Part 22
Last partમાં જોયું કે ચિરાગ સુમિતને કોલ કરીને સેહેર પાછી આવી હોવાના સમાચાર આપે છે.....
હવે આગળ....
સુમિત : ભાઈ આવું ના બોલ તું...
ચિરાગ : ભાઈ ... હાલ જે ચાલી રહ્યું છે એ જોઈને તો મને એવું જ લાગે છે કે એ પાછી આવી ગઈ છે.
સુમિત : તું ઠીક તો છે ને ?
ચિરાગ : હા મને કઈ નથી થયું પણ....રાજ
સુમિત: મરવા દે એને ... આપણે કેટલા ..તને કંઇ થવું ના જોઈએ બસ.
ચિરાગ : ભાઈ મને કઈ નહિ થાય પણ ચિંતા થાય છે હવે.
સુમિત : કેમ?
ચિરાગ: ભાઈ હવે એ મને મારવા પાછળ પડી છે હું શું કરું ?
સુમિત : એમ થોડી ના તને નુકસાન પહોંચાડે તને નુકસાન પહોંચાડતાં પહેલા એણે મારો સામનો કરવો પડશે.
ચિરાગ: ભાઈ...
સુમિત: ચિંતા ના કર , કાલે હું ઇન્ડિયા પાછો આવું છું ..તું કોઈને કહેતો નહિ...
ચિરાગ:- હા ભાઈ જલ્દી આવ અહીં. હું તને કાલે લેવા આવી જઈશ એરપોર્ટ પર..
સુમિત :- ઓકે તું હાલ ફાર્મહાઉસમાં જતો રહેજે... ત્યાં તને બીક નહી લાગે.
ચિરાગ :- ભાઈ પેલી બંદૂક ક્યાં ગઈ ??
સુમિત :- કઈ...
ચિરાગ:- ભાઈ પિસ્તોલ ક્યાં છે ?
સુમિત :- તું રહેવા દે , એ રમકડું નથી..ભૂલથી ચલાવી દઈશ કોઈના પર તો લેવાના દેવા થશે.
ચિરાગ :- ભાઈ જીવતો રહીશ તો ને... જીવતા રહેવા માટે સલામત રહેવાની જરૂર પડશે મને, તું આવે ત્યાં સુધી...
સુમિત :- ઓકે સમજી ગયો..મારા રૂમમાં જા ત્યાં ડ્રોઅરમાં છે અને ગોળીઓ અંદર નાખેલી છે તો સાચવીને રાખજે .
ચિરાગ :- હા ભાઈ તું જલ્દી આવી જા.
સુમિત :- હા ભાઈ તું ચિંતા ના કર ભાઈ છે ને તને કઈ નહી થાય.
ચિરાગ :- હા ભાઈ bye
સુમિત:- bye
સુમિતનો કોલ કટ થતાંની સાથે ચિરાગ દોડતો દોડતો સુમિતના રૂમમાં જાય છે. એક પછી એક ડ્રોઅર ખોલીને જોવે છે એને બંદૂક મળતી નથી.. તે ચિંતામાં આવી જાય છે પણ એની નજર બેડની બાજુ માં રહેલા નાના ડ્રોઅર પર પડે છે અને એ ખોલે છે . એની નજર સામે એક બ્લેક રંગની બંદુક છે . ચિરાગ એને પોતાના હાથમાં લે છે ભારે છે પણ ચિરાગ એને ચારે બાજુથી ઘુમાવીને જોવે છે .બંદૂકની ગોળીઓ ચેક કરે છે . બધું બરોબર છે એ વાત નક્કી કરીને બંદૂક જે પોતાના પેન્ટ માં ફસાવી દે છે અને શર્ટ થી ઢાંકી દે છે... બંદુક સાથે હોવાથી એના ડરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે પણ હજુ પણ એની નજર સામે ગઈ રાતનો નજારો દેખાઈ રહ્યો છે . એના મોઢા પરથી પરસેવાનો રેલો આવી રહ્યો છે એ જેમ તેમ ઘરની બહાર જાય છે અને ગાડી ચાલુ કરીને ફાર્મહાઉસ પહોંચે છે.
બીજા દિવસે સવારે.....
ચિરાગ એરપોર્ટ પર સુમિતની રાહ જોઈ રહ્યો છે ...અને માઈકમાં અનાઉસમેન્ટ થાય છે કે દુબઈથી ઇન્ડિયા આવી ગયેલી ફ્લાઈટના પેસેન્જર ૨ નંબરના દરવાજાથી બહાર નીકળશે ...આ સાંભળીને ચિરાગ ૨ નંબરના દરવાજા આગળ આંખો લગાવીને ઉભો છે એની આતુરતાનો અંત આવે છે અને દૂરથી સુમિત હાથમાં બેગ લઈને એની સામે આવતો દેખાય છે . પણ બંનેના મોઢા પર સ્મિત ક્યાંક ખોવાયેલું દેખાય છે ..બંને આંખો આંખોમાં વાત કરી રહ્યા છે ...... જાણે એક બીજા ને પૂછી રહ્યા હોય કે સેહેર જીવતી કેવી રીતે હોઈ શકે...?
