HIGH-WAY - part 21 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HIGH-WAY - part 21

Part 21


રાહુલને એની પાછળ જોઈને પ્રિયાંશી ડરી જાય છે. એની આંખો ફાટી જાય છે અને મોઢા પર કોઈએ પટ્ટી મારી નાખી હોય એમ એકદમ ચૂપચાપ રાહુલને જોઈ રહી છે જાણે કે એના પગ નીચેથી જમીન ખસી ગઈ છે અને એકવાર રાહુલની આંખમાં રહેલો ગુસ્સો જોઈને એ ફરીથી એની આંખમાં આંખ નાખીને જોઈ શકવાની હાલતમાં નથી. એનું મગજ હવે બસ એક જ કામ કરી રહ્યું છે કે રાહુલ ને શું જવાબ આપીશ ..

ઇન્સપેક્ટર: શું થયું ? કંઈક તો બોલ પ્રિયાંશી...

રાહુલ : sir.. એના કરેલા કામ પછી એ કંઈ જ બોલવાની હાલત માં નથી.

ઇન્સપેક્ટર: એ તો એવું જ હોય છે. કંઈક ખરાબ કામ કર્યા પછી થતો પછતાવો નર્કની યાતના કરાવે છે. એ મને મારા આ નોકરીના અનુભવથી શીખવા મળ્યું છે.

રાહુલ: પ્રિયાંશી કંઇક તો બોલ હવે તારે જવાબ આપવો જ પડશે તે આવું કેમ કર્યું?

ઇન્સ્પેક્ટર: બોલી દે પ્રિયાંશી તારે આવું કરવાની શું જરૂર પડી. હવે તને બચાવવાવાળું એક જ માણસ છે જે હાલ તારા સામે ઊભો છે. હું બસ પ્રયત્ન કરી શકું. પણ રાહુલ તને બચાવી શકે છે.

રાહુલ: બોલ પ્રિયાંશી..

પ્રિયાંશી: ( ચૂપચાપ એક લાશની જેમ એક જ જગ્યાએ ઉભી છે.)

રાહુલ: ઠીક છે ઇન્સ્પેક્ટર સાહેબ... આને કંઈ બોલવું નથી લાગતું. તમે હવે આને સજા આપી શકો છો. મને કંઈ જ વાંધો નથી.

પ્રિયાંશી: નહીં રાહુલ નહીં ...મારો વિશ્વાસ કર ...મેં કંઇ જ કર્યું નથી જે પણ કર્યું છે એ સુમિતે કર્યું છે.

રાહુલ: કેમ... કેમ કરું તારો વિશ્વાસ... તે મારો વિશ્વાસ એક કાચના જેમ તોડી નાખ્યો છે. તને મેં મારી બેસ્ટ ફ્રેન્ડ માની અને તે મારા પીઠ પાછળ છરો માર્યો.

પ્રિયાંશી: રાહુલ આવું ના બોલ.. મેં હંમેશા તને મારો મિત્ર માન્યો છે. તને મિત્ર કરતાં પણ વધારે માન્યો છે અને કદાચ એમાંને એમાં હું તને સહેરની સાથે જોઈને સારુ ફિલ નતી કરતી અને એ કારણે જ મેં સુમિતનો સાથ આપવાનું નક્કી કર્યું.

રાહુલ.: આ તો શું બોલી રહી છે મને કંઈ જ સમજાતું નથી.

પ્રિયાંશી: જો રાહુલ હું તને એકદમ સાચો પ્રેમ કરતી હતી પણ તને અને સહેરને સાથે જોઈને મને ઈર્ષા થતી હતી. તો મેં અને સુમિતે તમને અલગ કરવા માટે પ્લાન બનાવ્યો હતો. પણ મારો વિશ્વાસ કર અમારો પ્લાન કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.

ઇન્સ્પેક્ટર: એ તો દેખાય છે કોને કેટલું નુકસાન થયું છે.

પ્રિયાંશી: સર મેં કાંઈ જ નથી કરી મારો વિશ્વાસ કરો અમે તો જસ્ટ જે કહ્યું એ જ કર્યું બાકી તો મારો આ કાંડમાં કાંઈ જ હાથ નથી.

રાહુલ: હવે ચૂપચાપ બોલી દે ક્યાં છે સહેર... શું થયું છે સહેરને અને આ કરવામાં કોનો કોનો હાથ હતો. ખૂની અને દોષિતોને સજા જરૂર મળશે જ્યાં સુધી એમને સજા નહિ મળે ત્યાં સુધી હું આરામથી બેસીશ નહીં.

પ્રિયાંશી: રાહુલ હું તને બધું કહેવા તૈયાર છું પણ બસ મને તું માફ કરી દે કારણકે હું તને મારાથી નફરત કરતો નથી જોઈ શકતી. તું જે કહીશ એ કરવા તૈયાર છું. તું આપીશ એ સજા ભોગવવા તૈયાર છું પણ તું મને માફ કરી દે. મારો પ્રેમ હંમેશા તારા માટે અપાર હતો છે અને રહેશે પરંતુ આમ તું મારાથી ગુસ્સે રહીશ તો મને તારા ગુસ્સા કરતા મોતને વહાલું થઈ જવું વધારે ગમશે.

રાહુલ: હું તને માફ કરી શકું પણ એક શરત સાથે..

પ્રિયાંશી: માફ થવા માટે હું કંઈ પણ કરી શકું છું તું ખાલી બોલ.

રાહુલ: તને હું જે જે પ્રશ્ન પૂછું એનો સાચો જવાબ આપીશ.

પ્રિયાંશી: હું તને વચન આપું છું તે પૂછેલા દરેક સવાલનો જવાબ સાચો આપીશ પણ એના પહેલાં મારે એક પ્રશ્ન છે.

રાહુલ: ઠીક છે... તારો પ્રશ્ન શું છે એ બોલ...

પ્રિયાંશી: મને એ નથી સમજાતું કે ઇન્સ્પેક્ટર સર કોના પક્ષમાં છે.

ઇન્સપેક્ટર: સત્યની પક્ષમાં છું..

પ્રિયાંશી: સર હું કંઈ સમજી નહીં .

ઇન્સપેક્ટર: તારો પ્રશ્ન એ જ છે ને કે હું સુમિતના પક્ષમાં હતો તો પછી હવે રાહુલના પક્ષમાં કેમ ?

પ્રિયાંશી : હા સર

ઇન્સ્પેક્ટર :તો સાંભળ મારો જવાબ.. હું સુમિતના પક્ષમાં હતો જ નહીં. સુમિતના પક્ષમાં રહેવું પડ્યું, માત્રને માત્ર એને દોષી સાબિત કરવા.

પ્રિયાંશી : હજુ મને કંઈ જ ખબર ના પડી.

ઇન્સ્પેક્ટર: દેખ શરૂઆતથી કહું.જે દિવસે રાહુલ પોલીસ સ્ટેશનમાં મારા જોડે એફઆઈઆર નોંધાવવા માટે આવ્યો એના બસ બે મિનિટ પહેલા સુમિત ત્યાં આવીને ગયો હતો. એણે મને ઓફર આપી હતી.

પ્રિયાંશી: સર શેની ઓફર?

ઇન્સ્પેક્ટર: એને મને ઓફર આપી હતી કે જો હું એને આ કેસમાંથી બહાર નીકાળી દઉં તો એ મને પ્રમોશન અપાવી દેશે અને એની ઓળખાણ બહુ મોટા નેતાઓ જોડે છે તો એ મને પ્રમોશન જલદીમાં જલદી અપાવી શકે છે. હું એને એમ જવાના દઈ શકું કારણકે મેં આ વસ્તુ જાતે અનુભવ કરેલો છે કે પોતાના પરિવારના સદસ્ય સાથે સાથે જ્યારે જબરદસ્તીથી કંઈક ખરાબ કરવામાં આવે તો કેવું લાગે છે. મારી બહેન જોડે પણ આવું જ કંઈક.......

