Highway ( horror story) - 1 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Highway ( horror story) - 1

શ્રી ગણેશ.. 🙏

આકાશ માં કાળા વાદળ છવાયા છે અને વાદળ પાછળ છુપાયેલા ચંદામામા એમની શીતળ ચાંદની ના પ્રકાશ વગર ચારેય બાજુ અધૂરું જ અધૂરું છે.. કોઈ પણ બાજુ નજર ફેરવો.. કાઈ જ દેખાતુ નથી... ત્યાં રાજકોટ ની બસ થોડે બહાર ની બાજુ હાઈવે છે અને રાતના એક વાગ્યા છે.. સ્વભાવિક રીતે આખો રસ્તો ખાલી છે.. ચારેય બાજુ અંધારું જ અંધારું છે... જંગલ પ્રદેશમાંથી નીકળતો રસ્તો જે સીધો ગામડાઓ ને રાજકોટ શહેર સાથે જોડે છે.. અને રાજકોટ ના રસ્તામાં બેસેલા કૂતરા જાણે કોઈ ઘટના ઘટવાનો ઈશારો કરી રહ્યા હતા.. અહીંયા રસ્તા પર ઉભી એક છોકરી જે રાત ના અંધારામાં રાજકોટ તરફ જવા માટે વાહન ની શોધમાં છે... એના મોઢા પર થી એની ચિંતા સમજી શકાય છે.. આટલી અંધારી રાત માં જંગલ વાળા રસ્તા પર એકલી છોકરી કરે તો કરે શુ!?

ત્યાં એના મોઢા પર શાંતિ અને સુકુન મળ્યાની મુસ્કાન આવી ગઈ કારણ કે એની નજર દૂરથી આવી રહેલી કોઈ ગાડી પર પડી..

" લિફ્ટ પ્લીઝ... લિફ્ટ.. "

ગાડી હજુ થોડી દૂર જ હતી ને છોકરી એ હાથ લાંબો કરીને બોલવાનું શરૂ કર્યું પણ ગાડી એને અવગણી ને જતી રહે છે.. છોકરી ના મોઢા પર ઉદાસી ના વાદળ છવાઈ જાય છે કારણ કે બહુ સમય પછી કોઈ ગાડી રસ્તા પર દેખાવ મળી હતી અને એ પણ... !!!


થોડા સમય પછી અચાનક એ ગાડી ઉભી રહે છે અને ગાડીમાં બેસેલા ૨ છોકરાઓ એક બીજા જોડે વાતો કરે છે. એકનું નામ રાજ છે અને બીજાનું ચિરાગ. બન્ને રાજકોટ ના રહેવાસી છે અને રાતે પાર્ટી કરી ને ઘર તરફ જઈ રહ્યા છે બંને નશાની હાલતમાં છે.

" અરે પાછળ કોઈ છોકરી લિફ્ટ માગે છે.. ચાલો ને લિફ્ટ આપીએ.. "
રાજ બોલ્યો

" તને બહુ ચિંતા થવા લાગી છોકરીઓ ની.. "
ચિરાગ પ્રશ્ન પૂછતાં બોલ્યો..

" અરે ટોપા ચિંતા નથી થતી ઈચ્છા થાય છે ઈચ્છા.. "
રાજ નશાની હાલતમાં બોલ્યો

"હું સમજ્યો નઈ.. સુ કહે છે તુ! "
ચિરાગ આશ્રય સાથે બોલ્યો

" ૨ છોકરા, એક છોકરી , અંધારી રાત.. એક ગાડીમાં હોય તો શું શુ થઈ શકે વિચાર તો ખરા.. આમ બી ઘણા ટાઈમ થી છોકરી ના કોમળ શરીર પર મારા હાથનો સ્પર્શ નથી થયો..આજ સામે ચાલીને મોકો મળે છે તો કેમ જવા દઈએ..!! "
રાજ પોતાના ગંદા ઇરાદાઓ ની ચિરાગ આગળ સ્પષ્ટતા કરતા બોલ્યો..