સુમિત :- ચલ મને ઇન્સ્પેક્ટર અનુરાગ જોડ લઈ જા ...
ચિરાગ:- એમને કેમ મળવું છે ?
સુમિત :- મળવું પડશે ભાઇ . એને કેવું પડશે જે થયું છે એ..
ચિરાગ:- ચલ તો ...જઈએ.
બંને ભાઈઓ ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન પહોંચે છે ....પહોંચતાની સાથે બંને ઇન્સ્પેકટર અનુરાગના કેબિનમાં ઘુસી જાય છે....સામે ખુરશીમાં inspector બેઠા છે બંને ભાઈને જોઈને નવાઇ પામીને પૂછે છે.
ઇન્સપેક્ટર અનુરાગ :- સુમિત તું.....?
સુમિત:- હા sir..
ઇન્સ્પેક્ટર અનુરાગ :- શું હા ... તને મેં ના પાડી હતી ને ઇન્ડિયા પાછા આવવા માટે ..?
સુમિત :- હા sir પણ થયું જ એવું છે કે.....
ઇન્સ્પેકટર અનુરાગ :- શું થયું ??
સુમિત :- સેહેર ....આવી ..
ઇન્સ્પેક્ટર:- સેહેર આવી ગઈ ..? સારું છે ને ચાલો હવે શાંતિ હવે કંઈ થશે નહિ તમને ...
સુમિત:- વાત તો સાંભળો ...યાર..
ઇન્સ્પેક્ટર અનુરાગ:- હાલ તો તું બોલ્યો કે એ પાછી આવી .
સુમિત :- અરે sir સહેર પાછી આવી જ ના શકે એ તો મારી ગઈ છે ....નેં...એનું ભૂત આવ્યું છે બદલો લેવા માટે ..
ઇન્સ્પેકટર અનુરાગ:- આ શું બોલે છે ...આવું કંઈ ના હોય ..
( મનમાં ને મનમાં હસતાં હસતા બોલે છે કે..એ લોકો એ બનાવેલો પ્લાન સફળ થઈ રહ્યો છે ...)
સુમિત :- sir કાલે ચિરાગ એ જોઈ એને..એના જોડે બહું બધું થયું કાલે ... રાજને મારી નાખ્યો સેહેર એ ... બાથરૂમમાં કાચ પર લોહીથી....
( ઇન્સ્પેક્ટર તેને અટકાવતાં વચ્ચે જ બોલે છે.)
ઇન્સ્પેકટર અનુરાગ :- અલા આવું કંઈ ના હોય ભૂત વુત ... ટેન્શન લો નહિ અને આપો પણ નહિ
સુમિત :- અમારી અહીંયા ...લાગી પડી છે તમને આરામ સુજે છે ??
ઇન્સ્પેક્ટર:- ઓકે હું તમારી મદદ ત્યારે જ કરી શકીશ જ્યારે તમે મને સાચે સાચું કહી દેશો કે થયું હતું શું ...તો હું કંઇક રસ્તો નિકાળી શકીશ...
સુમિત :- દેખો sir... બધું સાચે સાચું કહી દઉં..
સહેર જોડે બળાત્કાર કર્યો છે મારા ભાઈએ જ્યારે મારા ફાર્મહાઉસ પર પાર્ટી હતી ત્યારે મેં સેહરને રાઘવ જોડે એકલી મોકલી અને પાછળ ચિરાગને પણ મોકલ્યો કારણ કે ચિરાગને સેહેર જોડ સબંધ વગર સુખ માણવું હતું અને એ રાતે એણે ચિરાગને ના પાડી તો ચિરાગ એ જબરદસ્તી કરીને એના જોડ..અને ત્યાં પાણીના ખાબોચિયામાં ફેકી દીધી હતી પાક્કું એ આવી હાલતમાં હતી કે એનું બચવું શકય જ નથી..અને બચી પણ હોત તો જંગલી કૂતરા ફાડીને ખાઈ ગયા હોત ....
ઇન્સ્પેક્ટર:- અને તું આ બધું હવે મને કહે છે...
સુમિત:- થઈ ગઈ સર ભૂલ હવે હવસના નશામાં થઈ ગયું.