રાહુલ : શું તમારી બહેન?

ઇન્સ્પેક્ટર: બહુ લાંબી સ્ટોરી છે પછી ક્યારે કરીશ (તેમના આંખમાં આંસુ આવી જાય છે)

પ્રિયાંશી: બધું ઠીક છે ને સર

ઇન્સ્પેક્ટર : એના કર્યા પછી કાંઈ ઠીક નથી..

રાહુલ : સર મને કહો શું થયું હતું.

ઇન્સ્પેક્ટર: હાલ સમય નથી સમય આવશે ત્યારે કહીશ. પ્રિયાંશી.. તને તારો જવાબ મળી ગયો ને?

પ્રિયાંશી: હા હવે ખબર પડી.

ઇન્સ્પેક્ટર: એની ઓળખાણ મોટા નેતાઓ જોડે છે તો આપણે એને ડાયરેક્ટ પકડી તો શકીએ પણ કોર્ટમાં હાજર કરતી વખતે તેના વિરુદ્ધ મજબૂત પુરાવાઓની જરૂર પડે. જે હાલ આપણા જોડે નથી અને એ જ પ્રૂફ મેળવવા માટે હું એના પક્ષમાં હતો. જેમ તું જાણે છે એમ પ્રુફ વગર અદાલતમાં કાંઈ જ સાબિત થતું નથી અને પ્રુફ નહીં હોય તો એના પાછળ રહેલા નેતા લોકો એને બચાવી લેશે. પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને દોષીઓને બચાવવાની પરંપરા ભારતમાં વર્ષોથી ચાલતી આવી છે.

પ્રિયાંશી: સર એ તો દુબઈ ગયો છે ને ..?

ઇન્સપેક્ટર: હા એ ગયો નથી એને મોકલવામાં આવ્યો છે.

પ્રિયાંશી:- સમજી નહિ સર હું...

ઇન્સપેક્ટર: એને મેં જ મોકલ્યો છે. કારણ કે એ અહીંયા હોય તો હું એના વિરુદ્ધ પ્રૂફ ના શોધી શકું. એ અહીંયા હોત તો મારે એનાંથી સંતાઈને કામ કરવું પડત અને એમાં વધારે સમય બગડી શકત...

પ્રિયાંશી: તો મને આપેલું ઝેર ?

ઇન્સપેક્ટર: એ એટલું હાનીકરક નહોતું અને તને કંઈ થવાનું પણ નહોતું. પહેલાથી જ મેં ડોક્ટરને જાણ કરેલી જ હતી. બધી દવા અને એન્ટીડોટ્સ તૈયાર જ રાખ્યા હતા...

પ્રિયાંશી: એટલે બધું પહેલાથી તમે પ્લાન કરેલું છે એમ જ ને ...

ઇન્સપેક્ટર: હા ...

પ્રિયાંશી: મને તો શું શું લાગ્યું ...

ઇન્સપેક્ટર: ન્યાય ક્યારે વેચાઈ ના શકે ...ના હું વેચાવા દઉં.

પ્રિયાંશી: તો હવે શું થશે sir ??

રાહુલ : દોષીઓને સજા અને સહેરને ન્યાય મળશે .

ઇન્સ્પેક્ટર: તું હવે જોઈ રાખ , સુમિત અને એના દોસ્તો સાથે ગેમ રમાવાની શરૂઆત થઈ ગઈ છે.

રાહુલ: પ્રિયાંશી ચલ હવે હું તને આપણી ગેમના નવા એક પ્લેયર સાથે મુલાકાત કરાવું.

પ્રિયાંશી:-આપણા ત્રણ સિવાય કોઈ ચોથું પણ છે? કોણ છે જલ્દી બોલ...

ઇન્સ્પેક્ટર: બહાર આવો...

ત્યાં સીડીઓ ઉપરથી કોઈના નીચે ઉતારવાનો અવાજ આવી રહ્યો છે. એ માણસના મોઢાની ઉપર લાઈટ પડતાંની સાથે જ પ્રિયાંશી ચોંકી ઉઠે છે.

પ્રિયાંશી: આતો રાજ છે ને?

ઇન્સ્પેક્ટર : હા એ જ છે..

પ્રિયાંશી: રાજ આપણને કઈ રીતે મદદ કરી શકે?

ઇન્સ્પેક્ટર: એના જોડે સુમિતે કરેલી વાતચીતનો પુરાવો છે

પ્રિયાંશી : સાચે ?? એના જોડે ક્યાંથી આવ્યો.

રાહુલ: હા એના જોડે પુરાવો છે કે સહેરના ગાયબ થવા પાછળ એનો ક્યાંકને ક્યાંક હાથ છે.. જ્યારે પાર્ટી પતી અને બીજા દિવસે સવારે એ બાથરૂમમાં હતો ત્યારે સુમિત દારૂના નશામાં ચિરાગ જોડે ફોન પર વાત કરી રહ્યો હતો. તેનું રેકોર્ડિંગ રાજે કરી લીધું હતું.

પ્રિયાંશી : તો તો ચિરાગ અને રાઘવ પણ પકડાઈ જશે ને?

ઇન્સ્પેક્ટર: કેમ ચિરાગ અને રાઘવ?

પ્રિયાંશી : સર તમને સુમિત એ કહ્યું નથી?

ઇન્સ્પેક્ટર: શું કહ્યું નથી?

પ્રિયાંશી: સર ...સુમિતે સહેરને રાઘવ સાથે એકલી ઘરે જવા માટે મોકલી હતી અને એની પાછળ ચિરાગ પણ ગયો હતો બસ એટલા માટે કે ચિરાગ સહેરને પોતાની હવસનો શિકાર બનાવી શકે..

ઇન્સપેક્ટર : આ તું શું બોલે છે?.. હવસનો શિકાર? (ઇન્સ્પેક્ટર ના આંખના આંસુ હજુ સૂકાયા પણ ન હતા અને ફરી એકવાર આંખમાં આંસુ આવી ગયા.)

પ્રિયાંશી : સર સાચે જ..

ઇન્સ્પેક્ટર : બને જ નહીં સુમિતે રાઘવ અને ચિરાગ વિશે કંઈ કહ્યું જ નથી.

પ્રિયાંશી: સર એ ચિરાગને બચાવવા માટે એણે બધું પોતાના માથે લઈ લીધું છે અને પોતે દુબઈ ચાલ્યો ગયો છે.

ઇન્સ્ટ્રક્ટર : સાચું બોલે છે?

પ્રિયાંસી: હા સર એ પોતાના ભાઇ માટે કંઈ પણ કરી શકે છે. એને પોતાના ભાઇને બચાવવા માટે આ બધો દોષ પોતાના માથે લઈ લીધો હશે.

ઇન્સ્પેક્ટર: તો હવે બંને ભાઈને અને રાઘવને પણ જેલની હવા ખવડાવીશ.

રાહુલ: હવા તો પછી ખાશે એ પહેલાં બંનેને મારા ગુસ્સા અને મારા બદલાનો સામનો કરવો પડશે.

પ્રિયાંશી : આ બધું સુમિતનું કર્યું છે અને એણે મને ફસાવી.

ઇન્સ્પેક્ટર: રાજએ આપેલા ફોન પરના સુમિતના રેકોર્ડિંગ સાંભળવામાં આવે તો એ તો નક્કી જ છે કે આ બધા કાંડમાં સુમિતનો હાથ જરૂર છે પણ આ પૂરતું નથી.

રાહુલ : રાજ તે રેકોર્ડિંગ કરીને અમારી બહુ મોટી મદદ કરી છે.

રાજ : ભાઈ એ કોઈની બહેન નથી ને બસ એવું સમજી લે એ મારી બહેન હતી કારણકે મારે કોઈ બહેન નથી અને મારી બહેનને ન્યાય અપાવવા માટે કોઇનો પણ સામનો કરી શકું છું.

