત્યાં પોગતા જ તે સુઈ જાય છે ને ત્યારે જ તેના પિતા ત્યાં તેને ઉઠાળવા જતા તે જાગી પણ જાય છે (આળસ મરડતા) કહે છે, સોવા દો ને પપ્પા, શું નાના છોકરા ઓ પર આમ કરાય ? તે સાંભળતા જ તેના પપ્પા હસી પડે છે, મી. શાહ કહે છે કે "ચલ જલ્દી તૈયાર થઇ જા ઓફિસે જવાનું નથી " ચલ જલ્દી કર,

પછી પવન ફ્રેશ થઇ ને નાસ્તો કરી ને ઝડપ થી ઓફીસ તરફ નીકળી પડે છે, ને અહીં પ્રિયા પણ ફ્રેશ થઇ ને લાલ સાડી પહેરી ને ઓફીસ તરફ જાય છે, ઓફિસે પોગતા જ પ્રિયા પવન ની કેબીન માં જાય છે (પવન ની કેબીન ને પ્રિયા ની કેબીન બન્ને એક હોય છે.) પ્રિયા કેબીન માં આવતા પવન ના હોશ ઉડી જાય છે કારણ કે તે (પ્રિયા) લાલ સાડી માં અતિસુંદર લાગતી હતી. કપાળ પર નાની લાલ કલર ની બિંદી તે બધું જોતા જ પવન થોડાક સમય માટે તેને જોતા જ રહી ગયો, પછી પવન સપનાઓ માં ખોવાય જાય છે પ્રિયા પછી તેને ચપટી વગાડતા તેને સપના માં થઇ જગાડે છે, પછી પવન કામ પર ધ્યાન રાખીને તે તેની સેક્રેટરી ને બોલાવી બધાજ સ્ટાફ ને મિટિંગ રૂમ માં આવવાનું કહે છે, બધા ત્યાં પોગતા પહેલા નવા સ્ટાફ લોકો નું નાનું એવું ઈન્ટ્રો લઈને કામ ની વાત કરે છે તે (પવન) બધાને પ્રોજેક્ટર થી મોટી સ્ક્રીન માં કંપની ના હાથ માં આવનારા પ્રોજેક્ટ ની વિગત કહે છે ને અત્યારે જે પ્રોજેક્ટ હાથ માં છે તેની બઘી વિગત કહે છે ને બધા અત્યારે જ કામ માં લાગી જાવ તેમ કહી મિટિંગ પુરી કરે છે.

બીજું આવતા અંકે.......