" અલા ભાઈ એ ખોટું છે.. એવી છોકરી નથી લાગતી આ." ચિરાગ રાજ ની વાત ને નકારતાં બોલ્યો..





" અલા રાજ સામે કોઈ છોકરી નખરા કરે એ રાજ ને મંજુર નથી... સુ માને પૈસા આપી દઈશ માની જશે અને આજ કાલ તો લોકો ઈજ્જત સુ ઇમાન પણ વેચી દેતા હોય છે પૈસા માટે.."
રાજ અહંકાર ભરેલા અવાજે બોલ્યો..

" અરે ભાઈ આ ખોટુ છે ભાઈ.. "
ચિરાગ રાજ ને સમજાવતા બોલ્યો

" અરે કાઈ ના થાય... હવસ છુપાવવા માટે કરીએ એમાં પાપ નથી યાર લાઈફ એક જ વાર મળી છે.. તુ ખાલી ગાડી ચલાવવામાં ધ્યાન આપ જે બાકી બધું હું સંભાળી લઈશ."
રાજ બોલ્યો..

"ભાઈ વિચારી લે જે હો."
ચિરાગ બોલ્યો

" સારું નહિ માને તો હું તો જવારદસ્તી કરી લેવાનો.. દારૂ ની બોટલ પછી છોકરી ની જવાની મળી જાય તો સુ વાત છે!! આહાહા..."
રાજ નશા ની હાલતમાં બોલ્યો


" હા એ તો છે.. "
ચિરાગ થોડું થોડું હસતાં બોલ્યો..

" તુ ગાડી પાછળ લે ચલ હવે.. "
રાજે હાથ વડે ઈશારો કરતા ચિરાગ ને કહ્યુ...





- ચિરાગ ગાડી પાછળ લે છે અને એ છોકરી ના ઠીક બાજુમાં જઈને ઉભી રાખે છે..

" હેલ્લો.. શુ થયું? "
રાજે પૂછ્યું..

" મારું એક્ટિવા બગડ્યું છે.., હું ૩ કલાકથી અહીંયા મદદ માટે ઉભી છું પણ કોઈ મદદ નથી કરતું.. "
તે છોકરી એ કહ્યું..


" અરે બહુ જ ખરાબ કહેવાય રાતે એક વાગે છોકરી નુ એક્ટિવા બગડે અને કોઈ મદદ કરવા ઉભું પણ ના રહે... આવા સમાજ પર લાંછન છે.. મેડમ આવી જાઓ તમે અમે તમને મૂકી જઈશું.. "
રાજે પોતે ભાષણ આપતો હોય તેમ કહ્યું...

"તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને?"
છોકરી એ પૂછ્યું..

" અરે ના ના છોકરી ની મદદ કરવી તો અમારી ફરજ છે એમાં શુ પ્રોબ્લેમ હોય!! " ચિરાગે આશ્વાસન આપતા કહ્યું..

" Thanks.. 😊 "
છોકરી એ આભાર માનતા કહ્યું..



- રાજ ગાડી માં થી ઉતરી ને પાછળનો દરવાજો ખોલે છે, છોકરી ના હાથમાંથી બેગ લઈને એને અંદર બેસવા કહે છે અને પોતે પણ પાછળની સીટ મા બેસે છે.. ગાડી ફરીથી રાજકોટ તરફ આગળ વધે છે પણ ગાડી માં રાજ અને ચિરાગ ખરાબ કામ ના મનસૂબા થી છોકરી ને ગાડીમાં બેસાડી ને આગળ વધી રહ્યા છે.


" તમે અહીંયા રાતે શુ કરતા હતા? "
રાજે પૂછ્યું.

" મારી ફ્રેન્ડ ના ઘરે સ્ટડી કરવા ગયેલી એ બસ બાજુના ઘરમાં જ રહે છે.. "
છોકરી જવાબ આપતા બોલી

" ઓહહ આટલી રાત માં બહાર નીકળવું તમારા માટે સારું નહીં."
રાજ છોકરી ના હાથ પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો...

" હા એ પણ છે.. "
છોકરી થોડું અચકાતા બોલી..