ઇન્સ્પેક્ટર : તું ચિંતા ના કર હું સહેરને જરૂરથી ન્યાય આવીશ.

પ્રિયાંશી: હા સર.. હું પણ તમને મદદ કરીશ.

રાજ : તો હવે આપણે આગળ શું કરવાનું છે.

ઇન્સ્પેક્ટર : બસ હવે એમને એમની જ ગેમમાં ફસાવીશું.

પ્રિયાંશી: સર કહેવા શું માંગો છો?

ઇન્સ્પેક્ટર: દેખ હવે આપણે પુરાવાઓ ભેગા કરવાના છે કે સહેરના ગાયબ થવા પાછળ સુમિત અને ચિરાગ બંનેનો હાથ છે પણ માત્ર ફોનરેકોર્ડિંગ એ બંનેને સજા અપાવવા માટે પુરતી નથી. કારણ કે તેમને બચાવવા માટે નેતાઓનો મોટો હાથ હશે. એમને પકડવા માટે એમના મોઢેથી બોલાવું પડશે કે એમણે આ બધું કર્યું છે.

પ્રિયાંશી: તો સર સિંહના ગળે પટ્ટો કોણ બાંધશે. એ બંને જાતે થોડી ના કહેશે કે અમે આ કર્યું છે..!

ઇન્સ્પેક્ટર : એનો પણ તોડ છે મારા જોડે.

રાહુલ : હા સર મને ખબર છે તમે શું કરવા માંગો છો..

પ્રિયાંશી: કોઈ મનને સમજાવશે કે તમે લોકો શાની વાત કરી રહ્યા છો?

ઇન્સ્પેક્ટર: સહેરને ગાયબ થયાને એક અઠવાડિયું થવા આવ્યું.. હજુ સુધી સહેરના કોઈ સમાચાર મળ્યા નથી. એ જાણીને સુમિત અને ચિરાગ બંને ખુશ થઈ ગયા હશે કે હવે એમના સામે કોઈ જ કાર્યવાહી નહીં થાય અને એ બંને આ કેસમાંથી છટકી જશે.

રાજ: અને આ જ ગલતફેમી નો ફાયદો આપણે ઉઠાવીશું.

રાહુલ: રાજ ફરીથી એકવાર મોટી પાર્ટી નું આયોજન કરશે.

ઇન્સ્પેક્ટર: બસ ફરક એટલો જ હશે કે સુમિતના પાર્ટીમાં સહેરને નિશાન બનાવવામાં આવી હતી અને રાજની પાર્ટીમાં સુમિતના ભાઈ ચિરાગને નિશાન બનાવવામાં આવશે.

રાજ: આગળ જે જે થશે એ બધું જોયું જશે.

ઇન્સ્પેક્ટર :હવે સહેર પાછી આવશે.

પ્રિયાંશી : સહેર પાછી આવશે?

ઇન્સ્પેક્ટર: હા સહેર પાછી આવશે ... સહેરને પાછું આવવું જ પડશે.

પ્રિયાંશી : પણ સર હાલ તમે તો કહ્યું કે સહેરનો કોઇ અતોપતો નથી તો સહેરને શોધીશું કઈ રીતે.

ઇન્સ્પેક્ટર : સહેર નહીં આવી શકે તો શું સહેરની આત્મા તો આવી શકે ને ...

પ્રિયાંશી: તમે એ તો નથી વિચારી રહ્યા ને જે હું વિચારી રહી છું?

ઇન્સ્પેક્ટર: જો તું સહેરની આત્માનું નાટક કરવા વિશે વિચારી રહી છે તો તું સાચી છે... હું એ જ વિચારી રહ્યો છું.

પ્રિયાંશી : સર.. પણ નાટક કરશે કોણ

ઇન્સ્પેક્ટર: એ હું કોઈ જુનિયર આર્ટિસ્ટને લાવી દઈશ.

પ્રિયાંશી: સર એની જરૂર નથી...

રાહુલ: કેમ?

પ્રિયાંશી: રાહુલ તારી બહેન મીમીક્રી આર્ટીસ્ટ છે ને?

રાહુલ: હા તો શું?

પ્રિયાંશી:- અરે આ નાટક સારી રીતે કરી
શકશે.

રાહુલ:- આ વાત તો તારી સાચી ..મારી બહેનને સુમિત ઓળખે છે પણ ચિરાગે તો ક્યારેય જોઈ પણ નથી..

પ્રિયાંશી: હું તને એ જ તો કહું છું.

રાહુલ : હવે હું સમજ્યો...

ઇન્સ્ટ્રક્ટર: તો ખેલાડીઓ તૈયાર થઈ જાઓ હવે આ ગેમમાં કરો યા મરોની સ્થિતિ ઉદ્ભવા જઇ રહી છે.. અને આપણે આ ગેમ જીતવી જ પડશે સહેરના માટે..


રાહુલ: રાજ સાંભળ... તું તારા ખાસ મિત્રોને તૈયાર કર આપણે એક પાર્ટી નું આયોજન કરવાનું છે અને એ પાર્ટીમાં માત્ર એ જ લોકો હશે જે લોકોને આપણા પ્લાન વિશે ખબર હશે. પાર્ટીમાં થનારી દરેક હલચલ પર આપણી નજર હોવી જોઇએ. પાર્ટીના દરેક સભ્યને આપણા માસ્ટર પ્લાનની ખબર હોવી જોઈએ. એટલે તારા વિશ્વાસુ અને ખાસ મિત્રોને જ પાર્ટીમાં બોલાવજે અને તેમને આપણા પ્લાન વિશે માહિતગાર કરાવજે. કારણ કે જો એક નાનકડી ભૂલ પણ થઈ તો આપણી બધી મહેનત પાણીમાં જઈ શકે છે અને કદાચ આપણે ક્યારે સહેરને ન્યાય અપાવી ન શકીએ.

રાજ: ભાઈ મેં તને કહ્યું ને સહેર મારી બહેન જેવી હતી અને બહેનને ન્યાય અપાવવા માટે હું મારી જાનને પણ દાવ લગાવી શકું છું. તું ચિંતા ના કર પાર્ટીમાં જે જે પણ થશે એ બધા ઉપર આપણી નજર રહેશે અને આપણા કહ્યા પ્રમાણે જ થશે.

ઇન્સ્પેક્ટર: પાર્ટીમાં દારૂથી લઈને મોટામાં મોટા નશાની તૈયારી કરવાની છે.

રાહુલ : સર તમે શું બોલો છો આ..

ઇન્સ્પેક્ટર: તું જે સાંભળે છે એ જ... ચિરાગને દારૂના નશો કરાવો જરૂરી છે. એ હોશમાં હશે તો બધું જ સમજી જશે.

રાહુલ :-પણ નશો લાવશો ક્યાંથી?

ઇન્સ્પેક્ટર:-આલોક છે ને...

રાહુલ :આલોક??

ઇન્સ્પેક્ટર:-હા આલોક તને યાદ છે ને જ્યારે સુમિતના ફાર્મ હાઉસ ઉપર હું એક એક કરીને બધા નું ઇન્ટરવ્યૂ લેતો હતો ત્યારે મારા જોડે આલોક નામનો એક છોકરો આવ્યો હતો જેની પૂછપરછ કરી હતી.

રાહુલ:-હા એ સુમિતનો થોડો ખાસ ફ્રેન્ડ છે.

ઇન્સ્પેક્ટર:-હા સુમિત ની બધી પાર્ટીમાં દારૂ અને નશાનું આયોજન એ જ કરે છે. એણે મને કહ્યું હતું.

રાહુલ:-એ આપણને મદદ કરશે?

ઇન્સ્પેક્ટર:-ચિંતા ના કર એના જોડે મેં પહેલાથી વાત કરી લીધી છે એ આપણને મદદ કરવા તૈયાર છે. પાર્ટીની જગ્યા નક્કી થાય એટલે તે દારૂ અને બધા નશાનું આયોજન કરી નાખશે.

