HIGH-WAY - part 6 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HIGH-WAY - part 6

: સેહેર: તને જરૂર ગલતફેમી થઈ છે યાર એવું કઈ જ નથી...

પ્રિયાંશી: મારી આંખો સામે જોયેલી વસ્તુ ને તું ગલતફેમી કહે છે!!

સેહેર: અરે યાર એ બસ...

પ્રિયાંશી: બસ મારે કઈ નથી સંભાળવું... આજ કાલ માં આવી છે અને રાહુલ ના નજીક જવાના પ્રયાસ કરે છે!!!

સેહેર: અરે મને નથી ખબર તું શું કેવા માગે છે...

પ્રિયાંશી: બસ એટલું જ કે મારા રાહુલ થી દૂર રે તું એ મારો છે ફક્ત મારો..

સેહેર: અરે પણ મેં ક્યા કઈ કર્યું છે!!?

પ્રિયાંશી: હા જોયું મેં એટલે ઉપર ના માળે એકલા એકબીજા ને ગળે લાગેલા હતા ને.. એનું શું સમજુ!!?

સેહેર: અરે યાર એવું કાંઈ નથી...

( એટલા મા પાછળ થી રાહુલ નો અવાજ સંભળાય છે.. )


રાહુલ: Hello girls

પ્રિયાંશી કાંઈજ બોલતી નથી..

સેહેર: hey Dr.Rahul

રાહુલ: શું થયું!? આમ મોઢું લટકાવીને કેમ ઉભી છે પ્રિયાંશી !?

સેહેર: અરે એને..

પ્રિયાંશી: અરે મારી તબિયત ખરાબ છે.. હું સેહેર ને એ જ સમજાવતી હતી..હે ને સેહેર!!

સેહેર: હા.. એની તબિયત ખરાબ છે હું બીજું કાંઈ નહીં..

રાહુલ: દવા લઈ લે જે ok

પ્રિયાંશી: અરે હા.પક્કા લઈલઈશ. તે કીધું તો લેવી જ પડે ને
રાહુલ : અરે હા એક વાત કહેવાની રહી ગઈ સેહેર

સેહેર : હા બોલ ને. ..

રાહુલ: પપ્પા આજે ઘરે આવે છે મેં એમને કહ્યું તારા વિશે ...

પ્રિયાંશી: ઓહો.. ઘરે કહ્યું એમ.. (ટોન્ટ માં )

રાહુલ: શું??

સેહેર: તે શું કહ્યું ઘરે!?

રાહુલ: કે તારે પપ્પા ને મળવું છે અને થોડા questions પૂછવા છે તારા..

સેહેર: પણ હું નહીં આવી શકું યાર ( પ્રિયાંશી ને ખોટું ના લાગે એટલે પ્રિયાંશી સામે જોઈને સેહેર બોલે છે..

રાહુલ: ના તો શું આવે sister એ ડિનર પણ મારા ઘરે કરવાનું કહ્યું છે પેલી વાર આવે છે તું ઘરે તો..

પ્રિયાંશી: હા હા.. પેલી વાર આવે છે તો ત્યાં જ રાખી લે તારા ઘરે..

રાહુલ : શું બોલે છે તું!!

પ્રિયાંશી : એમ કહું છું કે આખું ઘર સરખી રીતે બતાવ જે હો.. સેહેર મોટું છે હો રાહુલ નું ઘર..તને જરૂર ગમશે... ગામડા માં આવા મોટા ઘર નહીં જોયા હોય તે..

રાહુલ: પ્રિયાંશી stop it... ખબર પણ છે શું બોલે છે તું!!

સેહેર: it's OK રાહુલ.. મને ખોટું નઈ લાગ્યું ( ઢીલી પડી ગઈ છે)

પ્રિયાંશી: વાહ સેહેર માટે આટલા વર્ષો ની દોસ્તી વિષે વિચાર્યું નહી તે!!? વાહ..