ઇન્સ્પેક્ટર:- ઓકે ભલે ...ચલ કઈક કરીએ..હાલ તું અને ચિરાગ બંને ફાર્મહાઉસમાં જ રહો બહાર ના નીકળતા...
ચિરાગ:- ઓકે sir..
( બંને પોલીસ સ્ટેશનથી farmhouse જવા માટે નીકળે છે ....અને આ બાજુ ઇન્સ્પેકટર કોલ કરે છે રાહુલ ને ...)
ઇન્સ્પેક્ટર:- farmhouse પાર આવી રહ્યા છે બંને...
રાહુલ:- આવા દો તૈયારી થઈ ગઈ છે . એમની જ રાહ જોવાય છે.
ઇન્સ્પેક્ટર:- જે પણ કરે ધ્યાનથી અને ચોકસાઇથી એક ભૂલનું પરિણામ બહું મોટુ આવી શકે છે.
રાહુલ :- ચિંતા ના કરો sir.. બધું તૈયાર છે..
ઇન્સ્પેક્ટર:- ચાલો તો હવે એમને દિવસે તારા બતાવવાનો સમય આવી ગયો છે .. Best of luck...
રાહુલ :- thanks sir..
( બંને ભાઈઓ farmhouse પહોંચે છે ..સાંજ પડી ગઈ છે ..ધીમેધીમે દિવસ ઢળતો જાય છે અને આકાશમાં અંધારુ છવાઈ રહ્યું છે ...પાછળના ખેતરોમાંથી કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો છે ....બંને ભાઈઓ નીચે હોલમાં બેઠા છે ...)
સુમિત :- લે આ પી ..
ચિરાગ:- ભાઈ અહીંયા એટલું ટેન્શન છે અને તને દારૂ પીવાનું સુજે છે ....મને તો નશો પણ ચડશે નહીં ..
સુમિત :- અરે પીલે ગાંડા ચિંતા દૂર થઈ જશે...
ચિરાગ:- વાત તો તારી સાચી છે એમ તો .. લાવ ચલ ..
(બંને ભાઈઓ વાત વાતમાં દારૂ પી પીને નશામાં આવી ગયા છે ....બંને ને કઈ જ ભાન નથી જેમ જેમ દારૂ એમના મગજમા ચડે છે એમ એમ બંન્નેના મગજની ચિંતા દૂર થતી જાય છે...અને આખરે આખી બોટલ દારૂ પી ગયા પછી બન્ને ભાઈઓ સુવાનું નક્કી કરે છે ..)
સુમિત :- ચલ હું જઉં છું સુવા ...
ચીરાગ:- ચલ હું પણ આવું છું..
સુમિત :- તું નાનો છોકરો થોડી છે ....મારા જોડ સુઈશ ...એકલો ઊંઘ તારા રૂમમાં ( દારૂના નશા માં )
ચિરાગ :- હા ભાઈ ...વાત તો તારી સાચી. મોટો થઈ ગયો છું હું આજ ભાઈ એકલો ....હાહાહાહા..ભાઈ એક બોટલ પીવી છે હજુ...
સુમિત :- બહું થઈ ગઈ આજ હવે સૂઈ જવાનું. ...
ચિરાગ :- ભાઈ મને આપી દે હું થોડી પીને મૂકી દઈશ..
સુમિત : પાક્કું ને મૂકી દઈશ ?
ચિરાગ :- હા ભાઈ પાક્કું .પાક્કું... લાવ ને..
સુમિત :- આ લે ... મોંઘી છે સ્પેશલી લંડનથી લાવેલો છું..
ચિરાગ:- હવે મજા આવશે...
સુમિત :- મજા કર હું જાઉં છું સુવા...
ચિરાગ:- ઓકે ભાઈ...
( સુમિત ઉભો થઇને ઉપર રૂમમાં જવા માટે સીડી ચડે છે દારૂના નશામાં છે તેથી એનો પગ લપસે છે અને એ ત્રીજા નંબરની સીડીથી નીચે પડે છે .....)
ચિરાગ :- ભાઈ..વાગ્યું નહી ને?
સુમિત :- અલા એટલામાં શું વાગે ... કંઇ નથી થયું તું મજા કર.
ચિરાગ:- પાક્કું ને ?
સુમિત :- ( ઉભો થઇ ને ) હા મારી જાન હા..કંઈ નથી થયું..
ચિરાગ :- ઠીક.છે good night
સુમિત :- good night..
( સુમિત ધીમે ધીમે ઉપરના રૂમ માં જાય છે ...અને નીચે ચિરાગ એક પછી બીજો એમ દારૂના પેગ બનાવી બનાવીને પીવે છે. બધું ટેન્શન જાણે દારૂમાં રહેલા બરફના જોડે પીગળી ગયું હોય એવું લાગે છે ... પણ.........