રાહુલ :-સર તમે પહેલાથી બધી તૈયારી કરી નાખી છે.

ઇન્સ્પેક્ટર:-શું કરું મને છે ને.. આદત પડી ગઈ છે સમય કરતા પહેલા કામ પૂરું કરવાની.

રાહુલ :-તો તો સુમિત અને ચિરાગ બંને સમય કરતા પહેલા જેલમાં હશે.

ઇન્સ્પેક્ટર :-મારું ચાલે તો બંનેને ત્યાં જ ગોળી મારીને પૂરા કરી દઉં.. પણ આટલું કરવાથી એમને એક જ પળમાં મુક્તિ મળી જશે હું એમને આખી જિંદગી એમની ભૂલને યાદ કરાવા માગું છું.

પ્રિયાંશી :-સર ચિંતા ના કરો બંનેને પકડવા માટે અમે બધા તમારા સાથે છીએ.

ઇન્સ્પેક્ટર:-આપણે બધા એક પરિવાર થઈને સહેરને મદદ કરવાની છે તો તૈયાર છો ને?

પ્રિયાંશી, રાહુલ અને રાજ એક સાથે બોલી ઊઠે છે... હા સર .. અમે તૈયાર છીએ.. અમે ન્યાય જરૂર અપાવીશું.

ઇન્સ્પેક્ટર : ચાલો હવે પોતાના ઘરે જાઓ અને પરમ દિવસ રાતની પાર્ટીની તૈયારી કરવાની છે. કાલનો દિવસ આરામ કરો.. હવે બરાબરીનો ખેલ થશે.

બીજા દિવસે........

રાજ ચિરાગને કોલ કરે છે.....

રાજ: હેલો ચિરાગ કેમ છે ભાઈ..?

ચિરાગ: બસ ભાઈ શાંતિ છે તું બોલ..

રાજ :-એ તો તને યાદ કર્યો...

ચિરાગ :-મને યાદ?

રાજ:-હા ભાઈ તને યાદ કરવો જ પડે ને?!

ચિરાગ :-કેમ શું થયું?

રાજ :-આપણા શહેરમાં નશાવાળી મોટી પાર્ટી હોય અને તને યાદ ના કરીએ એવું કેમ બને.

ચિરાગ :-નશાની પાર્ટી?

રાજ :-હા હું આપું છું. મારા બધા ખાસ મિત્રોને બોલાવ્યા છે તારે પણ આવવાનું છે.

ચિરાગ :-ઓહો તો તો જરૂર આવીશું..

રાજ :-મને ખબર જ હતી નશાનું નામ સાંભળીને તું તૈયાર થઈ જ જઈશ.

ચિરાગ :-શું કરું ભાઈ હમણાંથી કર્યો નથી

રાજ:- ચિંતા ના કર તારા માટે ખાસ રાજસ્થાન થી દારૂ મંગાવ્યા છે અને ડ્રગ્સ પણ મંગાવ્યું છે.

ચિરાગ :-ડ્રગ્સ ?!

રાજ :-હાજ તો ભાઈ તારા માટે સ્પેશિયલ...

ચિરાગ:- કેમ અચાનક મારા પર આટલો બધો પ્રેમ આવી ગયો?

રાજ:-ભાઈ દેખ સાચું કહી દઉં તને

ચિરાગ: બોલ

રાજ :-ભાઈ પાર્ટી તો મારે આપવી છે...ડ્રગ્સ અને દારૂનું પણ તૈયારી થઈ ગઈ છે પણ એક પ્રોબ્લેમ છે.

ચિરાગ :- શું પ્રોબ્લેમ છે?

રાજ :-ભાઈ જગ્યા નથી પાર્ટી માટે.

ચિરાગ :-ઓહો એમ બોલને તારે ફાર્મ હાઉસ પર પાર્ટી કરવી છે

રાજ:- હા ભાઈ હું એ જ કહેવા માગું છું.

ચિરાગ :- ગાંડા તારા માટે ક્યાં ના છે તું ખાલી દારૂ અને ડ્રગ્સ તૈયારી રાખ ..જગ્યા હું કરી દઈશ.

રાજ :-પણ સુમિતને ખબર પડશે તો?

ચિરાગ :-એને કોઈ નહીં કહે કે આપડે પાર્ટી રાખી છે ત્યાં ..

રાજ :-પાક્કુ ને?

ચિરાગ :-હા તું ચિંતા કેમ કરે છે હું છું ને ..બસ એને ખબર ના પડવા દેતો.

રાજ :-ઓકે ભાઈ પાક્કું .

ચિરાગ :-હવે ડાયરેક્ટ પાર્ટીમાં મળીએ..

રાજ :-હા ભાઈ કાલે રાત્રે

ચિરાગ : ફાર્મહાઉસ ખુલ્લું જ છે તો તૈયારી કરી દે..

રાજ :- ભાઇ thanks a lot..

(ચિરાગ કોલ કટ કરે છે.)

રાજ ઇન્સ્પેક્ટર અને રાહુલ બંનેને ચિરાગ સાથે થયેલી વાતચીત વિશે જણાવે છે અને ફાર્મ હાઉસ ઉપર બીજા દિવસે રાત્રે રાખેલી પાર્ટી વિશે સમજ આપે છે.... ઇન્સપેકટર પોતે બનાવેલા પ્લાનની સમજ રાહુલ, રાજ અને પ્રિયાંશીને આપે છે.


ત્રીજા દિવસે સવારે ....

(રાહુલના ઘરે)

રાહુલના ઘરે ત્રીજા દિવસે ઇન્સ્પેક્ટર, પ્રિયાંશી અને રાજ આવેલા છે અને રાત્રે થનારી પાર્ટી અને આખા પ્લાન વિશે ચર્ચા કરી રહ્યા છે.

ઇન્સ્પેક્ટર:-રાહુલ તારી બહેન ક્યાં છે? એને તે વધુ સમજાવી દીધું ને?

રાહુલ:- હા હું એને બોલાવું છું. મેં એને બધું સમજાવી દીધું છે.

(રાહુલ એની બહેન પ્રાચીને કોલ કરીને એના રૂમમાં બોલાવે છે. થોડીક જ સેકન્ડમાં પ્રાચી રૂમમાં પ્રવેશે છે.)

રાહુલ:-સર આ મારી બહેન પ્રાચી છે. એને આપણા પ્લાન વિશે બધું સમજ આપી દીધી છે અને એ તૈયાર છે.

ઇન્સ્પેક્ટર:-દેખ બેટા પ્રાચી હું તને સારી રીતે ઓળખતો નથી પણ તને એટલું કહેવા માગીશ કે અમને અમારા પ્લાનની સફળતા માટે તારી ખૂબ જ જરૂર પડશે અને આ કામ થોડું રિસ્કી છે.

પ્રાચી:-મને રાહુલભાઈ એ બધું સમજાવી દીધું છે અને હું તમારી મદદ કરવા તૈયાર છું ભલે ને કામ રિસ્કી રહ્યું સહેરને માટે તમારી મદદ કરીશ.

પ્રિયાંશી:-ચિંતા ના કર હું તને મદદ કરીશ..

ઇન્સ્પેક્ટર:-આજે રાત્રે તારે ચુડેલ બનવાનું નાટક કરવાનું છે.

પ્રાચી:-ચુડેલ?

ઇન્સ્પેક્ટર:-અરે મારો મતલબ એવો છે કે તારે સહેરની આત્મા તારામાં આવી ગઈ છે એવું નાટક કરવાનું છે.

પ્રાચી:- હા હું સમજી ગઈ તમારી વાતને. પણ કઈ જગ્યાએ?