" એકલી છોકરી જોડે આજકાલ તો કેટલું થઈ જાય છે રોજ કંઈક ને કંઈક સમાચારમાં આવે છે.. "
રાજ બોલ્યો..

" હા એ પણ છે... બહુ જ ખરાબ ખરાબ થાય છે.. "
છોકરી બોલી


" તમે ઈચ્છતા હોવ તો તમારી સાથે પણ કરું.. "
રાજ હાથ છોકરી ના પગ ની ઉપર તરફ ફેરવતા બોલ્યો..

" આ શું કરો છો!?"
છોકરી એ અચાનક ચોકી ગઈ હોય એવી હાલતમાં પૂછ્યું...



" આઆજ કરી લો અને રાજકોટ સુધી તમને લઈ જવાનું ભાડું સમજી લેજો "
રાજ પોતાનું મોઢું છોકરી ના એકદમ નજીક લઈ જાય છે અને છોકરી ને kiss કરવાનો પ્રયત્ન કરતા બોલે છે..



" રાજ એકલા એકલા ના હોય હો ભાઈ.. અમને પણ... "
રાજ અને છોકરી ને જોવા માટે ચિરાગ ચાલુ ગાડી માં પાછળ જોવાનો પ્રયત્ન કરતા કરતા બોલ્યો.

ચિરાગ પાછળની તરફ જુએ છે તો અને એની આંખો ફાટી જાય છે.. એ ચોકી ઉઠે છે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયુ હોય એવું લાગે છે
.મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જાય છે અને નોંધામાંથી અવાજ નીકળે છે..

"ભૂત..."
આટલું બોલતા ચિરાગ નો પગ સીધે સીધો બ્રેક પર જાય છે ગાડી69Km ની ઝડપે એક જ જગ્યા એ સ્થિર થઈ જાય છે..અચાનક ગાડી સ્થિર થવાથી રાજ નુ મોઢું આગળ ની સીટ પર અને ચિરાગ આખો ગાડી ના સ્ટેરિંગ પર અથડાય છે..ત્યાં રાજ બોલ્યો..

" ડફોળ જોઈને ચલાવ ને ગાડી સરખી રીતે.. "


" અરે ભૂત... "
ચિરાગ ગભરાયેલા અવાજે બોલ્યો..

" સુ બોલે છે લા.. "
રાજે અકળાઈ ને પૂછ્યું..

" ભૂત... "
ચિરાગ ફરીથી દબાયેલા અવાજે બોલ્યો..

" ટોપા... ગાંડો થઈ ગયો છે કે શું યાર તુ બી!!!"
રાજ ફરીથી અકળાઈ ને બોલ્યો

" છોકરી નથી ભૂત છે એ.. " આટલું બોલતા બોલતા ચિરાગ ના ચહેરા પર થી પરસેવાની ધાર વહેવા લાગી..

"સુ બોલે છે લા!! આ છોકરી જ છે... જો બેઠી મારી બાજુમાં "
રાજ બાજુ ની સીટ તરફ જોતા બોલ્યો પણ બાજુ ની સીટ માં કોઈ બેઠું નહતું સીટ પર લોહીનો ડાઘ પડેલો હતો..



" કહ્યું તુ ને મેં કે ભૂત છે!!! " ચિરાગ ધીમે રહીને ડરતા અવાજે બોલ્યો..



"જા જા ને જુઠ્ઠા નીચે ઉતરી ગઈ હશે.. બહાર ઉભી હશે ક્યાંક.. "
રાજ ચિરાગ ની વાત ને નકારી ગાડીની બહાર નીકળતા બોલ્યો અને બહાર છોકરી ને જોવા આજુ બાજુ ડફેરા મારવા લાગ્યો પણ જંગલ વિસ્તાર માં આજુબાજુ કંઈજ દેખાતું નથી.. આ બધી ઘટનાઓથી આખરે એ પણ ડરી જાય છે અને પાછો ગાડીમાં બેસી જાય છે..