અચાનક ઉપરથી સુમિતનો જોરથી બુમ પાડવાનો અવાજ ચિરાગના કાને સંભળાય છે ....ચિરાગને લાગે છે દારૂ પીધા પછી આવું બધું થયા રાખે...પણ પછી ફરી એક વાર સુમિતની બૂમોનો અને કોઇક છોકરીના જોર જોરથી હસવાનો અવાજ ચોખ્ખો ચિરાગના કાનમાં સંભળાયો.
ચિરાગના હાથમાંથી દારૂની બોટલ પાડીને બીજી જ પળે જમીનદોસ્ત થઈ ગઈ અને ફૂટી ગઈ... દોડતો દોડતો ચિરાગ સીડી ચડવા લાગ્યો અને ઉપર પહોંચીને એના આંખ સામે જે હતું એનો વિશ્વાસ એને ખુદ થઈ રહ્યો નહોતો...
એની આંખ સામે કોઈની લાશને ઘસેડીને લઇ ગયા હોય એવા લોહીના લીસોટા હતા .. લોહીના દાઘ ચોખ્ખા દેખાતા હતા.. આ બધું જોઈને ચિરાગ ની આંખો ફાટી ગઈ...સામેની તરફ ટેબલ પર લોહીથી લથપથ એક કુહાડી છે અને એની ધારમાંથી લોહીના ટપકા નીચે પડી રહ્યા છે...
બાથરૂમમાં પાણીના નળમાંથી ટપકતા પાણીનો અવાજ ચોખ્ખો કાનમાં સંભળાઈ રહ્યો છે.
ચિરાગના પગ ધ્રુજી રહ્યા છે પણ સુમિતની બુમ પડ્યાનો અવાજ હાલ પણ એના દિલ અને મગજમાં ગુંજી રહ્યો.છે...ચિરાગ ધીમે ધીમે આગળ વધતો જાય છે.... ભાઈ .. ભાઈ...ક્યાં છે તું.....ભાઈ.......એમ બોલતો બોલતો આગળ વધે છે ..
લોહીના લીસોટાથી એક રસ્તો બની ગયો છે અને લીસોટા પર ધીમે ધીમે એ આગળ વધી રહયો છે....લીસોટાની મદદથી એ એના રૂમમાં પહોંચે છે..ત્યાં લોહીના લીસોટા ખતમ થઈ ગયા છે.. આમ તેમ નજર નાખે છે પણ એને કંઈ મળતું નથી પણ એની નજર ગેલેરીના ખુલ્લા દરવાજા પર પડે છે..
એ ધીમે ધીમે ગેલેરીના દરવાજા સુધી પહોંચે છે...દરવાજો થોડો ખુલ્લો છે અને દરવાજા પાછળ સંતાઈને એ ગેલેરી મા કઈક શોધી રહ્યો છે...અચાનક.....
એની નજર ગેલેરીમા પડેલી લાશ પર પડે છે...લાલ કલરનો શર્ટ પહેરેલી લાશ....ઊંઘી પડી છે ...લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે આજુબાજુમાં ... ચિરાગની આંખો ફાટી જાય છે ...એ કંઈ બોલે એ પહેલા લાશની બાજુમાં ઉભી રહેલી એક છોકરી જે પાછળ ફરીને ઉભી છે જેનું મોઢું દેખાતું નથી પણ સફેદ સાડી છે અને સાડી પર લોહી ના દાઘ.
હાથમાં કેરોસીનનો બાટલો છે અને એ ધીમે ધીમે કેરોસીન નાખે છે લાશ પર ..... ચિરાગના મોઢામાંથી આ બધું જોઈને ચીસ નીકળે એ પહેલા જ સફેદ સાડી પહેરેલી છોકરીએ દીવાસળી સળગાવીને લાશને આગ લગાવી દીધી......ચિરાગ આ જોઈને ચીસ પાડી ઉઠ્યો...એ છોકરીએ અચાનક પાછળ ફરીને જોયું ચિરાગ તરફ અને છોકરીના મોઢા પર લોહીના દાઘ હતા જાણે એને લોહી પીધું હોય. તેના હોઠ અને મોઢા પરથી લોહી ટપકી રહ્યું છે બંનેની આંખો એકબીજાની આંખો સાથે જોડાય છે...અને છોકરી ના મોઢા પર એક અજીબ સ્માઈલ આવે છે ...જાણે એ હસીને કહી રહી હોય કે હવે તારો વારો છે...ચિરાગ આજુબાજુ જોયા વગર ત્યાંથી ભાગે છે.....