ઇન્સ્પેક્ટર:- જ્યાં સ્ટોરીની શરૂઆત થઇ હતી તે જ હાઈવે ...જે હાઇવે પરથી રાહુલ સહેરને રોજ ઘરેથી કોલેજ લેવા જતો હતો. એ જ હાઈવે જ્યાં રાહુલ અને સહેર પહેલીવાર મળ્યા હતા..

પ્રાચી :-સર હું તૈયાર છું...

ઇન્સ્પેક્ટર:-જ્યારે રાજ અને ચિરાગ બંને ગાડી લઈને આવે ત્યારે ત્યારે એમના જોડે લિફ્ટ લેવાની છે અને આગળનું હું તને સમજાવી દઈશ...

પ્રાચી:- ઓકે સર હું તૈયાર છું.

રાહુલ:-હું અને પ્રિયાંશી બંને સુમિતના ઘરમાં જઈને સહેરના હોવાના સબૂત મૂકી આવીશું.

ઇન્સ્પેક્ટર:-કઈ રીતે...

રાહુલ:-ચિરાગને હવે સાચેમાં ભૂતનો અનુભવ કરાવવો છે એના ઘરમાં લોહીથી લખેલા લખાણ અને ભૂતના પાક્કા પુરાવા હું અને પ્રિયાંશી છોડી આવીશું. એ જોઈને એ ડરી જશે..

પ્રિયાંશી:-ડરી જશે? અરે મરી જશે..... આટલું જોઈને મને નથી લાગતું એ પોતાની જાતને સંભાળી શકે. ..

ઇન્સ્પેક્ટર:-આપણે એ જ તો જોઈએ છે. એ પોતાની જાતને સંભાળી નહીં શકે અને સુમિતને ફોન કરીને ઇન્ડિયા બોલાવશે.

રાહુલ: અને આગળનું બધું આપણે પ્લાન પ્રમાણે કરીશું.
બીજા દિવસે રાત્રે...

(ફાર્મ હાઉસને રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે. ફાર્મ હાઉસના અંદરના રૂમમાં દારૂ પાણીના જેમ પીવાઇ રહ્યું છે. એક બાજુ દારૂના નશામાં લોકો પડ્યા છે. તો બીજી બાજુ લોકો ડ્રગ્સ લઈને પોતાના દુઃખ ભુલાવી રહ્યાં છે. ઇન્સ્પેક્ટર અને રાહુલ બંને પોતાનો વેશપલટો કરીને એક ટેબલ ઉપર જઈને બેઠા છે. બંનેની નજર ચિરાગને શોધી રહી છે... આખરે 30 મિનિટ રાહ જોયા પછી ચિરાગની ગાડી ફાર્મ હાઉસમાં પ્રવેશે છે. ચિરાગની ગાડી પર નજર પડતાંની સાથે જ રાહુલ રાજને ત્યાં જવાનો ઇશારો કરે છે. રાજ સામેથી ચાલીને ચિરાગની ગાડી પાસે પહોંચે છે. ચિરાગ ગાડીમાંથી ઉતરે છે.)

રાજ:-વેલકમ ભાઈ આજનો ચીફ ગૅસ્ટ તું જ છે..

ચિરાગ:-વાહ ફાર્મ હાઉસને એકદમ દુલ્હનના જેમ સજાવ્યું છે અને પાર્ટી દેખાવમાં તો એકદમ રંગીન મિજાજ વાળી લાગે છે.

રાજ:- આ તો ભાઈ શરૂઆત છે અંદર આવ તને સાચી પાર્ટી બતાવું...

ચિરાગ :-મારાથી હવે રાહ નથી જોવાતી મને જલદી દારૂ આપ..

રાજ :-હા ભાઈ ચલ અંદર દારૂ નહીં તને ડ્રગ્સ પણ આપું આજની પાર્ટી તું ક્યારેય નહી ભૂલી શકે ..

ચિરાગ:-ચલો અંદર મારાથી હવે રાહ નહિ જોવાય.

રાજ :- હા ભાઈ ચલ..

(ચિરાગ અને રાજ રૂમની અંદર પ્રવેશે છે. રૂમની અંદર લાલ લીલી અને અલગ-અલગ રંગની લાઈટો . જોરથી વાગતા ગીતો અને ટેબલ ઉપર પડેલા દારૂની બોટલો જોઈને ચિરાગ પોતાની જાતને કંટ્રોલ કરી શકતો નથી અને જલ્દીથી હાથમાં બોટલ લઈને. દારૂ પીવાનું શરૂ કરે છે.)

રાજ:-ભાઈ શાંતિ રાખ તારા માટે મેં ખાસ સુવિધા કરી છે.

ચિરાગ:-મારે કાંઈ જોતું નથી મને બસ હવે પીવા દે

રાજ :-ઓકે ભાઈ જેવી તારી ઈચ્છા..

ચિરાગ:-ચલ તું પણ આવી જા.

રાજ:-હા ભાઈ આવુ છુ શરૂ કર.

રાજ અને ચિરાગ બંને ટેબલ ઉપર બેસી જાય છે. ચિરાગ બે ગ્લાસમાં એનું અને રાજ માટે ડ્રીંક તૈયાર કરે છે. ચિરાગ રાજ ને એક ગ્લાસ આપે છે .

ચિરાગ :-પીવાનું શરૂ કરો.

રાજ: હા ભાઈ..

ચિરાગ:-( ગ્લાસ બસ એક જ ઘૂંટમાં પતાવી દે છે) વાહ શું મજા છે ભાઈ..

રાજ :-ભાઈ તમારા માટે સ્પેશિયલ છે


(ચિરાગ એક પછી એક એમ પાંચ ગ્લાસ દારૂ પી જાય છે એ એની જાતને કંટ્રોલ કરી શકતો નથી. એ ઉભો રહે ત્યારે રાજ તેના ગ્લાસમાં દારૂ મેળવીને પીવડાવી દે છે.
જોતજોતામાં ચિરાગ પૂરેપૂરો નશામાં આવી જાય છે. તેની આંખો ઘેરાવા લાગી છે. આ જોઈને દૂર બેઠેલા ઇન્સ્પેક્ટર રાજને હવે દારૂ ના પીવડાવવાનો ઈશારો કરે છે.)

રાજ:-ભાઈ તે આજે બહુ પી લીધી છે હવે તારે ના પીવી જોઈએ .

ચિરાગ :-ના ભાઈ હજુ તો મેં શરૂઆત કરી છે.

રાજ :-ભાઈ તારી તબિયત બગડી જશે...

ચિરાગ :-તું પીવડાવવાનું રાખ...

રાજ :-ભાઈ હજી તો બહુ બધું કરવાનું બાકી છે..

ચિરાગ :-શું કરવાનું બાકી છે?

રાજ:-ભાઈ મેં છોકરી તૈયાર રાખી છે તમારા માટે.

ચિરાગ:-સાચે છોકરી છે? વાહ દારૂની આ પાર્ટી પછી છોકરી સાથે સુવાની મજા જ અલગ હોય છે ક્યાં છે તે ફટાકડી?

રાજ:- ભાઈ અહીંયા ફાર્મ હાઉસમાં નથી .

ચિરાગ:-તો ક્યાં છે જલ્દી લાવ .. આજે આખી રાત હું અને એ......

રાજ :-ભાઈ બસ દસ મિનિટ ની દોરી માં એક હોટલ છે ત્યાં ગેસ્ટ હાઉસમાં એને રોકાવા કહ્યું છે...

ચિરાગ :-તો હું જાઉં છું ત્યાં..

રાજ :-ના ભાઈ..

ચિરાગ :-કેમ?

રાજ:-ભાઈ તું એકદમ નશામાં છે તું ડ્રાઇવિંગ નહીં કરી શકે હું તને મૂકી જાઉં છું.

ચિરાગ:-મારે રોજનું છે તું ચિંતા ના કર.

રાજ :-ના ભાઈ હું તને મૂકી જાઉં છું.. મારા માટે પણ એક છોકરીને બુક કરીને રાખી છે..