રાહુલ : અરે પણ તું શું વિચારે છે.. શું બોલે છે... કઈક એવું બોલ કે મને સમજાય..

પ્રિયાંશી: મારે કઈ નથી બોલવું હું જાઉં છું byy.. ( હાથમાં રહેલો જ્યુસ નો ગ્લાસ જોર થી ટેબલ પર મૂકીને..

રાહુલ : સેહેર ખોટું ના લગાડતી પ્લીઝ..

સેહેર : મને ખોટું નથી લાગ્યું રાહુલ
.
કોલેજ પુરી થયા બાદ સેહેર કોલેજ ની બહાર આવે છે એટલા મા રાહુલ એની કાર લઈને સેહેર ની પાસે ઊભી કરી દે છે.. અને કાર માંથી ઉતરી ને સેહેર માટે દરવાજો ખોલે છે..

" મૅડમ તમારી સવારી તૈયાર છે "
રાહુલ ફિલ્મી સ્ટાઈલ મા બોલે છે

" આ શું નાટક છે રાહુલ!!"
સેહેર પુછે છે

રાહુલ : નાટક નથી હો.. આને treat કર્યું કહેવાય..અને

સેહેર : એ girlfriend કે wife ને કરવાનું હોય.. હું તો just friend છું ને તારી..

રાહુલ: એ પણ જલ્દી જ બની જઈશ હાહાહાહાહાહા 😂😂😂

સેહેર : મસ્તી ના કરીશ હો...

રાહુલ : ચાલો હવે જઈશું ઘર તરફ!!

સેહેર: હા હા ચાલ..

Car ચાલુ થાય છે અને ધીમે ધીમે રાહુલ ના ઘર તરફ આગળ વધે છે.. ૪૦ મિનિટ નો રસ્તો કાપ્યા બાદ Car એક મોટા ફાર્મ માં દેખાય છે.. એક મોટો ગેટ છે જેમાંથી car દાખલ થઈ.. ધીમે ધીમે આજુબાજુનો નજારો સેહેર ની આંખો સામે આવવા લાગ્યો.. મોટું garden... garden માં ઉગાડેલા ઝાડ garden માં રમતા સસલાં અને swimming pool માં રહેલું પાણી.. શાંત હવા માં આવતો અલગ અલગ પક્ષીઓ નો અવાજ સેહેર ની આંખો અને મન ને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે એટલામાં કાર એક મોટા છાપરા નીચે ઉભી રહી.. ગેટ આગળ ઊભેલો એક માણસ એમની પાસે આવ્યો અને તેણે સેહેર અને રાહુલ માટે કાર નો દરવાજો ખોલી એમના બેગ પોતાના હાથમાં લઈ લીધા.. સેહેર ને આ બધું સપનામાં જોતી હોય એવો અહેસાસ થવા લાગ્યો

સેહેર : રાહુલ આ બધું...

રાહુલ : tension ના લે આ મારું ઘર છે..

સેહેર : આવડું મોટું?

રાહુલ : કેમ !? ના હોય શકે??

સેહેર : ના એવું નઈ આ તો બસ પૂછું છું..

રાહુલ : ચાલ અંદર આવ ચાલ..

બંને જણાં ઘરમાં પ્રવેશે છે.. ઘરમાં નજારો 5star hotel 🏨 જેવો લાગી રહ્યો છે.. સેહેર એ આવા ઘર ફક્ત સપના માં અને pictures માં જ જોયેલા હતા.. થોડી ક્ષણો માટે તે સ્તબ્ધ થઈ ગઈ અને એકીનજરે ઘર ને જોઈ રહી...


" સેહેર ક્યાં ખોવાઈ ગઈ!! "
રાહુલ તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો..

સેહેર : અરે કઈ નહીં.. .

રાહુલ : બેસ સોફા માં ..


રાહુલ અને સેહેર સોફા માં બેસે છે અને નોકર અલગ અલગ નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સ લઈને ટેબલ પર મૂકે છે..