" કહ્યું તુ ને ભૂત છે!! "
ચિરાગ પોતાની વાત ને સાચી પુરવાર થતી જોઈ ડરતા અવાજે બોલ્યો

" મને ડર લાગે છે યાર હવે તને કેવી રીતે ખબર પડી!??"
ગભરાયેલી હાલતમાં રાજે પૂછ્યું..

" તુ એના જોડે કરતો હતો ત્યારે મને અવાજ સંભળાયો તો

'ચિરાગ પાછળ જો'

એવો અને મે પાછળ જોયું તો મારી નજર એના પગ પર પડી.. "
ચિરાગ થોડી જ ક્ષણો પહેલાની ઘટનાને યાદ કરતા બોલ્યો .અને જરા અટકી ગયો


" શુ પણ!! પગમાં જોવાથી શુ!? "
ચીરાગ ને અટકતા રાજે ઉતાવળથી પૂછી લીધું..

" અરે એના પગ સીધા નહિ ઊંધા હતા ભાઈ પગમાંથી લોહી નીકળતું હતું.. અને એ મારી સામે જોઇને હસી.. ભાઈ... "
ચિરાગ ઊંડો શ્વાસ લઈને બોલી ગયો..

" ભાઈ ડર લાગે છે મને પ્લીઝ ના બોલ કાઈ "
રાજ ડરતા ડરતા ચિરાગ ડરતા ડરતા બોલ્યો..



" હા ભાઈ.. ભૂત હતી એ.. મેં સાંભળ્યું છે ચુડેલ ના પગ ઊંધા હોય . "
ચિરાગ બોલ્યો..


" તુ ગાડી સ્ટાર્ટ કર અને જલ્દી ચલ હવે રાજકોટ.. ચલ.."
રાજે ગભરાયેલા અવાજે ચિરાગ ને ગાડી ચાલુ કરવા કહ્યું..

" હા ભાઈ "
ચિરાગ ગાડી ચાલુ કરતા બોલ્યો "



ચિરાગ ગાડી સ્ટાર્ટ કરવા જાય છે ત્યાં ગાડી ના આગળ ધુમાડો નીકળવા લાગે છે અને ગાડી સ્ટાર્ટ થતી નથી..


" ભાઈ ધુમાડો નીકળે છે યાર "
ચિરાગ ગભરાઈ નેબોલ્યો




" આગળનું બોયનેટ ખોલ અને આ લે પાણી ની બોટલ કદાચ એન્જીન ગરમ થયું હશે.. "
પાણી ની બોટલ આગળ ધરતા બોલ્યો..


" ભાઈ હું ના ઉતરું.. એ આવી ગઈ તો!! "
ચિરાગ ડરતા અવાજે પોતાની બચાવ કરવાના ઇરાદે બોલ્યો..



" ભાઈ પ્લીઝ ઉત્તર ને કાઈ નહિ થાય પક્કા





" ભાઈ પણ. "
ચિરાગ બોલ્યો




" અલા ઉત્તર ને યાર જલ્દી જલ્દી ચાલ.... "
રાજ બોલ્યો


"બચાઓ............ "

ચિરાગ ઉતરે છે અને ગાડી નુ બોયનેટ ખોલી એન્જીન માં પાણી નાખતો જ હોય છે ત્યાં એને રાજ નો અવાજ સંભળાય છે.. ચિરાગ ફટાફટ બોયનેટ બંધ કરી ને કાર માં રાજ ને જોવા જાય છે એટલામાં રાજની લાશ પાછળની સીટ માં પડી છે.. મોઢા પર લોહીના નિશાન છે..
આ બધું જોઈ રાજના મગજમાં ભાગવા સિવાય કોઈ બીજો રસ્તો નથી આવી રહ્યો. એ ભાગવાની શરૂઆત કરે છે....







:- કોણ હતી એ છોકરી!! શુ એ સાચે જ ચુડેલ હતી?

:- જો એ સાચે જ ચુડેક હતી તો શું એ હવે એ હાઈવે પર ચાલતા બધા લોકોને મારશે!?

:- રાજ ને કોણે માર્યો?