ચિરાગ:- તો બંને ભાઈ આજે આખી રાત ગપાગપ કરીશું એમ જ ને..

રાજ :-હા ભાઈ તું સાચું સમજ્યો..

ચિરાગ:-ચાલ હવે મારાથી રાહ નથી જોવાતી...

પહેલા મેં બહુ બધી છોકરીઓ સાથે જબરજસ્તી કરી પણ હવે એ બધું બંધ કરી દીધું છે તો હમણાંથી કોઈ છોકરી સાથે સુવાનો મોકો નથી મળ્યો...

રાજ :-હા ભાઈ જલ્દી પાર્કિંગમાં ચલ, હું ગાડી ચલાવું છું.

ચિરાગ:- ના ગાડી તો હુ ચલાવીશ...

રાજ:- ઠીક છે...

ચિરાગ :-જલ્દી હવે એક વાગવા આવ્યો.....

ચિરાગ અને રાજ બંને હોટલ તરફ જવા નીકળી જાય છે...

આકાશમાં કાળા વાદળ છવાયા છે અને વાદળ પાછળ છુપાયેલા ચંદામામા એમની શીતળ ચાંદનીના પ્રકાશ વગર ચારેય બાજુ અધૂરું જ અધૂરું છે.. કોઈ પણ બાજુ નજર ફેરવો.. કાઈ જ દેખાતુ નથી... ત્યાં રાજકોટની બસ થોડે બહારની બાજુ હાઈવે છે અને રાતના એક વાગ્યા છે.. સ્વભાવિક રીતે આખો રસ્તો ખાલી છે.. ચારેય બાજુ અંધારું જ અંધારું છે... જંગલ પ્રદેશમાંથી નીકળતો રસ્તો જે સીધો ગામડાઓ ને રાજકોટ શહેર સાથે જોડે છે અને રાજકોટના રસ્તામાં બેસેલા કૂતરા જાણે કોઈ ઘટના ઘટવાનો ઈશારો કરી રહ્યા હતા.. અહીંયા રસ્તા પર ઉભી એક છોકરી જે રાત ના અંધારામાં રાજકોટ તરફ જવા માટે વાહનની શોધમાં છે... આ છોકરી બીજું કોઈ નહિ પણ પ્રાચી હોય છે.

ત્યાં એના મોઢા પર શાંતિ અને સુકુન મળ્યાની મુસ્કાન આવી ગઈ કારણ કે એની નજર દૂરથી આવી રહેલી કોઈ ગાડી પર પડી..

" લિફ્ટ પ્લીઝ... લિફ્ટ.. "

ગાડી હજુ થોડી દૂર જ હતી ને પ્રાચીએ હાથ લાંબો કરીને બોલવાનું શરૂ કર્યું પણ ગાડી એને અવગણીને જતી રહે છે.. છોકરીના મોઢા પર ઉદાસી ના વાદળ છવાઈ જાય છે કારણ કે બહુ સમય પછી કોઈ ગાડી રસ્તા પર દેખાવ મળી હતી અને એ પણ... !!!


થોડા સમય પછી અચાનક એ ગાડી ઉભી રહે છે અને એ ગાડીમાં બીજું કોઈ નહિ પણ રાજ અને ચિરાગ હોય છે.

" અરે પાછળ કોઈ છોકરી લિફ્ટ માગે છે.. ચાલોને લિફ્ટ આપીએ.. " રાજ બોલ્યો.


" તને બહુ ચિંતા થવા લાગી છે છોકરીઓની..?! "ચિરાગ પ્રશ્ન પૂછતાં બોલ્યો..

" અરે ટોપા ચિંતા નથી થતી ઈચ્છા થાય છે ઈચ્છા.. "રાજ ચિરાગને ફોલાવતા બોલ્યો.

" શું કહે છે તુ! " ચિરાગ આશ્રય સાથે બોલ્યો.

" બે છોકરા, એક છોકરી , અંધારી રાત.. એક ગાડીમાં હોય તો શું શું થઈ શકે વિચાર તો ખરા.. આમ બી ઘણા ટાઈમથી છોકરીના કોમળ શરીર પર મારા હાથનો સ્પર્શ નથી થયો..આજ સામે ચાલીને મોકો મળે છે તો કેમ જવા દઈએ.. પેહલા અહીંયા પછી ગેસ્ટ હાઉસમાં!! " રાજ ચિરાગને વાતોમાં લાવવા બોલ્યો..

" પણ એ નહિ માને તો " ચિરાગ બોલ્યો.

" અલા રાજ સામે કોઈ છોકરી નખરા કરે એ રાજને મંજુર નથી... શું ન માને પૈસા આપી દઈશ માની જશે અને આજ કાલ તો લોકો ઈમાન શું ઇજજત પણ વેચી દેતા હોય છે પૈસા માટે.. હવસ છુપાવવા માટે કરીએ એમાં પાપ નથી યાર લાઈફ એક જ વાર મળી છે.. તુ ખાલી ગાડી ચલાવવામાં ધ્યાન આપ જે બાકી બધું હું સંભાળી લઈશ."રાજ બોલ્યો..

"ભાઈ વિચારી લે જે હો." ચિરાગ બોલ્યો

" સારું નહિ માને તો હું તો જબરદસ્તી કરી લેવાનો.. દારૂની બોટલ પછી છોકરીની જવાની મળી જાય તો શું વાત છે!! આહાહા..."રાજ નાટક કરતા બોલ્યો


" હા એ તો છે.. "ચિરાગ થોડું થોડું હસતાં બોલ્યો..

" તુ ગાડી પાછળ લે ચલ હવે.. "રાજે હાથ વડે ઈશારો કરતા ચિરાગને કહ્યુ...



- ચિરાગ ગાડી પાછળ લે છે અને એ પ્રાચીના ઠીક બાજુમાં જઈને ઉભી રાખે છે..

" હેલ્લો.. શુ થયું? "રાજે પૂછ્યું..

" મારું એક્ટિવા બગડ્યું છે.., હું ૩ કલાકથી અહીંયા મદદ માટે ઉભી છું પણ કોઈ મદદ નથી કરતું.. " પ્રાચીએ નાટક કરતા કહ્યું..


" અરે બહુ જ ખરાબ કહેવાય રાતે એક વાગે છોકરીનુ એક્ટિવા બગડે અને કોઈ મદદ કરવા ઉભું પણ ના રહે... આવા સમાજ પર લાંછન છે.. મેડમ આવી જાઓ તમે અમે તમને મૂકી જઈશું.. "
રાજે પોતે ભાષણ આપતો હોય તેમ કહ્યું...

"તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને?" પ્રાચીએ એ પૂછ્યું..

" અરે ના ના છોકરી ની મદદ કરવી તો અમારી ફરજ છે એમાં શુ પ્રોબ્લેમ હોય!! " ચિરાગે આશ્વાસન આપતા કહ્યું..

" Thanks.. 😊 " પ્રાચીએ આભાર માનતા કહ્યું..



- રાજ ગાડીમાંથી ઉતરીને પાછળનો દરવાજો ખોલે છે, પ્રાચીના હાથમાંથી બેગ લઈને એને અંદર બેસવા કહે છે અને પોતે પણ પાછળની સીટ મા બેસે છે.. ગાડી ફરીથી રાજકોટ તરફ આગળ વધે છે પણ ગાડીમાં રાજ અને ચિરાગ ખરાબ કામના મનસૂબા થી પ્રાચીને ગાડીમાં બેસાડીને આગળ વધી રહ્યા છે.


" તમે અહીંયા રાતે શુ કરતા હતા? "
રાજે પૂછ્યું.

" મારી ફ્રેન્ડના ઘરે સ્ટડી કરવા ગયેલી એ બસ બાજુના ઘરમાં જ રહે છે.. " પ્રાચી જવાબ આપતા બોલી.

