કોરોનાના સમયની સાથે સાથે કરફ્યુ ( રાત્રીએ આઠ થી સવારે છ વાગ્યા સુધી ) પણ , લોકોનું બહાર નીકળવાનું બંધ થઇ ગયું.આવા સમયે બધાને બહાર જવાની તાલાવેલી જાગે . એમ થાય કે થોડું બહાર રોડ પર જોઈ આવીએ . બીક તો લાગે કે પોલીસવાળા આવી ને દંડ ન ફટકારે. પરંતુ બહાર જાવા તો જોઈએ જ. કારણ કે રોજ બહાર જવાની ટેવ પડી હોય.
" 9:30 થયા હાલશું હવે ? " જુલી તેની મમ્મીને પૂછતાં બોલી .અનુભવ મારો છે તો પાત્રનું નામ તો આ જ આવવું જોઈએ ને ??
" હા , ચાલીએ. જીગર લાઈટ બંધ કરીને ચાલ બહાર . "
ત્રણેય જણ બહાર ગયા . એમ તો રોડ પર અવર - જવર નહોતી . રોડ જાણે સુઈ ગયો હોય તેમ શાંતિની ચાદર ઓઢીને સૂતો હતો તેવું દ્રશ્ય ખૂબ જ રોમાંચક હતું.સામે બિલ્ડીંગના લોકો બેઠાં હતાં ઓટલા પર .
" હાય, જુલી " જે ઓટલા પર હું ને મારી મમ્મી ને મારો ભાઈ બેઠાં હતાં ત્યાં મારી બેન આવી પહોંચી તેનું નામ માનસી.
" હાય માનસી . " મેં સામે પ્રત્યુત્તર આપ્યો .
" હેલ્લો." સામેથી એક છોકરી આવી .
" ચાલો આપણે લુડો રમીએ . " મોબાઈલમાં જ લુડો રમવા માટે સામે બિલ્ડીંગના ઓટલે જઈને બેઠાં અને લુડો સ્ટાર્ટ કરી .
એક ગેમ લુડોની પૂરી કરી ત્યાં એક નાનો છોકરો આવ્યો તેની ઉંમર 4-5 વર્ષ ની લાગતી હતી . તે જ બિલ્ડીંગમાં રહેતો હતો .
"મને પણ રમવું છે " પેલા એ કીધું .
" હા રમ . તું મારા તરફથી રમજે . " મનુએ કહ્યું. પેલી છોકરી ઘરમાં ચાલી ગઈ પરત આવી પછી મનુ ને પેલી મોબાઈલમાં પડી ગઈ . ત્યાં બીજા એક બેન પણ બેઠાં હતાં. ત્યાં પેલા નાના છોકરાંના પપ્પા આવી ગયા . મારી ગેમ ચાલુ હતી નાના છોકરાં સાથે . અચાનક અવાજ આવ્યો. " જુલી , ચાલો ઘરે . "
" હા , મમ્મી આવું છું ." મમ્મી મારી પાસે આવી પહોંચી .
" કેટલી વાર છે હજી ? " મારી મમ્મી બોલી .
" બસ ગેમ પુરી થાય છે . " ગેમ પુરી કરી ઘરમાં આવી .
" કોની સાથે રમતી હતી ? " મારી મમ્મી પ્રશ્ન કર્યો .
" તે જોયું તો ખરું " મેં પ્રત્યુત્તર આપ્યો .
" હા પણ ત્યાં પેલો માણસ પણ હતો . તારા પપ્પા ખારા થાય તેવું શુ કામ કરશ . ? તને ખબર ન પડી કે ત્યાં ન બેસાય .
મેં કઈ જવાબ ન આપ્યો . રાત્રે સૂતી વખતે મારા મનમાં સતત વિચારો વહેવા લાગ્યાં કારણ કે આપણે સાચા હોઈએ તો પણ ક્યારેક સહેન કરવું પડે છે .
*
હાલમાં મારી મનની મૂંઝવણ કે ત્યાં બીજી બે - ત્રણ છોકરીઓ બેઠી હતી ને એની સામે એના માતા-પિતા પણ બેઠા હતા . તો એમના માતા પિતા એ કઈ ન કહ્યું. શું પેલા છોકરાંનો બાપ મને એકલા ને ખાઈ જવાનો હતો ??તે લોકોની વિચારસરણી એવી કેમ છે કે માણસ હોય તો મને જ નુકસાન કરશે એ ? ? બીજી છોકરી પણ હતી શું એના માતા પિતાને પણ આવા જ વિચાર આવે ? ત્યાં આટલાં બધાં જણ હતા તો શું એ મને જ ખરાબ કરે ? મારો વાંક આમાં શું છે કે હું ત્યાં બેન સાથે બેઠી તે કે હું એક સ્ત્રી છું એટલે ? ? આટલાં આધુનિક સમયમાં પણ લોકોના આવા વિચારો કેમ છે ? માતા પિતાને ચિંતા હોય એ હું જાણું છું પણ શું તેના કારણે પોતાના સંતાનોને આવું બોલે તો આટલી વાતમાં આટલું દુઃખ થાય તો શું સંતાન બીજી જગ્યાએ ક્યાંય પણ જાય ત્યાં કેમ તે અડજીસ્ટ કરી શકે ? ?