રાહુલ : આ લે...

સેહેર : ના ના બસ...

રાહુલ : મારા ઘરે આવીને ના પાડવાનું ભૂલી જવાનું.. સીનિયર છું તારો.. 😅😅😂😂

સેહેર : અરે પણ યાર..

રાહુલ : લે ચલ ફટાફટ..

સેહેર : ok બાબા..

રાહુલ : good girl હહહહાહા 😂😂😂


સેહેર : ઘર બહુ જ મસ્તી છે રાહુલ..

રાહુલ : હજુ આખું ક્યાં જોયું છે તે.. .. જો ત્યાં.. મારા Doggy...... Rozy come here my baby.. ( રાહુલ નું Doggy Rozy દોડતું દોડતું આવે છે અને સેહેર ને ચાટવા લાગે છે આ જોઈને સેહેર બૂમો પાડવા લાગે છે.....

રાહુલ : શું થયું?

સેહેર : મને Doggy થી બીક લાગે છે please યાર એને દૂર રાખ...

રાહુલ : અરે પણ આ કરડતું નથી.. શાંત થઈ જા..

સેહેર : એતો બધા એવું જ કે નથી કરડતું.. પછી કરડે એટલે infection મારે જ લેવાનાં ને..

રાહુલ : હાથ લાવ તારો..

સેહેર : કેમ!?

રાહુલ : આપ ને...

સેહેર : કેમ પણ!!

રાહુલ : વિશ્વાસ છે ને.. તો આપ..

સેહેર : ok ( હાથ લાંબો કરે છે)

રાહુલ સેહેર નો હાથ પકડીને Doggy ના માથા પર મુકાવે છે
. સેહેર ડર ના મારે બૂમો પાડવા લાગે છે પણ આ શું !! Doggy એક્દમ શાંત થઈ ગયું અને સેહેર નો ડર એક્દમ ગાયબ જ થઈ ગયો.. સેહેર હવે બંને હાથ વડે Doggy ને રમાડવા લાગી


રાહુલ : બસ હો બહુ પ્રેમ ના આપ એને નહીં તો અહીંયાથી તને જવા નહીં દે..

સેહેર : પહેલું એવું Doggy છે મને જેનાથી બીક નઈ લાગી.

રાહુલ : ના લાગી એમ નહી હવે નથી લાગતી એમ બોલ હો....



સેહેર : હવે હા હો ચોપલા...

રાહુલ : હા જ તો હમણાં ડર ના માર્યા સોફા પર ચડયા ભેગી હતી તું તો..

સેહેર : બસ હો

રાહુલ : દેખ પપ્પા આવ્યા..

સેહેર : ક્યાં?

રાહુલ : સીડીઓ પર જો..

સેહેર ની નજર ઘર ની સીડીઓ પર પડે છે ત્યાંથી એક મોટી ઉંમરના વ્યક્તિ સૂટ પહેરી ને નીચે ઉતરી રહ્યા છે.. .. સેહેર તો બસ એમને જોઈને જ અલગ દુનિયા માં ખોવાઈ ગઈ.. આજ સુધી જેમના વિષે બસ પેપર માં વાંચ્યું હતું એમને આજે સામે થી જોવાનો મોકો મળ્યો... સેહેર માટે આ પળ એક અલગ જ ખુશી લઈને આવી હતી.. જોત જોતામાં એ વ્યક્તિ રાહુલ અને સેહેર પાસે આવે છે...

રાહુલ : પપ્પા આ સેહેર .. તમને મેં કહ્યું હતું...

" Hello બેટા.. કેમ છો? હું Dr. Mathur.. "
એ વ્યક્તિ બોલે છે એના અવાજ માં અલગ જ વાત છે..

સેહેર: સર તમને કોણ ના ઓળખે.. હું તો તમારી ફેન છું... મેં તો તમારા વિશે બહુ બધું સાંભળ્યું છે.. તમારી achievement.. study.. Operation.. બહુ બધું અને...

