અને તમે મળ્યાં Juli Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને તમે મળ્યાં

આટલી મોટી દુનિયામાં જ્યારે એવી વ્યક્તિનો સાથ હોય જે સાચા અર્થમાં આપણું માન રાખતી હોય તો જિંદગીનાં બધાં જ દુઃખ બાષ્પીભવન થઈ જાય છે. આજે હું એક એવી વાત લઇને આવી છું કે પરિવારથી વિરુદ્ધ જઈને જ્યારે પ્રેમી-પ્રેમિકાઓ મળે છે ત્યારે એક અલગડર ને આનંદ હોય છે.

મોબાઈલના યુગમાં આજે સોશિયલ મીડિયાથી ગણી એવી વ્યક્તિઓ પણ હોય છે જે પ્રેમમાં પડે છે. હા, અમુક વ્યક્તિ સાથે ખોટું પણ થાય છે.પરંતુ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આજે લગભગ સંબંધ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા થાય છે.

કોરોનાનો સમય હમણાં માર્ચ,એપ્રિલ અને મેં માં ખૂબ ફેલાણો છે. લોકડાઉન પણ કરવામાં આવ્યો છે. લોકો જરૂરતના કારણે બહાર જતા હોય છે .સરકારી કર્મચારીઓ પણ પોતાનું કામ બજાવી રહ્યા છે.

" થેક્યું મારી જિંદગીમાં આવવા માટે નકર ...." આંસું આવવાના કારણે પેલીનો અવાજ ભારી થઇ ગયો.

સામેની સીટ પર એક છોકરો બેઠો હતો પેલીનો હાથ હાથમાં લઈને , પછી કૉફીનો કપ ઉપાડતા બોલ્યો ,

" જિંદગીમાં બધા વ્યક્તિ માટે કોઈને કોઈ સાથી નક્કી જ હોય તો છે માત્રએ સમય આવતા આપણને મળે છે જેમ કે તું મને મળી મારી કવિતા."

આ સાંભળતા જ કવિતા થોડી ઉદાસ થઈ ગઈ કારણ કે......તે હમણાં નહીં કહું આગળ સ્ટોરી વાંચતા રહેજો.

" અરે મને ખબર છે તે દિવસે તારી હાલત બહુ જ ખરાબ હતી. પરંતુ તે યાદ કરીશ તો જીવીશ કેમ મારી સાથે ?? તને મારાથી લગ્ન કરવા હોય તો પહેલાનું યાદ કરવાનું મૂકી દે." પેલા એ કહ્યું.

" પણ ત્યારે ચિરાગ તમને ખબર જ છે પેલા મિતેષએ મને દગો આપ્યો. મને મૂકીને તે બીજાની પાસે જતો રહ્યો. ત્યારે એને વિચાર ન આવ્યો કે હું તેને કેટલો પ્રેમ કરતી હતી.??" કવિતાએ રડતાં કહ્યું.

" એક સાચી વાત કહું તો તારી પસંદગીમાં ભૂલ થઇ ગઇ. આજે કોઈ પણ નો આંખ બંધ કરીને વિશ્વાસકરાય." ચિરાગે તેને કૉફીનો કપ હાથમાં પકડાવ્યો.

" હા " પેલીએ કૉફી પીતા કહ્યું.

" હવે થોડું હસ યાર હું તને આમ નહિ જોઈ શકું." ચિરાગે પેલીના હાથમાં ગલગલીયા કર્યા.કવિતા હસી પડી.

" જો હસતાં જ કેટલી સુંદર લાગી રહી છે તું ...."

" હા ચિરાગ ....." કવિતાએ કહ્યું.

બંને જણ હવે શાંતિથી વાતું કરતા હતા કૉફી પીતા હતા.

" કેવી રીતે મળ્યા નહીં આપણે ? " ચિરાગે વાત વધારતાં કહ્યું.

" હા, બધી જગ્યાએ આજે વ્યકિતઓ આવી રીતે જ મળે છે . " પેલીએ પ્રત્યુત્તર આપ્યું.

" કેટલા સમયથી તારાથી મળવાની ઈચ્છા હતી આજે એ સાચે પુરી થઈ ગઈ ." ચિરાગ આજે ખૂબ ખુશ હતો.

જ્યારે બે એવી વ્યક્તિ મળે કે જેને એકબીજા વગર હાલતું ન હોય ત્યારે એ અદ્ભૂત અનુભૂતિ હોય .

" મારી જિંદગીમાં આજે તમે આવ્યા એટલે જીવનના રંગો આવ્યા. એક વખત હું એટલી પીડામાં હતી કે આપઘાતના વિચારો આવતા હતા. પરંતુ ત્યારે તમે મારી પાસે આવ્યા એટલે બધું જ બદલાઈ ગયું ." કવિતાએ પોતાના મનમાં રહેલી વાત કહી દીધી.

" હા કવિતા તારી સાથે હું હંમેશા હોઈશ. તારા સાથે જે લાગણી છે તે અદ્ભૂત છે . " ચિરાગે કહ્યું.

બંને જણ બેન્ચ પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા ને પોતાના દિલની વાત એકબીજાને કહેતા રહ્યા.

બંને જણ ઘરે પહોંચ્યા ને બંનેમાં દિલમાં એક અલગ જ ખુશી છલકતી હતી.

* પ્રેમની એ અદ્ભૂત મુલાકાત દિલમાં રહેલી બધી સમસ્યા દૂર કરે છે. આપણે ઇચ્છેલા પાત્ર સાથે જ્યારે હોઈએ ત્યારે તે અનુભવ ખૂબસુંદર હોય છે.