" ઓહહ આટલી રાતમાં બહાર નીકળવું તમારા માટે સારું નહીં."
રાજ પ્રાચીના હાથ પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો...

" હા એ પણ છે.. "
પ્રાચી થોડું અચકાતી હોય એમ એક્ટિંગ કરતા બોલી..

" એકલી છોકરી જોડે આજકાલ તો કેટલું થઈ જાય છે રોજ કંઈક ને કંઈક સમાચારમાં આવે છે.. " રાજ બોલ્યો..

" હા એ પણ છે... બહુ જ ખરાબ ખરાબ થાય છે.. " પ્રાચી બોલી.


" તમે ઈચ્છતા હોવ તો તમારી સાથે પણ કરું.. "રાજ હાથ પ્રાચીના પગ ની ઉપર તરફ ફેરવતા બોલ્યો..

" આ શું કરો છો!?" પ્રાચીએ અચાનક ચોકી ગઈ હોય એવી હાલતમાં પૂછ્યું...



"આ જ કરી લો અને રાજકોટ સુધી તમને લઈ જવાનું ભાડું સમજી લેજો "રાજ પોતાનું મોઢું પ્રાચીના એકદમ નજીક લઈ જાય છે અને પ્રાચીને કિસ કરવાનો પ્રયત્ન કરતા બોલે છે..


" રાજ એકલા એકલા ના હોય હો ભાઈ.. અમને પણ... "
રાજ અને પ્રાચીને જોવા માટે ચિરાગ ચાલુ ગાડીમાં પાછળ જોવાનો પ્રયત્ન કરતા કરતા બોલ્યો.

ચિરાગ પાછળની તરફ જુએ છે તો અને એની આંખો ફાટી જાય છે.. એ ચોકી ઉઠે છે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયુ હોય એવું લાગે છે
.મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જાય છે અને નોંધામાંથી અવાજ નીકળે છે..

"ભૂત..."
આટલું બોલતા ચિરાગનો પગ સીધે સીધો બ્રેક પર જાય છે ગાડી 100ની ઝડપથી અચાનક જ એક જ જગ્યા એ સ્થિર થઈ જાય છે..અચાનક ગાડી સ્થિર થવાથી રાજનુ મોઢું આગળની સીટ પર અને ચિરાગ આખો ગાડી ના સ્ટેરિંગ પર અથડાય છે..ત્યાં રાજ બોલ્યો..

" ડફોળ જોઈને ચલાવ ને ગાડી સરખી રીતે.. "


" અરે ભૂત... "
ચિરાગ ગભરાયેલા અવાજે બોલ્યો..

" શું બોલે છે લા.. "
રાજે અકળાઈ ને પૂછ્યું..

" ભૂત... "
ચિરાગ ફરીથી દબાયેલા અવાજે બોલ્યો..

" ટોપા... ગાંડો થઈ ગયો છે કે શું યાર તુ બી!!!"
રાજ ફરીથી અકળાઈ ને બોલ્યો

" છોકરી નથી ભૂત છે એ.. " આટલું બોલતા બોલતા ચિરાગ ના ચહેરા પર થી પરસેવાની ધાર વહેવા લાગી..

"શું બોલે છે લા!! આ છોકરી જ છે... જો બેઠી મારી બાજુમાં "
રાજ બાજુ ની સીટ તરફ જોતા બોલ્યો પણ બાજુ ની સીટ માં કોઈ બેઠું નહતું સીટ પર લોહીનો ડાઘ પડેલો હતો..



" કહ્યું તુ ને મેં કે ભૂત છે!!! " ચિરાગ ધીમે રહીને ડરતા અવાજે બોલ્યો..



"જા જા ને જુઠ્ઠા નીચે ઉતરી ગઈ હશે.. બહાર ઉભી હશે ક્યાંક.. "
રાજ ચિરાગની વાતને નકારી ગાડીની બહાર નીકળતા બોલ્યો અને બહાર પ્રાચીને જોવા આજુ બાજુ ડાફેરા મારવા લાગ્યો પણ જંગલ વિસ્તારમાં આજુબાજુ કંઈજ દેખાતું નથી.. આ બધી ઘટનાઓથી આખરે એ પણ ડરી જાય છે અને પાછો ગાડીમાં બેસી જાય છે..

" કહ્યું તુ ને ભૂત છે!! "
ચિરાગ પોતાની વાત ને સાચી પુરવાર થતી જોઈ ડરતા અવાજે બોલ્યો

" મને ડર લાગે છે યાર હવે તને કેવી રીતે ખબર પડી!??"
ગભરાયેલી હાલતમાં રાજે પૂછ્યું..

" તુ એના જોડે કરતો હતો ત્યારે મને અવાજ સંભળાયો તો

'ચિરાગ પાછળ જો'

એવો અને મે પાછળ જોયું તો મારી નજર એના પગ પર પડી.. "
ચિરાગ થોડી જ ક્ષણો પહેલાની ઘટનાને યાદ કરતા બોલ્યો .અને જરા અટકી ગયો



" શુ પણ!! પગમાં જોવાથી શુ!? "
ચીરાગને અટકતા રાજે ઉતાવળથી પૂછી લીધું..

" અરે એના પગ સીધા નહિ ઊંધા હતા ભાઈ પગમાંથી લોહી નીકળતું હતું.. અને એ મારી સામે જોઇને હસી.. ભાઈ... "
ચિરાગ ઊંડો શ્વાસ લઈને બોલી ગયો..

" ભાઈ ડર લાગે છે મને પ્લીઝ ના બોલ કાઈ "
રાજ ડરતા ડરતા ચિરાગ ડરતા ડરતા બોલ્યો..



" હા ભાઈ.. ભૂત હતી એ.. મેં સાંભળ્યું છે ચુડેલ ના પગ ઊંધા હોય . "
ચિરાગ બોલ્યો..


" તુ ગાડી સ્ટાર્ટ કર અને જલ્દી ચલ હવે રાજકોટ.. ચલ.."
રાજે ગભરાયેલા અવાજે ચિરાગ ને ગાડી ચાલુ કરવા કહ્યું..

" હા ભાઈ "
ચિરાગ ગાડી ચાલુ કરતા બોલ્યો "



ચિરાગ ગાડી સ્ટાર્ટ કરવા જાય છે ત્યાં ગાડી ના આગળ ધુમાડો નીકળવા લાગે છે અને ગાડી સ્ટાર્ટ થતી નથી..


" ભાઈ ધુમાડો નીકળે છે યાર "
ચિરાગ ગભરાઈ નેબોલ્યો




" આગળનું બોયનેટ ખોલ અને આ લે પાણી ની બોટલ કદાચ એન્જીન ગરમ થયું હશે.. "
પાણી ની બોટલ આગળ ધરતા બોલ્યો..


" ભાઈ હું ના ઉતરું.. એ આવી ગઈ તો!! "
ચિરાગ ડરતા અવાજે પોતાની બચાવ કરવાના ઇરાદે બોલ્યો..

" ભાઈ પ્લીઝ ઉત્તર ને કાઈ નહિ થાય પક્કા"

" ભાઈ પણ. "ચિરાગ બોલ્યો

" અલા ઉત્તર ને યાર જલ્દી જલ્દી ચાલ...." રાજ બોલ્યો

"બચાઓ............ "

ચિરાગ ઉતરે છે અને ગાડીનુ બોનેટ ખોલી એન્જીન માં પાણી નાખતો જ હોય છે ત્યાં એને રાજ નો અવાજ સંભળાય છે.. ચિરાગ ફટાફટ બોયનેટ બંધ કરી ને કાર માં રાજ ને જોવા જાય છે એટલામાં રાજની લાશ પાછળની સીટ માં પડી છે.. મોઢા પર લોહીના નિશાન છે..આ બધું જોઈ રાજના મગજમાં ભાગવા સિવાય કોઈ બીજો રસ્તો નથી આવી રહ્યો. એ ભાગવાની શરૂઆત કરે છે....