રાહુલ : control સેહેર શાંતિ થી હો પપ્પા નાસી નહીં જાય શાંતિ..

Dr. Mathur : બેટા બોલવા દે એને.. બોલ બેટા પેલા તું બેસ સોફા માં.. પછી બોલ.. તારે જે બોલવું હોય એ..

સેહેર : ( સોફા પર બેસી ને ) સર મારે તમને થોડા સવાલ પૂછવા છે.. પૂછી શકું!?

રાહુલ : પપ્પા ધ્યાન થી હો આના સવાલ થોડા તો નઈ જ હોય

Dr. Mathur : અરે પૂછવા દે બેટા એને પણ જાણવાની આતુરતા હોય..

સેહેર : તમારી આટલી બધી achievement પાછળ નું secret શું છે....?

Dr. Mathur : મહેનત અને આશા... નસીબ પર તો હું માનતો જ નથી .. નસીબ ની સીડીઓ જ્યાં પુરી થાય છે ત્યાંથી મહેનત ના શિખરો ની શરૂઆત થાય છે.. તું પણ મહેનત કરીશ તો તને પણ મળશે આ બધું..

રાહુલ : મહેનત કરતા શીખાવું હોય તો મારા જોડ શીખ.. મને જો.. હું પણ ટોપર છું..

Dr. Mathur : ચૂપ રાહુલ.. એને પૂછવા દે જે પૂછવું હોય એ.. તું જા અહીંયાં થી...

રાહુલ : OK... પપ્પા સેહેર તું બેસ હું આવું છું ફ્રેશ થઈને..

રાહુલ ત્યાથી જાય છે ... સેહેર અને Dr. Mathur બંને બેઠા છે અને વાતો ચાલુ છે.. સેહેર પ્રશ્ન પર પ્રશ્ન પૂછી રહી છે અને Dr. Mathur પણ શાંતિ થી જવાબ આપી રહ્યા છે..

સેહેર : સર તમારા પર મારેલા લોકો ના body parts વેચવાનો કેસ થયો હતો એ વાત...

Dr. Mathur : શું!?

સેહેર : એ વાત સાચી છે!?

Dr.mathur : બેટા એવું હોત તો હું હાલ જેલ માં હોત ને.. એવું કાંઈ નથી બસ લોકો ને સફળતા દેખાતી ના હોય એટલે મન માં આવે એ બોલે.. બધાં ના જવાબ આપવા જરૂરી પણ નથી..

સેહેર : હા સર.. સાચું.. સર તમને proud નથી થતો રાહુલ પર કે એ પણ તમારા જેમ કોલેજ નો ટોપર છે..

Dr.mathur : બેટા proud થી વધારે ચિંતા થાય છે મને એની મે સમય જ નથી આપ્યો એને..

સેહેર : સર એ lucky છે તમારા જેવા dad મળ્યા છે એને..

Dr. Mathur : બેટા એને મેં સમય આપ્યો જ નથી.. આખો દિવસ હું hospital માં હોય એને ઘરે રાતે લેટ આવું અને એ સૂઈ ગયો હોય એને મેં એક પીતા તરીકે સમય પણ નથી આપ્યો

સેહેર : પણ એ બિલકુલ તમારા જેવો જ છે...

આખી કોલેજ ને ચિંતા ના કરવાનું જ્ઞાન આપતો ફરે છે... બધાં ને એવું જ કહે છે study નું tension ના કરાય બિન્દાસ રહો..

Dr. Mathur : એટલે જ કોલેજ માં ટોપ કરે છે એ બધાં ને study થી દૂર કરીને પોતે વાંચી લેતો હશે.. હાહાહાહાહા 😆😆

સેહેર : મને પણ એવું જ લાગે છે.. હા હા હા હા હા હા હા હા હા 🤣😂😂