સનમ તમારી વગર - 10 Kumar Akshay Akki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સનમ તમારી વગર - 10

હવે આગળ......

પ્રીયા વીક્રમ ને જોતા જ આસુ લુછવા લાગે છે , વીક્રમ આ બઘુ ઇગ્નોર કરતા પ્રીયા માટે ગીફ્ટ લાવ્યો હોય છે તે તેને હસીને બતાડે છે , વીક્રમ કહે છે : અંદર આવવાનુ નહી કહેશો મેડમ ; પ્રીયા થોડુક હસીને " અરે સોરી , ઇ તો હુ ભુલી ગઇ " આવ અંદર . પછી બન્ને ઘર મા પ્રવેશે છે; વીક્રમ જેટલુ થાય તેટલુ પ્રીયા ને ખુશ કરવાની કોશીશ કરે છે , તે જાણે છે પ્રીયા પર શુ વીતી છે , વીક્રમ કહે છે " કોઇના જવાથી કાઇ દુનીયા ઉભી તો નથી રહી જવાની ને , આ સુરજ , ચાંદ તેમના નીયત સમયે રોજ ઉગવાના છે અને ઉગશે જ. તો તુ શુ કામ અમરની યાદો મા આમનમ આ હસીં જીંદગી ને ખોઇ બેસીસ ? " તે સાંભડતા પ્રીયા રડવા લાગે છે ને વીક્રમ ના ખંભા પર માથુ રાખીને રડવા લાગે છે , તે જોતા વીક્રમ ને આજ અજુગતુ લાગવા લાગે છે. કારણ કે આજ પહેલા તેને આવો કોઇ અહેસાસ થયો જ નહોતો , કેમ કે તે કોલેજ થી એકબીજાને જાણતા હતા . કોલેજ નુ તેમનુ ૬ લોકો નુ ગ્રુપ હતુ તેમા ખાલી વીક્રમ ,પ્રીયા , મીરલ , અમર , વીજય ને મીનાક્સી આ તેનુ ગ્રુપ હતુ , તે સદા સાથે - સાથે હોય , તેથી બઘા એકબીજાને સારી રીતે જાણતા હતા. તેથી વીક્રમ પ્રીયા ને સમજાવે છે અને કંપની ની પાર્ટનર હોવાથી તે તેને ફરી ઓફીસ આવવા કહે છે.વીક્રમ કહે છે " હમણા મી. શાહ અને તારા ન આવવાથી કંપની મા કઇ મન નથી લાગતુ અને સાવ ખાલી ખાલી લાગે છે , અમર ના ગયા પછી ..." ત્યા વચ્ચે વાત કાપતા પ્રીયા બોલે છે કે " અમર ના ગયા પછી મારુ મન ત્યા માનતુ નથી ત્યા જવા મા પણ પછી પપ્પા ( મી. શાહ ) નુ મોઢુ સામે આવી જાય છે , તે બીચારા એકલા થઇ ગયા છે ને તે હમણા સદમા ને લીઘે તે ઘરે જ રહે છે , ત્યારે વીચાર આવે છે કે જવ પણ પગ જ ઉપડતા નથી ને . " તે બઘુ તે રડતા સ્વર મા કહે છે. પછી તે ઓકે કહીને ઓફીસ આવવાનુ કહે છે.

આગળ ના દીવસે પ્રીયા ઓફીસ પહોચે છે , ઓફીસ પહોચતા જ તેને અમર ની યાદો આવવા લાગે છે.ત્યા વીક્રમ ની નજર તેમના પર પડતા પ્રીયા ને આવકારે છે ને પછી બઘા જ સ્ટાફ તેમનુ ઉષ્મા ભર્યુ સ્વાગત કરે છે પછી પોતપોતાના કામે લાગી જાય છે ને પ્રીયા ને પણ ના છુટકે તેમની ઓફીસ મા જવુ પડે છે, ઓફીસ મા બેસતા સૌથી પહેલા તેમની નજર બાજુમા પડેલી ખુરશી પર પડે છે જ્યા અમર બેસતો હતો તેને જોતા પાછી પ્રીયા અમર ના ખ્યાલ મા પડી જાય છે , ત્યા એક સ્ટાફ એક ફાઇલ લઇને તેમની પાસે આવે છે ને કહે છે આ ફાઇલ જોઇ લો મેડમ , ત્યા પ્રીયા તેમને ખીજાવા જાય છે પછી અટકી જાય છે પછી તે પોતાનુ માથુ બે હાથે પકડીને બેસી જાય છે તે પહેલા સ્ટાફ ને ' જાવ તમારુ કામ કરો ' તેમ ઉચ્ચા અવાજે બોલે છે. પછી તે સ્ટાફ શાંતીથી ત્યાથી નીકળી જાયછે. તે આ બાજુ વીક્રમ બઘુ જોતો હોય છે તે ઝડપથી પ્રીયા પાસે આવે છે ને સ્ટાફ ને ખીજાવાનુ કારણ પુછે છે.


વઘુ આવતા અંકે...