સવાર પડે છે... ચિરાગ ની આંખો ખુલે છે હજુ આખી આંખો ખુલી નથી પણ ધીમે ધીમે સૂરજ નો તડકો એની આંખ માં પ્રવેશી રહ્યો છે એ બન્ને હાથ થી આંખો પર હાથ ફેરવે છે અને ધીમે ધીમે ખોલે છે.. આંખ ખુલતાની સાથે એ પોતાની જાત ને પોતાના ઘરની સામે જુએ છે. એને બિલકુલ ખબર નથી કે જંગલ વાળા હાઈવે થી એ રાતે દોડતો દોડતો અહીંયા કેમ નો આવી ગયો અને તરત કાલ રાતની ઘટેલી ઘટના એની આંખો સામે આવે છે.. એ એનો ફ્રેન્ડ રાજ લિફ્ટ માગતી છોકરી અને રાજ ની ખરાબ નજર.. અને એ એ એ.... એ છોકરી ના ઊંધા પગ, પગમાં થી નીકળતું લોહી અને રાજ નુ મર્ડર .. આ બધું એના મગજમાં ગોળ ગોળ ફરવા લાગ્યું ... એ દોડતો દોડતો ઘરમાં જાય છે પગે એને વાગ્યું હોય છે જાણે રાતે કોઈએ ઘસેડયો હોય એ માંડ માંડ ચાલી શકવા ની હાલતમાં છે છતાં એ જલ્દી થી ઘરમાં જાય છે ઘર ના બાથરૂમમાં જઈને પોતાના ચહેરાના કાચમાં જોવે છે અને પોતાની જાત ને દુલાસો આપે છે..

" ચિરાગ કાઈ નથી થયું બસ એક ખરાબ સપનું હતું.. એવું વિચારી ને ભૂલી જા કાઈ જ નથી થયું."

પણ એ વસ્તુ ભૂલી જવી એટલી આસાન નથી.. એ એના કપડાં ઉતારે છે. કપડાં પર લોહીના ડાઘ લાગેલા છે.. શર્ટ ઉતરતાની સાથે જ એ ચોકી ઉઠે છે એના આખા શરીર પર લીસોટા પડ્યા હોય.. આખા શરીર પર લીસોટા છે અને લોહી આવી રહ્યું છે આ જોઈને ચિરાગ ગાંડો થઈ જાય છે એને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે અને એને તરત એની નજર એના હાથ પર જાય છે.. હાથ પર બ્લેડ થી એક નામ લખ્યું હતું એ જોઈને ચિરાગ ની આંખો ફાટી ગઈ.. ચિરાગ એ નામ ના કોઈ માણસ ને મળેલો નહોતો પણ હા, એ નામ કોનું છે એ તેને જરૂર ખબર છે.. એ બીવાય જાય છે અને જેમ તેમ કરી ને લોહી વાળા શરીરને ટેબલ પર પડેલા તેના મોબાઈલ સુધી પહોંચે છે.. અને સુમીતને કોલ કરે છે જે દુબઈ ગયો છે સહેરના કેસથી ભાગવા...


" HELLOOOOO "
ચિરાગ ડરેલા અવાજે બોલ્યો...

" બોલ ભાઈ કેમ છે? "સુમિતએ ફોન ઉપાડતા પૂછ્યું..


" કાઈ ઠીક નથી ભાઈ... "
ચિરાગ જવાબ આપતા ગભરાયેલા અવાજે બોલ્યો

" શુ થયું! પૈસા જોઈએ છે? બોલ કેટલા મોકલું?"સુમિત ચિરાગની વાત કાપતા બોલ્યો..

" પૈસા નહિ મારે શાંતિ અને જીવન જોઈએ છે.. " આટલું બોલતા બોલતા ચિરાગ રડવા લાગ્યો..


" અલા બાપા હવે શું થયું તને? "સુમિતએ ચિંતિત થતા પૂછ્યું.


" કાલ રાતે હું ને રાજ ગયેલા પાર્ટી માં.. રસ્તામાં આવતા લેટ થઈ ગયું તુ અને એક છોકરી એ લિફ્ટ માંગી અને... "
ચિરાગ આગલી રાત ની ઘટના જણાવતો બોલ્યો એટલામાં..


" તમારાથી રહેવાયું નઈ હોય.. ગાડી માં બેસાડીને તમારી હવસ પુરી કરી હશે.. હવે એ છોકરી કેસ કરવાનું કહેતી હશે રાઈટ? ટેનશન ના લે એ તો પૈસા ખવડાવી દઈશું.. આમાં શુ ચિંતા કરે છે.. છોકરીઓ તો હોય જ છે મજા કરાવવા માટે.." ચિરાગની વાત કાપતા સુમિત બોલ્યો..


"પણ તુ સાંભાળ તો ખરા.. "ચિરાગ ચિડાઈ ને બોલ્યો

" સારું, બોલ.. "સુમિતએ કહ્યું..




" એ છોકરીને કારમાં બેસાડી.. રાજ એના જોડે ખરાબ હરકતો કરતો હતો અને હું આગળ ગાડી ચલાવતો હતો.. મેં પાછળ વાળીને જોયું તો એ છોકરી ના પગ ઊંધા હતા અને લોહી નીકળતું હતું.. હું કઈ બોલું એ પહેલાં જ અમારી ગાડી સ્લીપ ખાઈ ને ઉભી રહી ગઈ.. અને છોકરી અચાનક ગાયબ.." ચિરાગ એની વાત આગળ વધતા બોલ્યો..



" હવે પ્લીઝ મસ્તી ના કર તું.. "સુમિત હસતા હસતા બોલ્યો



" ભાઈ સાચું કહું છું "
ચિરાગ બોલ્યો

" હવે તું એમ કહીશ કે એને કરવાનો પ્રયાસ પણ કરેલો..... બહુ મજાક કરે છે હો તું... " સુમિત જોર જોરથી હસતા હસતા બોલ્યો

" પ્રયાસ!!? ભાઈ એને રાજ ને મારી નાખ્યો.." ચિરાગ સુમિતને અટકાવતા બોલ્યો

" શુ??? રાજ.... રાજ ને મારી નાખ્યો!?
સુમિત ચોકી જાય છે..

" એ જ તો કહું છું ભાઈ કે કાલે રાતે બહુજ ખરાબ થયું હું થયું ત્યાં સુધી દોડી ને ભાગી ગયો અને સવારે ઉઠ્યો તો ઘરની સામે પડ્યો હતો.. અહીંયા કેવી રીતે આવ્યો મને કંઈજ ખબર નથી.."ચિરાગ બોલ્યો..

" ભાઈ તું ઠીક છે ને? " સુમિતે પૂછ્યું


" હા, આમ તો ઠીક છું પણ આખા શરીર પર નખના નિશાન છે અને એમાં થી લોહી નીકળે છે.. પગમાં વાગ્યું છે જાણે કોઈએ રાતે ઘસેડયો હોય એવું છોલાયું છે.. "
ચિરાગે પોતાની હાલત અંગે માહિતી આપતા કહ્યું..


" અરે........... યાર............ " સુમિત એકદમ ચોંકી જાય છે.


" આ બધું પણ ઠીક છે યાર પણ મારા હાથ પર કોઇએ બ્લેડથી સેહેર લખેલું છે.. "
ચિરાગે વધુમાં જણાવ્યું..


" શુ બોલે છે યાર તું ગાંડો તો નથી થઈ ગયો ને! એ ક્યાંથી નામ લખે યાર....!!!મને તો કંઈજ સમજાતું નથી આ બધું શુ થઈ રહ્યું છે!!!" સુમિત ચિડાઈને બોલ્યો..


" ભાઈ મને તો લાગે છે કે એ પછી આવી ગઈ છે..." ચિરાગ ગાળામાં થૂંક ઉતરતા બોલ્યો.