tari mari vaato books and stories free download online pdf in Gujarati

તારી મારી વાતો

ટીપ ટીપ વરસાદ વરસી રહ્યો , તેની બૂંદ પાંદડાં તથા ફૂલોમાં પડતાંને દેખાવમાં જાણે ડાયમન્ડ હોય તે પર્ણમાં સજાતા હતા .

" ચાલ ચેતું બહાર જઈએ મજા આવશે . " ખુશ થતી ધૂલી કહેતા ઘરના આંગણામાં નિકળી ગઈ .

" અરે સાથે હાલીએ ઉભી તો રહે ... " કહેતા ચેતું પણ બહાર ગયો .

" બહાર આવો તમે પણ .જોવો કેટલી મસ્ત ભીની માટીની સુગંધ આવી રહી છે . " ધૂલી ગોળ-ગોળ ફુદરડી ફરવા લાગી. ચેતું તેને જોતો જ રહી ગયો . આટલી ખુશ એ કેટલાં સમય પછી થઈ કારણ કે તે બંને વચ્ચે ઝગડા ચાલતાં હતા . ચુપકેથી ચેતુંએ ધૂલીનો ફોટો પાડી લીધો .

" આ શું કર્યું ? " ધૂલીને ખબર પડી ગઈ .

" તારો ફોટો પાડ્યો આજે તું આ વરસાદમાં ખૂબસુંદર લાગી રહી છે. " ચેતુંએ કહ્યું .

" જાઓને હવે " ધૂલીએ શરમાતા જવાબ આપ્યો .

" અરે સાચે કહું છું . આજે તો તારા માટે એક શાયરી પણ સૂઝી આવી કહું તને ? ? "

" હા " ધૂલીના મનમાં એક અલગ હલચલ થઈ . એનું દિલ જાણે અલગ અનુભૂતિ કરતું હોય તેવું લાગ્યું .


🌺 " જ્યારે હું તારી સાથે હોઉં ત્યારે એક અલગ જ અનુભૂતિ થાય ,
મારા હૃદયના ધબકારા વધી જાય ,
જ્યારે તારો હાથ મારા હાથ હોય , ત્યારે મારા મન-હૃદયને એક રાહત મળે ,
જેને આખી જિંદગીમાં કદી તૂટે નહીં ,
દિવસો જેમ જેમ વધે છે તેમ તેમ સંબંધ વધુ મજબુત થાય તેટલી આશા હો . " 🌺


કહેતા ચેતુંએ ધૂલીને ઉપાડી લીધી અને ગોળ-ગોળ ગુમાવા લાગ્યો...

"અરે નીચે ઉતારો પગ સ્લીપ થઈ જશે." ધૂલીના મનમાં હતું કે હું પડી જઈશ .

વરસાદ થંભી ગયા પછી બંને ચાય પીવા બેઠાં . બહાર હજી પણ એ ભીની માટીની સુગંધ આવી રહી હતી .

" સાંભળ આપણે રાત્રે બહાર ચાલીએ ડિનર માટે .... " ચેતુંએ કહ્યું .

" ના આજે તો ઘરમાં હું તમારા માટે ગરમ ગરમ ભજીયા ને તીખી લસણની ચટણી બનાવીશ .પછી તો તમે કહેશો તો બાજરાનો રોટલો પણ બનાવી દઈશ ." ધૂલીએ જાણે આજના ડિનર નક્કી જ હોય કે આજ કરવાનું છે એમ કહ્યું .

" ભલે." ચેતું એ મોઢું બગડતાં કહ્યું .

ધૂલીએ રસોઈ બધી બનાવી ટેબલ પર તૈયાર મૂકી . ટેબલ વચ્ચે એક મીણબત્તી પણ પ્રગટાવી કારણ કે લાઈટ નહોતી .

" ચેતું ચાલો " ધૂલીએ બૂમ પાડી .

" હા , આવું છું ." બંને જણ જમતાં-જમતાં વાતો કરી રહ્યા હતા .

" આપણી વાતો તો ખૂટશે જ નહીં જલ્દી જમી લ્યો . " ધૂલીએ જગમાંથી પાણી ગ્લાસમાં નાખતા કહ્યું .

" અરે મારી પગલી તારી સાથે વાતો કરવામાં જે મજા છે,એનાથી વધુ ખુશી મને ક્યાંય નથી મળતી . "

" અચ્છા ? પણ મને તો લાગ્યું કે તમે મારાથી બોર થઈ જાઓ છો." ધૂલીને પણ મસ્તી સૂઝી .

" ખમ કહું તને .....!!! " કહેતા ચેતું ધૂલીની પાછળ ભાગ્યો. બંને નાના છોકરાંની જેમ જાણે પકડા પકડી રમી રહ્યા હોય તેવું લાગ્યું .

" હવે, મસ્તી મુકો હું વરસાદમાં બહુ સમય ભીની થઇ એટલે થાક લાગે છે . " ધુલીએ પાણીનો ગ્લાસ ટેબલ પર મુકતાં કહ્યું .

"હા ભલે સુઈ જઈએ." ચેતુએ પોતાના હાથમાં રહેલી બુક રાખતાં કહ્યુ.

ત્યાર બાદ એ જ વરસતાં વરસાદની યાદ પોતાના મનમાં વસાવી અને બંને સાથે છે તેવી અદ્ભૂત અનુભૂતિની સાથે બંને સુઈ ગયા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED